Page #1
--------------------------------------------------------------------------
________________
' 'C:::6:00:20 0 0
SSC SC° છે 999 20
ભાગ
૩૭
પછhe.
કહes 20 2
ક00,0) |
1''
''
' મુનિશ્રી ચન્દ્રશખરહિorટાજી\O કલા કISIS ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન શ્રષણ અને શ્રમણીઓના વિન્ધતારક અભ્યન્તર મળ [શ્રામણ્ય]ને ભરપૂર પ્રમાણમાં પેટ્ટા કરતુ પુસ્તક :
*
નજીવનની બાળપોથી
ભાગ બીજો
–મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી
A
૧૩૭
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ ફોનઃ ૩૮૫૭૨૩ : ૩૮૦૧૪૩ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૧
લેખક પરિચય : સિદ્ધાતમહેદધિ સચ્ચારિત્રચૂડામણિ
સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિનેય મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી
શ્રી લાલબાગ જૈન આરાધક બહેને તરફથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે અને પૂજ્ય સાધુ-સાધ્વીજીના કરકમલમાં સાદર સમર્પિત કરવામાં આવે છે,
લિ.
કમલ પ્રકાશન ટ્રસ્ટ વતી,
ભદ્રેશ શાહ
પ્રથમ સ સ્કરણ : નકલ ૧૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ ૧૦૦૦ મહા વદ ત્રીજ તા. ૨૬-૨-૮૨
મુદ્રકઃ રાજુભાઈ સી. શાહ
કેનિમેક પ્રિન્ટર્સ મામુનાયકની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
sexબીપswo
જ
રૂ. ૩-
rd
Page #4
--------------------------------------------------------------------------
________________
• અનુક્રમણિકા
પાઠ
૩૮
૫૧
૬૫
૭૮
૧. “ભગવાન “તપસ્વી હતા ૨. દેહાધ્યાસ–ત્યાગ ૩. સ્વદેષદર્શન ૪. સર્વ જીવ-નેહપરિણામ ૫. આ કેવી અનાથતા ! ૬. ક્યાં જોવા મળશે આવું ગ્રુપ? ૭. આરાધકે ! સાવધાન ૮. જમાનાવાદ અને લેહેરી
૯૨ ૯. અતિ મહત્તવના દર્શનાચારના ચા૨ આચારે ૧૦૪ ૧૦, નિર્ગથેથી જ જગત ડૂબશે કે તરશે ૧૧૮ ૧૧. સમજી લઈએ; શાસનાદિ પાંચને
૧૩૧ ૧૨. સંઘરક્ષા
૧૪૫ આટલું ધ્યાનમાં લેવા જેવું ૧. બને ત્યાં સુધી એકાન્તમાં ન બેસવું ૨. શ્લેષ્મ, ઘૂંક, મેલ વગેરેને ઘસી નાખવાં. ૩. નખ પરઠવતાં ચૂને મેળવ ૪. અપ્રમત્તભાવે ક્રિયાઓ કરવી
Page #5
--------------------------------------------------------------------------
________________
૫. સંથારા ઉપર પ્રતિક્રમણ ન કરવું ૬. ‘સ્વજનધૂનન’ને કદી ન ભૂલીએ ૭. અચિત્તરજના કાયાત્સગ ૮. લેાચની ઉપેક્ષા ન કરવી
૯. નિત્ય એકાશન અને ઉણાદરી ૧૦. આઘા બે ટાઇમ; ૧૫ દી'નું પ્રતિલેખન ૧૧. ઔષધિ છેવટે ભળાવે
૧૨. અતિ વહેલા કે મેાડા વિહાર ન કરવા ૧૩. મીજા પામી જાય તેવી ગેાચરી ૧૪. કટકા સાથે લઈને ગેાચરી જવું ૧૫. અત્યંત ન છૂટકે : આધાકમી-દોષ ૧૬. ચામાસુ` બેસતાં પહેલાં ૧૭. જાતજાતનાં ફેશનેબલ પાકીટો ૧૮. ફાટા : ફિલ્મ : ટી. વી. ૧૯. ટપાલ-પ્રવૃત્તિ ઓછી રાખવી ૨૦, મંજન : વ્યાયામ અંગે ૨૧. એલેાપથી-ઔષધા ત્યાગવા જેવા
૨૨. મલિન કપડાંમાં સાવચેતી રાખવી ૨૩. વિજાતીય-સંપક ત્યાગવા
૨૪. ભાજના ઉઘાડાં ન મૂકવાં
૨૫. એડી પાતરીમાં પાણી; પરાત પાસે કાપ
૨૬. સાંજે દેરાસરજી
૨૭. સજાતીય–પશ નિષેધ
૨૮. ઉપકરણેાના કસ કાઢવા
૧૭
૧૭
૧૯
૨૯
૩૦
૩૧
૪૦
૪૧
૪૨
૫૪
૫૫
પ
૫૭
૬૮
૬૯
७०
૮૧
૮૩
૯૫
૯૫
૯૬
૯૬
૯૭
૧૦૮
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૯. ઘડિયાળ વાપરવા અંગે
૧૦૯ ૩૦. રાતે લાઈટ અંગે
૧૧૦ ૩૧. વિભૂષાને અજગર
૧૨૧ ૩૨. ગ્લાનાદિ સેવા
૧૨૨ ૩૩. ઉદાર બનવું
૧૨૨ ૩૪. અભિગ્રહો કરવા
૧૨૩ ૩૫. રેચક દ્રવ્ય વધુ ન લેવાં
૧૨૩ ૩૬. પ્યાલો લૂછ
૧૨૪ ૩૭. વાડે સાફ રાખો
૧૩૫ ૩૮. રેડ ઉપર માત્રુ ન પઠવવું
૧૩૬ ૩૯ શુદ્ધ વિહાર કરવો
૧૩૭ ૪૦. બહારની વસ્તુઓ ન વાપરો
૧૩૭ ૪૧. ગોખતાં-ભણતાં “ઉપગ” રાખવે
૧૩૮ ૪૨. ઈરિયાવહી પડિક્કમવા અંગે
૧૪૮ ૪૩. પાતરા વગેરે વારંવાર ન રંગવાં ૪૪. બારોબાર કશું ન પતાવવું
૧૫૦ ૪૫. વંદનવિધિ સાચવે ૪૬. પાર્કર, કેમલ વગેરે શાહી અંગે
૧૫૧ ૪૭. પાણીમાં ચૂને નાંખવા અંગે
સવાલો અને જવાબો (૧) શું બકુશ કે કુશીલ ચારિત્ર્યથી ભવને અંત
આવશે ખરો? (૨) નવકારમાં કે બીજા તેવા જ જાપમાં ભાવની
અલ્પતા આવી જાય છે તેમાં તાકાત ખરી ? ૮
૧૪૯
૧૫૦
૧૫૧
Page #7
--------------------------------------------------------------------------
________________
૬
(૩) શાસન–સેવામાં સાધ્વીજી મહારાજો કાળા નાંધાવી શકે ?
(૪) મુનિજીવનમાં ચિત્ત કેમ અશાન્ત રહે છે? (૫) શિષ્યે ગુર્વાજ્ઞાપાલન ન કરે તે શું કરવું ? (૬) તપાદિ તથા ભક્તિ ન જ થાય તે (૭) ગુર્વાદિની પ્રકૃતિ વિષમ હોય તે શું કરવું ? (૮) ત્યાગીજીવનની સફળતાનો મૂળ મન્ત્ર શું? (૯) તપાદિ કરવા જ જોઈએ ? સેવા કરીએ તે ન ચાલે?
(૧૦) શૂન્યાવકાશ વખતે શું કરવું ? (૧૧) શું સંસ્કૃતાદિ વિના ન ચાલે? ગુજરાતી અનુવાદો તા મળે જ છે.
(૧૨) મુનિજીવનના વાસેાવાસની ઉપમા આપી શકાય તેવી એ માખતા ખરી ? (૧૩) મુનિજીવનમાં આહારાદિમાં કે પ્રકૃતિગત ઢાષાને જાપાઢિ નિવારી શકતા ન હાય તા શું કરવું ?
(૧૪) સાચા સાધુ નિયમા દેવલેાકમાં જાય ત્યાં પતનાદિની સંભાવના નથી ? સાધુપણું દેવલેાક-પ્રાપ્તિ માટે છે ?
(૧૫) સાધુભગવંતેાના પસ્ચિય વિના સાવીજીએ નિર્વાહ કરી શકે ?
(૧૬) ગ્રુપમાં વારંવાર મનદુઃખ થતું હોય તા શું કરવું ?
૧૯
૨૧.
૩ર
૩૩
૩૪
૪૩
૪૫
૪૬
૫૭
૫૮
fa
૭૨
૭૩
૭૪
Page #8
--------------------------------------------------------------------------
________________
૯૯
(૧૭) વળગાડ માટે આપણે ત્યાં કોઈ ઉપાય ખરો? ૮૪ (૧૮) મુનિજીવનમાં જપની જરૂર ખરી? ૮૫ (૧૯) સાધુ-સાધ્વીજી મહારાજાને, લેડી ડોકટરે
અને પુરુષ ડોકટરેની આરોગ્યાથે સહાય
લેવી એગ્ય છે? (૨૦) “મટન–ડેલાવાળા સાબુ વપરાય ? (૨૧) સૌથી સુંદર તપ કર્યો ? (૨૨) સંયમજીવનની મેટી વિરાધના કઈ? (૨૩) પવનાદિને લીધે ચિત્ત-સ્થિરતા જળવાતી
નથી ત્યારે શું કરવું ? (૨૪) જેના સંયમપરિણામ ભગ્ન થઈ જાય તેને શું કરવું ?
૧૧૧ (૨૫) સાધવજી મ. પુરુષ–પંડિત પાસે અધ્યયન કરી શકે ?
૧૧૨ (૨૬) કેટલાક વિભિન્ન ગ્રુપના સાધુ-સાધવજી મ.
નિંદા કરે તે જડબાતોડ જવાબ આપ કે મૌન સેવવું ?
૧૧૩ (૨૭) સાદવજી મને વિહારમાં માણસની આવશ્યક્તા ખરી?
૧૨૫ (૨૮) ડાળીને ઉપયોગ કરતાં સ્થિર રહેવું યોગ્ય
ગણાય ? (૨૯) મુનિ, સ્વાધ્યાયમગ્ન હોય કે તપસ્વી ? ૧૨૭ (૩૦) સાધ્વીજી મ. પુરુષને પચ્ચકખાણાદિ આપી શકે ?
૧૩૯
૧૨૫
Page #9
--------------------------------------------------------------------------
________________
(૩૧) જિનાજ્ઞાપાલનથી આરોગ્ય વણસી જવાથી
દેષાદિનું સેવન કરવું યોગ્ય ખરું? ૧૩૯ (૩૨) ગુરુકૃપા પ્રાપ્તિ માટે શું કરવું?
ઉપર (૩૩) ગુર્વાદિની સેવામાં કે સ્વાધ્યાયાદિમાંથી
વિશેષ લાભ શેમાં ?
૧૫૪
સંવેદન
૨૩
૩૫.
४७
૬૧.
૭૫.
૧. ગુરુકૃપા હિ કેવલ... ૨. ખામેમિ, મિચ્છામિ, વંદામિ ૩. પકડી લે; ઓલા માંચડાને ૪. જસલોકે જેયું; મેં નર્કગાર ! ૫. એ, કિરતાર! મને આધાર તારે... ૬. ચાલે, નરકના દર્શને ૭. વીરની કીકીમાં ઊભરાતું દર્શન
૮૮ ૮. ખીલા ઠેકાણા; વીરના કાનમાં
૧૦૧ ૯. માગું તારી માયા
૧૧૪ ૧૦. ઝેર અમારાં ઉતારો
૧૨૮ ૧૧. સાંકડા હૈયે, મેટું દૈત માથું ! ૧૨. વ્યક્તિત્વનિર્માણના જંગમાં અસ્તિત્વની હારાકીરી!
૧૫૫.
૧૪૨
Page #10
--------------------------------------------------------------------------
________________
એકરારનામુ
ચારેકર આગ લાગી છે; સાગરસિકતાની! અકલ્પ્ય વેગથી વ્યાપી રહ્યા છે મિથ્યાત્વાદિ દાષા ! હવે તા જૈન-સંઘના ગગનને આંખી છે, એ આગ, એની જ્વાળાઓ.
બેશક, જાગ્યા છે અને દોડવા છે, ખંખવાળા.... જિનવાણીની ધાધમાર જલવર્ષા થઈ રહી છે.
પરન્તુ આગ અતિ ભયાનક છે; એની નોંધ સખેદ. પણ લેવી જ રહી. આથી જ આગ ઠારવા ગયેલા કેટલાક અચ્છા અચ્છા ખમાવાળા પણ આગમાં ઝડપાઈને દાઝયા છે, બળી ગયા છે, મરી પણ ગયા છે.
હા.. એ તે ચાક્કસ છે કે સ સંગના ત્યાગીએ જ [સાધુ, સાધ્વીજી ભગવ'તા] આ આગને ઠારી શકે, અને તે ય જીવંત જિનવાણીના જલધેાધની ધીંગી વષૅથી જ. આમાં ગામડાંના મૂળનાંખીને આગ ઠારતા માણસાનુ [માત્ર દેશવિરતિધરાવું] તેા કામ જ નહિ.
મુનિ સિવાય કાઇ આ આગ ન ઠારી શકે; એ જેટલુ નિશ્ચિત વિધાન છે એટલુ જ એ પણ નિશ્ચિત લાગે છે કે મુનિપણાથી સુશાભિત મુનિએ જ આ આગ ઠારી શકે. માત્ર વેષધારીએ નહિ તેમ માત્ર મહાન વિદ્વાના કે સમ વ્યાખ્યાનકાર પણ નહિ.
એ માટે તે તેમનું મુનિત્વ જ જીવંત ધબકારાથી ધમધમતુ' હેવુ' જોઈ એ.
સાચું મુનિપણું એટલે શાસ્રનીતિનુ દેશકાલાનુસારી સુદર શ્રામણ્ય...
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
એ શ્રમણ્ય કેવું હોય? એની વિચારણા “મુનિજીવનની બાળપોથી'ના બે ભાગમાં વિભાગીકરણ કરીને સરળ ભાષામાં કરવાની કેશિષ મેં કરી છે. જગતના અને ખાસ કરીને જૈનસંઘ અને આર્યસંસ્કૃતિનું સાચું રખેવું હવે તે શ્રમણે અને શ્રમણએ જ કરી શકશે તેવી અતિ દઢ બનેલી શ્રદ્ધાથી જ મેં આ બે ભાગો લખ્યા છે.
બીજા હજારે રોપાં જે કામ કરી શકે તે માત્ર એક જ સાચા શ્રમણ કે શ્રમણી કરી શકે તે વાતમાં લેશ પણ શંકાને સ્થાન નથી.
હવે જ્યારે આ શ્રમણ-શ્રમણીસંઘમાં સંખ્યાબાળ વધતું જાય છે ત્યારે તેની ગુણવત્તાનું ધોરણ પણ જે વધતું જાય તે જમ્બર કામ થઈ જાય. સંખ્યાને વિલક્ષણ -વધારે ક્યારેક ગુણવત્તાને ઘટાડનારો બનતે હોય છે. આ ભયસ્થાન પ્રત્યે વડીલેએ બેરરકાર રહેવા જેવું નથી.
જે કે અતિ ભયાનક ભેગરસના ચકચૂર વાયુમંડળમાં પણ જૈન શ્રમણ-શ્રમણ સંસ્થા ખૂબ જ ઉન્નત કક્ષાનું જીવન ઘણું મોટા પ્રમાણમાં જીવીને સ્વ–પર–હિત કરી રહેલ છે. પણ હવે ક્યાંક ક્યાંક – ભલે ૧૦ ટકા-પણુ મનને ખેદ થઈ જાય તેવી અનિચ્છનીયતા પ્રવેશ કરવા લાગી છે. આ વાત આગળ વધે તે નુકસાન પણ પારાવાર થાય તેમ સ્પષ્ટ લાગે છે.
એવા અનેક ભદ્ર પરિણમી છે આ શ્રમણ-શ્રમણી સંઘમાં છે, જેમને સ્પષ્ટ માર્ગદર્શન નહિ મળવાથી જ અશાસ્ત્રીય પદ્ધતિના જીવનને ભોગ બન્યા છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
આ માળપેાથીના બે ભાગ ખાસ તેમના જ માટે છે. આમાંથી તેમને સ્પષ્ટ માગ મળશે; જેની ઉપર -ચાલીને તેએ પેાતાનું જીવન મૂખ ઉન્નત મનાવશે અને તે રીતે સ્વ-પર-હિત સાધશે.
પણ ન્યાયે ખીજાને માર્ગદર્શન આપવાના હેતુથી આ લેખન-કાયું. મેં આરંભ્યું ત્યારે તેનાં અંતિમ પૃષ્ઠોને લખતાં મને થયું કે આ પુસ્તક તા મારા જ પેાતાના જીવન માટે અત્યન્ત ઉપયેગી થઈ પડે તેવું છે. જેમ જેમ હુ* લખતા ગયા છું તેમ તેમ મને મારા જીવનની કેટલીક ઊણપેા સ્પષ્ટ દેખાવા લાગી છે. મે કાગળામાં ઉતારેલી કેટલી ય ભાખતા મારા જ જીવ-નમાં નથી છતારી તે વાત ખ્યાલમાં આવી છે. મને તેનું ખૂબ દુઃખ પણ થયું છે,
મુનિ—જીવનની આ નોંધ એ જાણે કે કેટલાક અંશે મારા જીવનમાં નહિ પળાતા પદાર્થાની નોંધ અની હાય અને એ રીતે મારા એક નિબળ અંગનુ એકરારનામું આ નાંધ બની હોય તેમ મને લાગ્યુ છે. હવે તા એટલું જ ઈચ્છુ છુ કે ગુરુકૃપાથી લખાઈ ગયેલી આ નાંધના પદાર્થોં મારા જીવનમાં વ્યવસ્થિત રીતે અવતાર પામે અને મને ઉત્તમ કક્ષાના તુનિ તરીકેનું ગૌરવવંતુ જીવન બક્ષે.
જે કાઈ પણ આ નાધ દ્વારા જીવનમાં પામે; તેથી મને નિમિત્ત બનવાનુ જે પુણ્ય પ્રાપ્ત થાય તેના બળથી પણ હું એટલું જ ઈચ્છું છું કે વહેલામાં વહેલી તકે મારું જીવન ઉચ્ચ કોટિના અન્તર્મુખ સત [નિગ્રન્થ]નું અને; જેના દ્વારા હુ' સુસ્થિર એવું સ્વ-પર-હિત આરાધી શકું....
-
·
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
પૂજ્યપાદ, માદા તરણતારણહાર, સ્વ. ગુરુમાતાજી પાસેધી જાણવા, સાંભળવા કે વાચવા દ્વારા પદાથો સન્યા છે તેને આ માળપાથીના એ ભાગમાં ટપકાવ્યા છે. છતાં મારી કાઇ સમજફેર થઇ હાય અને અપદ્યા લખાયા હાય તા મને તેનું ધ્યાન દોરવામાં આવે તેવી સહુને – તે અપદાર્થના નિરુપણુની ક્ષમાયાચના સાથે – વિનંતિ છે. ક્રાઈની પણ વ્યક્તિગત ટીકા કરવાના મા લેશમાત્ર આશય નથી, તેથી તેવું આરાપણુ કાઈ વાંચક ન કરી લે તેવી વિનંતી કરૂ છું.
હું અને મારા જેવા સહુ – આપણે બધા આ બાળપેાથીનું મનન કરીએ અને જીવનની પ્રમામ્રજનિત શિથિ લતાએ અને ત્રુટિને દેવગુરુની કૃપા પામીને સર દૂર કરીએ એ જ એકની એક ભાવના છે.
બાકી તા આપણા પુરુષા ની આપણુ જીવન ઉન્નત સુજ્ઞ ભગવંતની જેમ આપણે પણ પરમાત્માના ચરણા પકડીને એક જ આરઝૂ વ્યક્ત કરવાની છે, તત્ તવાડઘો લિગ્નાડસ્મિ, નાથ ! તારણ.. તાય...
પ્રાન્ત, વર્તમાન દેશ–કાલાનુસાર પણ ખૂમ જ સુન્નુર ચારિત્ર્યધનું આરાધન કરીને સ્વ-પરહિત સાધતાં અહુ માટી સ ંખ્યામાં વિદ્યમાન એવા તમામ શ્રમણેા અને શ્રમણીઓના આંત્મામાં પડેલા વિશુદ્ધ પરમાત્મ ભાવને કેાટિ કોટિ વંદન કરીને વિરમું છું.
•
વિ. સં. ૨૦૩૫, પેા. સુ. ત્રીજ
તા. ૧–૧–’૭૯ ઘાટી [મહારાષ્ટ્ર]
લિ.
ગુરુ પાદપદ્મ રેણુ મુનિ ચન્દ્રશેખરવિજય
Page #14
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧ ભગવાન “તપસ્વી' હતા
અનાદિકાળથી ચાર ગતિના સંસારમાં પરિભ્રમણ કરતા જીવે દરેક ભવમાં જન્મ લઈને સૌથી પહેલા સમયે, પહેલી ભૂલ જે કઈ કરી હોય તે “આહાર લેવાની ભૂલ કરી છે. તેણે તે વખતે શરીર બનાવવાની ઈચ્છા પણ કરી ન હતી. પરંતુ પહેલાંના સમયથી લેવાતા જતા આહારનું શરીર બની ગયું, પછી તે શરીરમાં પાંચ ઈન્દ્રિયો વગેરે પણ તૈયાર થઈ ગયાં. “પઢવા ગયો નમાઝ અને મસ્જિદ કેટે વળગી’ એના જે આ ઘાટ થયો કે લેવા ગયે આહાર અને શરીર વળગી પડ્યું.
- હવે શું પૂછવું? બધા ભેગે અને પાપનું મેદાન શરીર અને ઈન્દ્રિયો ! શરૂ થયાં તોફાને ! ખેલાતી ગઈ વાસનાઓ ! ખડે થતે ગયે; કર્મોને ગંજ! નિત નવા આવતા ગયા; જનમ!
આમેય અનાદિકાળથી વાસનાઓ તગડી તે થઈ જ હતી. હવે એને શરીર, પાંચ ઇન્દ્રિયે, મન અને સાત ધાતુની ઉત્તેજનાઓ સહકારમાં મળ્યાં ! પછી બાકી શું રહે?
Page #15
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
એમાં બાહ્ય નિમિત્તોનાં પેટ્રોલ વાસનાની એ આગમાં ઠલવાતાં ગયાં. પછી તો આખે આતમ ભડકે જ બળે ને?
આવી દુર્દમ વાસનાઓને કાબૂમાં લઈને ખતમ કરી દેવા માટે આહારને પરિત્યાગ અત્યન્ત જરૂરી છે. આહારથી આરંભાયેલાં પાપોને આહારના ત્યાગથી જ હણવા રહ્યા,
આ માટે જ જૈન ધર્મમાં ઉપવાસ વગેરે “અનશન તિપને ખૂબ જ વધુ મહત્ત્વ અપાયું છે. ગમે તે કામી માણસ પણ ત્રીજા વગેરે ઉપવાસથી તદ્દન શાન્ત પડી જતે હોય છે. વાસનાઓને ખતમ શું કરવી? એના જે વિકરાળ પ્રશ્ન બીજે કઈ નથી. પણ તપથી વાસનાઓ સહેલાઈથી નષ્ટ થાય છે માટે તપ જે વાસના-નાશને બીજે કંઈ સરળમાં સરળ રસ્તો પણ નથી.
હા તપથી માત્ર શરીર શેષવાતું હોય તે તે બરાબર નથી. તપથી તે વાસનાને શેધવાની છે. તેમ કરવા જતાં - બંબાવાળાની અડફેટમાં આવી ગયેલા બાળકની જેમ – શરીર અડફેટમાં આવીને શેષાઈ જતું હોય તે તેને જરા ય અફસોસ પણ નથી.
વાસના-નાશ માટેના બીજા રસ્તાઓ ઘણા લાંબા અને અટપટા છે. જ્યારે આ લક્ષની તીવ્રતાપૂર્વકને વિધિવત્ તપને રસ્તે સાવ ટૂંકે અને સચોટ છે.
પણ સબૂર! ઉપવાસાદિ તપ તે તે જ વાસનાનાશક છે, જેને પારણામાં ઉણોદરી અને જોરદાર અનાસક્તિ પડેલી છે. આ વર્ષીતપ કરનાર પુણ્યાત્મા પારણાના દિવસે
Page #16
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
*
પણ ઉપવાસી બનીને પરમાત્મા શ્રી આદિનાથની જેમ તેર મહિનાના ઉપવાસને લાભ મેળવે છે. બાકીના તપ તે તપ-ધર્મની હાંસી કરાવનારા બની જાય છે.
જે વિગઈઓ શત્રુનું ઘર છે; તે આયંબિલ એ મિત્રનું ઘર છે અને ઉપવાસ એ પિતાનું માલિકીનું ઘર છે.
આથી જ ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવને શાસ્ત્રકાર પરમર્ષિઓએ ઠેર ઠેર “તપસ્વી' તરીકે સંબોધ્યા છે. રા વર્ષની ઘોર સાધનાના કાળમાં પ્રભુ માત્ર ખિાઈપીને !] આત્મચિંતન કરતા ન હતા પરંતુ તેમાંનાં ૧૧ વર્ષ તે નિજલ ઉપવાસરૂપ બાહ્ય તપના આરાધક હતા. આ જ વ્યવહાર-ધર્મની મહત્તા સાબિત કરતું સચોટ દષ્ટાન્ત છે. આંતર જ્ઞાનદશા પામવા માટે પણ બાહ્ય તપની ખૂબ ખૂબ જરૂર છે.
જે સાચો તપસ્વી છે તેને વાસના કેવી? જે તપસ્વી નથી તે નિર્વિકાર શી રીતે ?
અપવાદપૂર્વકની આ સામાન્ય વ્યાપ્તિ છે. એના દ્વારા આપણે યથાર્થ બાહ્ય તપનું મહત્ત્વ સ્વીકારીને જીવનને તપ:પ્રધાન બનાવવું જોઇએ.
