________________
મુનિજીવનની બાળપોથી–૨
આવું જ ખેરીઆના ઊનના કટકા સંબંધમાં ધ્યાનમાં રાખવું. બરોબર ઘસ્યા વિના તે વસ્તુ બે ઘડીની અંદર
સૂકાઈ જતી નથી. [૩] નખ પરઠવતાં ચૂનો મેળવવા
આપણે વધી ગયેલા નખ કાપવાના છે પણ તેને ઘસીને વ્યવસ્થિત બનાવવાના – સમારવાના – નથી. તેમ કરીએ તે અતિચાર લાગે. [કેશ, રેમ, નખ સમાય.]
આ કાપેલા નખમાં મેલ પણ હોય છે. આ મેલ સાથેના નખ શરીરની સાથે જ રહે ત્યાં સુધી તે તે મેલમાં સંમૂર્ણિમ જીની ઉપત્તિ થતી નથી; પરન્તુ નખ કાપ્યા એટલે તેને મેલ પણ શરીરથી છૂટો પડ્યો. હવે તે મેલવાળા નખને કઈ કટકામાં બાંધી લેવાય તેટલું જ બરાબર નથી. જે કટકાના છેડે બાંધી જ લેવા હોય તે તેની સાથે તેમાં સહેજ ચૂને પણ ઘસીને ભેળવી દેવો જોઈએ. સારું તે એ જ છે કે કાપેલા નખને તરત જ – બાંધવાને બદલે સીધા – ધૂળમાં સહેજ ખાડે કરીને દાટી દેવા. એવી માન્યતા છે કે જે કઈ ચકલી વગેરે નખ ખાઈ જાય તે તે મૃત્યુ પામે માટે તેને ધૂળમાં ડાક પણ ઊંડે દાટી દેવા જોઈએ. આમ કરતાં ચૂનો ભેળવવાની જરૂરી રહે નહિ.
વળી નખ પણ વધુ વધવા દેવા નહિ; તેમાં મેલ ભરાતાં અનેક દોષ લાગે છે; [૪] અપ્રમત ભાવે ક્રિયા કરવી :
એવું કંઈ ખાસ કારણ ન હોય તે પ્રતિકમણુદિ