________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૫૩
વસ્તુતઃ તેમણે ગુરુની વધુ સન્મુખ થવું જોઈએ. એકાદ દિવસ એકાન્તમાં બેસીને શિષ્યભાવને એકદમ જીવંત બનાવીને તેમનાં ચરણોમાં માથું મૂકીને; આંસુથી તેને પખાળીને ગદ્ગદ્ સ્વરે પિતાની ત્રુટિઓ પૂછવી જોઈએ. પછી એ જે કાંઈ જણાવે તે બધું હૈયે લખી ઠંવું જોઈએ. બીજી જ પળથી એ ત્રુટિઓ દૂર કરવાના કામમાં યુદ્ધના ધરણે લાગી પડવું છે. જેમ જેમ તમારામાં પાત્રતા વિકસતી દેખાશે તેમ તેમ સદ્ગુરુની કૃપા મન મૂકીને વરસવા લાગશે.
ભગવાન વીતરાગ છે, પણ ગુરુ તે રાગી છે. એ રાગી છે એ વાત શિષ્ય માટે ખૂબ સારી છે. રાગી જ રીઝે, અને રીઝે તે વરસી જ જાય. - હવે શિષ્ય ગુરુને રીઝવવાના જ બાકી રહે છે.
યાદ રાખજો કે શિષ્યની ગોચરી–પાણી આદિ ભક્તિથી સાચા ગુરુ કદી રીઝતા નથી. સાચા ગુરુ તે શિષ્યના આત્મવિકાસથી જ રીઝતા હોય છે.
શિષ્ય કરે પ્રયત્ન પાત્રતા વિકસાવવાને...અને પછી કૃપા મળે છે કે નહિ તે જુઓ.
બાકી ખીસામાં પૈસા જ ન હોય અને પછી કહેવું કે, “ દુકાનમાં માલ જ નથી”. તે તે જરા ય ઉચિત ન કહેવાય.
આજે તે એવા ય કેટલાક આત્મવિકાસ () પામેલા શિષ્ય જોવા મળે છે, જેમને અરિહંતાદિની જપ વગેરે