છતાં ય તપ ન થઈ શકે તે તેની આત્મનિંદા કરવી પરન્તુ જ્ઞાનનો મહિમા વર્ણવતા બૂમબરાડા નીચે તપ-ધર્મની મહત્તા દર્શાવતા ગીતને દબાવી દેવાનું પાપ તે કદી ન કરવું જોઈએ.
તપની મહત્તા જીવંત રહેશે તે આપણી ભાછી પેઢી તેનું સેવન કરીને મહાન બનશે. સ્વ–પર કલ્યાણની સાધક બનશે.
Page #17
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપાથી–૨
આટલું ધ્યાનમાં લેવા જેવુ
[૧] અને ત્યાં સુધી એકાન્તમાં ન એસયુ :
જેમ એકાન્તમાં બેસવાથી એકાગ્રતા વગેરે પામવાના લાભે છે તેમ તેનાં કેટલાંક નુકસાન પણ છે. જો કાઈ વ્યક્તિને લાભ પામવા જતાં નુકસાન વધુ થતુ જણાય તે તે વ્યક્તિએ એકાન્તમાં આસન તે ન જ રાખવું પરન્તુ સ્વાધ્યાયાદિ પણ કરવા બેસવુ ન જોઇએ.
એણે તે જાહેર હાલમાં, પેાતાના ગુરુદેવની નજરમાં જ બેસવુ' અને ત્યાં જ સ્વાધ્યાયાદિ કરવા. બેશક, હાલમાં અનેક લેાકેાની વનાદિ માટે આવન-જાવન રહેતી હાય છે. પણ દીવાલ તરફ માં રાખીને બેસી જવાથી એ આવનજાવનના કેાઈ વિક્ષેપ પડશે નહિ. છતાં ય ‘અવાજ' વગેરે પ્રશ્નો નડતા હાય તા ય એકાન્તને પક્ષ સેવવા નહિ. મેાટા નુકસાનથી ખચવા માટે નાના નુકસાનને વધાવી લેવુ' જ રહ્યુ. [૨] શ્લેષ્મ, શૂક, મેલ વગેરેને ઘસી નાખવા
થૂંકદાનીમાં કે રસ્તા ઉપર પડેલી ધૂળમાં જો કયારેક શ્લેષ્મ, થૂક કે નખના મેલ વગેરે નાંખવા પડે તે તેને તે ધૂળ કે રાખ વગેરેમાં ખરેખર ઘસી નાખવાં જોઈએ. જેથી તેમાં મૂળ વગેરે ખરાખર મળી જાય. જો આમ ન થાય તે બે ઘડી ઉપરના સમય પસાર થતાં તે વસ્તુમાં સમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય.
Page #18
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
આવું જ ખેરીઆના ઊનના કટકા સંબંધમાં ધ્યાનમાં રાખવું. બરોબર ઘસ્યા વિના તે વસ્તુ બે ઘડીની અંદર
સૂકાઈ જતી નથી. [૩] નખ પરઠવતાં ચૂનો મેળવવા
આપણે વધી ગયેલા નખ કાપવાના છે પણ તેને ઘસીને વ્યવસ્થિત બનાવવાના – સમારવાના – નથી. તેમ કરીએ તે અતિચાર લાગે. [કેશ, રેમ, નખ સમાય.]
આ કાપેલા નખમાં મેલ પણ હોય છે. આ મેલ સાથેના નખ શરીરની સાથે જ રહે ત્યાં સુધી તે તે મેલમાં સંમૂર્ણિમ જીની ઉપત્તિ થતી નથી; પરન્તુ નખ કાપ્યા એટલે તેને મેલ પણ શરીરથી છૂટો પડ્યો. હવે તે મેલવાળા નખને કઈ કટકામાં બાંધી લેવાય તેટલું જ બરાબર નથી. જે કટકાના છેડે બાંધી જ લેવા હોય તે તેની સાથે તેમાં સહેજ ચૂને પણ ઘસીને ભેળવી દેવો જોઈએ. સારું તે એ જ છે કે કાપેલા નખને તરત જ – બાંધવાને બદલે સીધા – ધૂળમાં સહેજ ખાડે કરીને દાટી દેવા. એવી માન્યતા છે કે જે કઈ ચકલી વગેરે નખ ખાઈ જાય તે તે મૃત્યુ પામે માટે તેને ધૂળમાં ડાક પણ ઊંડે દાટી દેવા જોઈએ. આમ કરતાં ચૂનો ભેળવવાની જરૂરી રહે નહિ.
વળી નખ પણ વધુ વધવા દેવા નહિ; તેમાં મેલ ભરાતાં અનેક દોષ લાગે છે; [૪] અપ્રમત ભાવે ક્રિયા કરવી :
એવું કંઈ ખાસ કારણ ન હોય તે પ્રતિકમણુદિ
Page #19
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળથી
તમામ ક્રિયાઓ પંચાગ પ્રણિપાત આદિ વિધિપૂર્વક કરવાની પહેલેથી ટેવ પાડવાનું રાખે. નાની ઈરિયાવહીની કિયા હેય કે “જાવંતિ અને જાવંત કે વિધિ સાહું બે સત્રો વચ્ચેનું એક જ ખમાસમણું હોય – બધું ય યથોક્ત વિધિપૂર્વક જ કરવું જોઈએ. બેઠા બેઠા તે ક્રિયા કરવાથી હૈયું શાસ્ત્રાજ્ઞા. પ્રત્યેની પિઠાઈ પ્રગટ કરે છે; એથી તીવ્ર વિર્યાન્તરાય કર્મ બંધાય છે.
ભૂતપૂર્વ ભવમાં ઘણુ લુચ્ચાઈએ, પિઠાઈઓ અને હાડકાંની હરામી કહેવાય તેવી ઉપેક્ષાઓ આપણું આત્માએ કરી છે. હવે જ્યારે “ભવ-વિરહ' કરી દેવાની અમૂલખ. પળ હાથમાં આવી છે ત્યારે વળી પાછા એ કુસંસ્કરને વશ થઈશું તે મહામૂલું સંયમરન હારી જઈશું,
રે ! કેવી કમનસીબી છે કે ત્રિકનાથ દેવાધિદેવને અને અસીમ ઉપકારી ગુરુદેવને વંદન કરવાના ખમાસમણુક પણ બેઠાં બેઠાં કે અડધા જ વાંકા વળીને પતાવી દેવામાં આવે છે.
કે આ હશે; ઉપકારીઓના ઉપકારને આપણે ખ્યાલ ?
Page #20
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બળપોથી–૨
સવાલો અને જવાબો
T
સવાલ (૧) : શું વતમાનકાળના બકુશ કે કુશીલસ્વરૂપ ચારિત્ર્યની ધમકિયાથી અતિ આવશે ખરે ? આ ક્રિયાઓનાં બે જ પાસાં છેઃ ૧. મોક્ષનું જ લક્ષ છે. ૨. તેના પ્રત્યે સદૂભાવ છે.
પણ બાકી બધુ ઉધાર-પાસામાં છે. અવિધિ, અજ્ઞાન, અનુલ્લાસ, આશાતના વગેરે..........
જવાબ : બકુશ કે કુશીલ પ્રકા૨નું ચારિત્ર એ ચારિત્ર જ નથી એવી ભ્રમણામાં ન રહેશે. એ છઠ્ઠા નંબરના ગુણસ્થાનનું જ ચારિત્ર છે.
જે ધર્મક્રિયામાં મેક્ષ પામવાનું એક માત્ર લક્ષ કે અને તેના પ્રત્યે પૂર્ણ સદૂભાવ છે તે હવે તેનાથી મોક્ષ પામવાની વાતમાં જરા ય શંકા ન કરવી.
| ક્રિયાઓ પ્રત્યે જે સભાવ છે; અને મેક્ષનું જે લક્ષ છે તથા તેમાં થતી તમામ અવિધિ આદિ અંગે જે જોરદાર બળાપ છે; આ ત્રણેય ગુણે ભેગા મળીને બીજા બધા દોષોને હડસેલવા માટે સમર્થ છે.
વળી ક્રિયાઓનું ફળ – ચિત્તપ્રસન્નતા. વાસના શુદ્ધિ વગેરે આજે ને આજે મળે તેવી આશા એકદમ ન રાખી શકાય. પણ ફળ જેવા ન મળે તેથી ક્રિયાઓ નિષ્ફળ જઈ રહી છે તેવું કલ્પી લેવાની ભૂલ નહિ કરવી.
એક ઘડે છે. ધારો કે તે દસ હજાર ટીપાંથી પૂરે
Page #21
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
ભરાય છે. હવે તેમાં પાણીનું એકેકું ટીપું નાખવું શરૂ કર્યું. એક હજાર ટીપાં નાખ્યાં પણ હજી ઘડો ન ભરાય એટલે “ઘડે કયારે ભરાશે ? કેમ ભરાયે નથી? શું તે ભરાશે જ નહિ?” આવી અધીરાઈ થઈ જાય તે ટીપાં નાખવાની ક્રિયાના ફળ પ્રત્યે અશ્રદ્ધામાંથી નિરુત્સાહિતા, વેઠ, કંટાળે વગેરે જરૂર પેદા થાય.
પણ “ઘડે ભરાઈ છે રહ્યો છે. મારી ટીપાં નાખવાની કિયા ઘડે પૂરે ભરાવા તરફ આગળ વધી જ રહી છે!”
એ સત્યને જે ઉત્સાહપૂર્વક સ્વીકારવામાં આવે તે ક્રિયામાં ઉલાસ, આનંદ વગેરે પેદા થાય અને તેનું ફળ આનંદ અને છેલ્લે ફળપ્રાપ્તિ, બે ય મળી જાય.
અનાદિકાળના રોગોની ઉગ્રતા એકાદ ભવમાં કદાચ એકદમ મળી ન પણ પડે છે તેથી નિરાશ ન થવું. આ તે જિનેક્ત અને ગુણધર–ગુમ્ફિત ક્રિયાઓ અને તેનાં મન્નમય સૂત્ર છે. તેના ફળમાં અશ્રદ્ધા કે અધીરાઈ આવવી ન જોઈએ.
બસ ઉક્ત લક્ષ સભાવ અને બળાપા સાથે કરતા જ રહે...જરૂર ફળ પામશો.
સેવાલ (૨) : રોજ નવકારમંત્રની બાંધી પાંચ માળા ગણીએ કે તેવા જ ઋષિમંડલ, નમણિ આદિ કઈ જ૫, કે કેઈ તેત્રોને પાઠ વગેરે કરીને તેમાં ભાવની અલ્પતા કે ક્યારેક શૂન્યતા આવી જાય તે ય તે જપાદિમાં તાકાત હોય ખરી ?
Page #22
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી–ર
જામ : આ સવાલને પહેલા નંબરના સવાલના સદ્ગુ'માં સમજીને જવાબ આપુ છું. જ્યાં મેાક્ષલક્ષ વગેરે છે ત્યાં જે દ્રવ્યક્રિયા પણ છે તેની તાકાત પણુ જરા ય આછી આંકવી નહિ કે તેમાં અશ્રદ્ધા કરવી નહિ. એક દાખલે આપુ',
થોડાં વર્ષોં પૂર્વે મુંબઈમાં એક ભાઈ · ટેવ મુખ્ ’ હુંમેશ સવારે ૧૦૮ નવકાર ગણુતા હુતા. તેના કેાઇ પરચા થાય તેમ તે ઇચ્છતા હતા; પુણ્′ ભાવની અલ્પતાવાળા નવકારના તે શું પરચા જોવા મળે ? 'એમ જાતે જ વિચારી લેતા.
૯
પણ એક દિવસ તેમણે આ વાત શક્તિના ઉપાસક અજૈન ભાઇને કરી. તે શાક્ત બધુ પેાતાની શક્તિ-માતાના પરચા દેખાડવા આ જૈન ભાઇને શક્તિમાતાના ભુવા પાસે લઇ ગયા. ભુવાને સઘળી વાત કરી, પછી ભુવા ધૂણવા લાગ્યા. તેના શરીરમાં પ્રવેશ થઈ ગયા હતા તેમ લાગ્યું. ધૂણતા ધૂણતા તે ભુવા પેલા જૈન ભાઈ પાસે આવીને તેમને પ્રદક્ષિણાએ દેવા લાગ્યા અને પાછા ફરવા લાગ્યા. વારવાર તેણે આમ કર્યુ. ત્યારે ત્યારે શાક્ત-ભાઈએ ભૂવાને જન ભાઇના શરીરમાં પ્રવેશીને પરચા દેખાડવા કહ્યું.
ધૂણતા ભૂવાએ જણાવ્યું કે, “એ માટે જ આ બધી મહેનત કરી રહ્યો છું; પણ હું તેના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. તેને કહા કે તે ભાઇ જે મન્ત્રજપ હમણાં કરી રહ્યા છે તે છેાડી દે.... તેા તરત હું પ્રવેશ કરું. તે સિવાય તે મન્ત્રની સામે મારુ કાંઇ ચાલે તેમ નથી.”
Page #23
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપાથી-૨
પેલા જૈન ભાઈ ત્યાં બેઠા બેઠા નવકાર ગણી રહ્યા હતા. ભૂવાના શબ્દો સાંભળીને તે નવકારની શક્તિ ઉપર સ્તબ્ધ થઈ ગયા. ત્યાંથી ઊભા થઇને ઘરે ગયા. ખૂબ રડયા એટલા માટે કે ! અરેરેરે, ભૂવાઓને પણ દૂર રાખનાર નવકારની શક્તિમાં મેં આજ સુધી શંકા કર્યાં કરી ! ”
૧૦
દ્રવ્ય-ક્રિયાની કે દ્રવ્ય-જપની પણ કેવી પ્રચંડ તાકાત ! સમ્રર ! આ તે બહારના ભુવાને દ્રવ્યક્રિયાથી જીતી શકાયા; જો અંદરના ભૂવાઓને જીતવા હાય તે તે પૂર્ણ ભાવક્રિયા જ આરાધવી જોઇએ.
સવેદન
ગુરુકૃપા િ કૈવલ
અરે ! અરે ! મારાં સાડા ત્રણ ક્રેડ રીવાંડાંએમાં અનાદિ વાસનાએની આગ ભડકે જલી રઢી છે !
અરે ! અરે ! મારા આત્માના અસખ્ય પ્રદેશ વાસ-નાની આગ એકી રહ્યા છે !
અરે ! અરે ! મારા મગજના દોઢય અમજ સેલમાં વાસનાઓની બેટરી ચાર્જ થઈ ગઇ છે. અરે ! અરે! મારું પુણ્ય, મારી શક્તિ, મારી બુદ્ધિ મારા જીવનની પ્રત્યેક પળ, પ્રત્યેક દિવસ; પ્રત્યેક માસ,
Page #24
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૧
પ્રત્યેક વર્ષ આ વાસનાઓની પાછળ પાયમાલ થવા લાગ્યા છે....મને કઈ બચાવે..મારા આ વાસના-પિંડને કોઈ ઓગાળી નાખે, વાસના-પિંડમય મને કઈ ગાળી નાંખો.
આવી કેઈ અંતરની ઊંડી વેદનાભરી ચીસ ઉપર ચીસ એક દી મારો આતમ નાખી રહ્યો હતો ત્યારે એકાએક સદ્ભાગ્યે મારા હાથમાં એક પાનું આવી ગયું. તેમાં મેં વાંચ્યું. “માં ગાલયતિ ઇતિ મંગલમ” જે મને (વાસનાપિંડમય મને ગાળી નાખે તે મંગલ છે. મારા મનમાં સવાલ જાગે કે, તે કેણ છે જે મંગલ છે? મારે એની તાત્કાલિક જરૂર છે. મને મંગલ પદાર્થ દેખાડે.”
મારી જિજ્ઞાસાને લીધે જ, તેને સંતેષતે એક આર્ષપાઠ મારી પાસે આવીને પડ્યો, તેમાં લખ્યું હતું, “ગુરુકૃપા. હિ કેવલં, શિષ્ય પરં મંગલં.”
જે શિષ્ય બન્યું તેના માટે તે ગુરુકૃપા-એક માત્ર ગુરુકૃપા જ મંગલ છે. કાંટાળા અને કંકરછાયા મુક્તિના ઘંથે મંગલ વિના તે કદી ન ચાલી શકે. પણ તે. મંગલ કોણ ? ગુરુકૃપા...
આજ સુધી ઘણું મંગલો કર્યા પણ આ મહરવનું મંગલ જ નજર બહાર ગયું. ઊલટી ગુરુકૃપાની જીવનવિકાસમાં બિનજરૂરિયાત કલ્પી; અથવા તો તેની તાત્વિક ચર્ચા કરીને નિશ્ચય કર્યો કે આ ગુરુકૃપાની વાત આ માત્રા શ્રદ્ધેય અને કાલ્પનિક તત્વ છે, નમ્રતાને કેળવવા માટેની આ કલપના છે, પણ વાસ્તવિક કે પદાર્થ નથી.
Page #25
--------------------------------------------------------------------------
________________
મનિજીવનની બાળપોથી–૨
હાય ! મારી વધુ પડતી બુદ્ધિમત્તાએ આ તારવણ કાઢીને જ મારુ સત્યાનાશ કાઢ્યું છે. જોરદાર વિદ્વતા, પ્રશંસનીય વ્યાખ્યાનશક્તિ, ઉગ્ર તપશક્તિનુ; અનેક શિનું ગુરુવ વગેરે મારી પાસે હોવા છતાં અહે ! ભીતરમાં વાસનાઓથી ભડકે જલતે મારે આતમ ! હાય ! આજે જ મેં કરેલા અમંગલનું મને ભાન થયું. હવે જ ગુરુકૃપાનો મહિમા સમજાયે.
ના...એ કઈ કલ્પના નથી, એ કઈ શ્રદ્ધામાત્રની વસ્તુ નથી; એ એટલે જ વાસ્તવિક પદાર્થ છે જેટલો હું પિતે છું. મારે તેની પાછળ પડવું છે. હું જાણું છું કે
એ કૃપા પામવા માટે બધા અહંકાર અને અરમાનેને મારા પગ નીચે મારે ચૂરી નાંખવા પડશે.
રે! મારા સમગ્ર જીવનની મારે ખેતી કરી નાખવી પડશે. પશ્ચાત્તાપના ઊના ઊના આંસુથી જ એ ખેતરને સચવું પડશે. ધીરજ પૂરી ધરવી પડશે.
હાબધું જ કરીશ. ગુમાવેલું બધું મેળવી જ લેવું હશે તે બધું કરવું જ પડશે. હું પણ તૈયાર છું.
મારે તે વાસનાના પિંડમય મારી જાતને ઓગાળી નાખવી છે; એ માટે જે કાંઈ થાય તે કરી છૂટવું છે. લઈ લે કે મારી વિદ્વત્તા, તપશક્તિ, શાસનપ્રભાવતા... અને બદલામાં મને આપ કઈ વાસનાઓની પૂર્ણ શાન્તિ.
આ સેદા કરવા ય હું તૈયાર છું. હું મરી જાઉં અને તે દી મારી વાસનાઓ જે જીવતી જ રહી ગઈ હોય
Page #26
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૩
તે એના જેવું ભૂંડું મેત તે કૂતરાનું પણ ન હોઈ શકે. બસ ગુરુકૃપા ! કેવલ ગુરુકૃપા !
ઓલા એકલવ્યની જેમ ! એકપક્ષી રીતે પણ ગુરુભક્તિ કરી છે તે અજોડ ધનુર્ધારી બની ગયો !
મારે વાસનાવિહેણ બની જવું છે. હું પણ કઈ અપેક્ષા વિના – અખંડ, અવિચલ ગુરુભક્તિ કરીશ. આડે. આવતા અંતરાના ખાડા-ટેકરા પાર ઊતરીશ અને ગુરુકૃપા પામીને જ જંપીશ.
મને ખબર છે કે મારા ગુરુ પ્રશસ્ત રાગી છે. રાગી રીઝે છે ! રીઝેલાની કૃપા ઊતરે જ છે. હવે તે તે ન મળે. તે મારી ભક્તિ કે પાત્રતામાં જ ખામી, સમજવાની છે.
આજથી જ “ગુરુકૃપા હિ કેવલં શિષ્ય પર મંગલં ને જીવંત ધબકાર હૈયે શરૂ કરું છું. પછી વાસના ક્યાં ઊભી રહે છે તે જોઉં છું !
Page #27
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૨
દેહાદયાસ-ત્યાગ
સાચે ધર્મારંભ થાય છે, આ ત્રિપુટીથીઃ જિનાજ્ઞાપાલન કે પક્ષપૂર્વકને દેહાધ્યાસ ત્યાગ, સ્વદેષદર્શન અને સર્વજીવ હિતપરિણામ.
અહીં આપણે દેહાધ્યાસ-ત્યાગ અંગે વિચારીશું. યદ્યપિ આહારની સંજ્ઞા અને આહારના પદાર્થોને રસ આ દેહાધ્યાસના ઉજકે છે તે પણ ક્યારેક આ સંજ્ઞા અને રસ ઓછા થઈ ગયા બાદ પણ દેહાધ્યાસ જીવતે રહી ગયેલું જોવા મળી જાય છે.
દેહાધ્યાસને આપણું સ્થૂલ અર્થમાં વિચારીએ તે દેહમાં વિશેષતઃ આત્મબુદ્ધિ તેથી નીપજતું દેહનું લાલનપાલન, દેહની સુખશીલતા.
તપસ્વીએ પણ ક્યારેક દેહની સુખશીલતાના પક્ષમાં જોવા મળે છે. શરીર સાચવીને તપ કરવામાં, વ્યાખ્યાન દેવામાં કે વિહાર કરવામાં આ સત્યને સાક્ષાત્કાર કરવા મળશે.
આ બહુ જ ગંભીર હોનારતને ખેંચી લાવનારી બીન હોવાથી સંસારત્યાગીઓએ આ વાત બરોબર સમજી
Page #28
--------------------------------------------------------------------------
________________
મુનિજી વનની બાળપોથી-૨
૧૫
લેવી જોઈએ. શાસ્ત્રકાર પરમર્ષિએ એક જગાએ કહ્યું છે કે, “સુખી અવસ્થામાં કરેલે નવકાર જપ વગેરે ધર્મ મૃત્યુ કે રોગની દુઃખી અવસ્થામાં શરણભૂત થતું નથી માટે દુઃખી અવસ્થામાં – હાથે કરીને દુઃખ પેદા કરીને તેમાં – ધર્મ કરે જેથી તે અભ્યાસ પડી જતાં મૃત્યુની કે રેગાદિની પીડા વખતે પણ તે ધર્મ સભાનપણે આરાધી શકાય.”
જેઓ દેહના ખૂબ સુખશીલ હશે તેઓ દેહના છેલ્લા શ્વાસાદિના સમયમાં પરમેષ્ઠિ–ભગવંતેનું સ્મરણ શી રીતે કરી શકશે ?
જે અંત સમય (સામાન્યતઃ રેગાદિના દુખવાળો) સુધાર હોય; અને તેના દ્વારા સારી ગતિ પામવી હોય તે જીવનકાળમાં દેહની સુખશીલતાને તિલાંજલિ આપવી પડશે. હાથે કરીને ડાંસ-મચ્છરના ચટકાનાં, શિયાળાની અતિ ઠંડીનાં કે ઉનાળાની અતિ ગરમીનાં દુઃખેને વહેરવાં પડશે. જાણી જોઈને અન્ત પ્રાન્ત આહાર કરે પડશે.
આપણે આરાધે તપ સાચે– શાસ્ત્રીય – છે કે નહિ તેની પારાશીશી આ છે કે તે તપ વડે દેહની સુખશીલતાને આપણે ઠીક ઠીક દૂર કરી શક્યા છીએ કે નહિ !
આપણા આત્માની સૌથી નજદીકમાં દેખીતી રીતે આપણે દેહ છે, એની સાથે આપણા આત્માને એકરસીભાવ છે. જે આ જડ તત્વ સાથે આપણે રાગ-સંબંધ તૂટો ન હોય તે મીઠાઈ, ફૈટ, મે, વિગઈઓ વગેરે સાથેના રાગ-સંબંધ તોડી નાખ્યા હોય તો ય તેને ઝાઝે અર્થ ન રહે. કેમકે તે બધા જડ પુદ્ગલે સેશન્સ કોર્ટ,
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬
મુનિજીવનની બાળપોથી-
હાઈકોર્ટ જેવા છે. જ્યારે દેહ નામનું જડ તત્વ સુપ્રીમ કે જેવું છે. જે સુપ્રીમમાં હારી ગયે તે બધી કેર્ટોમાં જી હોય તે પણ હારી જ ગયે !
ઠંડું પાછું, અનુકૂળ ઉપાશ્રય વગેરે અપેક્ષાઓ આપણું દેહાધ્યાસની તીવ્રતાની સાક્ષીરૂપ છે. આપણે તેને તોડવી જ રહે. “ગમે તે અવસ્થામાં મારે ચાલશે, મને ફાવશે.” એવા શબ્દો સહજ રીતે આપણું મેંમાંથી નીકળશે તે આપણે ધન્યાતિધન્ય દિવસ હશે.
કેવા હતા, તે પિતા-પુત્ર મુનિ ! કીર્તિધર અને સુકેશલ! તેમના દેહને ક્રમશઃ વૈરિણી વાઘણુ ખાવા લાગી છતાં ચૂં કે ચાં નહિ ?
કેવાં હશે, તે ખંધક-મુનિ જેમની ચામડીઓ ઊતરડાવાને પ્રસંગ આવ્યું તે વખતે મારાઓને તેમણે કહ્યું કે, “તમે કહે તે રીતે હું ઊભો રહું, જેથી તમારા કામમાં તમને લેશ પણ દુઃખ ન પડે!”
કેવા હશે તે દશપૂર્વધર વાસ્વામીજી મહારાજના બાળ મુનિ ! જેમને અનશન કરતાં ગુરુએ વાર્યા અને પાછા મેકલ્યા; તે પાછલી બાજુએથી આવી જઈને કેઈ ન દેખે તેમ ધગધગતી પથ્થરની એક શિલા ઉપર સૂઈ જઈને અનશન લગાવી દીધું ? થેડી જ પળમાં જેમને દેહ મીણની જેમ ઓગળી ગયા !
