Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 160
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૧૪૭ ખૂબ વિચાર કરતાં લાગે છે કે બીજા સર્વનાશી હુમલાને આપણે લક્ષમાં લઈને તેની સામે સંગઠિત થઈને બધી જ શક્તિ તે તરફ કેન્દ્રિત કરીએ. પેલા યુધિષ્ઠિરના શબ્દો, “ તમારી સામે તો અમે પાંચ નથી; એકસો પાંચ છીએ.” એ ખૂબ વિચારણીય લાગે છે. ઓસીઆ અને કેરટામાં એકીસાથે (ઉત્તર વૈક્રિય શરીરની સહાયથી) પૂજ્યપાદ રત્નપ્રભસૂરિજી મહારાજાએ જિનબિંબેની પ્રતિષ્ઠા કરી હતી, પણ તેમાં પોતાના મૂળ શરીરથી કેરટામાં તેમણે પ્રતિષ્ઠા ન કરી તેથી તેના સંઘને એટલું બધું માઠું લાગી ગયું કે એના આવેશમાં ત્યાં જ ચાતુર્માસ બિરાજમાન કનકપ્રભમુનિને સૂરિપદે આરૂઢ કરી દઈને સંઘની એકતાને ધકકો માર્યો. પૂજ્યપાદ રત્નપ્રભસૂરિજી મહારાજા દૂરંદેશિતા વાપરીને ચેમાસુ પૂરુ થતાં જ કેરટા પધાર્યા. અને પ્રથમ પ્રવેશપ્રવચનમાં જ કેરટા સંઘે પિતાને બેજ અડધે કર્યાની અનુમોદના કરી. અને બાજુમાં બેઠેલા સ્વશિષ્યને પોતે જ વાસક્ષેપ કરીને સૂરિપદ ઉપર સત્તાવાર રીતે આરૂઢ કરી દીધો. આમ સંઘ-ઐક્ય આબાદ જળવાઈ ગયું. આથી પણ અત્યંત વધુ છિન્નભિન્નતા શ્રીસંઘમાં થઈ ચૂકી નથી ? શાસ્ત્રનીતિના આધારે જે કાંઈ થઈ શકતું હોય તે બધું જ કરવું રહ્યું; તે માટે બધી જ બુદ્ધિ લડાવવી રહી; તે માટે જેટલું જેનાથી નમતું જોખી શકાય તેટલું નમતું જોખી દેવું રહ્યું.

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174