________________
કુવલયમાલા | ૨૫
નામ પણ ઉદ્દદ્યોતન હતું. તેઓ મહાદ્વાર નગરના ક્ષત્રિય રાજા હતા. તેઓ ત્રિકર્માભિરત હતા. તેમના પુત્રનું નામ વટેશ્વર (વડેસર) હતું. વટેશ્વરના પુત્ર તે કવિ ઉદ્યોતન. એમણે તત્વાચાર્ય પાસે દીક્ષા લઈ આચાર્યની પદવી મેળવી હતી. એમનું ઉપનામ દાક્ષિણ્યચિહ્નસૂરિ હતું.
પિતાની ગુરુપરંપરા વિશે જણાવતાં શ્રીઉદ્યોતનસૂરિએ લખ્યું છે કે ઉત્તરાપથની ચંદ્રભાગા નદીના કિનારે આવેલી પર્વતિકા નગરીના શ્રી તરમાણ રાજાના ગુરુ હરિગુપ્તસૂરિ થઈ ગયા. તેમના શિષ્ય દેવગુપ્ત મહાકવિ હતા. તેમના શિષ્ય શિવચંદ્રગણિ તીર્થયાત્રા કરતા કરતા ભિન્નમાલ(શ્રીમાલ) માં આવીને સ્થિર થયેલા. એમના શિષ્ય યક્ષદત્તગણિ હતા, તેમના છ સુપ્રસિદ્ધ શિષ્યો નાગ, છંદ, મમ્મટ, દુર્ગ, અગ્નિશર્મ અને વટેશ્વર હતા. એમાંથી વટેશ્વરાચાર્યના શિષ્ય તે તત્ત્વાચાર્ય અને તેમના શિષ્ય તે ઉદ્યતનસૂરિ. તેઓ ચંદ્રકુલની પરંપરામાં થઈ ગયા. તેમણે સિદ્ધાન્તશાસ્ત્રનું અધ્યયન શ્રી વીરભદ્રાચાર્ય પાસે કર્યું હતું અને ન્યાયશાસ્ત્રનું અધ્યયન શ્રીહરિભદ્રસૂરિ પાસે કર્યું હતું,
on ગુજરાતમાં જાબાલિપુરમાં શ્રીવત્સરાજ નામને રાજા જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે ત્યાં વીરભદ્રાચાર્યે ઋષિભજિનેશ્વરનું એક ઊંચું ભવ્ય મંદિર કરાવ્યું હતું. એ મંદિરના ઉપાશ્રયમાં સ્થિર થઈને ઉદ્દદ્યોતનસૂરિએ આ ગ્રંથની રચના કરી હતી. તે સમયે શક સંવત ૭૦૦ (વિ. સં. ૮૩૫) ચાલતો હતો. શ્રીહરિભદ્રસૂરિ તથા શ્રી વીરભદ્રસૂરિ એમના પૂર્વકાલીન હતા.
ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા' ઉપરાંત બીજા કોઈ ગ્રંથની રચના કરી છે કે નહિ તે વિશે આપણને કશું જાણવા મળતું નથી. એમની કૃતિ તરીકે માત્ર “કુવલયમાલાને જ પ્રાચીન સમયથી ઉલ્લેખ થત આવે છે. શ્રી ઉદ્યોતનસૂરિએ આપણાં અંગોપાંગાદિ આગમશાસ્ત્ર