જેમની વાત સાંભળતાં ય રુવાંડાં કંપે છે તે મહાપુરુષને કટિ કેટિ વંદન !
કયારે આપણે આ દેહાધ્યાસ-ત્યાગ સર કદીશું ?
Page #30
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી–૨
૧૭
આટલું ધ્યાનમાં લેવા જેવું
[૫] સંથારા ઉપર પ્રતિક્રમણ ન કરવુ :
સવારનું રાઈ-પ્રતિક્રમણુ સંથારા ઉપર ન કરવુ કેટલાક સંથારાને ઉત્તરપટ્ટો થાડાક ખસેડીને તે જ સંથારા ઉપદ્ય પ્રતિકમણુ કરીને મન મનાવે છે પણ તે ય ખરાખર નથી. જે ક્રિયા અપ્રમત્તભાવે કરવાની છે તે ક્રિયા કાંઈક આરામ લેવા અંગેના આસન ઉપર ન કરી શકાય.
:
જે નાનું આસન હોય તેની ઉપર જ પ્રતિક્રમણ કરવું. આ પ્રતિક્રમણ પણ ગુરુદેવ કે વડીલ જ્યાં પ્રતિક્રમણ કરતા હાય ત્યાં, તેમની પાસે જઇને કરવું, આથી એમની ઉપસ્થિતિમાં બેઠા પ્રતિક્રમણુ કરવું આદિરૂપ આળસ કે અવિધિ કરવાની વૃત્તિ પેદા ન થાય.
[૬] ‘સ્વજનધૂનન’ને કદી ન ભૂલીએ ઃ
સંસારીપણાના મા, ખાપુજી, ભાઈ, બહેન વગેરે વઢનાથે આવે ત્યારે તેમની સાવ ઉપેક્ષા કરીને સ્વાધ્યાય જ કરવામાં આવે તે તેમાં ઔચિત્યભંગને દોષ લાગે. કદાચ આગળ વધીને સ્વજનાને કયારેક ધર્મો પ્રત્યે કે આપણા વડીયા પ્રત્યે દુર્ભાવ પણ થાય.
પરન્તુ આ વાતની સામા છેડે ખીજી વાત છે; જેમાં સ્વજના આવ્યા એટલે જાણે કે ગેાળનુ' ગાડું આવ્યું. પછી
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮
મુનિજીવનની બાળથી–૨
એ દિવસે તમામ સ્વાધ્યાય હડતાળ ઉપર ઊતરી જાય. ના..આટલે બધે નેહભાવ જરા ય ગ્ય નથી. વાત તે ક્યારેય એટલી આગળ વધે છે કે સ્વજને માટે જમવા આદિની સગવડ કરવા માટે પણ આપણે જ ખૂબ ઉત્સાહિત થઈ જઈને બધી સૂચનાઓ સ્થાનિક ધમીજનેને કરવા લાગીએ. " રે ! આ તે અસંયમ કહેવાય ! શાસ્ત્રકાર પરમર્ષિએાએ કર્મનું ધૂનન [ત્યાગ કરવાનું જેમ આપણને ઉપદેશ્ય છે તેમ સ્વજનધૂનન પણ ઉપદેશ્ય છે. “ઉચિત બધું થાય; પણ નેહરાગનું પ્રદર્શન તે ન જ થઈ શકે.
આના અંગેનું એક અતિ સુંદર દષ્ટાન્ત આપે.
માતા૫તિ પિતાના સંસારત્યાગી પુત્રને વંદના કરવા ગયા. સ્નેહના ભાવે માતાએ લાવેવા ટેફીનની નિર્દોષ વસ્તુને લાભ આપવા માટે સંયમી પુત્રને અને તેમના ગુરુને વિનંતિ કરી.
તે જ પળે પિતા તે સ્ત્રીને તાડૂકીને કહેવા લાગ્યા કે, “તારો કરે શું સાધુપણુમાં ભૂખે મરે છે એમ તું માને છે ? જેથી ટીફીન-ભક્તિ કરવા અહીં આવી છે ? મુનિજીવનને મુનિજીવનની રીતે જા વહેવા દેવું જોઈએ. આવી “ભક્તિ કરીને તે આપણે જ આપણુ પૂજ્યનું અહિત કરી રહ્યા છીએ !” કહેવાની જરૂર નથી કે ટીફીનના ડબા તરત જ પાછા ટીફીનમાં પેક થઈ ગયા. ધન્યવાદ એ શ્રમણોપાસક પિતાને !
Page #32
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
૧૯
[૭] “અચિત્તરંજન કાયોત્સર્ગ :
દરેક સાધુ કે સાધ્વીજીએ દર વર્ષની ચત્ર સુદ અગિયારસથી ચૌદસ સુધીમાંના લગાતાર કઈ પણ ત્રણ દિવસમાં સાંજના પ્રતિક્રમણ બાદ “અચિત્તરજને કાર્યોત્સર્ગ ફરજિયાત કરવાનો હોય છે. જે આ કાયેત્સગ ભુલાઈ જાય તે એક વર્ષ સુધી બીજા ચૈત્ર સુદ ૧૧ સુધી કઈ પણ પ્રકારના જોગ તે કરી ન શકે તેમ જ બીજાને જોગની વિધિ કરાવી પણ ન શકે. દીક્ષા, વડી દીક્ષા, પદપ્રદાન પણ ન કરી શકે. ઉપધાન ન કરાવી શકે. આગમો -ભણી, ભણાવી ન શકે.
જગ કરવા-કરાવવાના હોય કે ન હોય તે ય આ આ કાર્યોત્સર્ગ દરેકે ઉપર્યુક્ત સમયમાં કરી લેવું જોઈએ.
તેની વિધિ આ પ્રમાણે છે:
ઈરિયાવ ડિકમીને, ખમાસમણું દેવું. પછી ઈચ્છાકારેણ સંદિસણુ ભગવદ્ ! અચિત્તરંજ એહડાવાર્થ કાઉસગ્ગ કરુ ? ઈચ્છે. અચિત્તરજ એહડાવથ કરેમિ કાઉસગ્ગ...બેલીને અન્નત્થ સૂત્ર કહેવું. પછી ચાર લેગસસાગરવર...સુધી ગણવા. ત્યાર બાદ પારીને પ્રગટ લોગસ કહે; અને અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં દેવું.
સવાલો અને જવાબ
સવાલ (૩) ; જિનશાસનની સેવામાં સાથીજી મહારાજે કોઈ ફાળો નોંધાવી શકે ?
Page #33
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી–ર
જવામ : અરે નાનકડી બાળશ્રાવિકા કે પય્યાશી વર્ષીની ડાસી પણ જિનશાસનની સેવા કરી શકે તા સ. સંગના ત્યાગી; સાધ્વીજી મહારાજ તા ધારે તા
જમર
શાસનસેવા કરી શકે.
૨૦
W
-
જિજ્ઞાસાનું યથાવિધિ પાલન કરવુ તે જ મેટામાં
માટી
પહેલા નંબરની
શાસનસેવા છે. બધા સાધ્વીજી
આ સેવા કરી શકે છે. પણુ હા, તે માટે ય તેમણે તેમની કેટલીક ખાનપાન, માનપાનાદિની લાગણીઓને ત્યાગવી તા પડે જ.
–
-
આથી વિશેષ આરાધના તપ, જપ, વ્રતાદ્ઘિની – મુનિજીવનના અનેક ચેાગેાની – જે કરે તે વિશેષ શાસનસેવા કરનારા કહેવાય.
-
આટલુ કર્યાં. માદ જેમની પાસે વિશિષ્ટ આદેય નામકમ વગેરેની પુણ્યાઈ હોય તેમણે શાસનસેવાનું ખરેખરું એક કામ કરવા જેવું છે; તે અહીં જણાવું છું.
જ્યાં જાઓ ત્યાં બહેનાને ભેગા કરેા. તેમને જિનશાસન, જૈનસંઘ, જિનાગમા વગેરે સમજાવે; શીલાદિના મહિમા સમજાવા; જમાનાવાદ અને ભાગવાદની ભયાનકતા સમજાવે...આ બધુ કરીને તેમને વ્રત, નિયમમાં જેટલા વધુ જોડી શકાય તેટલા જોડો. સબૂર ! એકદમ બધાએ આપવાની ઉતાવળ ન કરજો. સમજાવો; સ`વિરતિધમ ના સ્વીકાર સુધ્ધાંની બધી જ આરાધનાએ; પણ જ્યારે જે
Page #34
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી–ર
કાંઈ આરાધવાની ભાવના જાગે ત્યારે પાકી ચકાસણીપૂર્વક જ પ્રતિજ્ઞા આપજો.
આ રીતે ઘર ઘરમાં જૈનશાસનના ક્રિયાકાંડરૂપ વ્યવહારનયને! – મેાક્ષના લક્ષની પાકી સમજણપૂર્વક – પ્રવેશ કરાવી દેવાશે તા એક અદ્ભુત શાસનસેવા કરી ગણાશે. તેમાં ય ખાસ કરીને સ્વદ્રવ્યે જિનપૂજા અને યથાશક્તિ સામાયિક – એ એ તા – ઘર ઘરમાં પ્રવેશ પામી જવા જરૂરી છે; આ એ જ આરાધનાઓ એવી છે કે જે સમગ્ર કુટુંબમાં ધર્માંની સુવાસ ફેલાવી શકે છે; અને સ્વમાં વિશિષ્ટ ધાર્મિકતાના પમરાટ પેદા કરી શકે છે.
૧
સાધ્વીજી મહારાજો જો આ કામ ઉપાડી લેશે તે કદાચ કેટલાક વ્યાખ્યાનકાર સાધુ-મહારાજોકરતાં ય મૂઠીઊંચેરી શાસનસેવા કરી શકશે.
સવાલ (૪) : સુનિ જીવનમાં ય ચિત્ત સતત અશાન્ત કેમ રહેતુ હશે?
જવાબ : આ ખૂબ જ દુઃખનૢ ખીના છે. જ્યાં એકલી ચિત્ત-શાન્તિ છે ત્યાં અશાન્તિ ! શુ કર્માંના ઉદય કારણ તરીકે કહી દેવા ? ના....
આ તા કર્મો ઉપર આરોપ મૂકીને પોતે નિર્દોષ ફૂટી જવાનું અને.
ઊંડાણથી વિચારતાં આ અશાન્તિ પાછળ પડેલુ તત્ત્વ જોવા મળે છે,
એક નિયમ છે કે તમે જે આપે તે પામા. જે
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨
મુનિજીવનની બાળપેથી-૨
તમે બીજાને જીવન આપે તે જીવન પામે; મેત આપે તે મેત પામે ત્રાસ આપે તે ત્રાસ અને અશાતા આપિ તે અશાતા પામે.
મુનિ જીવનમાં ઘણી બધી બાબતે તપ, ત્યાગ, વ્રત જપ વગેરેમાં આશ્ચર્યજનક પ્રગતિ કરી શકાય છે એ સર્વમાન્ય હકીકત છે. પરંતુ આ જીવનમાં જેઓ વડપણ પામવાની સાથે; પદ પામવાની સાથે કે મેટા તપસ્વી, વિદ્વાન કે વ્યાખ્યાતા વગેરે થવાની સાથે – કોઈ પણ ગુવાદિની અવિધિ, આશાતનાના પ્રભાવે-નિંદા, કુથલીના કુસંસ્કારોને ભંગ બની જાય છે તેઓ તે નિંદાદિના પાપે જ ચિત્તથી અશાન બને છે. બીજાઓને ધિકકારનારા, તિરસ્કારનારા, સતત ટીકા-ટિપ્પણ કરનારા; છેવટે ઘડપણમાં રેગાદિથી. પણ અશાન્ત અને અસ્વસ્થ બનીને રહે છે. ચિત્તની અશાન્તિનું મૂળ પોતાની અંદર જ પડયું હોવા છતાં તેને ખ્યાલ આછા અચ્છા વડેરાઓને કે વિદ્વાનેને પણ આવતું નથી એ મોટા ખેદની વાત છે.
જે ચિત્તશાન્તિ પામવી જ હોય છે જેના જે ગુણને જેટલા અંશમાં વિકાસ થઈ રહ્યો છે તેની અનુમેદના કે ગ્ય પ્રશંસા કરીને તેના તરફ સદ્ભાવ વ્યક્ત કરે. આની સાથે તમારું દેષદર્શન પણ પ્રગટ કરો. આથી તમારી પૂર્વે કરેલી નિન્દાની પાપશુદ્ધિ થશે અને સામી વ્યક્તિઓ તમારી પ્રશંસા પામીને જે ચિત્તશાતિ વગેરે પામશે તે તમને પણ મળીને જ રહેશે.
Page #36
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૨૩
-
સંવેદન ખામેમિ, મિચ્છામિ, વંદામિ
સંસ્કૃતમાં એક વાક્ય આવે છે; “ગૃહીત ઈવ કે શેષ, મૃત્યુના ધર્મ આચારેત્ ” – “હે જીવ ! યમરાજાએ તારા વાળ ખેંચીને પકડ્યા છે હિવે તને ઉપાડી લે એટલી જ વાર) માટે તું ધર્મનું આચરણ કરી લે.”
શું મેત આટલું બધું સરળ અને સહેલાઈથી આવી જતું હશે ? રે! ગમે ત્યારે – વગર નેટિસે પણ – મરી જવાય છે? કઈ સ્થાનને કઈ તિથિ; કોઈ વાર કોઈ કલાકને નિશ્ચય નહિ ! એ બધું અનિશ્ચિત ! અને મત નિશ્ચિત ! તે જીવનનાં પાપનું પ્રાયશ્ચિત્ત ક્યારે થાય?
તે વૈર-વિરોધનું વિસર્જન કરવાની તક શી રીતે મળશે ?
જે મેત એકાએક આવી ઊભે; કદાચ એ હાર્ટએટેક જ હોય તો શું કરવું ?
રે ! આના કરતાં તે પેલું કેન્સરનું દર્દ કે ટી.બી. જેવું દઈ સારું, જેમાં નેટિસ મળે; જેમાં દરદી પોતે જ પિતાનું મોત ધીમે ધીમે નજીક આવતું જતું જુએ...જેથી તે બધા બૈર-વિસર્જન, બધા પાપ-પ્રાયશ્ચિત્ત અને પરમેષ્ઠિ ભગવંતેને કેટ કેટિ વાર વંદના કરી શકે. આમ તેનું જીવન શુદ્ધ બની જાય; મરણ મંગલ બની જાય; મહોત્સવ બની જાય.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪
મુનિજની બાળથી–૨
પણ આ બધું કાંઈ મારા હાથમાં થોડું જ છે? મેત કયા રેગ વડે કયા પ્રકાર વડે આવી ભેટશે તેની શી ખબર?
તે મારે આજથી જ બધી તૈયારી પેલા બંબાવાળાની જેમ – બેલ વાગે કે દોડવા જ લાગવાનું – કરી રાખવી પડે. સદ્દગુરુની સામે વિધિવત્ પ્રાયશ્ચિત્ત, સર્વ સાથે ક્ષમાપના અને તીર્થયાત્રાદિ દ્વારા પરમેષ્ઠિ-વંદના ! બધું જ કરીને તૈયાર થવાનું.
તે પછી જે કાંઈ નાની નાની ભૂલ થાય તેના નિવારણ માટે હું ત્રણ પદને પાઠ કરીશ, તેનું ભાવપૂર્વક અર્થ ચિંતન કરીશ. તેના અર્થોને ભાવથી સ્પશીશ. આથી સર્વ પાપ-પ્રાયશ્ચિત્ત, વેર-વિસર્જન અને વંદના બની રહે. પછી કદાચ છેલે સમયે ગુરુ સામે, આ બધું ન કરી શકું તે ય ત્રણ પદોના પાઠથી મારી જાતે હું તે કરી શકીશ.
આજથી જ ત્રણ પદને જપ – અજપાજપ જ – શરૂ કરું છું.
ખામેમિ, મિચ્છામિ અને વંદામિ. હું સર્વ જીવને ખમાવું છું. ખામેમિ સવ્ય જીવે. હું મારાં સઘળાં પાપનું મિચ્છામિ દુક્કડં” દઉં છું. હું-મિચ્છામિ દુક્કડં. | હુ અનંતાનંત પાંચે ય પરમેષ્ઠિ ભગવંતને (અને શેષ સર્વ વંદનીયને) વંદના કરું છું.
–વંદામિ જિણે ચઉવસં. મૃત્યુની છેલ્લી પળોમાં કદાચ મેત ઉતાવળે આવતું હશે તે હું બધાં પદ અને બધું અર્થ ચિન્તન કદાચ નહિ પણ કરી શકું તે ય તે વખતે તેના સારરૂપે જ મારાં આ ત્રણ પદના ઉચ્ચાર હશે ? ખામેમિ, મિચ્છામિ, વંદામિ.
Page #38
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
આજથી – હોઠ ફફડાવ્યા બેસતા, ઊઠતાં હું... આ ત્રણ પદોના માનસ-જાપ ચાલુ કર્ છું. ખામેમિ, મિચ્છામિ, વ’દ્વામિ.
૨૫
વિના – સત્ર; સૂતા,
-
જગતના સર્વ જીવેા ! તમારી સાથે મારા આ જન્મમાં કે જન્માન્તરામાં – કયારેક મનસા, વાચા, ક ણા વૈર-વિરાધ, મનદુઃખાઢિ થયાં હોય તે તે બદલ અંતઃકરણથી ત્રિકરણ ચેગે હું ખમાવું છું : તમે મને ઉદારતાથી ક્ષમા આપે.
મેં મારા વર્તમાન જીવનમાં કે ભૂતકાલીન જીવનેામાં મિથ્યાત્વ અવિરતિ આદિથી પ્રેરાઇને જે કઈ પ્રકારનાં પાપે આચર્યાં હોય તે સત્તુ ત્રિવિધે ત્રિવિધ મિથ્યા દુષ્કૃત ઇચ્છુ છું. પુનઃ પુનઃ માથું નમાવીને, ભાવપૂર્વક તે સર્વ પાપેાની નિંદા-ગર્હ વ્યક્ત કરુ છું.
આ જગતમાં ત્રિકાળમાં; પરે ય ક્રમ ભૂમિમાં જે પાંચે ય પરમેષ્ઠિ ભગવ'તા થયા છે અને થશે તે સને – તેમના પ્રત્યેક ગુણને – હું ત્રિવિધે અનુમાહું છું. એમની એ આત્મશુદ્ધિની સ્વ-પરલક્ષી સાધનાને અને સિદ્ધિઓને ભાવભર્યા પ્રણામ પુનઃ પુનઃ કરું છું.
મસ આ ત્રિપદીને મને ભાવજપ પ્રાપ્ત થાઓ. આ જપ મારા શ્વાસપ્રાણુ મની જાઓ. પછી ગમે ત્યારે ભલે મેાત આવતું. પળના એ મેાતમાંથી જ હું આ ત્રિપદીના પ્રભાવે અનુપમ જન્મ પ્રાપ્ત કરી લઈશ. જેમાં અજન્મા થવાની સાધના કરીને મારે તે જન્મ સફળ અનાવી દઈશ.
Page #39
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૩
સ્વદોષદર્શન જે સ્વદોષદર્શન ન કરે એ વળી ધમી શેને ?' કદાચ એ ધર્મને ક્રિયાકાંડી હેઈ શકે.
ધર્મના આરંભને પેદા કરતા ગુણેમાં સ્વદોષદર્શનનું સ્થાન છે.
જે ધર્મ કરે છે એમને જયારે ધર્મનું અજીર્ણ પિદા થાય છે ત્યારે તેઓ આ પાયાની ઈંટ – સ્વદોષદર્શન ગુમાવી બેસે છે અને પરષદર્શન કરીને પિતાને સઘળે ય ધર્મ પેઈને સાફ કરી નાંખે છે.
પારકાના દેનું દર્શન કરવામાં કઈ એવી અને ખી રસલબ્ધિ છે કે જેને ચાખ્યા પછી ભલભલા અચ્છા અરછા ધમ–જગતના રૂસ્તમે પણ છેડી શકતા નથી.
બીજાઓને દારૂ આદિના નશા છોડાવી શકનારા, જાતે પણ કેરી આદિને રસ ત્યાગી શકનારા પરદોષ દર્શનને રસ જ્યારે ન ત્યાગી શકતા હોય ત્યારે જ પરદોષદર્શનના રસની તીવ્રતા કે માદકતાની આપણે કલ્પના કરી શકીશું.
એક વાત નિશ્ચિત છે કે પરદોષદર્શન અને સ્વદોષ
Page #40
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
દર્શન બે ય સાથે એક જ આત્મામાં રહી શકતા નથી. જેઓ પારકાના દેને જેવા દ્વારા ચૂંથે છે તેઓ કદી પણ પિતાની જાતના એકાદ પણ દેષને જેવા સફળ બનતા નથી.
ખરેખર તે આપણી જાત જ એટલા બધા અગણિત દોષોથી ઊભરાઈ ગંધાઈ ઊઠી છે કે જે તે જોઈએ તે બીજાના દોષને જોવા માટે આખી જિંદગીમાં કયારેય એક પળ પણ ન મળે.
સ્વદોષદર્શન કરવાથી બે લાભ થાય છે. એથી સ્વગુણ-- દર્શન અને પરદોષદર્શન બે ય બહુ ખરાબ અવગુણેને નાશ થાય છે.
પરદોષદર્શનથી બેવડું નુકસાન થાય છે. એનાથી પરગુણદર્શન અને સ્વદેષદશ – બે ય લાભ ખતમ થઈ જાય છે.
યાદ રાખો કે આ બધું ધર્મના આરંભના વખતે જ વિચારવાનું છે. સ્વદેવદર્શન અને પરગુણદર્શન જે પામે નહિ; પરષદર્શન અને સ્વગુણદર્શનને જે ખતમ કરી શકે નહિ તે આત્મા ગમે તેટલા ત્યાગ, તપ કરે કે કઈ મહાન શાસનપ્રભાવક બને તેનાથી બીજા કદાચ તરી જશે પણ, તે પિતે તે નહિ જ તરી શકે.
ક્યારેક તે અજૈન ધર્મના ત્યાગીઓની આ બાબતની વિશેષતા જોઈને અને જૈન ધર્મના કેક ત્યાગીની આ બાબતની શૂન્યતા જોઈને હૈયામાંથી તીણું ચીસ નીકળી
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
મુનિજીવનની બાળપોથી-૨
જાય છે! રડતું મન બેલી ઊઠે છે કે શું આ રીતે આ ત્યાગી જાતનું કે જગત્નું કલ્યાણ કરી શકશે ?
આગથી દાઝેલે પાણીમાં જાય; અને પાણીમાં જ આગ પેદા થાય તે પછી જવું ક્યાં ?
મહેપાધ્યાયજીએ સાચા સંસારત્યાગીનાં જે લક્ષણે અધ્યાત્મસાર ગ્રન્થમાં બતાવ્યાં છે તેમાં કહ્યું છે કે, “સાચો -ત્યાગી, વિરાગી આત્મા પારકાના દોષની બાબતમાં મૂળે, બહેરે અને આંધળે હોય. એ એ બનીને જ પિતાની અંદર પલાંઠી મારીને નિરાંતે બેસી શકે અને આત્માના અનંત દેષ-શલ્યનું સૂક્ષમતાથી અને પૂરી શાનિતથી દર્શન કરીને તેનું ઉમૂલન કરી શકે.
પરાયા દેના દર્શનના રગડા કેટલા અને તેમાં અશાતિ કેટલી બધી ? આ આત્મા સ્વદોષદર્શન માટે સમય જ ક્યાં મેળવી શકે?
સ્વદેવદર્શન કરે છે, તે ગીતાર્થ ગુરુ પાસે એનું આત્મનિવેદન (આલેચના-ભવાચના) કર્યા વિના રહી -શક્તિ નથી. એનું જે તપ વગેરે સ્વરૂપ પ્રાયશ્ચિત્ત મેળવે છે તેને જલદીથી વહન કર્યા વિના ટકી શક્તા પણ નથી. એવા પ્રાયશ્ચિત્તની પ્રત્યેક પળે એની આંખે જોધાર આંસુએ રડતી રહે છે. જીવનને કેવી રીતે પાયમાલ કરી નાખ્યું? તેનાં સંવેદનથી તે હરેક પળે કંપી ઊઠે છે! ધન્ય છે; આવા સ્વદેષને જ જોનારા અને પરદોષ પ્રતિ મૂક, અલ્પ અને બહેરા બની ગયેલા આત્માને ! કેટિ કોટિ વંદન એનાં ચરણેમાં !
Page #42
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૨૩
આટલું ધ્યાનમાં લેવા જેવું
*
(૮) લચની ઉપેક્ષા ન કરવી.
સામાન્યતઃ દર છ મહિને ફિગણ અને શ્રાવણમાં લેચ કરાવવાનું હોય છે. કોઈ મગજની બીમારી જેવા આગાઢ કારણે ફાગણ માસમાં લેચ ન કરાવી શકાય તે બને, પણ સંવત્સરી પ્રતિકમણ પૂર્વે તે લેચ કરે જ જોઈએ. તે વખતે ય માથામાં ગૂમડાં થઈ જવાં વગેરે આગાઢ કારણ આવી પડ્યું હોય તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, કાતર કે અસ્ત્રો ફેરવીને પણ મુંડન કરાવી લેવું પડે. આવું મુંડન કરાવનારને શાસ્ત્રનીતિ મુજબ દર પંદર દિવસે કે દર મહિને કાતર કે અસ્ત્રાથી ફરજિયાત મુંડન કરાવતા રહેવું જ જોઈએ; જેથી સહુને જાણ થાય અને દંભનું સેવન થઈ જવા ન પામે.
