________________
ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનનું પગેરું
- ભાલણે “નળાખ્યાન' લખ્યું હતું એ વાત જાણીતી હતી, પરંતુ એણે “નળાખ્યાન' બે વાર લખ્યું હતું એ ' પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદિકે પાસેથી જ આપણને પહેલી વાર જાણવા મળ્યું હતું. પ્રા. કા.માં આ બીજું “નળાખ્યાન' છપાયું ત્યાં સુધી ભાલણના આ બીજ નળાખ્યાન' વિશે કોઈને માહિતી ન હતી. ભાલણને બીજી વાર નળાખ્યાન લખવાનું પ્રયોજન શું? એ પ્રશ્નનો જવાબ સંપાદ આપણને બીજીવારના નળાખ્યાનની પંક્તિઓ ટાંકીને આપે છે: -
“આ નળાખ્યાન કવિની બીજી વારની કૃતિ છે. પ્રથમ તેમણે જે નળાખ્યાન લખ્યું હતું તે કઈ લઈ ગયું અને તેણે પાછું ન -આપ્યું ત્યારે આ ફરી લખી કાઢયું છે. કવિની પ્રથમ કૃતિ આના કરતાં કદાચ વધારે સુંદર હશે એમ અનુમાન થાય છે. કેમકે ઉત્સાહના પહેલા તરંગનું એ કાર્ય હતું. આ વિશે કવિ નળાખ્યાનને છેવટે લખે છે કે:
નાગરકાજે શ્રમ દુવેળા, કવિને કરમે લાગ્યું છે, ધ્રુવાખ્યાન ને નળાખ્યાન બે, પુનધિ કરી અનુરાગે છે,