________________ મુખપૃષ્ઠ-ચિત્રપરિચય આ તે જિનમૂર્તિનું ચિત્ર છે કે જે અત્યારે રાજસ્થાનના સિરોહી જીલ્લાના સિરોહી રોડ રેલ્વે સ્ટેશન નજીકના પિંડવાડા ગામના શ્રી કન્વેતાંબર જિનમંદિરમાં વિરાજમાન છે. તે જિનભૂત્તિનાં દર્શન કરતાં જ આમામાં શાંતરસને મહાસાગર ઊભરાય તેવી તેની મહાન કાયોત્સર્ગ મુદ્રા છે. તેના ઉપર આ રીતે મનનીય શિલાલેખ છે : “ॐ नीरागत्वाभावेन सर्वज्ञत्वविभावकं ज्ञात्वा भगवतां रूपं जिनानामेव पावनं / દ્રો....વ-શવ...મિ.... નૈનં શારિd સુમરા મધરાતપરંપનિંતપુર્મरजो....त...वरदर्शनाय शुद्धसज्ज्ञानचरणलाभाय / संवत् 744 साक्षात् पितामहेनेव विश्वरूपविधायिना शिल्पिना शिवनागेन कृतमेतञ्जिनद्वयम् // " આ શિલાલેખ સં. 744 ને છે. એટલે બહુ જ પ્રાચીન છે. એની ભાષા સંસ્કૃત છે, એમાં ભાષાકીય દષ્ટિએ કેટલીક અશુદ્ધિઓ હોવા છતાં અને કેટલુંક લખાણ ત્રુટિત ત્રુટિત હેવાથી ન સમજાય તેવું હોવા છતાં ભાવાર્થ સરલ છે. તે આ રીતે છે: “સર્વ પ્રથમ આકાર દ્વારા પંચપરમેષ્ઠિને નમસ્કાર છે. નીરાગતા વગેરે ભાવો વડે, સર્વત્તપણને પ્રકાશિત કરનારું એવું રૂપ ભગવાન જિનેશ્વરનું જ હોય છે. તે જ પાવન છે. શ્રી યશોદવસૂરિએ આ ઉત્તમ જિનબિંબ યુગલ કરાવેલું છે. તે જીવોએ સેંકડો ભવોની પરંપરામાં ઉપાર્જિત કરેલાં અત્યંત લિષ્ટ કર્મોરૂ૫ રજને દૂર કરનારું થાઓ. તે ઉત્તમ સમ્યગ્દર્શન, શુદ્ધજ્ઞાન અને નિરતિચાર ચારિત્રના લાભ માટે થાઓ. “સંવત 744 માં સર્વરૂપોના નિર્માણમાં વિશ્વવિધાતા જેવા શિલ્પી શ્રી શિવનાગે આ જિનયુગલ કયુ છે. " પરિચયસાર : આ જિનમૂત્તિ પંચધાતુમ્ય છે. એ પ્રથમવાર સિરોહી પાસેના વસંતગઢ ગામમાંથી મળી આવી હતી. અત્યારે પિંડવાડા (જિ. સિરોહી, રાજસ્થાન )ના વેતાંબર જિનમંદિરમાં છે, તે કાર્યોત્સર્ગ મુદ્રામાં છે. અતિ આકર્ષક છે, પ્રતિષ્ઠા સંવત 744 માં શ્રી યશોધરદેવસૂરિએ કરી હતી, મૂત્તિના શિલ્પકાર શ્રી શિવનાગ હતા. - શિલાલેખમાં કહ્યું છે કે મૂત્તિ વીતરાગત્વ અને સર્વજ્ઞવને ઓળખાવનાર, પાપનાશક અને દર્શનજ્ઞાનચારિત્રને લાભ કરાવનાર છે. શિલાલેખ વિશેની અમૂલ્ય માહિતી અમને ગવર્નમેંટ કોલેજ, સિરોહી (રાજસ્થાન) ના પ્રાધ્યાપક શ્રી સોહનલાલજી પટણી તરફથી પ્રાપ્ત થએલ હોવાથી અમે તેઓશ્રીના અત્યંત ઋણી છીએ, તેઓશ્રીને આભાર માનીએ છીએ.