પણ આ તે આગાઢ કારણની વાત થઈ. બાકી તો. વર્ષમાં બે વખત લેચ કરાવવું જ જોઈએ. લોચના તો અનેક લોકોત્તર લાભે છે પણ આ કડક-નિયમને બીજે લૌકિક લાભ એ છે કે જે તે અગ્ય વ્યક્તિ દીક્ષા લેતાં હજાર વાર આપમેળે અટકી પડે છે, આથી મુનિ-સંસ્થામાં બગાડ પસતે આપમેળે અટકી જાય છે. જે આ લાચનિયમને ઢીલો મૂકવામાં આવશે તે આખી મુનિ-સંસ્થા અગ્યપ્રવેશને કારણે શિથિલ થઈને પાયમાલ થશે.. પિતાનું માનવંતુ વ્યક્તિત્વ ગુમાવી બેસશે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૦
મુનિજીવનની બાળપોથી–૨
મુનિસંઘની ગૌરવાન્વિતને વિશિષ્ટતાને જાળવવા ખાતર પણ દરેકે બે વખત લેચ કરાવવું જોઈએ. (૯) નિત્ય એકાશન અને ઉણાદરી
જે શારીરિક આરોગ્યને ખાસ વધે ન હોય તે એગભરં ચ ભોયણુને શાસ્ત્રવાદ બરોબર આચર જોઈએ. બીજે મેટો તપ કદાચ ન જ થાય; અને માત્ર અખંડિત એકાશન તપ કરાય તે પણ તે ખેટું નથી.
અખંડિત–એકાશન-તપ કરનારા ભાગ્યવાન મહામાઓ આજે પણ સારી સંખ્યામાં છે. દીક્ષાગ્રહણના દિવસથી ૧૦, ૧૫, ૨૦-૨૦ વર્ષ સુધી એકાશનનું અખંડ વ્રત આજે પણ છે.
પરન્તુ કેટલાકને આ વ્રત ૧૦, ૧૫ વર્ષ બાદ પણ છેડવું પડ્યું છે. આરોગ્ય બગડવાથી જ તેમણે આ વત મૂકયું હોય એ સમજી શકાય તેવી વાત છે. પણ આવી સ્થિતિ પેદા કેમ થઈ ?
- તેનું મુખ્ય કારણ એકાશનમાં પેટ ભરીને કે તેથી પણ ડું વધુ વાપરવા અંગેનું લાગે છે. આપણે ત્યાં ઉદરી’નું જે વ્રત બતાવ્યું છે તે આ એકાશનમાં જે જોડવામાં આવે તે પ્રાયઃ આ વ્રત મૂકવાની ફરજ ન પડે.
બેશક, ઉપવાસ કરે સહેલ છે, પણ ઉદરી અઘરી છે. પરંતુ તેના વિના અખંડ-ત્રતધારણને અપાર આનંદ માણી શકાય તેમ નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી–૨
(૧૦) આધા એ ટાઇમ; ૧૫ દી'નુ' પ્રતિલેખન
શાસ્ત્રવિધ મુજબ રજોહરણ એ ય પ્રતિલેખનના સમચામાં છેાડીને પ્રતિલેખન કરીને બાંધવું જોઈએ. તેમાં પ્રાત:કાળે પાંચ વસ્ત્રાના પ્રતિલેખન વખતે; અને સાંજે વ પ્રતિલેખનના છેડે આ વિધિ કરવાની હાય છે.
૩૧
મન ફાવે ત્યારે આઠ, નવ કે અગિયાર વાગ્યે અથવા સાંજે સંધ્યા સુધીમાં ગમે ત્યારે આ વિધિ કરાય નહિ કે દિવસમાં એક વાર અથવા પંદર દિવસે એક જ વાર રજોહરણ ખેાલીને બધાય નહિ. રાજના બિનવપરાશની તમારી ઉપધિનું પ્રતિલેખન દર ચતુર્દશીએ કરવુ જ જોઇએ. તમામ વસ્ત્રો અને તમામ પુસ્તકોનું ( પૂજણીથી ) પણ પ્રતિલેખન કરવું જોઈ એ. પાટ, પાટલાને તે દિવસે વિશેષ સૂક્ષ્મતાથી પ્રતિલેખવા જોઈએ. પેક કરેલ એકસ હોય તે તે પણ ખેાલીને તેની ચીજોનુ પ્રતિલેખન કરવુ' જોઈ એ.
પહેલી સયમ-વિધિએ ! પછી જ પરા નાં કહેવાતાં કાર્યાં ! પરાના નામે સ્વાર્થને કદી ઉપેક્ષિત ન સમજવે.
Page #45
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
સવાલો અને જવાબો
સવાલ (૫) શિષ્ય ગુરુની વાત ન જ માને તે શું કરવું ?
જવાબ : જો આવું બનતું જ હોય તે ગુરુએ આત્મનિરીક્ષણ કરવું અને જેવું કે તેમણે પોતાના ગુરુની વાતે માની હતી ખરી? જે ના. તે જવાબ જડી ગયે. જે હા....તે એ વિચારવું કે જે વાત શિષ્ય પાસે કરાવવી છે તે પિતે કરે છે ખરા? જે પિતે ન કરતા હોય તે પિતે તે આચરણ શરૂ કરવું એટલે તરત શિષ્ય પણું તેમ કરવા લાગશે.
છતાં ય જે શિષ્ય સાનુકૂળ ન બને તે તેમને વાત્સલ્યપૂર્ણ શબ્દોથી હિતશિક્ષા આપવી. જરૂર પડે તે છેલ્લે ઠપકાની ભાષામાં પણ થોડુંક કહી શકાય. આચારાંગ સૂત્રમાં રાજા દ્વારા શિષ્ય ઉપર ધાક બેસાડાવીને ગુરુએ શિષ્યને સીધે કરી દીધાને પ્રસંગ પણ આવે છે.
શિષ્ય ઉછુંબલ બની જાય; આમન્યામાં ન રહે તે તેનાથી કયારેક ઘણું મોટાં અહિત થવા સંભવે છે. કયારેક મોટી શાસનહીલના પણ થઈ જવા પામે. આવી સ્થિતિમાં નવા શિખ્યા કરવાનું બંધ કરવું જરૂરી લાગે છે, જેથી જુના શિષ્યોનાં તેફાન નવા સાધુમાં ન પ્રવેશે.
વિસ્તાર તો બગીચાને કરાય; ઉકરડાને કદાપિ નહિ.
Page #46
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
અગ્યને દીક્ષા આપી દેવાની ગુરુની ભૂલનું આ પરિણામ તે નહિ હેય ને? એકાદ પણ અગ્ય વ્યક્તિને ગ્રુપમાં પ્રવેશ થાય તે આખા ગ્રુપનાં સુખશાન્તિ અને આત્મહિત ઠેબે ચડી જતાં હોય છે. હાથે કરીને પિટ ચેળીને શૂળ ઊભું કર્યા જેવી આ વાત નથી ?
સવાલ (૬) : તપ ન જ થાય છે? શાન ન જ ચડે તે? વડીલેની ભક્તિ ન જ થાય છે ?
જવાબ : કોઈ શારીરિકાદિ ખાસ કારણોસર તપ ન જ થાય છે તેથી નિરાશ ન થઈ જવું. તેવી વ્યક્તિએ વધુમાં વધુ ત્યાગ કરે, નવકારશી કરવી પડે તે દૂધમાં સાકર ન નંખાવવી, ખાખરે લુખે જ લે. બેની જરૂર હોય તે એકથી જ ચલાવી લેવું. આવું દરેક બાબતમાં ત્યાગનું વિશિષ્ટ જીવન જીવી શકાય.
એ જ રીતે વધુ ગાથાઓ ભલે ન ચડે – કંઠસ્થ ન થાય – પણ તે ય ગોખવાને ઉદ્યમ તે કરે જ. રોજ ત્રણચાર કલાક તે ગોખવું જ. આનાથી જ્ઞાનાવરણીયાદિ કર્મને જોરદાર સોપશમ થશે. આ ભવે નહિ તે આવતા ભવે સીધું કેવળજ્ઞાન પણ મળી જશે.
એ જ રીતે ગ્લાનતા આદિ કારણે ગુર્વાદિ વડીલેની સેવા ન થઈ શકતી હોય તે તેમના પ્રત્યે ભારોભાર બહુમાનભાવ તે રાખવે જ. “મારા ગુરુ” એ જ૫ શ્વાસે શ્વાસે ચાલતું રહે, રૂંવે રૂંવે તેમના દર્શનાદિને આનંદ પ્રસરતો રહે તે કાંઈ નાની-સૂની આરાધના નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
મુનિજીવનની બાળથી–૨
સવાલ (૭) : વડીલ ગુર્વાદિની પ્રકૃતિ ખરેખર વિષમ હેય તે શું કરવું ?
જવાબ: ચંડરૂદ્રાચાર્યજી કેવી વિષમ પ્રકૃતિ ધરાવતા હતા? છતાં તેમના શિષ્ય કુલવટ દાખવી તે તેમને કેવલ્ય પ્રાપ્ત થયું.
- જે વડીલ ગુર્નાદિ પાંચ મહાવ્રતના અચ્છા આરાધક હોય અને જિનાજ્ઞાન પૂરેપૂરા – કટ્ટર – ચાહક હોય તે તેમની પ્રકૃતિની ક્રોધ વગેરે વિષમતાઓને શિષ્ય સહન કરી લેવી તે જ શિષ્યની ખાનદાની છે. દીક્ષા દઈને જે ગુર્વાદિ વડીલે સંસારસાગરમાં ડૂબતા ઉગાર્યા છે એ એક જ ઉપકાર એવડે મોટો છે કે તેની સામે તેમની પ્રકૃતિની વિષમતા એ કઈ એવી મોટી વાત નથી કે જે તેમને ત્યાગાદિ કરાવવા સુધી આપણને લઈ જાય ! સંસારમાં તે સ્ત્રી જ ખાનદાન અને કુલપ્રસૂતા કહેવાય છે જેને સાસરે ધી પતિ મળે તે ય તેની સેવામાં પરાયણ બનીને જીવન જીવે છે. આવી સ્ત્રીનું દષ્ટાન્ત લઈને સ્વકીય જીવન જીવવાની કેશિશ કરવી જોઈએ.
વડીલનાં કડવાં વેણથી અકળાઈ જાય તે શિષ્ય કહેવાને લાયક જ નથી. સંગરંગશાળામાં કહ્યું છે કે, “ધિકાર છે, તે શિષ્યને જેને કડવાં વચન કહેતાં ગુરુને ખંચકાટ થાય છે.”
વિષમ પ્રકૃતિને આપણે સહન કરે પ્રકૃતિને ય ફરવું જ પડશે. વિષમ મટીને સમ થવું જ પડશે. પણ તે માટે પણ અધીરા ન થઈએ. ધીરજ ધરીને–ફલાશંસા રાખ્યા વિના બસ....ગુરુસેવા કર્યા જ કરવી.
Page #48
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૩૫
સંવેદન
પકડી લે; ઓલા માંચડાને આષાઢી વીજળી ઝબૂકી રહી છે. ભયાનક કડાકા ગજવતી ભીષણતા ફેલાવી રહી છે. થેડી વારે વારે ખાંગે મેઘલા તૂટી પડયા. બપોરને સમય છતાં ચેરફેર અંધારું જામવા લાગ્યું. સાગરમાં પાણી ચડવા લાગ્યાં. થેડી વારમાં ઘોડાપૂર ધસમસ્યાં. ભયની સાયરન વાગવા લાગી. પણ તે પહેલાં તે સાબરે પિતાની બાથમાં કેટલાં ય ઝૂંપડાંને ‘ઉપાડી લીધાં હતાં. કુતૂહલી લેકે ટોળે વળીને દૂર દૂરથી સાબરના ઘોડાપૂરની કુદરતી લીલાને આછા અજવાળે નીરખી રહ્યા હતા.
તણાતાં વૃક્ષે, ચીસો પાડતાં કૂતરાં વગેરે પશુઓ, કઈ લાકડાને વળગીને તણાતી અબળા બધું ય ધસમસતા વેગમાં વેગથી પસાર થતું હતું. જીવસટોસટના ખેલ ખેલતા જીને જોવામાં ય કુતૂહલી લેકે આશ્ચર્ય, આનંદ અને નિઃસ્તબ્ધતાનો અનુભવ કરતા હતા.
પણ અમાવસ્યાની અંધારી રાતે ય ચમકતી વીજળીની કેર તો અજવાળી જ હોય છે તેવું એક દશ્ય કુદરતે અહીં સર્યું હતું. લગભગ કિનારા ઉપર રહેલે એક વડલે અડીખમ ઊભું હતું. પાણીની થાપટો એને ધરતી ઉપર ઢાળી શકી ન હતી. લોખંડી પાટાઓને વાળી નાંખનારા, મોટાં તેતિ ગ મકાનને ઢાળી દેનારા પૂરમાં આ વડલે પણ પ્રશ્ન હતો. શે અડીખમ રહી ગયે ? એ સહુના લમણે ઝીંકાતે દાતરડા જે એ ઊભું હતું અને કેટલાકના જાન બચાવતે ય હતે એ પરમ સુખદ આશ્ચર્ય હતું.
Page #49
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળથી–૨
વડલાના માથે કેક માંચડે હતે. માંચડે કેક સાપ હતે, એક ઘોડે ચડી ગયું હતું, એક પંખી ય બેઠું તું; કેટલાક માનવે ય બેઠા હતા.
એ બધા ય તણાતા સહુને સાદ દઈને કહેતા'તા, એ... આમ ચાલ્યા આવે, અહીં માંચડે ચડી આવે બચી જશે.” આ સાદ સુણીને જે આવ્યા તે બચ્યા. બાકીના સહુ ડૂબી ગયા.
ઘોડાપૂર ધીમે ધીમે ઊતરી ગયાં. વિષય અને કષાયની વકરેલી વાસનાઓ એ આપણી જીવન-સાબરમાં ઉમેટેલાં. ઘોડાપૂર જ છે ને ? તણાય છે, અનેક આત્માઓ; ગુમાવે છે જાન અને જીવન ! પ્રાણુ અને પ્રતિષ્ઠા !
બજી રહી છે, સાયરને સદ્ગુરુઓની વાણની ' પણ સાંભળે છે કે શું? સાંભળે તે ય સમજે છે કેણુ એના સંકેત ? આ બધાની વચ્ચે ઊભે છે જીવનદાતા વડલે જિનશાસનને માંચડે છે; ધર્મક્રિયાઓને અને મૂળિયાં છે; જિનાગનાં.
એની ઉપર જે જઈ બેઠાં છે, તે છે; ચાકેશીએ નાગ; જાતિસ્મરણવાળો ઘેડે; મહાત્મા ગડરાજ જટાયુ અને કંઈ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકને માનવગણ ! જેને બચવું છે તેને આજે ય બચવું મુશ્કેલ નથી. જે કે એલા માંચડાનું શરણુ લે છે એ અમર બને છે; માંચડે તે કદી ડૂબનાર નથી; લગીરે તૂટનાર નથી, કેમકે વડલે જ ભારે મજબૂત છે. એનાં મૂળ કયાંય ટસનાં મસ થાય તેમ નથી.
ભલે આ હૂંડા (ભૂંડા) એવી અવસર્પિણને કાળ
Page #50
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી-૨
ગણાતા હાય; પણ જેને તરવું જ છે તેને તે ડુમાડનારા કાઇ જન્મ્યા નથી, અને જેને છે એને તારવા કાઇ કરુણાના મહાસાગર પેદા થઈ શકે
ય
તેમ નથી.
૩૭
આ કાળમાં ડૂખવુ જ
જગતની કરુણાથી ધમના આરંભ કરા; તમારી નક્કર આરાધનાથી એના વિરામ લે. મચાવાય તેટલું જગત કે ઘર મચાવે....બાકી વાતમાં કાંઈ માલ નથી. ઘણાં ખેંચી શકે તેવા આ કાળ નથી. પણ હા....માં ડૂબી જાય તેવે ૨ આ કાળ નથી.
તે ચાલે, એલા માંચડાને જ વળગી જઇએ. જ્યાં ઘૂઘવાતા ઘેાડાપૂરનાં નીર કદી પહોંચી શકનાર નથી; કેાઈને ડુબાડી શકનાર નથી.
સ્વજના અને સ્નેહીજના સાથે આવે તે સારી વાત છે; નહિ તે અશરણભાવના અને એકત્વભાવના ભાવીને માંચડે ચડી જવું એ જ શ્રેયસ્કર માર્ગ છે.
વિશ્વમાત્રની અનાખી અજાયબી રૂપ આ માંચડા છે. એના સ્વરૂપનું વણુ ન સાંભળે તે મેટા રૂસ્તમનાં ય વાંડાં ઊભાં થઈ જાય તેમ છે. પણ માંચડાના આશ્રિતા ! એક વાત સાંભળી લે કે આ માંચડાની બહુ ઝાઝી વાત જગતમાં કરો મા ! એનાં મહુ વખાણુ પણ જાહેરમાં કરો મા ! નહિ તે.... અનેક લુચ્ચા લેકે તેમાં બેસવા આવશે. એના વિકાસના નામે એના વિનાશ કરવાના પ્રયત્ના કરીને એક વાર તેા જોરદાર અંધાધૂંધી મચાવી દેશે ! (તેમાં તેએ સફળતા નહિ જ પામે એ બીજી વાત છે.)
Page #51
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૪
સવ જીવ-સ્નેહપરિણામ
વાસ્તવિક ધર્મના આરંભમાં જે ગુણા પડેલા છે તેમાંના એક છે; સ જીવ–સ્નેહપરિણામ.
શાસ્ત્રકાર પર આએ છઠ્ઠા-સાતમા ગુણુસ્થાનના ચારિત્રધમ ને સજીવ-સ્નેહપરિણામ સ્વરૂપ કહ્યો છે. ચેાથા ગુણસ્થાનવતી સમ્યક્ત્વનાં પાંચ લિગેામાં પણુ જી માત્ર પ્રત્યે અનુકંપા – કરુણા જણાવાઈ છે.
-
માર્ગાનુસારી અરે ! આઢિયામિક અવસ્થામાં પણ સ" જીવા પ્રત્યે દયાના પિરણામ જણાવવામાં આવ્યે છે. આવા સ્નેહ પરિણામ જો સંસારત્યાગીના જીવનમાં કચાંક પશુ – કઈ એકાદ વ્યક્તિ પ્રત્યે પણ ન જોવા મળે તે ? શું મુનિજીવનમાં કયાંય-કાક પ્રત્યે અરુચિ, દ્રોહ, દ્વેષના પરિણામ હોઈ શકે ખરો ?
-
મુનિજીવનના સ્નેહપરિણામની મધુરતાની તે શી વાત કરવી ! જો ખરેખર એ મધુરતાના પ્રભાવ જોવા હાય તે કૃષ્ણ મહારાજાના સંસારીપણાના મોટા ભાઈ બલદેવમુનિના જીવન તરફ દૃષ્ટિપાત કરી. તેઓએ જે વનમાં રહીને સાધના કરી હતી તે આખું વન તેમના અંતરમાં ઊભરાઈને
Page #52
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૨૯
છલકાયેલા નેહપરિણામની ગાઢ અસરથી પરિપ્લાવિત બની ગયું હતું. જાત્યવૈરી પશુઓ પિતાના વૈરભાવને ત્યાગ કરીને નેહપરિણામથી ઊભરાઈ ગયા હતા. રે ! એટલું તે હજી બીજા કેઈ રમણ મહર્ષિ આદિમાં ય જોવા મળશે; પણ અહીં તો ઘટના ખૂબ આગળ વધી હતી. એ પશુ યોનિના અનેક જીવે આ “વિશ્વામિત્ર' મુનિના સાનિધ્યથી સમ્યક્ત્વ અને દેશવિરતિને પરિણામ પામ્યા હતા. કેટલાકને જાતિસ્મરણજ્ઞાન થયું હતું. તેમાંના કેટલાક તપ કરવા લાગ્યા હતા; કેટલાક જીવનનો મોટો ભાગ કાર્યોત્સર્ગમાં રહેતા હતા. આવાં દશ્ય જોઈને ત્યાં પધારેલા પાંડવમુનિઓ સ્તબ્ધ બની ગયા હતા.
જે મુનિવ્રતસ્વામીજી ઘોડાને ય નેહપરિણામથી નવડાવતા હેય; જે પ્રભુ-વીર શાળા અને ચંડકેશિયાને પણ ક્રમશઃ ૪થા પમા ગુણસ્થાને વહાલથી ચડાવીને દેવકની ઊંચી ગતિના રસ્તે વળાવતા હોય તે આજની દુનિયાના આપણે – ધર્મભેદ, પક્ષભેદ, ગ૭ભેદ કે કેમભેદ ધરાવતા જીવોને વહાલથી કેમ સત્કારી ન શકીએ ? રે ! આપણને આપણું જ ધર્મના, પક્ષના, ગચ્છના સાધર્મિકે પ્રત્યે તિરસ્કાર કેમ પેદા થઈ શકે !
અરે ! અરે ! રાત ને દી સેવા કરતા શિષ્ય ઉપર નફરતને ભાવ શા માટે પેદા થાય છે.
જેમને અધ્યાત્મ—ગીતામાં સિદ્ધભગવંતના સાધર્મિક કહેવામાં આવ્યા છે એ વિશ્વમાત્રના સર્વ જીવેમાંના
Page #53
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી-૨
એકાદા પણુ જીવ તરફ્ દ્રોહાદિના પરિણામ ! હાય ! આપણું શું થશે ?
૪૦
વંદન છે, તે ધમ રુચિ અણુગારને ! જેમણે આ સ્નેહપરિણામને કારણે જ કડવી તુંબડીના ૨૫થે મૃત્યુ પામતા જીવાને માતથી મેાકળા કરીને જાતે માતને વધાવી લીધું !
પૂજન કરીએ, તે અગ્નિકાપુત્ર આચાર્ય ; જેમને મરણાન્ત કષ્ટની કારમી વેદના વખતે પણ પેાતાના લાહીનાં પડતાં બિંદુએથી પાણીના જીવાને થતા ત્રાસથી અત્યંત ત્રાસ પેદા થયા !
પુટ્ટુગલાશક્તિને લીધે બીજા જીવાને પીડા આપવામાં કદી પાછી પાની થઈ નથી. હવે એ અનાદિ અપકારને દેઢ ઉડાડવા હાય તે પુગલાની મઢીને આત્માની થઇને સહુને સ્નેહનું દાન કરીએ; મેાકળા હાથે, માકળા મને... ના..ના..આ સિવાય તે પરપીડાનાં પાપેાનુ પ્રાયશ્ચિત્ત સંપૂર્ણ તો નહિ જ બની શકે.
આટલું ધ્યાનમાં લેવા જેવુ
(૧૧) ઔષધિ છેવટે ભળાવા :
ખરો નિયમ તા એ છે કે કોઈ પણ ખાદ્ય, પેય કે
Page #54
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
માલિશની તૈલાદિ વસ્તુ – ઔષધિ સુદ્ધાં – આપણી પાસે ન હોવાં જોઈએ. જ્યારે, જે વસ્તુને જેટલી માત્રામાં ખપ પડ્યો ત્યારે, તે વસ્તુ, તેટલી જ માત્રામાં લાવીને તેને તે જ દિવસમાં ઉપગ કરી દેવે જોઈએ. જેવું ગોચરી અંગે તેવું જ આરોગ્યના ઔષધિ, તેલ વગેરે અંગે.
પરન્તુ હાલ આ વિષયમાં યથાયથ પાલન થતું જોવા મળતું નથી. તે છેવટે એટલું કરવું એગ્ય છે કે દિવસે લાવેલી ઔષધિઓ કે તેની પિટલી સૂર્યાસ્ત થતાં પહેલાં ગૃહસ્થને સેંપી દેવી; પિતાની પાસે રાખવી નહિ. બીજે દિવસે જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુઓ પાછી લાવવી અને વળી સાંજ પહેલાં ભળાવી દેવી. જે આમ કરવામાં ન આવે અને રાત્રિ દરમ્યાન પણ પિતાની પાસે રાખી મૂકવામાં આવે તે તે વ્યક્તિને રાત્રિભેજનનો દોષ લાગે છે.
જે શાસ્ત્રીય નિયમ પ્રમાણે ચાલીશું તે પ્રાયઃ આરોગ્ય જ બગડશે નહિ; તેમ થતાં ઉપર્યુક્ત વ્યવસ્થાને કે દેષને સવાલ જ ઊભે થશે નહિ. (૧૨) અતિ વહેલો કે મેડ વિહાર ન કરો :
શાસ્ત્રવિધિ પ્રમાણે તે દિવસના ત્રીજા પ્રહરમાં જ વિહાર કરવાને છે. છતાં કારણવશાત્ પ્રથમ પ્રહરમાં અને વિશેષ કારણે તે સૂર્યોદય પૂર્વે પણ – પ્રકાશ થઈ ગયા આદ – વિહાર થઈ શકે છે.
પરન્તુ આથી પણ વહેલો – સાવ અંધારામાં વિહાર કરે તે ઉચિત નથી. તેમાં ય વળી નિષ્કારણ સાવ અંધા
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૨
મુનિજીવનની બાળપોથી-૨
રામાં વિહાર કરે છે તે ખૂબ જ અનુચિત છે. આ રીતે સાંજે સધ્યા–સમય પછી અંધારું થઈ જાય ત્યાં સુધી વિહાર કરતા રહે તે ય તદ્દન અનુચિત છે.
ખરેખર તે કામળીને કાળ થયો એટલે વસતિની બહાર નીકળવું તે જ ઉચિત ન ગણાય.
આપણે આ મર્યાદાઓને કમ સે કમ સમજી તે લેવી જ રહી. જેથી અવિધિ સેવતી વખતે પણ તેને જોરદાર ડંખ તે રહે જ; હૈયું ધિઠ બનીને ચીકણું કર્મો તે. ન જ બાંધે. | દોષ સેવાય તે પણ કાળ, જમાને વગેરેના નામે દેષને બચાવ કરવાનું સૌથી હીચકારું પાપ તે આપણે કદી ન કરીએ. (૧૩) બીજા પામી જાય તેવી ગોચરી:
વ્યાખ્યાનકાર ગીતાર્થ મુનિ વ્યાખ્યાન દ્વારા બીજા જીવેને જેટલું પમાડી શકે તેનાથી ઘણું વધુ ગોચરી લાવ. નાર સાધુ કે સાધ્વી પમાડી શકે. પણ તે માટે તેઓ ગીતાર્થ કે ગીતાર્થ નિશ્ચિત હવા જ જઈએ. આથી જ ગોચરી તેમને જ મોકલવાનું જણાવાયું છે.
