________________ नमस्कार स्वाध्याय અમારી સંસ્થાએ નમસ્કાર કરવાધ્યાયના સંદર્ભો ઉપર સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરીને અગાઉ બહાર પાડયા છે. તેને સંક્ષિપ્ત નિર્દેશ આ રીતે છેઃ 1. પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા-સંદર્ભ ઉપર આધારિત ધ્યાન અને યેગના વિષય ઉપર સ્વતંત્ર ગ્રંથ અમારી સંસ્થાએ બહાર પાડે છે. 2. ધ્યાનવિચાર-સંદર્ભ 24 પ્રકારનાં ધ્યાન દર્શાવતો અનન્ય ગ્રંથ છે. જેના ઉપર સ્વતંત્ર પુસ્તિકા બહાર પડી છે અને હવે તે ગ્રંથ સંસ્થા તરફથી તૈયાર થઈ રહ્યો છે. એક મંજિલ પૂરી થાય છે, ત્યારે હવે પછીનું કાર્ય વિચારવાનું રહે છે–મહત્ત્વની વિગતે તારવીને તેનું ચિત સંકલન કરવું, મંત્રનું સાધનનાની દષ્ટિએ સ્વરૂપ, આરાધના, વિજ્ઞાન, આરાધકની યેગ્યતા, પંચ પરમેષ્ઠિના પરમ પાંચ પદેની વિચારણું તે પદે શાના દ્યોતક છે, તેને પરમ રહસ્યમય અર્થ શું છે, તેને સમગ્ર વિશ્વ સાથે સંબંધ કેવી રીતે છે, માંત્રિક, તાંત્રિક અને યૌગિક દૃષ્ટિએ આ મહામંત્રનું શ્રેષ્ઠ સ્થાન કેવી રીતે છે, તેનાથી રિદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે વગેરે અનેક પ્રશ્નો જિજ્ઞાસુને ઉત્પન્ન થતા હોય છે. જે સંશોધન માટેના હવે પછીના વિષયે બની રહે છે. આ ગ્રન્થનું કાર્ય પૂરું થવા આવ્યું ત્યારે જે વિશેષ રચનાઓ મળી, તેને પરિ શિષ્યોમાં સમાવવામાં આવી છે. અદ્દભુત કૃતિઓ જેમાં રહેલી છે તે પ્રસ્તુત ગ્રંથના અમારા આ વિવેચનને અહીં પૂરું કરીએ છીએ. આરાધક, સંશોધકે સર્વેને નમસ્કાર મહામંત્રનું જે પરમ ગૂઢ. અનિર્વચનીય અને અનુભવગમ્ય સ્વરૂપ છે તે સત્વર પ્રાપ્ત થાય એવી મંગળ કામના સાથે અમે વિરમીએ છીએ. પ્રસ્તુત ગ્રંથમાં છાસ્થતા, અનુપયેગ, પ્રેસષ આદિ કારણોથી જે કાંઈ શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય તે બદલ અમે ક્ષમા ચાહીએ છીએ. 112, એસ. વી. રોડ, ઈલાં, વિલે-પારલે, મુંબઈ...૧૬ તા. 15-5-1980 નિવેદક ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી, ટ્રસ્ટી-જેન સાહિત્ય વિકાસ મંડળ,