________________
૧૫૬
મુનિજીવનની બાળપોથી
તે ઠીક પણ અમારા પગ તળેથી અસ્તિત્વની ધરતી જ સરકી જવા લાગી છે !
જે માનવજન્મ અને મુનિજીવન પામીને વાસનાઓ ઉપર વધુમાં વધુ પ્રભુત્વ મેળવી લઈને જ જંપવાનું છે, જે માટે તપ, ત્યાગ, વ્રત, જપ કે પ્રભાવક જીવનનું જાજરમાન વ્યક્તિત્વ તૈયાર કરવાનું છે તે માનવજન્મ અને મુનિજીવનમાં શું અસ્તિત્વની જ હારાકીરી થવા લાગે !
માનવજન્મનું હવે પછીના ભામાં અસ્તિત્વ જ નહિ હોય !
મુનિજીવનનું અસ્તિત્વ તે પછી હોય જ ક્યાંથી?
આ શું થઈ ગયું ? વાસનાઓ ઉપર વિશિષ્ટ પ્રભુત્વ ભલે નથી મળ્યું, પણ વ્યક્તિત્વનું નિર્માણ કરવા જતાં “અસ્તિત્વ જ કેમ રસાતાળ નવા બેઠું છે?
તપસ્વી તરીકેનું કે વ્યાખ્યાનકાર તરીકેનું પંડિત, કવિ કે સાહિત્યરત્ન તરીકેનું કેવું મહાન વ્યક્તિત્વ જીવનમાં નિર્માણ પામ્યું છે, જે એને જુએ તે તેનું અનુમોદન કરે છે.
આવું નિર્માણ પામતા વ્યક્તિત્વના પડદા પાછળ જ મુનિજીવનનું અસ્તિત્વ મટી જાય તેવું બને ખરું?
રે ! “બને ખરું ?” એ હવે સવાલ પૂછવાની શી જરૂર છે? જ્યારે જવાબ સ્પષ્ટ જડી ગયું છે, આંખેઆંખ જોઈ લીધું છે.
ત્યાગી, ખાખી, તપસ્વી વિદ્વાન, વ્યાખ્યાનકારમાંથી