ગોચરી વહોરવાની રીત, વહેરવાના પદાર્થને લેવામાં મર્યાદા, માપ....આસપાસનું વાતાવરણ, તે ઘરની જરૂરિયાત વગેરે બધું વિચારીને જ વસ્તુ વહેરાય. રે ! એક વાર વસ્તુની જરૂર હોય તે પણ જે તેને ત્યાગવાથી – નહિ વહરવાથી – ત્યાં ઊભેલે યુવાન કે યુવતી જૈન સાધુ-સંસ્થા.
Page #56
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૪૩
ત્યાગભાવ ઉપર અહોભાવ પામી જતા હોય છે તેમ પણ કરવું જોઈએ. તે વખતે જરૂરિયાતને વિચાર ગૌણ કરી દેવું જોઈએ. આ દંભ નથી પણ આ એકલી પરાર્થવૃત્તિ છે.
ગોચરી લેવા જનાર વ્યક્તિ જે લાલસુ હશે તો આ કામ કદાપિ નહિ કરી શકે. નિર્દોષ અને આવશ્યક એવા. પણ પદાર્થનો ત્યાગ કરી દેવે એનાથી ક્યારેક જે લોભ. થઈ જાય છે એ લાભ – એ વસ્તુ વહેરી લાવીને વાપર્યા બાદ સ્વાધ્યાયાદિ કરીને પણ કયારેક હાંસલ કરી શકાતે. નથી.
ઈલાચીમુનિ આદિના પ્રસંગે ચરિત્રગ્રંથમાં સુવણું-- ક્ષરે આલેખાયેલા છે, જેમાં ગોચરી–મર્યાદાનું પરિપૂર્ણ પાલન કરતા મુનિને જોઈને લાચી નટ, વાંસડા ઉપર કૈવલ્ય પામી ગયો !
આપણું ગોચરીવિધિ સહુને ધર્મ પમાડતી જ હેવી જોઈએ; લાલસુપણુથી અધર્મની પ્રભાવના કરતી તે ન જ હોવી જોઈએ.
'TT
TTIT
સવાલો અને જવાબ
સવાલ (૮) ત્યાગી-જીવનની સફળતાનો મૂળ મત્ર શું ?
જવાબઃ વર્તમાનકાળના ત્યાગી-જીવન ઉપર દષ્ટિપાતા
Page #57
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–સ
કરતાં એની સફળતાને મૂળ-મંત્ર એક જ લાગે છે,
પ્રતિકૂળતા એ જ મારું જીવન છે.” આમેય જેટલી અનુકૂળતા, સગવડ, પુણ્યદયની પ્રાપ્તિ તેટલી પતનની વધુ શક્યતા. જેટલી પ્રતિકૂળતા, અગવડ, કષ્ટની પ્રાપ્તિ તેટલી ઉત્થાનની વધુ શક્યતા લાગે છે. વિશ્વમાં ય આવું જ દેખાઈ રહ્યું છે. ત્રિલોકગુરુ શાસનપતિ પ્રભુ-વીર કર્મને ક્ષય કરવા માટે વધુ પ્રતિકૂળતાને જરૂરી સમજીને અનાર્ય દેશોમાં પધાર્યા હતા. મહાપુરુષોએ પ્રતિકૂળતાને કઈ દિવસ અવગણ નથી કે તેનાથી તેઓ ભાગી છૂટ્યા નથી.
વર્તમાનકાલીન મુનિજીવનમાં જે કાંઈક પણ અનિછનીય ખળભળાટ જોવા મળે છે તેના મૂળમાં અનુકૂળતાનું અથી પણું અને પ્રતિકૂળતાનું શ્રેષીપણું લાગે છે.
દીક્ષા લેતા પહેલાં જ મુમુક્ષુ વ્યક્તિને કર્મગ્રન્થાદિને અભ્યાસ કરાવવાની સાથે પ્રતિકૂળતાના અથીપણાને મહિમા અને તેને જ ભાવી જીવનમાં ભારેભાર ખપ જે સારી રીતે સમજાવી દેવામાં આવે તે ગુર્નાદિના કઠેર વચનાદિથી ભડકી જઈને મુનિજીવનથી ઊભાગી જવાના, નાસી જવાના કે મારી મારીને ત્યાં જ જીવન પૂરું કરી નાંખવાના જે થોડાક પણ પ્રસંગે બને છે તે પ્રસંગે કદી ન બને.
પણ ખેદની વાત એ છે કે ગુરુમાં પડેલું શિષ્યનું લાલચુપણું ક્યારેક મુનિજીવનની ભરપૂર સુખ, સગવડે અને અનુકૂળતાઓની જૂઠી જૂઠી લાલચે રજૂ કરી દેવામાં આવે છે. આથી એક શિષ્ય વધે છે પરંતુ પછી તે એ
Page #58
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
પર
માથાનું શુળ બને છે. જીવન પણ ઊભયનું આર્તધ્યાનમય. બની જાય છે.
બહેતર છે કે શિષ્ય ઓછા થાય; પરન્તુ મુનિજીવનની કઠોરતાની વાત – ભાર દઈને પણ કહેવી જોઈએ, જેથી આ જીવનમાં પ્રવેશ કરનાર વ્યક્તિ એટલું બરોબર સમજીને પ્રવેશ કરે કે પ્રતિકૂળતાઓ અને ઈચ્છાનિરોધને જ મારે મારા શ્વાસ–પ્રાણું બનાવવાના છે. જ્યાં સુધી એ ધબકતા રહેશે ત્યાં સુધી જ મારું મુનિપણું જીવશે.
સવાલ (૯) : શું તપ કરવે જ જોઈએ? સ્વાધ્યાય. કે વડીલસેવા વધુ કરીએ તો ન ચાલે ?
જવાબ: મેક્ષ પામવા માટે અસંખ્ય વેગે છે. કેઈ એક યુગમાં નિષ્ણાતપણું (માસ્ટરી) મેળવવા સાથે શેષ સર્વ ને અને તેના આરાધકને કોટિ કોટિ હાર્દિક વંદન કઈ આત્મા કરે છે તેમાં શું વાંધો ? કે સ્વાધ્યાયમાં, તે કેઈ ગ્લાનાદિની સેવામાં; તે કોઈ તપ તે કઈ પરાર્થકરણમાં નિષ્ણાતપણું મેળવે. હા... શેષ બીજા ને પ્રત્યે તેના હૈયે લેશ પણ ઉપેક્ષા ન જોઈએ. તેના આરાધકો પ્રત્યે ભારોભાર આદર જોઈએ.
પરંતુ એક વાત જણાવી દઉં કે તપ એ તપ જ છે; એ આપણા જીવનને સંરક્ષક સિપાઈ છે. સ્વાધ્યાય, વ્યાખ્યાન વગેરે સાથે જે તપ ભળે તે વાસનાના તેફાનને
ક્યારે ય ભય ન રહે. અન્યથા આ ભીતિ સતત ઊભી રહે ખરી.
Page #59
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
શાસ્ત્રમાં આંબિલ અથવા ઉપવાસ આદિને જ તપ કહેલ છે તે ખ્યાલમાં રાખવું.
છતાં આ વિષયમાં વ્યક્તિગત ખુલાસો તે ગીતાર્થ ગુરુ ભગવંત જ આપી શકે.
સવાલ (૧૦) ઃ ક્યારેક સાવ નવરા પડી જવાય છે; એવા શૂન્યાવકાશ વખતે શું કરવું ?
જવાબ : મુનિજીવનમાં નવરાશ ? શી રીતે ? કેટલી બધી આરાધનાઓ છે? રે ! ફુરસદ મળે જ ક્યાંથી? જે સાધુ બે સમયનું પ્રતિક્રમણ બરોબર કરતા હોય; બલ બેલીને જ બે ય સમય તમામ પ્રતિલેખન કરતા હોય; દૂર દૂર સુધી ગોચરી વહેરવા જતા હોય, બહાર સ્થન્ડિલ જતા હય, જોરદાર સ્વાધ્યાય કરતા હોય, ગુર્નાદિની સેવાને સારામાં સારો લાભ લેતા હોય–તેમને નવરાશ મળે જ કયાંથી ?
છતાં ય જે નવરાશ મળતી હોય તે પરમેષ્ઠિ-૫ કરે; તદુપરાંત સ્તવન, સઝા વગેરે ગોખવા; તદુપરાંત કઈ શાસ્ત્રગ્રન્થનું પ્રતના પાનામાં થોડું થોડું હસ્તલેખન કરવું. આ હસ્તલેખનનું કાર્ય કેટલું જરૂરી છે, તે મુનિજીવનની બાળપોથીના પહેલા ભાગમાં એક ઠેકાણે મેં સમજાવ્યું છે.
આ રીતે પણ નવરાશ તે ટાળવી જ. જેઓ પાસે આવું કોઈ કાર્ય હેતું નથી; તેઓ ગપ્પાં મારીને, વિકથાઓ કરીને જે સમય પૂરે કરે તે બહુ મોટા દેશના ભાગીદાર બની જાય.
Page #60
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૪૭
ખાસ કરીને ગોચરી અંગેની વાતે દ્વારા ઘણે સમય વેડફાઈ જતે જોવા મળે છે. આ બાબતમાં ગંભીરપણે વિચારીને મોક્ષાભિલાષી સાધુ, સાધ્વીઓએ કઈ દઢ નિર્ણય કરી લેવું જોઈએ.
ખાલી પડી જતું મગજ (નવરાશને સમય) એ શેતાનનું કારખાનું છે એ અંગ્રેજી કહેવતને આપણે ક્યારે ય ન ભૂલીએ.
In
It
સંવેદન જોકે જેયું; મેં નકળંર ! કેઈ કારણવશ મુંબઈથી અદ્યતન હોસ્પિટલ જસલોકમાં જવાનું થયું. કામ પતાવીને પાછા ફરતાં પાછળથી કેકે બૂમ પાડી... “એ ગુરુજી ! ઊભા રહે.....અહીં પધારે....” હું તરત પાછો ફર્યો. એક સ્પેશિયલ રૂમમાં મને લઈ જવામાં આવ્યું.
ત્યાં એક બહેન હતાં. સાવ બળી ગયાં હતાં. માત્ર બાવીસ વર્ષની વય હતી. મૃત્યુ ઝપાટાબંધ નજીક આવી રહ્યું હતું. બહેન કાંઈક સ્વસ્થ હતાં. | મારુ મન શંકા-કુશંકાથી ઘેરાઈ ગયું. એ બળી ગઈ હશે ? કે એના પતિએ જ એને બાળી નાખી હશે ! કઈ બીજીના પ્રેમને લીધે તે...
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮
મુનિજીવનની બાળપોથી–૨
ત્યાં એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી. પ્રસકે ધ્રુસકે રડવા લાગી. એ પેલી અભાગણી સ્ત્રીની માતા હતાં. એ માતાનું આ એકનું એક પેટનું સંતાન હતું. દીકરી ઉપર ભારે વહાલ હતું. લાડકોડથી ઉછેરીને સાસરે વળાવી'તી... ત્યાં બે જ વર્ષમાં સંસાર સમેટાઈ ગયે. પતિ અને સાસુએ ભેગાં થઈને આ અબળાને ફૂંકી નાખી હતી.
માંગલિક સંભળાવવા સિવાય મારા ય કઈ હેશ રહ્યા ન હતા. કર્મની વિષમતાને વિસાર, ઊંડા નિસાસા નાખતે હું બહાર નીકળી ગયે.
થોડોક આગળ વધે. બીજી બૂમ પડી. વળી પાછો કેક સ્પેશિયલ રૂમમાં દાખલ થયે !
જલદરથી પીડાતે ત્રીસ વર્ષને એક યુવાન છેલા શ્વાસ લઈ રહ્યો હતે. સાવ બેભાન હતે. ખૂણામાં એની યુવાન પત્ની બે માસુમ બાળકોને લઈને ઊભી હતી ? સૂનમૂન ! અવાચક્ ! આઘાતભરપૂર ! એના ભાવીને પંથ તરફ એની નજર હતી. એનું સહાગણુ–સ્વપ્ન રોળાઈ ગયાને નિર્ણય મક્કમ હેયે એ કરી ચૂકી હતી.
એના સગા ભાઈ પાસેથી જાણવા મળ્યું કે પુષ્કળ દારૂ અને બેફામ દુરાચારને કારણે એના બનેવીએ જીવન અકાળે પૂરું કરી નાખ્યું હતું. ખેર....આજે એ બનેવી પણ પ્રાણથી છૂટશે અને સાથે સાથે એની બહેન પણ પતિની છૂટ્ટા હાથની મારપીટ અને ગાળાગાળીમાંથી છુટકારો પામશે !
Page #62
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળથી-૨
૪૯
અભાગણી” જાહેર થયેલી બહેનના ભાઈજ્જુ પ્રત્યેક વાકય મારા અંતરમાં સેક્સ વૈસગ્ય ભરી ઘહ્યું હતું.
હું બહાર નીકળી ગયે. ન્યૂળી થાળી બૂમ. સ્પેશિયલ
ક્ષ્મી
રૂમમાં દાખલ થતાં જ મનમાંથી સવાલ જાગી પડ્યો કે શું આ આવી બધી કથાઓ સ્પેશિયલ રૂમમાં ભજવાતી હશે! જનરલ ર્ડમાં આમાંનું કશું નહિ હોય? રામ જાણે.
ચાર વીસી વટાવી ગયેલ જણાતે એક સાવ વૃદ્ધ આદમી જાણે મરવાની રાહ જોતા હોય તેમ તેનું માં કહેતું હતું.
અને...હા... મારી કલ્પના સાચી હતી તેની ખબર પાંચ જ મિનિટમાં મને પડી, મેં વાસક્ષેપ, માંગલિક શ્રવણવિધિ પતાવી ત્યાં જ બુશ-શર્ટ અને પેન્ટમાં અદ્યતન રીતે સજ્જ એક યુવાન આવ્યું. એના પગમાં ધમધમાટ હતે; એના મેં ઉપર તિરસ્કાર હતા. આવતાંની સાથે બરાડી ઊડ્યો, “પપ્પા ! દવા કેમ લેતા નથી ? નર્સે ફરિયાદ કરે છે ! આટલા બધા રૂપિયા ખર્ચ છું તેને પછી અર્થ શે ? આના કરતાં તે તમારે પતી જવું જોઈએ. સમાજની બીકે મારે આ બધું કરવું પડે છે તે માટે. મારે ટાઈમ વેસ્ટ થાય છે તે તે જુએ!”
બુદ્વા બાપે માંડ અડધા બેઠા થઈને થોથરાતા શબ્દોમાં દીકરાને કહ્યું, “દીકરા હરેક પળે જમડાની રાહ જોઉં મુ. ૪
Page #63
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપાથી–૨
છુ, પશુ એ આવતા નથી. એ આવી જાય તે મારાથી તારા છુટકારા તા થાય; પણ મારા ય મારાથી છુટકારો થાય. એક પળ પણ જીવવાની ઇચ્છા નથી, પણ માત દોહ્યલું થયું છે, ત્યાં શું કરું ? હવે તે તુજ મને પતાવી દે તે સારું. તું ય છૂટે ! મારા જાન છૂટે !”
આ સાંભળતાં મારું મન ડૂસકાં લઈને રડી પડ્યું. અરેરેરે ! સુખી લેાકેાના સ્વગ`માં કેવું નર્કાગાર ! ક્રીડા રૂપિયાનું અનેલું આ જસલેાક છે? જમલેાક છે કે સાક્ષાત્ નર્કાગાર છે ? એના વિચાર કરતાં હું બહાર નીકળી ગયા !
હાય ! એ માનવ ! આ નર્કાગારને જોઈ નેય જો તને ભાગસુખા તરફ ધિક્કાર પેઢા ન થતા હોય તે ધિક્કાર છે તને ! અને તારી અવળચંડી બુદ્ધિને ! જાગ.... જાગ.... આ માનવ ! જાગ....
*
Page #64
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૫ આ કેવી અનાથતા !
ઈમા હુ અન્ના વિ અણહયા નિવા!
તમેગચિતો નિહએ સુણહિ. નિયંઠધમ્મ લહિઆણ વિ જહા,
સીઅંતિ એગે બહુ કાયર નરા. ઉપરને આ લેક ઉત્તરાધ્યાયન સૂત્રના અનાથી મુનિના અધ્યયનમાંથી લીધે છે. પિતાની જીવનકથા કહ્યા બાદ અનાથી મુનિ, મહારાજા શ્રેણિકને ઉપર્યુક્ત ક દ્વારા જણાવે છે કે, “હે રાજન ! મેં જે મારી અનાથતાનું વર્ણન કર્યું તેનાથી ક્યાંય ચડી જાય તેવી બીજી અનાથતા છે તે તું એકાગ્રચિત્તે સાંભળ.
જે આત્માઓ સંસારને ત્યાગીને મુનિજીવનને સ્વીકાર કરે છે અને પછી તે જીવનનાં દેહની સુખશીલતામાં પડીને શમણુજીવનની આરાધનામાં શિથિલ બને છે તે કાયરતકાયર આત્માઓ જેવા અનાથ જગતમાં બીજા કેઈ નથી.”
માંડ મળેલ માનવભવ ! માંડ હાથે આવી પડેલું જેહરણ-રત્ન ! અને.... અનાદિના અનાડી સંસ્કારોના તેફાન દ્વારા આ નિગ્રંથ-જીવનની પાયમાલી ! એ, નિર્ગસ્થ ,
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૨
મુનિજીવનની બાળપોથી–૨
તારાથી ટાઢ, તડકાનાં દુઃખ ખમાતાં નથી ! તારાથી ભૂખનાં દુઃખ સહાતાં નથી ! તારાથી અપયશ-અપમાન વેઠાતાં નથી !
તારે પૃદયને ભેગવી લે છે ! બસ-સાધુના વેષે પક્કા સંસારી જેવું મદમસ્ત ખાનપાન અને એશારામનું જીવન જીવી લેવાની તાલાવેલી જાગી છે !
સબૂર ! જે કરવું હોય તે કરજે. પણ એક વાર આંખ મીંચીને તારા સંભવિત ભયાનક પરલોકને તું નજરમાં લઈ લે !
જે ત્યાં કેવાં કેવાં કાતિલ દુખેના વંટોળ જામ્યા છે! જે ત્યાં ચીરો અને ચિચિયારીઓ સંભળાય છે !
અરે આ દેવગતિની વ્યન્તર કે વાણવ્યન્તરની દુનિયામાં આવેલા તારા જેવા જ વિચારવાળા આત્માઓને જે! ન ત્યાં જીવી શકે; ને ત્યાંથી – મરીને- નીકળી પણ શકે ! “દસ હજાર કે તેથી પણ વધુ વર્ષનું નિશ્ચિત આયુ! હીનતમ “પુથના ઉદય સાથે મોહનીય કર્મના પાપની ઉદયકાલીન વેદનાઓ સહવા સાથે પૂરું કર્યા વિના છૂટકો જ નહિ. એ આત્માઓના સાધુવેષવાળા વડા ક્યાં ગયા ! એછે. ક્યાં ગયા? પદવીદાન અને ઓઢાડતી કામળીના ગંજ ક્યાં ગયા? માનચાંદ દેતી સભાઓ ક્યાં છે? વ્યાખ્યામાં એકઠા થતે માનવમહેરામણું ક્યાં છે? ગોચરીમાં મીઠાઈઓથી અને ફળથી ભરાતાં પાતરાં ક્યાં છે? પેલા બધા શિથિલાચારમાં હા જી હા....ભણતા જીહજૂરીઆ ભગતે ય કયાં છે?
ઓ નિર્ચથ! હવે આ જગતની સામે જે ! આ જૈિનસંઘ સામે નજર કર ! જમાનાવાદ અને ભેગવાદના
Page #66
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી-૨
સાણસાએએ એને – કેટલા મેટા ધમી દેખાતા માનવાના પણુ, હૈયે
:
નહેરતા વ્યાપી છે !
૫૩
આ, લખી શખ કે જેમ જેમ આ જગત વધુ ને વધુ નઠાર થતુ જશે તેમ તેને ઉદ્ધારવા માટે તારે તારા જીવનમાં વધુ ને વધુ કઠોર થવું જ પડશે. તારી વધુ પડતી કઠોર. જીવનચર્ચા જોઈને જ કદાચ આ નઠાર હૈયામાં કાઈ "સદ્ભાવ પેદા થઈ શકશે.
–
અંશમાં – ભીડયો છે.! કૃતઘ્નતા અને
કેવી
અનાથી મુનિએ મુનિજીવનની એશારામીને જે ચામકે માર્યાં છે એ તે હદ કરી નાખી છે. સહુને નાથ બનવાને સજા યેલે નિગ્રન્થ પેાતે જ અનાથ !
પર્ણ,
રે! આખુ જગત જયારે પુદ્દગલાનંદમાં પડીને ‘અનાથ' મન્યુ છે ત્યારે તે કાકે તેના નાથ બનવું જોઇએ...તેને સાચા રસ્તે દેવનારા રાહુમર બનવું
જોઈ એ.
શકશે?
નિગ્રન્થ વિના તે। આ ‘નાથપણુ” કાણુ પામી શકે ? એ નિગ્રન્થ જ અનાથ' હાય તા ?
સ્વયં અનાથ...વળી શી રીતે અનાથના નાથ મની
ઊઠે....ઊઠે....આપણે સહુ સ્વના હિત માટે, અને પરના—સ”ના – હિત માટે પણ અનાથી મુનિએ દર્શાવેલી અનાથતાને દૂર કરીએ,
નિગ્રન્થના પાંચમા પદ્મને લાંછનરૂપ આપણું જીવન સવર ત્યાગીએ.
Page #67
--------------------------------------------------------------------------
________________
પY
મુનિજીવનની બાળપેથી–૨
આટલું ધ્યાનમાં લેવા જેવું (૧) કટક સાથે લઈને ગોચરી જવું:
કાંઈ પણ વહેરવા જતી વખતે એક કટકો (લુણું) સાથે લઈ જ જ. વહોરાવતી વખતે ગૃહસ્થના પ્રમાદાદિથી કઈ પણ ટીપું વગેરે જમીન ઉપર પડી જાય તે તરત આપણે જ લૂછી નાખવું જોઈએ. જે તે લૂછવાનું કામ ગૃહસ્થને સેંપીશું તે તેના કટકાથી તે લૂછશે અને તે કટકે કાચા પાણીથી ધોશે. એ બધી દોષ-પરંપરામાં મૂળ નિમિત્ત આપણે બનીશું; એટલે આપણને ઘણો કર્મબંધ થશે. આ આપત્તિમાંથી ઉગરવા માટે પોતાના કટકાથી પિતે જ લૂછી લેવું તે યેગ્ય છે.
એમાં જે ઘી જેવા દ્રવ્યને છાંટ વગેરે પડેલ હોય તે તે લૂછયા બાદ કશું ય વહેર્યા વિના નીકળી જવું જોઈએ.
આવા પશ્ચાતકર્મના દેવને લીધે જ આપણે કેળું છાલ સાથે રાખવા દઈને અડધું જ લઈએ છીએ. જેથી આખું ય ઉતરાવીને છાલ દૂર કરાવતા નથી, પરંતુ અડધું કેળું આખી છાલ આપણા નિમિત્તથી ઊતરે નહિ.
જ્યારે જમીન લૂછવી પડે ત્યારે તે કટકે પાતરા વગેરેને લૂછવામાં વપરાય નહિ એ તે સમજાય તેવી વાત છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૫૫
(૧૫) અત્યંત ન છૂટકે આધાકમાં દોષ :
ખાસ આપણને ઉદ્દેશીને બનાવેલી વસ્તુ તે આધાકર્મી કહેવાય. પછી તે ભેજન હોય કે વસતિ હેય.
આ વસ્તુને ઉપયોગ બને ત્યાં સુધી ન કર. શાસ્ત્રકાર પરમષિઓએ આ વસ્તુને ગાયના લોહી–માંસ બરોબર જણાવીને એના ઉપભેગની ત્યાજ્યતા સ્પષ્ટ કરી દીધી છે.
છતાં ક્યારેક ન છૂટકે – અસમાધિનું નિવારણ કરવા માટે – આધાકમી વસ્તુનું પણ સેવન કરવું પડે છે. એવા વખતે અંતરને ખૂબ બળતું-જલતું રાખવું.
જે આ રીતે આંતર પરિણતિની રક્ષા થઈ જશે તે અપવાદમાર્ગે સેવેલે તે દોષ આત્માનું અહિત કરવામાં સફળ નહિ થાય.
પણ જ્યારે ય આ દોષનું સેવન કરવું પડે ત્યારે તેમાં ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવી; પિતાની જાતે - સત્તા હાથમાં લઈને – આ દોષની સેવ્યતા નક્કી કરી લેવાનું જોખમ કરવું નહિ.
ગોચરી લાવનાર મુનિ ગીતાર્થ હેય તે એટલા કુશળ હોય છે કે ગુર્વાજ્ઞાથી દોષિત વસ્તુ લાવીને પણ જે ગ્લાનને વસ્તુ આપવાની છે તેને ગંધ પણ આવવા ન દે તે વસ્તુ દેષિત છે.
ગ્લાન મુનિ સહજ રીતે મળેલી તે વસ્તુ વાપરે. જેથી તેના ચિત્ત–પરિણામને આંચકે ન આવે કે લાંબે ગાળે ધિટૂંઠ ન થઈ જાય. યાદ રાખજો કે આધાકીદેાષનું
Page #69
--------------------------------------------------------------------------
________________
૫
.
મુનિજીવનની બાળપેચી-૨
નિષ્કારણ સેવન બ્રહ્મચર્યાદિ સર્વ વ્રતનું જડમૂળથી નિકંદન કાઢી નાખનારું છે. (૧૬) ચેમાસું બેસતાં પહેલાં :
- વર્ષ શરૂ થતાં પહેલાં કેટલી ય બાબતની જયણાએ કરી લેવી જોઈએ. અન્યથા ઘણી મોટી હિંસા થવાને સંભવ રહે.
