________________
૩૨ / પડિલેહા. કથાને વ્યાપક બનાવી અને ત્યાંથી કથાને આરંભ કર્યો છે. લભદેવને જીવ સાગરદત્ત મુનિ બને છે. ચંડસોમદેવને જીવ સિંહ બને છે. માનભટ્ટદેવને જીવ કુવલયચંદ્ર બને છે. માયાદિત્યદેવને જીવ કુવલયમાલા બને છે અને મેહદત્તદેવને જીવ કુવલયમાલાને પુત્ર બને છે. આમ, આ પાંચ પાત્રમાં ત્રણ પાત્રને ગૌણ બનાવાયાં છે અને કુવલયચંદ્ર તથા કુવલયમાલા એ બંનેને મુખ્ય પાત્રો બનાવી, કથાનાં નાયક અને નાયિકા બનાવી તથા તેમની સાથે બાકીનાં પાત્રોની કથાને સાંકળી લઈ આ કથાની રચના કરવામાં આવી છે. એમ કરવામાં લેખકે પાત્રોની ભવાન્તરની કથા દ્વારા સારું કથાવૈવિધ્ય આપ્યું છે.
કથાવસ્તુમાં પાત્રોની દષ્ટિએ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવંતે, બ્રાહ્મણે, વેપારીઓ, વિદ્યાધરે, તાપસે, સાર્થવાહ, પ્લે છે, ધાતુવાદીઓ, તાલે, યક્ષ, દેવો, રાક્ષસ, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વર, વનકન્યાઓ, શબરો વગેરે ભિન્નભિન્ન પ્રકારનાં પાત્રો છે. ઘટનાની દષ્ટિએ પણ એમાં સારું વૈવિધ્ય નજરે પડે છે. દુશ્મન રાજ્ય પર ચડાઈ, દેવીની ઉપાસના, અપહરણ, અશ્વડા, સિંહનું અનશન, આત્મહત્યા, ભાઈ-બહેનની હત્યા, ચિતાપ્રવેશ, કૂવામાં પતન, મિત્રવંચના, સમુદ્રગમન, વહાણને વિનાશ, પિશાચોને વાર્તાવિદ, રાજાની રાત્રિચર્યા, જલક્રીડા, વચન માટે પ્રાણત્યાગ, ગાંડા હાથીને વશ કરે, સ્મશાનમાં શબ સાથે રહેવું, શિરચ્છેદ, ખન્યવાદ, ગરુડ પક્ષીને વૈરાગ્ય વગેરે વિવિધ પ્રકારની ઘટનાઓ આ કથામાં બનતી આલેખાઈ છે. અટવી, નગરી, ઉદ્યાન, પર્વત, પલ્લી, સ્મશાન, ચૌટું, વૃક્ષકટર, ખેતર, વાપિકા, અરણ્ય, સરોવર, નદી, સમુદ્ર, આકાશ, મહાવિદેહક્ષેત્ર, દેવલોક, નારકી વગેરે ભિન્નભિન્ન પ્રકારનાં સ્થળામાં આ બધી ઘટનાઓ બને છે. એ દૃષ્ટિએ સ્થળવિય પણ આ કથામાં સારું જોવા મળે છે.