________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૫૧
(૪૬) પાર્ક, કેમલ વગેરે શાહી અંગે :
જેમાં ચૌદ આનાથી વધુ ભાગ પાણીને છે અને માંડ બે આની ભાગ સ્પિરિટ વગેરે જલદ તેજાબી દ્રવ્યને છે તે પાર્કર વગેરે શાહી અચિત્ત છે કે કેમ ! સ્પિરિટ વગેરે જલદ દ્રવ્યે તેમાં સદા રહેતાં હોવાથી તેનું પાણી અચિત્ત હશે એમ અનુમાન કરીને આ શાહી વાપરવામાં આવે છે ખરી. છતાં તેમાં મનને ડંખ રહે છે કે કદાચ અચિત્ત નહિ હોય તો ?
એટલે સારુ તે એ જ છે કે તેવી શાહી ન વાપરતાં આજે વહેરી લાવેલા પાણીમાં ચૂનો અને શાહીની ભૂકી નાંખીને શાહી બનાવવી અને તેર કલાક પૂરા થતાં પહેલાં તે કાઢી નાખવી. લાંબે લીરે પેનમાં નાખીને તેને, સ્ટીલને તથા તેની જીભને ખૂણેખૂણેની લૂછીને સૂકવી દેવી.
આ કડાકૂટ લાગશે, પણ બીજે નિર્ભય ઉપાય કોઈ જણાતો નથી.
હા તેલની જ બનેલી બેલપેન કદાચ તેના વિકલ્પ તરીકે ચાલી શકે ખરી.
(૪૭) પાણીમાં ચૂને નાંખવા અંગે
જ્યારે પણ પાણીમાં ચૂને નાખવાનો હોય ત્યારે પાણીમાં હાથ નાંખે નહિ પરંતુ પહેલાં ચૂને નાંખીને લાકડી જેવા સાધનથી બધું પાણી હલાવી નાખવું. જે હાથ પાણીમાં નંખાય તે નખમાં રહેલે મેલ તે પાણીમાં ઊતરી જતાં બે જ ઘડીમાં સંમૂર્ણિમ જી ઉત્પન્ન થઈ જાય.