જે કપડાં અતિશય મેલાં થઈ ગયાં હોય – એવાં મેલાં કે તેમાં વર્ષાઋતુને ભેજ મળે અને પસીન ભળે તે તે સુકાય જ નહિ તે – તેને વર્ષો થતાં પહેલાં કાપ કાઢી લેવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તે ભેજ અને મેલ ભેગો થતાં તે કપડામાં ગ વગેરે અનંતકાય પણ ઉત્પન થઈ જાય
જે ઘડા હોય તે તમામના મુખ કટકાથી બાંધી દેવા જોઈએ. જેથી ખુદલા ઘડાઓમાં બાવા, જાળાં વગેરે થવાની શકયતા ઊભી - રહે.
આ સિવાય જ્યાં જયાં અનંતકાયની ઉત્પત્તિની શકયતા જણાતી હોય ત્યાં ત્યાં જાતે જ્યણપૂર્વક ચૂનો ઘસી દે જોઈએ: આવાં કાર્યો ગૃહસ્થને સોંપવાં નહિ. તેઓ જે
જ્યણામાં એટલા સાવધાનઃ નહિ. હેય તે ચૂને દેતી વખતે જ કેટલીક હિંસા કરી નાખશે, જેને દોષ આપણને લાગી જશે.
જયણનાં વિશિષ્ટ સાવચેતીવાળાં કાર્યો તે મુખ્ય વ્યક્તિએ જાતે જ કરવાં જોઈએ. એમાં તે નૂતન સાધુનું પણ કામ નહિ.
Page #70
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
૫૭
(૧૭) જાત જાતનાં ફેશનેબલ. પાકીટે ?
ખરેખર તે પાકીટ જ ન હોવું જોઈએ. શાસ્ત્રવિધિ મુજબ તે સીધેસટ ચેરસ કટકે હેય; જેમાં પુસ્તક લપેટી લેવાનું હોય અને તેને જ ગાળામાં લઈને ગળે લટકાવી દેવાનું હોય.
પણ હવે પાકીટો આવ્યાં છે. ખેર, છેવટે એટલું તે કરવું જ કે પાકટ તદ્દન સાદું હેય, “થેલે” જ હોય; જરા ય મેહ ન પોષાય તેવું હાય.
તેમાં એકે ય ખાનું ન જ હોય. ખાનામાં જીવ પસી જાય તો બિચારું મરી જાય; ખાનાનું પ્રતિલેખન પણ શે કરવું ?
પાકીટને ચેઈન પણ ન જોઈએ. ટૂંકમાં, એ જૂના જમાનાના થેલા જેવું હોય; પુસ્તક ભરવાનું માત્ર જરૂરી મનાતું સાધન હેય.
સવાલો અને જવાબ
સવાલ (૧૧ : શું સંસ્કૃત, પ્રાકૃતાદિ ભાષાજ્ઞાન, વિના ન ચાલી શકે ? હાલ ગુજરાતીમાં ઘણ અનુવા, બહાર પડે જ છે !
જવાબ : ગુજરાતી એ ગુજરાતી સંસ્કૃતાદિ ભાષા
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮
મુનિજીવનની બાળપોથી-૨
એની તોલે એ ન આવી શકે. મૂળભાષામાં જે શાસ્ત્રપદાર્થો જોવા મળે એની મજા જ કોઈ જુદી છે. ગુજરાતીનું તે ન છૂટકે શરણ લેવું જોઈએ.
જે આપણે જીવનનું સારામાં સારું ઊવીકરણ કરવું હેય તે સંસ્કૃત વગેરે ભાષાઓ; ખૂબ સારી મહેનત કરીને તૈયાર કરવી જોઈએ. કદાચ તેના વ્યાકરણ ગ્રન્થ ન ભણી શકાય તે પણ હિંમ-પ્રવેશિકા'ના બધા ભાગે ખૂબ સારી રીતે તૈયાર કરવા જોઈએ. તે રીતે પ્રાકૃત – માર્ગોપદેશિકા પણ તૈયાર કરવી જોઈએ. આ પછી ન્યાયગ્રન્થમાં તર્કસંગ્રહ, મુક્તાવલિ અને દિનકરી જેટલું પણ, કેમ સે કમ કરી લેવું જોઈએ.
જે આટલું ઠેસ અધ્યયન થશે તે જ લોકપ્રકાશ, વિશેષાવશ્યક વગેરે ગ્રન્થોને તથા મહોપાધ્યાયજીના અનેક ગ્રન્થોને અને હરિભદ્રી ગ્રન્થને એના મૂળ સ્વરૂપમાં ભણ. શકાશે. અને ત્યારે જ તેના પદાર્થોની વાસ્તવિક ઊંડાણવાળી સમજ આવશે અને ત્યારે જ તે પદાર્થો જીવનમાં પ્રવેશ કરીને જીવંત બનશે.
જ્યાં સો રૂપિયા કમાવાના છે ત્યાં દસ જ રૂ. કમાવવા હેય તે તેટલું ગુજરાતી કામ નભી જાય ખરું.
સવાલ (૧૨) : મુનિજીવનમાં ખૂબ જરૂરી બે જ બાબતે જણાવો કે જેને મુનિજીવનના શ્વાસ અને ઉચ્છુવાસની ઉપમા આપી શકાય ?
જવાબ : એ બે બાબતે છેઃ સંયમની યાત્રા અને આહારની માત્રા.
Page #72
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
પટ
આ યાત્રા અને માત્રા છે; મુનિજીવનના ધબકતા શ્વાસ અને ઉચ્છવાસ. વિધિ અને નિષેધરૂપ જિનાજ્ઞાઓનું શક્તિ મુજબ પાલન અને જેનું પાલન ન થઈ શકે તેને કટ્ટર પક્ષપાત એ સંયમની યાત્રા છે. જેમ આપણું લક્ષ એકાતે મોક્ષ છે, તેમ આપણે પક્ષ એકાન્ત જિનાજ્ઞારૂપ જિનશાસન છે. પાલન કેટલું કરવું ? એમાં કાળ, સંઘયણું વગેરેની પણ કેટલીક વાર સહાયતાની જરૂર પડે છે, પરંતુ પક્ષપાતમાં તે કોઈની જરૂર નથી. માત્ર આપણું વિશિષ્ટ અધ્યવસાયની જરૂર છે. મહોપાધ્યાયજી જેવાએ પણ કહ્યું છે કે, “પાલનમાં અમે ઊણુ ઊતરીએ છીએ તે ય એ, ત્રિલેકગુરુ ! તારા પ્રવચન ઉપરની અમારી ભક્તિ તે રૂંવે રૂંવે ઠાંસી ઠાંસીને જ ભરી છે? અને અમને લાગે છે. કે એ પ્રવચનભક્તિ જ કદાચ અમારા સંસારસાગરને પાર ઉતારતી નાવડી બની રહેશે.
સંયમયાત્રાની પૂર્તિમાં “આહારની માત્રા જોઈશે. જ. જેઓ દવાની જેમ આહારની માત્રાને સમજતા નથી અને વધુ પડતા પ્રમાણમાં દૂધ વગેરે પદાર્થોનું સેવન કરે છે તેઓ ગમે તેટલું સુંદર સંયમજીવન જીવવાની ખ્વાહેશ ધરાવતા હોય પણ તેમાં તેઓ નિષ્ફળ જાય છે; કેમકે આહારને અતિગ અને મિથ્યાગ ત્યાં પથ્થરની શિલા પડીને ટકરાતે હોય છે.
રે પાણીની પણ માત્રા હોય છે એ વાતથી કેટલા. સુજ્ઞાત હશે ?
Page #73
--------------------------------------------------------------------------
________________
મુનિજવતની બાળપોથી-૨
સવાલ (૧૩) મુનિજીવનમાં પણ જે કઈ આહારાદિ સંબંધમાં કુસંરકાર પડેલ હોય અથવા પ્રકૃતિગત જે ક્રોધાદિ છેષ પડેલા હોય તેને દૂર કરવાને કંઈ રસ્તે ખરે ? ગમે તેટલો જપ કરવા છતાં તે દોષ નિમૂળ ન થતા હોય તો શું કરવું?
જવાબ : જો કે જે દેષ ઘર કરી ગયેલ હોય તેને જેમણે નિર્મળ કરી નાખે હેય તેમના નામને જપ જ આ વિષયમાં શ્રેષ્ઠ ઉપાય છે, તે પણ તે જપની સાથોસાથ તે દેષ પ્રત્યે તીવ્ર તિરસ્કારભાવ તે હવે જ જોઈએ. જે એ તિરસ્કારભાવ ન હોય; ઊલટી એ દેષ પ્રત્યે કૂણી લાગણી પણ રહેતી હોય તે જપ પણ નિષ્ફળ જાય તે નવાઈ નહિ.
દેષને દફનાવી દેવાની તાકાત જપ સાથેના તિરસ્કારમાં છે. જપ એ દોષમુક્ત-ગુણીજનના ગુણની અનુમોદના છે; તે તિરસ્કાર એ દોષની ગહ છે. એક હકારાત્મક સાધના છે. બીજી નકારાત્મક
બે ય ભેગી મળે કે તરત ઈષ્ટસિદ્ધિ થાય.
કદાચ આ બે ય કરવા છતાં દોષ દૂર ન થતું હોય તેમ લાગે તે અધીરા થવું નહિ. હવે દોષમુક્તિની દિશામાં કદમ માંડ્યો છે, અને આગળ વધવાની ગતિ ચાલુ છે તે સિદ્ધિનું બિંદુ આવશે. જ; કદાચ પથ લાંબે કાપવાને હોય તે તેમાં ધીરજ રાખ્યા વિના બીજે કઈ રસ્તો નથી.
ક્યારેક નિર્મૂળ થતી ખાંસી વધુ જોરથી આવીને જેમ કફને બહાર ફેંકવા માંડે છે અથવા નીકળવા લાગેલું
Page #74
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
ભૂત વધુ જોરદાર ધમપછાડા કરવા લાગે છે, અથવા તે બુઝાતે દીપક વધુ જોરથી જલે છે તેવું ક્યારેક કોકને દેષના નિર્ગમન સમયે પણ બનતું હોય છે. આવા સમયે ઉપર્યુક્ત આશ્વાસન લેવું, પણ અકળાવું નહિ અને સાચે રસ્તે અશ્રદ્ધાળુ થઈને કદી છે નહિ.
HA
સંવેદન એ, કિરતાર ! મને આધારે તારે..,
કે મદમસ્ત મહાલતે હવે મારે આતમ! પુણયને જોરદાર ઉદયકાળ ચાલતે હિત માટે તે...ચારે બાજુથી સફળતા ! બધી બાજુથી અનુકૂળતા !
જન્મતાં જ ગર્ભશ્રીમતી રૂપે દેખાવડે ! બુદ્ધિએ તગડે ! માતપિતાને લાડકવાયો ! ભાઈબહેનને વહાલે ! સ્કૂલમાં અગ્રેસર! કેલેજમાં સર્વેશ્વર!
આકર્ષકતા, યૌવન, સંપત્તિ, સૌંદર્ય, લાવણ્ય... બધી વાતે પહેલે!
Page #75
--------------------------------------------------------------------------
________________
ર
મુનિજીવનની ખાળપેાથી–૨
મારાં રૈય સ્વર્ગ મને અહીં જ જણાતાં હતાં; મારે મેાક્ષની કોઈ જરૂર ન હતી. સાધુસંતા અને વૈરાગી બાવાઓને તા ત્યારે હું સાવ અદ્ભૂત માનતે. ધર્માંની વાતા સાંભળવાની તે મને જોરદાર એલ' હતી.
ક્રિયાકાંડ કરવાની તે વાત ઉચ્ચારવાના યુ કેાઈમાં હાશ ન હતા સગા મામાપમાં ય નહિ !
હું હતેા તરકડા ! તરવરીએ કોલેજિયન ! મારે કોઇની જરૂર ન હતી. પણ એ યૌવનના મઢમસ્ત જામ પીધા...ખૂબ પીધા....મને પૂછશેા જ એ શું પીધું ?
મા કે
એથી એક દી હું માંદગીમાં પટકાયા ! રાગે ઘેરાયા ! ન કલ્પી શકાય તેવાં ઢોં મારી ઉપર ચડી બેઠાં ! ડાકટરોની મહેનત અવળી જ પડતી ચાલી ! મેં ઊંઘ્ર ગુમાવી; ભૂખ ગુમાવી; શાન્તિ ગુમાવી,
હુ રાતે પણ જેમતેમ ખરાડવા લાગ્યા. ત્યારે જ મને ખબર પડી કે મારી ઉપર પણ કોઈ સવાશેર છે ખરું. ત્યારે જ મને ખબર પડી કે સ ંપત્તિ એ કાંઈ જીવનનું સર્વ સ્વ નથી.
ત્યારે જ મને ખબર પડી કે પુરુષાથી પણુ પર કોઈ તત્ત્વ છે ખરું....
અને તે બધું શું છે ? તે જાણવાનું અને વાંચવાનુ મેં શરૂ કર્યું....
ધીમે ધીમે મને જગતનું દન થયું. તે નશ્વર છે;
Page #76
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
તેના સ્વજને અશરણ છે, રૂપરંગે મઢેલી કાયા અશુચિથી ભરપૂર છે વગેરે...
પછી મને પુણ્ય અને પાપકર્મોની સત્તા સમજાવા
લાગી.
પછી મને આત્મ-તત્ત્વનું ભાન થવા લાગ્યું. એની ત્રણ અવસ્થાએ મેં જાણું ઃ બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા...
અને તે વખતે “પરમાત્મતત્વને મેં જાણ્યું. તેમાં જ મને મારા શુદ્ધ આત્મતત્વની ઝાંખી થઈ..
અરે... અરે.. આ શું ? ઉઘાડી આંખે મેં જગત જોયું તું.
મીંચેલી આંખે મને જગત્પતિ દેખાયા. મારે સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા જોવા મળે.
જગતના કોઈ પણ આનંદની બધી જ ચરમ સીમાને ય વટાવી જતે આનંદ આ પળોમાં હું અનુભવવા લાગ્યું.
એના પુણ્યપ્રભાવે જ મને અપાર ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થઈ શરીરમાં શાતા ફરી વળી. ટૂંક સમયમાં હું નીરોગી બની ગયે.
અહા ! નવું જીવન ! નવી દષ્ટિ ! હવે મને પિલી મારી જાત ઉદ્ધત, ઉખલ, નપાવટ, નફફટ, નીચ શબ્દોથી નવાજવા જેવી લાગી. ખરેખર તે વખતે હું લગામ વિનાને માતેલે આખલે હતે. એથી પણ ભૂંડે હતે. ખતરનાક હતે.
Page #77
--------------------------------------------------------------------------
________________
અનિકવનની બાળપોથી-૨
હવે સૌ પ્રથમ વિધિપૂર્વક પામશુદ્ધિ કરી લેવી છે. પછી ધર્મમય જીવનને આરંભ કરે છે. અને પછી તરત જ સર્વસંગત્યાગના પથે ઠગ માંડી દે છે ! વિશિષ્ટ કેટિનું તપ, જપ અને સંયમનું સુંદર જીવન જીવવું છે. ગુરુદેવામાં તુંહી તુંહી બની જવું છે. અનતી કામણઅથર્ગણાને પ્રત્યેક સમયે બુકડે લાવે છે.
પણ એ કિરતાર! આ બધું ય મારા પુરુષાર્થે થઈ શકે તેમ નથી. હું તે વળી કેશુ? એનામાં શક્તિ કેટલી?
જે તારી કૃપા મળી જાય તે મારા માટે મેરુ જેવું આ કામ અણુ જેટલું નાનું બની જાય. તારી કૃપાથી તે સાગર પણ ખાચિયું બની જાય.
ભસ. કિરતાર ! હવે મને તારો આધાર છે! તારી કૃપાનું એક જ કિરણ મારી ઉપર ફેંક. પછી જે એના પ્રભાવે હું આંતરજગતનાં કયાં શિખર સર નથી કરતા? કઈ ક્ષિતિજેમાં પ્રવેશ નથી કરી શકતા ?
દે દે..કૃપામય ! કૃપાનું એક જ કિરણ મને દે... પછી જોઈ લે મારે ઝપાટે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૬
ક્યાં જોવા મળશે, આવું ગ્રુપ?
ભારતભરમાં જનસંઘના માત્ર તપાગચ્છના લગભગ ૧૫૦૦ સાધુ ભગવંતે અને ૪૫૦૦ સાધ્વીજી મહારાજ = કુલ ૬૦૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ કરી રહ્યાં છે. અનુમાનથી લાગે છે કે તેઓ બધા મળીને લગભગ એક હજાર ગ્રુપમાં વહેંચાયેલા હશે. પિતાપિતાની શક્તિ મુજબની આરાધના દરેક ગ્રુપમાં થતી હશે; પરન્તુ..
એવું કોઈ ગ્રુપ હશે ખરું ? જેમાં સહુ વિવિધ જિનાજ્ઞાઓનું સ્વરૂપ જાણીને આવું ધન્યતમ શાસન પામ્યાથી રૂંવે રૂંવે આનંદવિભેર બનતા હશે ? ક્યારેક આંખેથી હર્ષનાં એધાર અશ્રુ વહી જતાં હશે ?
જેમાં સહુ અરિહંત ભક્તિમાં ઓતપ્રેત રહેતા હશે ? જિનાલયે ચિત્યવદન કરતાં પ્રભુભક્તિમાં રસતરબળ બની જતા હશે ? જેમાં સાચા અર્થમાં સંવિગ્ન અને ગીતાર્થ હશે; આશ્રિતે પ્રત્યે નિષ્પક્ષભાવનું ભરપૂર વાત્સલ્ય વહાવતા હશે ? જેઓ બ્રહ્મચર્યના કટ્ટર પાલક હશે ? જેઓ વાચનામુ. ૫
Page #79
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપાથી-૨
દાતા હશે ? શાસ્ત્રજ્ઞાનના, અને મુનિજીવનની વિધિ નિષેધ રૂપ આજ્ઞાઓના પક્કા જ્ઞાતા હશે ?
જેમાં શિષ્યવગ ગુરુના પરમભક્ત હશે ? જેમના પ્રતિલેખન માટે કે માત્રુ પરઠવવા વગેરે મામતામાં શિ પડાપડી કરતા હશે ? જેમના આસનેથી ઊઠવા માત્રથી લશ્કરી સૈનિકની જેમ તમામ શિષ્યા પેાતાના આસને ઊભા થઈ જતા હશે ?
જેમાં તમામ એકાશનથી આછુ' વ્રત નહિ કરતા હાય; મિષ્ટ વગેરેના સહુ ત્યાગી હેાય; ઔષધ લેવાની પ્રાયઃ જરૂર પડતી ન હોય ?
જેમાં કી એકબીજાને સંઘષ થતા ન હાય; માં ચડી જતાં ન હોય; ખલકે એકબીજા માટે સહુ મરી પડતા હાય.
જેમાં સુત્રપેારસી, અથ પારસી વગેરે તમામ શાસ્ત્રોક્ત સ્વાધ્યાય-કાળ સચવાતા હાય. વસતિમાં પ્રવેશ થાય કે તરત સ્વાધ્યાયના ઘોષથી ભરપૂર વાયુમ`ડળના સ્પર્શ થતાં આગન્તુકના હૈયે આહ્લાદ ઊભરાઈ જતે હેાય ?
જેમાં તપ કરવાની સ્પર્ધા ચાલતી હાય; ગુરુદેવને પ્રસન્ન કરવા માટે જરૂરી વધુ સ્વાધ્યાયની હાડ બકાતી હાય ? ‘તદ્ઘત્તિ' સિવાય ગુરુદેવને બીજો કાઈ જવામ દેવાના ન હોય ?
જેમાં કાળ વગેરેના સમયેમાં ગુરુદેવ પાસે બધા વીટળાઈને બેઠા હોય અને મુનિજીવનની ચર્યા સંબધમાં કે શાસ્ત્રના કોઈ પાઠના સંદર્ભમાં તત્ત્વચર્ચા કરતા હાય ?
Page #80
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાચી–૨
જેમાં છાપુ, માસિક, સાપ્તાહિક – કશું ય ચારે ય શિષ્યગણુમાં કેઈ વાંચતું ન હોય ? પ્રતિક્રમણુ બાદ પણ ધૂમ સ્વાધ્યાય ચાલતા હોય; બાચાય, વૃષભ વગેરેના શાસ્ત્રાક્ત નિદ્રા-કાળ ખરાબર જળવાતા હાય !
૬૭
જેમાં નિષ્કારણ દોષિત ભિક્ષાને સદાય પણ ત્યાગ હોય; ચેવિવિધ સ પૂર્ણ પણે શાસ્ત્રીય હોય; ગૃહસ્થાની સાથે બેસીને કદી કેાઈ શિષ્ય વાર્તાનાં ગપ્પાં કદી ન મારતા હોય ?
જેમાં સહુની ભાષામાં મધુરતા હોય; કપડામાં મલિનતા હાય; જીવનમાં નીતરતી પવિત્રતા હોય ? નિંદા ન હોય, કુથલી ન હાય, આક્ષેપ ન હાય, પ્રતિ–આક્ષેપ ન હોય ! સત્ર જિનાજ્ઞાપાલન કે પક્ષપાત !
સત્ર જીવમાત્ર પ્રત્યે સ્નેહપરિણામ; જડમાત્ર પ્રત્યે વિરાગ !
સત્ર બર્હુિમુ ખતા પ્રત્યે સૂગ ! અન્તમુ ખતાના દર ! આગન્તુક મુનિઓ પ્રત્યે સદ્ભાવ ! ગૃહસ્થા પ્રત્યે ઉદાસીનભાવ ! ગુરુદેવ પ્રત્યે પરિપૂર્ણ બહુમાનભાવ ગ્વાનાદિ પ્રત્યે વૈયાવચ્ચના ટોચ ભાવ !
જેમાં અધા ખેલતી વખતે મુહપત્તિના ઉપયાગ અરાખર રાખતા હોય,
જેમાં સહુ પૂજી–પ્રમાને જ વસ્તુ લેતા-મૂકતા
જેમાં સહુ નિર્દોષ સ્થઝિલભૂમિએ જતા હોય;
હાય,
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮
મુનિજીવનની બાળપોથી-૨,
જેમાં સહુ નિર્દોષ ગોચરના આગ્રહી હોય? આવાં જે જે ગ્ર; જ્યાં જ્યાં વિચરતાં હોય તેમને – તેમની સુવિશુદ્ધ સંયમજીવન-પ્રભાને કેટિ કેટિ ઉછળતા ભાવ ભર્યા પુનઃ પુનઃ પ્રણામ.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૧૮) ફેટા : ફિલ્મ : ટી. વી.
ફેટ એટલે આપણી ભીતરમાં પડેલા દેહાધ્યાસને જ ફેટે નહિ? ફેટો એ દેહમાં આત્મબુદ્ધિરૂપ બહિર્મુખતાને મુખ્ય ઘાતક છે. જે મુનિમાં અન્તર્મુખતા નહિ જોવા મળે , તે “અન્તર્મુખતા એ માત્ર શબ્દકોશમાં જ મળશે ને ?'
ફટાથી ખૂબ છેટા રહેવું જરૂરી લાગે છે. એમાંથી જ અંજનશલાકા આદિની ફિમે થઈ. અને તે ધાર્મિક (5) હોવાથી ઉપાશ્રયમાં પણ ક્યાંક બતાડાઈ ! જેથી કેક મુનિઓએ પણ જેઈ !
આગળ વધીને વાત ટી. વી. સુધી પણ પહોંચી.
ભવિષ્યમાં અનુમોદના માટે ઘરમાં દર્શન કરવા માટે જરૂરી કહેવડાવાતાં આ સાધનેથી લાભ કરતાં નુકસાન વધુ જણાય છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપાથી–૨
મુનિજીવનના શુદ્ધ બહિર્ભાવના પ્રાપક, પાલક અને પાષક આ વ્યવસાય એટલે ? મુનિસંસ્થાના પ્રાણુ અને પ્રાણભૂત સમ્યકવાદ્રિના નાશક વ્યવસાય !
te
આપણે આનાથી ખૂબ જ આઘા રહીએ તેા સારું. અન્યથા ત્રિલેાકગુરુ ત્રિલેાકગુરુ પરમાત્મા મહાવીરદેવાદિની ફિલ્મા ઊતરે, કે શ્રીપાળનાં નાટક ભજવાય તેના વિરોધ અહીન મનીને રહેશે.
(૧૯) ટપાલ-પ્રવૃત્તિ ઓછી રાખવી : ગૃહસ્થાની જેમ આપણે ય વ્યવહાર' અનુલવ્યવહાર વધી પડે તેા જુલમ થઈ જાય ને ! આપણા સાન્નિધ્યમાં ઉજવાતા મહાત્સવા વગેરેની ક કાત્રીએ પણ આપણે જ લખવાની ? આ પાસ્ટ-પ્રવૃત્તિ કેટલી બધી વિરાધનાઓથી ભરપૂર છે તે શું આપણે નથી જાણતા ? ગૃહસ્થોનું કામ ગૃહસ્થોને જ કરવા દો. આપણે સાક્ષાત એક કામ કરીએ; અને ખીજાએ કરે તેમાં દોષ ખાખતમાં આભ—ગાભનું અંતર છે.
ખીજી પણ નિરથ ક ટપાલેા ન ન લખવી જોઈ એ. ગૃહસ્થોની તખિયત વગેરેના સમાચાર તે વળી ત્યાગીઓએ પુછાવાય ? “ તબિયત સાચવજો ! મામાને સ્કૂલમાં ખરાખર “ભણાવજો; દીકરાના લગ્ન થઈ ગયા હશે, દીકરીને સારું ઘર મળ્યું હશે. ” આ તે બધા શું જૈનશાસનના સાધુના શબ્દો હાય ?
વધુ પડતા વ્યવહારને લીધે જ આપણા જીવનનુ -
Page #83
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
ન સમજી શકાય તેવી ધીમી રીતથી સરિયામ પતન થઈ જાય છે.
બ્રહ્મચર્યથી પતન એ જ મુનિજીવનનું પતન સમજવાની ભૂલ આપણે કદી ન કરીએ.
સ્વજને સાથે આવી વધુ પડતી લાગણીશીલતા જે ત્યાગીઓ રાખતા હોય છે તેઓ તેમના નિકટના સ્વજનના મૃત્યુથી રડી પણ જતા હોય છે, તેમને ધંધામાં ગયેલી નુકસાની જાણીને બેચેન પણ થઈ જતા હોય છે. તેમની માંદગીના સમાચાર જાણુંને ડોકટર વગેરેની ભલામણ પણ કરતા હોય છે.
