________________
કુવલયમાલા | ૪૯
જરા પણ ઓછું થતું નથી.
આ ગ્રંથમાં મુખ્ય કથાના અને તેની અવાંતર કથાઓના પ્રસંગેમાં કવિએ જીવનની ઘણું ભિન્નભિન્ન બાજુઓનું આલેખન કરીને તેમાં પુષ્કળ વૈવિધ્ય આપ્યું છે. એ સર્વને આસ્વાદ માણતાં કથાકારે જગતનું અને જીવનનું કેટલું સૂક્ષ્મ અવલોકન કર્યું હશે તેની આપણને પ્રતીતિ થાય છે. આ ઉપરાંત, કવિએ ભિન્નભિન્ન શાસ્ત્રો, જાતિઓ, વ્યવહાર, ધર્મ, ભાષાઓ વગેરેને કેટલે અભ્યાસ કર્યો હશે તેને પણ વખતોવખત આપણને પરિચય થાય છે. રાશિફળાદેશ, ઘેડાની જાતિઓ, વિવિધ કળાઓ, ધાતુવાદ, ખન્યવાદ, શકુનવિચાર, સામુદ્રિક લક્ષણે, પ્રહેલિકાઓ વગેરે સંબંધવાળાં લક્ષણે લેખકની બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે.
કુવલયમાલા "માં તત્કાલીન લેકજીવનનું સુંદર પ્રતિબિંબ પડયું છે. કુવલયકુમાર વિજયાનગરીમાં જાય છે, ત્યારે રાજકન્યા કુવલયમાલા વિશે સમાચાર મેળવવા માટે પનિહારીઓની વાત સાંભળે છે, છાત્રાલયમાં જાય છે અને બજારમાં જાય છે. તે પ્રસંગે કેવા કેવા કેને કેવી કેવી વાત કરતાં તે સાંભળે છે તેનું વિગતે, તાદશ અને ચિત્રાત્મક વર્ણન કવિ કરે છે. છાત્રાલયમાં જે વિદ્યાર્થીઓ હતા તે લાટ દેશના, કર્ણાટકના, માલવાના, કનોજના, ગોલદેશના, મહારાષ્ટ્રના, સૌરાષ્ટ્રના, ઢwદેશના, કાશ્મીરના, અંગદેશને અને સિંધદેશના હતા. છાત્રાલયમાં છાત્રોના જુદા જુદા વર્ગો ચાલતા હતા. તેમાં જુદાં જુદાં શાસ્ત્રોના વર્ગોનું વર્ણન કરતાં કવિ લખે છે :
“એક વર્ગમાં પ્રકૃતિ, પ્રત્યય, લેપ, આગમ, વર્ણવિકાર, આદેશ, સમાસ, ઉપસર્ગ વગેરે વિભાગ કરવામાં નિપુણ એવા વ્યાકરણની વ્યાખ્યા ચાલતી હતી. બીજા વર્ગમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દના સંગ માત્ર કલ્પનાના છે, રૂપમાં ક્ષણભંગુરતા છે, ક્ષણેક્ષણે વિનાશ પામવાના સ્વભાવવાળું છે એવી બૌદ્ધદર્શનની વ્યાખ્યાઓ ચાલતી હતી. કેઈક