હાય સંસાર છોડ્યા પછી આ કે સવારે સંસાર !
(૨૦) મંજન વ્યાયામ અંગે
શ્રી દશવૈકાલિક સૂત્રમાં સંસારત્યાગીને દંતમંજનને નિષેધ કરવામાં આવે છે. યેગશાસ્ત્રમાં ધ્યાનસિદ્ધિ માટે હઠગરૂપ વ્યાયામને આવશ્યક તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. બે ય વિધાને શાસ્ત્રીય છે; તદ્દન યથાર્થ છે. પરંતુ આપફધર્મ તરીકે–વર્તમાનકાળમાં આ બેયનું સેવન કેટલાક ત્યાગીએ કરતા હોય તેમ જણાય છે.
આમાં વર્તમાનકાળનો અત્યત હલકે, ભેળસેળીઓ બરાક વધુ ભાગ ભજવતે હેય તેમ લાગે છે. જેનું પેટ ન બગડે, તેના દાંત કદી ન બગડે. પણ જે ખારીક પિટ બગાડનાર હોય તે ત્યાં શુદ્ધ અને સાવિક ખેરાક
Page #84
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી-૨
‘નિર્દોષ' તેા કયાંથી લાવવે ? જેવાતેવા ઘી, તેલ અને ધ, સાકર વગેરે જ‘નિદોષ’ખારાક તરીકે ઉપલબ્ધ અને છે. કયાં એ ભૂતકાળને ખારાક ? કાં આજના ખારાક ?
૭૧
તદુપરાન્ત, રસજન્ય રાગેાની સાથે હવે ઋતુજન્ય રાગે, વાંરિસા, પ્રદૂષણના રાગેા ઉમેરાયા છે; જેને ગમે તેટલી સાવધાનીએ પણુ નિવારી શકાતા નથી.
સવાલેા અને વાળેા
સવાલ (૧૪) : જે સાચું સાધુપણુ પાળે તે આ કાળમાં આ ભરતક્ષેત્રમાં કાળધર્મ પામે તા નિયમથી વૈમાનિક દેવલાકે જ જાય તેા ત્યાં તેનું પતન ન થાય ? શુ' દેવલાકે જવા માટે સાધુપણું છે ?
જવામ : સમ્યક્ત્વની પ્રાપ્તિથી જ આ નિયમ લાગુ થાય છે. દેવલેાકમાં જવા માટે સાધુપણું હાઈ શકે જ નહિ; સાચુ' સાધુપણું મેાક્ષના લક્ષ વિનાનું સંભવે નહિ. પરન્તુ આ સાધુપણું પાળતાં જે દેવ, ગુર્વાદિ પ્રશસ્ત વિષયે ઉપર રાગભાવ રહે છે ( જે પ્રાથમિક કક્ષાએમાં જરૂરી પશુ છે) તેના કારણે થયેàા પુણ્યખ'ધ દેવલેકની ગતિ આપે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭ર
મુનિજીવનની બાળપોથી-
-
-
-
-
-
-
પરંતુ સાચું સાધુપણું જેઓ પાળે છે તેમનું સમગ્ર જીવન વિષયેથી એટલું બધું વિરક્ત હોય છે કે સામાન્યતઃ તેમનામાં વિષયવિરાગના ગાઢ સંસ્કાર પડી ગયા હોય છે. આથી દેવલોકમાં પણ તેમને ત્યાંના વિષયે પ્રત્યે રતિભાવ જાગ્રત થતું નથી. એ રતિભાવ તે તેમને થાય, જેમણે સાધુવેશના સ્વાંગ નીચે વાસનાઓને માંડ માંડ દાબી રાખી હતી અથવા વાસનાઓને ખાનપાનાદિ દ્વારા પિષી હતી.
વળી જેમ માનવગતિનું મુનિજીવન પાપકર્મને ક્ષય કરનારું બને છે તેમ તેવા મુનિઓને દેવજીવન મળે તે તે દેવજીવન ભેગો ભેગવવા દ્વારા પુણ્યકર્મને ક્ષય કરનારું પણ બને છે. વળી તે દેવાત્મા તીર્થંકરદેવોની દેશના અને તીર્થાદિની યાત્રાઓમાં જ મેટો સમય પસાર કરીને પણું વિશિષ્ટ કોટિની આરાધના કરતા રહીને પાપક્ષય પણ કરતા હોય છે. આમ તેમના માટે તે દેવજીવન પણ એક પ્રકારની સાધનાનું જીવન જ બની રહે છે.
મુશ્કેલી તેમને ત્યાં પડે છે; જેઓ અધકચરા સાધુજીવનને જીવીને દેવલોકમાં ગયા છે ! ત્યાં તેમનાં જોરદાર પતન થાય છે તેમાં નવાઈ પણ શી છે ?
સવાલ (૧૫) : જે સાધ્વીજીએ સાધુ ભગવંત સાથે બિલકુલ પરિચય ન રાખે તો તેમની જરૂરિયાત પૂરી પડે ખરી ?
જવાબ : અરેરેરે ! આ તે કે આરાધકભાવની મસ્તીશૂન્ય, મરવા જે સવાલ ? શું એ વિશિષ્ટ પુણ્ય
Page #86
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી–ર
ધરાવતા મુનિએ ઉપર સાધ્વીજીનું જરૂરિયાત-પૂત્તિનુ જીવન છે ? તે તે પછી એમ પણ કહેવુ પડશે કે મુનિએનુ જીવન પણ પેલા શ્રીમંત-ભક્તોથી જ આગળ ધપે છે માટે તેમણે તે ભક્તોની ખુશામત કરતા જ રહેવી જોઈ એ.
·
૭૩
૨ ! ત્યાગી તે એના શ્રામણ્ય'ની મસ્તી ઉપર જીવે છે અને કદાચ કોઇ અશુભેદયે કે અલ્પ પુછ્યાયે કોઈ જરૂરિયાતની પૂર્ત્તિ ન થઇ તે ત્યાગી તે આન ંદઘનનુ' ખર્ચુ છે ! એને વળી એન્ડ્રુ શેનુ આવી જાય ? કે સંસારી ઘર શેનું યાદ આવી જાય ?
મળે તે। . સંયમવૃદ્ધિ અને ન મળે તેાતાવૃદ્ધિ !” એવા પાઠ ગેાચરી વહારવા નીકળતા સાધુ કે સાધ્વી ભણ્યા હાય છે. પછી આવી કેવી નમાલી વાત !
ગમે તે કારણે પણ સાધુઓને પશ્ર્ચિય સાધ્વીજીએ । માટે જરા ઇચ્છનીય નથી. વડીલ સાધ્વીજીઓ સાથે નાની વયના અપરિણત સાધ્વીએ પણ હોઇ શકે છે. તે બધાના હિતના વિચાર ો કરવા હાય તે આ પરિચય કાઇ પણ સ ંજોગેામાં કરવા જેવા નથી. જરૂરિયાત પૂત્તિ માટે સાધુએની શ્લાઘા કરવી કે તેમના કેટલાક કાપાદિના કામ કરી આપવા તે બધું અત્યંત અનુચિત છે. આવા પરિચયમાંથી જ અનિષ્ટોના ભડકા થાય છે. જેના પરિણામે કેટલાકની જીતની બાજી હારમાં રાળાઇ ગઈ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪
મુનિજીવનની બાળપોથી-૨
સવાલ (૧૬) : સાથે રહીને બધા ઉપાયો કરવા છતાં પરસ્પર મનદુઃખનાં કારણે વારંવાર ઉપસ્થિત થતાં હોય તે શું કરવું ?
જવાબ : જે બધા જ ઉપાય અજમાવ્યા પછીની આ ફરિયાદ હેય તે હવે એટલું જ સલાહભર્યું લાગે. છે કે તેવી બે વ્યક્તિઓએ પ્રેમથી થોડા સમય માટે જુદા જુદા સારા ગ્રુપમાં ગોઠવાઈ જવું. વડીલના ય વડીલે હોય છે. તેમની સાથે એક વ્યક્તિ ગોઠવાય અને એક વ્યક્તિ સ્વસ્થાને રહે
વિયેગના સમયમાં કેટલીક વાર એકબીજાને સમજવાની અને પિતાની ભૂલને નજરમાં લાવવાની તક મળી જાય છે. આથી બે વચ્ચેનું અંતર પાછું સંધાઈ જતું હોય છે.
Xxx
*
*
*
સંવેદન ચાલે, નારકના દર્શને
અનંતને આ યાત્રી એક દી નારક જોવા માટે નીકળી પડયો. સ્વર્ગે જવું મુશ્કેલ છે; નારકમાં જવું તેમાં શી વાર? સડસડાટ નીચે ઊતરી જતાં પહેલી નારક આવી ગઈ.
વર્ણન ન થઈ શકે એવાં એ ભયંકર દશ્ય હતાં. જે છાતી વજ૨ જેવી કરવામાં ન આવે તે ચોક્કસ ફાર જાય તેવું ત્યાં ભીષણ તાંડવ ખેલાતું હતું. ચિચિયારીઓ ચીસ, મારપીટ, મરણ સમયની કણસતી વેદનાઓ, નાસ
Page #88
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૫
-
ભાગ, આજીજી, કાકલૂદી. શું ત્યાં હદયદ્રાવક ન હતું ? એ જ સવાલ હતો.
એક નારકે કારમી તરસના માર્યા પરમાધાર્મિક દેવાત્મા પાસે કરગરીને પાણી માગ્યું. મૂછમાં હસતે એ દેવાત્મા ત્યાંથી વિદાય થયે. એક જ પળમાં જામ ભરીને ધગધગતે સીસાને રસ લઈ આવ્યો. “લે બચ્ચા ! આ પાણું પી.”
જામમાંથી નીકળતી વરાળ જોઈને જ ધ્રુજી ઊઠેલા એ નારકે એ “પાણું પીવાની ઘણી આનાકાની કરી પણ બધી નિષ્ફળ ગઈ ! દેવાત્માએ તેને પકડીને, જડબું ખેલીને એ “પાણી પાઈ દીધું. એ બબડવા લાગે, “મર્યલોકમાં શેઠીઓ હતું. તેના કંપાઉન્ડ આગળ આવીને ગરીબ આદમી પાણી યાચતે તે ગુરખા પાસે લાતે મરાવિને કઢાવતે. નાલાયક! હવે અહીં પણ માંગે છે !”
દેવાત્માના શબ્દો સાંભળીને આ યાત્રી તે બાપડો. થીજી જ ગયે.
બીજે ક્યાંક એક નારકને ઊંચકીને ભડભડ જલતા. અગ્નિમાં ફેંકી દેવામાં આવ્યે.
બાજુમાં જ એક નારકને ધગધગતી – લાલચોળ લેઢાની પૂતળી સાથે આલિંગન દેવડાવવામાં આવ્યું. દેવાત્માઓ બેલ્યા, “દુરાચારી ! માનવ થઈને જાતીય-પાપે. કરવામાં પાછું વાળીને કદી જોયું નથી !
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬
મુનિજીવનની બાળપોથી-૨
કરવત વડે ખોપરી ચીરતા, વિકરાળ પંખીઓ વડે શરીરના માંસની મિજબાનીઓ કરાવતા. ઊંધા ઊભા પકડીને બે પગે ખેંચીને ચીરી નાખતા દેવાત્માઓને જોઈને તે ચક્કર આવવા લાગ્યા !
હાય ! આનું નામ નારક ! યાત્રી ત્યાં વધુ સમય થંભી ન શક્યો. પાછો વળી જઈને મર્યલેકમાં ચાલી આવે.
ઘણા દિવસે અને ઘણી રાત્રિઓ સુધી એ દશેની -ભયંકર અસર યાત્રીના મન ઉપર રહી ગઈ. પણ જ્યારે સ્વસ્થ થયે ત્યારે તેણે વિચાર કર્યો કે, “નારક એ ખરેખર શું છે? એની કદાચ નારકની વાત કરનાર ધમ જનેને પણ પૂરી ખબર નહિ હોય. મારે વિશ્વના સઘળા ય લેકને આ દુર્ગતિ સમજાવવી છે, અને સહુને કહેવું છે કે, “જે ક્ષણિક સુખને ભેગવવામાં તમે આંધળા-ભીંત થઈ જાઓ છે તેની પાછળ અતિશય વિરાટ દુઃખના ડુંગર માથે તૂટી પડે છે. આ વાત તમે કેઈ ન ભૂલે. નાનકડા કેઈ સુખ ખાતર, નિંદા-કુથળીના રસ ખાતર; યશકીતિની ભૂખ ખાતર, મિષ્ટાનાદિ પદાર્થોના સ્વાદ ખાતર તમે હજારો વર્ષોની કાળઝાળ અને વિકરાળ દુઃખની અગનખાઈમાં ધકેલાઈ જવાય છે. અરે, એ માનવે ! તમે આવું કદી ન કરે.”
માનવજીવન પામીને ભેગરસે ભાન ભૂલેલાને અને મુનિજીવન પામીને એશારામીમાં કે અહંકાર-તિરસ્કારમાં ખવાઈ ગયેલાઓને નારકની આ કથા મારે કહેવી છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપાથી–૨
બીજા જ દિવસથી અનંતના યાત્રી ચારે ને ચૌટે લેાકેાનાં ટોળાંને ભેગા કરવા લાગ્યા અને નારકની દર્દ ભરી સીતમગાર કથા કહેવા લાગ્યા. તેણે સહુને કહ્યું. કે તમાશમાંના કેટલાક સ્નેહીજના સ્વજના અને ગુરુ (વડીલ)જના પણ તે દુનિયામાં ચાલ્યા ગયા હોય તે જરા ય નવાઈ ન પામશેા.
७७
નાનકડા પણુ મુખના તીવ્રતાથી લેાગવટા કરવામાં આવે તે તે પશુ નારકના દ્વારે આત્માને મૂકી દેવાને સમર્થ હાય છે.
અનંતના યાત્રીની એ વાત સાંભળતાં ઢાળામાંના અનેક પુણ્યાત્માએ સ્તબ્ધ થઈ ગયા અને વિધિવત્ પાપશુદ્ધિપૂર્વક નવું જીવન નવેસરથી જીવવાના દૃઢ સંકલ્પ કરીને છૂટા
પડવા લાગ્યા.
ખીજા જ દ્વિવસથી એ ભવ્યાત્માએએ એમનુ ઘર ધમ મય બનાવ્યું, આત્મકલ્યાણનું મંગળમય ધામ બનાવ્યું.
Page #91
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૭ આરાધકે ! સાવધાન
જેઓ તપ કરે છે, સ્વાધ્યાય ખૂબ કરે છે, વ્યાખ્યાને દ્વારા લેકપકાર કરે છે, જે આહારના ત્યાગી , કપડાના ખાખી છે, ભેગસુખના વિરાગી છે. તે બધાં આરાધક કહેવાય છે. આમાંના એવા આરાધકની આપણે અહીં વાત કરવી છે, જેઓ પિતાને આરાધક માને છે; ના...એટલું જ નહિ પણ પિતે આવું બધું કરતા હોવાથી આરાધક છે એવું જણાવે છે કે દેખાડે છે.
આવા આરાધકને સાવધાનીને એક સૂર સંભળાવ છે. આવા આરાધકે આરાધનાની જે પર્વતીય ધાર ઉપર ચાલી રહ્યા છે તે ધાર ખૂબ જ સાંકડી છે. એટલું જ નહિ પણ તે ધારની બે બાજુ મેં ફાડીને ઊભેલી વિકરાળ ખીણે છે. જે જરાક ચૂકે તે તે ખીણમાં એવા ગબડી પડાય કે હાડકું ય હાથમાં ન આવે.
આમાંથી એક ખીણનું નામ છે, અહંકાર. અને બીજી ખીણનું નામ છે, તિરસ્કાર.
જેમના જીવનમાં આ બે દોએ ઓછેવત્તે અંશે પણ પ્રવેશ કર્યો હોય તે બધા આરાધકોને જણાવવું
Page #92
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી—ર
છે કે, તમે તમારી આરાધનાને પચાવી શકયા નથી.
આથી તમને તેના અજીણુ ઉપર અહંકાર પેદા થયે છે અને જેએ તમારી જેમ તપ, જપાદિ કરી શકતા નથી કે કરતા નથી તેમના પ્રત્યે તેમને તિરસ્કારના ભાવ પેદા થયા છે.
૭
જેઓ પાસે એવી આરાધના નથી તેમને જે અહંકાર કે તિરસ્કાર પ્રાપ્ત થતા નથી તે અહુકાર અને તિરસ્કાર ઉપર્યુક્ત આરાધકના વને પ્રાપ્ત થતા હાય છે. કચારેક એમ પણ મને કે અનારાધકા કરતાં ય આ આરાધકે વધુ ભવ–ભ્રમણનું દુર્ભાગ્ય પામી જાય.
જો આરાધના આરાધન-ભાવપૂર્વકની હશે તે તેમાંથી કદી આવા અહંકાર અને તિરસ્કાર પેઢા થઈ શકશે નહિ. અન્યથા નમસ્કાર ગણનારા પણ તેના ગણવાના અહુકાર પામીને; નહિ ગણનારા ઉપર તિરસ્કાર યાવત્ ધિક્કાર પેદા કરશે.
ખરેખરા નમસ્કારભાવ તે છે; ખરેખરે। નમસ્કાર ગણનારા તે છે જેને તે નહિ ગણનારા પ્રત્યે; રે ! તે નમસ્કારને તિરસ્કારનારા પ્રત્યે પણ તિરસ્કાર કદાપિ જાગતા નથી ખલકે ઉત્તરાત્તર વધુ ને વધુ કરુણાભાવ પેદા થાય છે.
સ્વાધ્યાયશૂરાને અભણુ ઉપર; તપસ્વીને નિત્ય નવકારશી કરનાર ઉપર; ત્યાગીને અત્યાગી ઉપર જો તિરસ્કાર પેદા થશે તે તે પેાતાનું સમગ્ર આરાધનાનું જીવન ધેાઈને સાફ કરી નાખશે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦
મુનિજીવનની બાળપોથી–૨
પીઢ સાધુઓને નૂતન સાધુઓની ભૂલે તરફ બાળ-સાધુ કે સાધ્વીજીની રમત તરફ; અહં સાથે તિરસ્કાર અને ધિક્કાર પેદા થતાં પ્રાયઃ વાર લાગતી નથી. આના પરિણામે તેઓ એકાન્તમાં બેસીને તે બધાની ઠાવકા મેંએ નિંદા કરતા હોય છે.
કેવા ખેદની વાત છે કે પરદોષની નિંદા કરવા સુધી પહોંચનારને પિતાની ભૂલ તરફ દષ્ટિ પણ જતી નથી.
ઘણુ અનારાધકે, નૂતને અને બાલદીક્ષિતનાં જીવન આરાધક (2) વડીલોના આવા અહંકારપ્રયુક્ત તિરસ્કારના અભિગમથી બરબાદ થઈ જતાં હોય છે.
એગ્ય શિક્ષણ પદ્ધતિના અભાવે જ તેમનું જીવન રહેંસાઈ જતું હોય છે. હવે એ વડીલેને કેણ સમજાવે કે, “તમારા અહંજનિત તિરસ્કારભાવની ઊની ઊની લહાય જ આશ્રિત વ્યક્તિના જીવન-છેડને સળગાવવાનું કામ કરી રહી છે !
ભારે દુઃખની આ વાત છે. ન જાણે કેટલાય જીને વિકાસ સ્થગિત થઈ જતું હશે. બધાને મૂકીને આવેલા અને અહીંના બધાને જ પોતાના મા-બાપ, ભાઈ–બહેન તરીકે જેનારા જે અહીંથી પણ લાત ખાશે તે એ જશે ક્યાં ? દુર્ગતિમાં જ ને ? તો એમને એવી સ્થિતિમાં મૂકનારાનું પણ દુર્ગતિ સિવાય બીજું શું થશે?
ક્યારેક ગ્રુપના મુખ્ય વડીલ બધી રીતે પ્રકૃતિથી સુંદર હોય છે તે બીજા રત્નાધિકમાં કેદની પ્રકૃતિ એટલી વિચિત્ર હોય છે કે તેના કારણે પણ લઘુ સાધુ
Page #94
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
કે સાવજની સંયમ–પરિણતિને જબરદસ્ત ધક્કો લાગી જતે હોય છે,
આને ઉપાય શું ? ઉપાય એ જ કે એવા આરાધકે પિતાના બે મહાદોષને કાબૂમાં લે.
*
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૨૧) એલેપથી-ઔષધો ત્યાગવા જેવાં ,
હવે તે જેની ઉપર ચારે બાજુથી પસ્તાળ પડી રહી છે, જે રોગનાશક હવાને બદલે અનેક રોગોનું ઉત્પાદક સાબિત થતું જાય છે તે “એલોપથી’નું ઔષધ બને ત્યાં સુધી સંપૂર્ણ ત્યાગવા જેવું છે.
આ ઔષધે શરીરની ઘણી શક્તિને તેડનારાં છે. કદાચ તે રોગને દાબીને આયુષ્ય લંબાવતા હશે તે પણ લાંબુ આયુષ્ય “રોગી” તરીકે જ પૂરું કરવાનું હોય છે. આ વિજ્ઞાન રોગીને મારે છે; રોગને તે દાબીને વ ભીતરમાં–જીવતે જ રાખે છે.
આ ઉપરાંત આ વિજ્ઞાન પ્રાણુઓના પ્રવેશની કુર રિબામણરૂપ હિંસાના ઘાતકી પાયા ઉપર ઊભું છે.
એટલું જ નહિ, પણ એની સીરોર, એંસી કે નેવું ટકા મુ. ૬
Page #95
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
જેટલી ઔષધિઓ પ્રાણીજ હાઈને અભક્ષ્ય છે. ખાસ કરીને શક્તિદાતા તમામ ઔષધ.
૮૨
આપણા દેહમાં અભક્ષ્ય અને પેય પડચા પછી આપણું આધ્યાત્મિક સત્ત્વ શી રીતે જીવતું રહે ? ગમે તેમ કરીને – થોડું વધુ સહી લેવાનુ રાખીને પણ આ એલાપથી’ના ત્યાગ કરવા જોઈએ.
આપણી પાસે ઘણા બધા રાગાનુ સર્વથા નિરાકરણુ કરી નાંખતુ અમેાઘ શસ્ત્ર -- ઉપવાસ – કયાં નથી ? નવકારમત્રના જપ સાથે જરૂર પ્રમાણે ત્રણથી સાત જેટલા જ ઉપવાસ કરી જુએ અને જુએ તેનેા ચમત્કાર ! ઉપવાસ તે આપણા માટે સેપારીના કટકા !
ચિત્તપ્રસન્નતા, ઉપવાસ, ઊણેાદરી, બ્રહ્મચય અને વિહાર....આ પાંચ તે જૈન-સાધુના આરાગ્યની જીવતીજાગતી જડીબુટ્ટીએ છે. જેનુ ચિત્ત ઉદ્વિગ્ન રહેતુ. હાય; જે કઠ્ઠી ઉપવાસ ન કરતા હોય; જે દાખીને વાપરતા હાય; બ્રહ્મચય –પાલનમાં નબળા હાય, વધુ પડતા સમય
એક જગાએ રહ્યા કરતા હાય તેમને જ રાગેાની સેના ઘેરી લઇ શકે. પદ્મર દિવસના એકાદ ઉપવાસ પણ વીજળીના કરટ જેવું ફળ ખતાડી દે છે. પશુઓ પણ રાગ થતાં ખાવાનુ છોડી જ દે છે ને !
જે એક વાર દવાના ક્ર્દ પડશે તેને સદા દવાએ ખાવી પડશે; અને ત્યાં સુધી એલેપથીથી દૂર રહેા. લેવી જ પડે તેા આયુવેદિક (કે હોમીઓપથી) જ ઔષધિ
Page #96
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
લે. તે દવાઓ દોષ સેવીને પણ લેવી સારી અને એલેપથી નિર્દોષ મળે તે ય નકામી.
એલેપથી પ્રાણમુક્તિના દિવસે પણ આપણને રોગમુક્ત કરનાર નથી. તેમ થાય તે જ તેના ડેકટર વગેરેનાં ખીસાં ભરાતાં રહે. સ્વાર્થના ઘાતકી પાયા ઉપર જ એ વિજ્ઞાનની રચના થઈ છે, પછી ક્યાં વાત રહી? (૨૨) મલિન કપડાંમાં સાવચેતી રાખવી | મલિન કપડાં એ તે મુનિજીવનનું ભૂષણ છે, દૂષણ જરા ય નથી. એના કારણે બ્રહ્મચર્યાદિની રક્ષા સુલભ અને સરળ બની જાય છે. પરંતુ આ બાબતમાં એક સાવચેતી ખૂબ ધ્યાનમાં લેવા જેવી છે.
આ જ મલિન વસ્ત્રો શાસનહીલનાનું ઉઘાડું અને વ્યાપક નિમિત્ત બની જાય છે તે વખતે તેના સંબંધમાં વિચારવું જ પડે. દા. ત, બૈદ્યને આરે ગ્ય જેવાનું હોય; કટ્ટર શુચિવાદી બ્રાહ્મણ પાસે પાઠ લેવાનો હોય; વિશિષ્ટ પુણ્યવાન અને વ્યક્તિ વંદનાઘર્થ આવનાર હોય તે તેવા સમયે તે કપડાને કાપ કાઢી લે તે ખૂબ જરૂરી છે; આવશ્યક પણ છે. જે તેમ ન થાય અને આગન્તુક વ્યક્તિને તેને તેવા સંસ્કારને લીધે ગંછા, તિરસ્કાર વગેરે થાય છે તે દુર્લભધિ બને; જેમાં આપણે નિમિત્ત બની જઈને ચીકણે કર્મ બંધ કરીએ.
બીજે અધર્મ ન પામી જાય તેની કાળજી કરવાનું
Page #97
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
આપણને શાસ્ત્રકારોનું સાફ સાફ ફરમાન છે, તે કદાપિ ન ભૂલવું.
બાસ્તા જેવાં ધળાં કપડાં પહેરવાના શોખીન કરતાં આ માલધારી મુનિઓ અત્યંત બહુમાન અને ઘન્યવાદને પાત્ર છે; પરંતુ ગીતાર્થ ગુરુદેવના ઉપર્યુક્ત સૂચન વખતે તેઓ પિતાને કેઈ આગ્રહ કદાગ્રહમાં ન પરિણમવે તેવી તેમની પાસે અપેક્ષા પણ રહે છે. જે તેઓ શાસ્ત્રના જ વચનને એકાંતિક રીતે પકડીને ગીતાર્થ–ગુરુના અભિપ્રાયથી પણ વિરુદ્ધ જાય તે તેઓ અપરિણત કહેવાય.
નિષ્કારણ પુષ્કળ અપવાદ સેવી તે અતિ પરિણત છે, જ્યારે એકલા ઉત્સર્ગને આગ્રહી અપરિણત છે. બેયનું હિત સંભવિત નથી.
હિત તે માત્ર પરિણુત આત્માનું છે, જે સંવિગ્ન. અને ગીતાર્થ–ગુરુની આજ્ઞાને સદૈવ શિરસાવંઘ કરીને. અમલમાં મૂકે છે.
સવાલો અને જવાબો
સવાલ (૧૭) : ક્યારેક ખરેખર વળગાડ જય છે તે. તે માટે આપણે ત્યાં કેઈ ઉપાય ખરે?
જવાબ : આ અંગેના નક્કર ઉપાયે અનેક હશે, પરન્તુ મારા ખ્યાલમાં એક ઉપાય છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેથી-૨
વળગાડવાળી વ્યક્તિ પાતે ૪૧ દિવસ સુધી રાજ ૪૧ વખત સ`તિકર ની ખીજી—ત્રીજી ગાથા ગણે. દરેક વખત આ એ ગાથાથી પૂર્વે અને છેલ્લે ૧-૧ નવકાર ગણવે
ફ્રા. ત.,
..
એક નવકાર
મીજી, ત્રીજી ગાથા
પુનઃ
એક
નવકાર
64
આ એક વખત થયું. આવુ ૪૧ વખત.
આગાઢ કારણ
સિવાય આ જય ૪૧ દિવસ દ૨મિયાન ખડિત થાય તેા ફરીથી ૪૧ દ્વિવસ માટે શરૂ કરવેા. જો વળગાડવાળી વ્યક્તિ પેાતે આ જપ ન કરી શકે તેા મીજી વ્યક્તિ પેાતાની સામે થાડાક પાણીની પાતરી રાખીને આ જપ કરે અને પછી તે પાણી વળગાડવાળી વ્યક્તિને ત્રણ નવકાર મેલાવીને પીવડાવી દે. આ આપણા ધાર્મિક ઉપાય છે. ઝટ ઝટ જેનાતેના દોરા વગેરે કરવા તે ઉચિત જણાતું નથી.
આ સિવાય હુંમેશ ૨૭, ૪૧ કે ૧૦૮ ઉવસગ્ગહરના જપ કરવામાં આવે તે પાણી પહેલાં પાળ' મ ધાયા જેવુ થાય, જે જરૂરી લાગે છે.
સવાલ (૧૮) : મુનિજીવનમાં જપની જરૂર ખરી ! જવાબ : મને વ્યક્તિગત અનુભવે ઉપરથી એમ લાગે છે કે નિયત, અખંડ અને સદ્ભાવપૂર્વક જપથી અમુક પ્રકારનુ મળ પેદા થાય છે જે રાગ, દ્વેષાદ્ઘિના તીરની સામે કવચનું કામ કરે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
મત્રજપમાં શ્રેષ્ઠ અને આવશ્યક જપ છે, મન્નાધિરાજ પરમેષ્ઠિ–નમસ્કારને.
તે પછી જે જપમાં વિશેષ ઉલાસ પેદા થાય તે કરી શકાય. સામાન્યતઃ ષિમંડળના જપને, તેનું સ્તોત્ર બોલવા પૂર્વક વિશેષ પસંદગી આપવામાં આવે છે. મહાનિશીથના ગોદ્દવહન કરનારા મુનિઓ “વર્ધમાન-વિદ્યા” ગણે છે જ્યારે પૂજનીય સૂરિભગવંતે સૂરિમિત્રને પટનું આરાધન કરતા હોય છે.
ગમે તેમ; પણ હંમેશ એકથી બે કલાકને જપ થાય તે જરૂરી લાગે છે. છતાં આ વિષયમાં ગીતાર્થો જે જણાવે તે પ્રમાણે.
સવાલ (૧૯) : સાધ્વીજીને પુરુષ-ડોકટરે અને સાધુમહારાજને લેડી–ડોકટ્રેસે અડે અને આરોગ્યના ઉપચાર કરે તે આપઘમ તરીકે એગ્ય ગણાય ખરું?
જવાબ : અંગત રીતે મને તે આપદુધર્મ તરીકે પણ આ બાબત એગ્ય લાગતી નથી. આનાથી ઘણું મેટા અને પિદા થવાથી પૂરી શક્યતા છે. આજે તે રેગે પણ એવા પેદા થયા છે કે છાશવારે ને છાશવારે સાધુ કે સાધ્વીજીને ઓપરેશનાદિ માટે અનેક દિવસે સુધી હોસ્પિટલમાં રહેવું પડે છે.
આ સ્થિતિમાં જે ઉપર્યુક્ત છૂટ લેવામાં આવે તે કયારેક કોઈકના જીવનનું અહિત થઈ જાય. વળી એક દરદીની સાથે સેવા કરનારી એક કે બે વ્યક્તિ પણ
Page #100
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૮૭
હોસ્પિટલમાં હોય છે. આ છૂટછાટ જેવાથી તેમને પણ સહેલાઈથી નુકસાન થવાની પૂરી શક્યતા છે.
જે જરાતરામાં આપદુધર્મને આશ્રય લેવાની વાત કરીશું તે તેની પરંપરા ખૂબ જ ઘાતક બનીને રહેશે, તે કરતાં તે બહેતર છે કે દઈ જીવતું રહે. સહન કરીને કર્મક્ષય માટે યત્ન કરીશું, બાકી આજના કાળમાં જે પ્રકારની સગવડ જોઈએ તે મળવાની પૂરી શક્યતા છે; એટલે ઉપર્યુક્ત અપવાદ સેવવાની જરૂર પડે તેમ નથી.
આની સાથે બીજી પણ એક વાત કરી દઉં કે સાધ્વીજીને વિહારમાં માણસ રાખવાનું અનિવાર્ય હોય તે તેમણે બાઈને જ રાખવી જોઈએ. એવું જ સાધુ મહારાજે પુરુષને જ રાખવું જોઈએ.
બેશક, આજની ત્યાગી-સંસ્થા મહદંશે સુંદર કેટિનું સંયમ પામે છે, છતાં આવી બધી કાળજી લેવી જોઈએ જેથી નવી શિષ્ય–સંતતિ પણ ઉચ્ચ કક્ષાના સંયમના આદશે જાણે અને એ રીતે તે પણ જીવે.
સવાલ (૨૦)ઃ આજે “મટન-ટેલે' [પશુની ચરબી)વાળા સાબુ મળે છે, તે તેને ઉપયોગ કરે કે નહિ ?
જવાબ : આવી વસ્તુને ઉપયોગ ન થાય તે જ ઈચ્છનીય છે. આવા સાબુને બદલે ડીટર્જન જાતના સાબુઓ અને તેના પાઉડરે મળે છે, જેમાં “મટન–ટેલે આવતે નથી. એ સિવાય અહિંસક સાબુ પણ તપાસ કરતાં મળી આવે છે. તેને ઉપયોગ થાય તે ઈચ્છનીય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૮
મુનિજીવનની બાળપોથી-૨
બાકી પરિસ્થિતિ એવી આવી રહી છે કે ઘઉં વગેરે લોટમાં, દૂધના પાઉડરોમાં પણ માછલીને લેટ તથા ઘીમાં પશુઓની ચરબી વગેરે ફરજિયાત ભેળવાશે. તાજેતરમાં જ એક મુનિના પાતરામાં માછલીના લેટની જેટલી આવી ગઈ હતી, જે વખતે આપણે બધાએ સંયમની આરાધના કેવી રીતે કરવી ? તે મેટામાં મેટો સવાલ થઈ પડશે. જે આર્યવ નહિ તે જૈનત્વને અને તેથી ઊંચા સાધુત્વને જીવાડવું અત્યન્ત મુશ્કેલ બની રહેશે.
સંવેદન વીરની કીકીમાં ઊભરાતું દર્શન
એ હતી ! જીવિતવામી પરમાત્મા વીરની પ્રતિમા ! ના...એ હતા; ત્રિલોકગુરુ, દેવાધિદેવ, શાસનપતિ, સાક્ષાત
વીર-પ્રભુ ! દર્શન કરતાં આતમને અનેરે આહૂલાદ થયે. દર્શન જામતું ગયું...એની ચરમ સીમાએ પહોંચ્યું. આમ અને પરમાતમ બેયની કીકીઓ જાણે એક થઈ ગઈ અને આતમને એમાં શું દેખાયું ? સિનેમાની પટ્ટીનાં દશ્ય પડદા ઉપરથી જેમ ક્રમશઃ પસાર થતાં જાય તેમ આતમને ત્યાં પાંચેય કલ્યાણકમય પ્રભુ વીરનું સમગ્ર જીવન દેખાયું.
Page #102
--------------------------------------------------------------------------
________________
મનિજીવનની બાળપોથી-૨
૮૯
દશમા દેવલોકમાં અનાસક્ત ભાવે અસંખ્ય વને કાળ પસાર કરતે પ્રભુવીરને તારકતમ આત્મા દેખાયે અને એકાએક... વીજના ઝબુકાની જેમ આયુષ્ય પૂર્ણ કરીને મત્સ્યલોકમાં સડસડાટ ચાલ્યા આવતે એ આતમને ! તેજલિસોટો ! પ્રભુનું અવન-કલ્યાણક ઉજવાયું.
થોડી જ વારે; માતા ત્રિશલા ! દેના રાજા ઈન્દ્રનું આગમન ! મેરુ–પર્વત! અસંખ્ય દેવે ! ઈન્દ્રના ખળામાં બાળ-વીર ! મેનું કંપન ! પ્રભુનું પૂજન ! પુનઃ ત્રિશલા દેવી પાસે પ્રભુનું સ્થાપન ! જન્મકલ્યાણકની ઉજવણી થઈ.
બાદ ગૃહસ્થજીવન ! યૌવનકાળ ! વર્ધમાનને લગ્નાર્થ વિનવતી માતા ત્રિશલા ! યશોદા સાથે લગ્ન ! પુત્રીને જન્મ ! માતાપિતાને સ્વર્ગવાસ ! નંદિવર્ધનવિલાપ ! અને...કાન્તિક દેવેનું આગમન ! પ્રભુનું મહાભિનિષ્ક્રમણ ! દીક્ષા ! લેચ ! દેવદૂષ્ય !
વન તરફ સાવ એકાકી ચાલ્યા જતા પ્રભુ ! ધાર અશ્રુ સાથે વિલાપ કરતા; લથડતા પગલે મહેલ તરફ પાછા ફરતા નંદિવર્ધન !
પ્રભુનું દીક્ષા કલ્યાણક ઉજવાયું.
૧રા વર્ષની ઘોર સાધનાનો આરંભ થયે. ગોવાળ ! શૂલપાણિ ! ગોશાલક ! ચંડકૌશિક ! ચંદનબાળા ! સંગમક ! અતિઘર ઉપસર્ગો જોયા ! ઉપસર્ગો ઉપસર્ગો હૈયામાં ઊંડી વેદના થવા લાઘી ! તીર્થંકરદેવના તારક આત્માની પણ રે ! કમરાજ તને શરમ નડતી નથી ! હાય ! પણ કેવી અને ખી ચિત્તપ્રસન્નતા ! સંગમના કાળચક્ર પ્રસંગે
Page #103
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપથી–૨
ય કેવાં સુપ્રસન્ન ? પણ અને.. દેહિક આસને બિરાજમાન પ્રભુ ! લેકાલેકપ્રકાશક કૈવલ્યની પ્રાપ્તિ !
પ્રભુ; પ્રભુ થયા. ભગવાન, ભગવાન થયા. તારક; તારક થયા.
પ્રભુનું કેવળજ્ઞાન–કલ્યાણક ઉજવાયું. ગ્રામાનુગ્રામ વિહાર કરતા; સમવસરણમાં બેસીને બાર પર્ષદાને પ્રતિબોધતા વિશ્વમાત્ર ઉપર કરુણાની સહજ વર્ષ કરતા ?
ત્રીસ અતિશયેથી સંપન્ન પ્રભુ ! શાસનસ્થાપના ! સંઘસ્થાપના ! દ્વાદશાંગી પ્રકાશ ! ગણધર પદારોહણ ઈન્દ્રભૂતિ ગૌતમ ! “ વીર ! વીર ! ” “ ગેયમા ! ગોયમા !” ધ્વનિને વારંવાર નાદ!
અપાપાપુરી ! ૧૬ પ્રહરની દેશના ! ભસ્મગ્રહપ્રશ્ન ! પુણ્યપાલ રાજવીનાં સ્વપ્નનું વર્ણન ! યોગનિરોધ. ચતુર્દશમ ગુણસ્થાન ! એક જ સમયમાં સિદ્ધશિલાની. ઉપર અવસ્થાન ! સિદ્ધત્વ !
કીકીમાં કીકી મળી અને ત્રિલેકગુરુનું કેવું અદ્ભુત જીવન-દર્શન થયું !
રે ! આતમ ! તને આવા નાથ મળ્યા છે પછી તું અનાથની જેમ - મુફલીસની જેમ – રાગદ્વેષભર્યા; વાસનાની ધૂળમાં આળોટતા ધૂળિયા સંસારી-જી સાથે દોસ્તી બાંધીને નાદાન રમત રમી રહ્યો છે? ઊઠ... ઊઠ.... એ આતમ ! ઊભું થા... તારું આ જીવન નથી ! તારી
Page #104
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
આ રમત ન હોય ! પ્રભુ-વીરને સેવક વાસનાઓને ગુલામ કદી ન હોય ! વીરનું નામ લે, તારામાં તક્ષણ વીરતા ઉત્પન્ન થઈ જશે, કાયરતા અને કાયરતતા હિમની જેમ ઓગળી જશે.
ચાલ.... ઊઠ... જીવન ઘણું તે પસાર થઈ ચૂક્યું છે. હવે તે જે મળી જીવનની મહામૂલી પળે !
પૂજન કરજે રાત દી, પ્રભુ-વીરનું !
એની આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરજે, અને શેષ આજ્ઞાઓને કદ્દર પક્ષપાત કરજે. તારે ઉદ્ધાર, મારે ઉદ્ધાર, આપણું સૌને ઉદ્ધાર એ પૂજન, પાલન અને પક્ષપાતના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને જ સંભવિત છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૮ જમાનાવાદ અને લોકહેરી
જિનશાસનની સેવારૂપ રક્ષા કરવાની જવાબદારી પ્રધાનપણે જે શ્રમણ-શ્રમણ સંઘના માથે છે એ નિર્ચથ–સંઘને છિન્નભિન્ન કરીને ખતમ કરી નાખવાની તે તાકાત નથી તે બ્રિટિશરોમાં કે નથી તે દેશી–અંગ્રેજેમાં ! નથી તે સુધારાવાદની બુમરાણ મચાવતા જૈનેમાં કે નથી તે કોઈ નાસ્તિકમાં !
એ તાકાત એ જ ચતુર્વિધ સંઘના પ્રધાન અંગભૂત નિર્ચન્થ (શ્રમણ-શ્રમણી) સંઘના જ જમાનાવાદ અને લેકહેરીની સક્રિય તરફેણમાં ઘડેલી છે.
જે નિર્ગથ સંઘ જિનાજ્ઞાને જ પ્રધાન બનાવીને દેશ, કાળ, પરિવર્તન, નવસર્જન, પ્રગતિની જૂઠી બુમરણમાં અંજાયા વિના સુંદર રીતે સંયમજીવનનું પાલન કરતા રહે તે વિશ્વની બે મહાસત્તાઓ ભેગી થઈને પણ જૈનસંઘને નાશ કરી શકે તેમ નથી.
પણ આ નિગ્રંથ સંઘ ઉપર નજર કરતાં ક્યાંક કેટલેક ઠેકાણે જમાનાવાદી રીતરસમો તરફ કૂણી લાગણી
Page #106
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળાથી–૨
અને લોકેનાં માન સન્માનાદિ મેળવી આપતી કહેરીની સભાનપણે સ્વીકૃતિ ડેકો દેવા લાગી છે એ ભારે ખેદની બીના છે.
જૈનસંઘને સર્વનાશ બોલાવવાનું સામર્થ્ય મિથ્યાત્વ, અવિરતિ, કષાયમાં છે; પણ વર્તમાનકાળમાં તે તેથી ય વધુ સામર્થ્ય જમાનાવાદનું ઉઘાડે છોગ સન્માન કરવાની પ્રવૃત્તિ અને કહેરીના આદરમાં છે એમ સ્પષ્ટપણે જણાય છે.
આ નિર્ચથ-સંઘનાં એવાં કેટલાંક તને કેશુ સમજાવે કે, “તમે જે રસ્તે પગલું માંડી રહ્યા છે તે માત્ર આપઘાતી પગલું નથી પણ સર્વધાતી પગલું છે. તમે ત્યાંથી પાછા ફરો.”
કેટલાંક કારણોસર જે નિર્ણાયકતાની પરિસ્થિતિ, ઉપસ્થિત થઈ છે, જે મૈત્રીનું વાયુમંડળ નષ્ટપ્રાયઃ થયું છે એણે ઘણા બધા કોયડાઓ સજ્ય છે એમ લાગે છે. જે માત્ર છ માસ માટે કઈ ગૃહસ્થનું ઘર નિર્ણાયક સ્થિતિમાં આવી પડે તે તે ઘરને સઘળો સુખ અને શાન્તિપ્રદ
વ્યવહાર રમણભમણ થઈ જાય તે નિગ્રન્થ-સંઘની વર્ષોની નિયતા; એકવાક્યતાનો અભાવ, અમૈત્રીભાવ અને
અનિચ્છનીય ટીકા-ટિપ્પણની હવા બધા ભેગા થઈને કયું અહિત કરવામાં ઉણુ પડે ?
ખેર....સંઘની વાત અહીં અસ્થાને અને અનધિકૃત લાગે છે. દરેક શ્રમણ અને શ્રમણુએ પિતા પૂરતે કે
Page #107
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
પિતાના સમુદાય પૂરતે તે એટલે અમલ કરે જ જોઈએ કે તેમાં ક્યાંય હજારે મિથ્થાને પેદા કરનાર જમાનાવાદ નામને રાક્ષસ આંટાફેરા કરે નહિ; કે પોષાય નહિ. અને કોઈ પણ વ્યકિત માનપાન–ભૂખી થઈને જિનાજ્ઞાને લેપ કરાવતી લેકટેરીમાં તણાય નહિ.
જે દરેક ગ્રુપ આ નિર્ણય લેશે તે ય મહદંશે આ આપત્તિથી ઊગરી શકાશે.
પણ આ બધું પરલોકદષ્ટિ, આજ્ઞાભંજનના પાપની તીવ્ર ભીતિ પેદા થાય તે જ શક્ય બને. જે પરલેક પ્રત્યે સભાન નથી અને પાપ પ્રત્યે અત્યન્ત ભીરુ નથી તે સાધુ હેય તે ય છૂપે નાસ્તિક છે. આવી વ્યક્તિ તે સાધુના સ્વાંગમાં આ લેકનાં ભેગસુખેથી રસલહાણી લૂંટવા માટે જ સાબદી રહેવાની.
આવા સાધુને એમનું ભક્તમંડળ પણ મળી જ રહે છે. પછી એમનું પણ શાસન ચાલવા લાગે છે કે જે શાસન જિનશાસનને જફા પહોંચાડતું રહે છે. એટલે જ દીક્ષા આપતાં પહેલાં પાત્રતાની પૂરેપૂરી ચકાસણી કરવાની ખૂબ જરૂર છે, અન્યથા અગ્યની દીક્ષાથી પેદા થનારાં બધાં પાપાના ગુણાકાર બનીને ગુરુના આત્માને લાગુ થવાના છે.
આ વિકરાળ વિષમતાઓ પ્રત્યે આપણે જેટલા જલદી જાગી જઈએ તેટલું વધુ સારું છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૫
આટલું ધ્યાનમાં લેવા જેવું *** (૨૩) વિજાતીય સંપર્ક ત્યાગવાં?
મુનિજીવન વધુમાં વધુ સ્વાશ્રયી હોવું જોઈએ. પિતાની કઈ પણ બાબત [માત્રુ પરઠવવું, એ બાંધે, કાપ કાઢ, લૂણું કાઢવું, પ્રતિલેખન કરવું વગેરે ] ખાસ કારણ વિના બીજા મુનિઓને આપવી જોઈએ નહિ; આવી પ્રતિજ્ઞા જ હોવી જોઈએ.
કેટલીક વાર મુનિઓ સાવીજીને કાપ કાઢવા માટે કામળી વગેરે આપતા હોય છે. સાધ્વીઓ પણ આવા ભક્તિના લાભ આગ્રહપૂર્વક માગતા હોય છે. આ ઠીક નથી. જ્યાં આઘે, પાતરાદિ પણ જાતે ટાંકવાના કે રંગવાના હોય છે ત્યાં આ કાપની વાત તે રહી જ ક્યાં?
ભક્તિની પણ મર્યાદા હોય. જે ભક્તિ કાલાંતરે નુકસાન પહોંચાડવાની અલપ પણ સંભાવના ધરાવતી હોય તેવી ભક્તિ કદી થાય નહિ. આવા સંપર્કને વ્યવહારેની વિપરીત અસર નૂતન, અપરિણત, યુવાન સાધુસાધ્વીઓને અવ્યક્ત રીતે થતી હોય છે. આથી પણ આવા વિજાતીય સંપર્કો ન રખાય તે જ ખૂબ ઉચિત છે. (૨૪) ભાજને ઉઘાડાં ન મૂકવાં :
પાણીના ઘડા, ફીણવાળી ડોલ, પાણી ઠારેલી પરાત વગેરે કદી ખુલેલાં મૂકવો ન જોઈએ. ખુલ્લાં ભાજને
Page #109
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨,
જીવોની હિંસાનું કારણ બની જતાં ઉપકરણ મટીને અધિકરણ બને છે. ડોલમાં જે ફીણ પડ્યું હોય તો તેમાં માખી પડતાંની સાથે જ ચૂંટી જાય છે. (૨૫) સુંઠી પાતરીમાં પાણ; પરાત પાસે કાપ ?
ઘડાથી એંઠી પાતરીમાં કદી પાણી ન લેવું. ઘડાનું પાણી જરાક પણ જોરથી તે પાતરીમાં પડે કે તરત તે પણ એંઠું થઈને તેને છાંટે પાછે તે જ ઘડામાં પડી જાય. પૂરી સાવધાની રાખવાથી વધે ન આવે, પણ પાપભીરુ આત્માએ આવું સાહસ કરવાની જરૂર નથી. એક નિયમ જ બનાવી દે કે પતરી વગેરે પૂરેપૂરા લુછયા પછી જ તેમાં ઘડા વગેરેનું પાણી લેવું.
આ જ રીતે જ્યાં પાણી ઠારેલું હોય તેની નજીકમાં કાપ ન કાઢવે કે લૂણાં પણ ન કાઢવાં. જરાક બેદરકાર રહી જવાશે તે તરત તે પરાતના પાણીમાં છાંટા ઉડી જશે. (૨૬) સાંજે દેરાસર)
જે વસતીથી સે ડગલાની અંદર જ જિનાલય હોય તે સાંજે પણ દર્શન કરવા જવું જોઈએ. અન્યથા આ નિયમ નહિ. પણ સાંજે જિનાલયમાં દર્શન કરવા જનારે દિવા–લાઈટ થતાં પહેલાં જ દર્શન કરી આવવાને નિયમ રાખવું જોઈએ. ક્યારેક સમયસર જવાનું ચૂકી જવાય તે દીવા-લાઈટમાં તે ન જ જવું. “ન ગયાને” અમુક દંડ રાખી દે.
Page #110
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
એક વાત ખ્યાલમાં રાખવી કે ગમે તે સમયે એકથી વધુ સમયે જિનાલમાં ચૈત્યવન્દનાદિની અનુકૂળતા ન હોય ત્યારે અરિહતચેઈઆણે.... અન્નત્થ..... એક નવકાર......
સ્તુતિ....રૂ૫ લઘુ ચૈત્યવન્દન તે બધા જિનાલયે કરવું. (૨૭) સજાતીય-સ્પર્શ નિષેધ
જે કે આપણું મુનિજીવન જ તપ અને ત્યાગપ્રધાન છે એટલે બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું એ સરળ આરાધના બની જાય છે. છતાં ક્યારેક નિમિત્તો જ એવાં ઊભાં થાય તે પૂર્વ સંચિત કર્મો તફાન કરી બેસે તે સંભવિત પણ છે. એમાં ય વિજાતીય નિમિત્તોથી તો હજી પણ અનેક લજજાદિ કારણોસર પણ દૂર રહી શકાય છે, પરંતુ ક્યારેક સજાતીય નિમિત્તો કોઈ અહિતના પગરણ માંડી દે ખરા.
એવું ન થાય તે માટે એક નિયમ જ બનાવી દે જોઈએ કે સજાતીયને પણ પશ સુદ્ધાં ન કરવું. ગ્લાન ત્યાદિનું કારણ હોય છે તેવા વખતે વડીલની રજા મેળવવી.
ઉઠાડવાની બાબતમાં ઘાના સ્પર્શથી જ ઉઠાડવા.
ગૃહસ્થનાં સંતાનોને કદી રમાડવાં નહિ. પાસે બેસાડીને ધર્મપ્રેરણું માટે પણ – નિર્દોષભાવે ય– વહાલ બતાડવું નહિ. તેમને રમાડવા જેવી ચેષ્ટા કરવી નહિ.
મહરાજની કળા ખૂબ જ અકળ છે. આપણે તેમાં અજાણતાં ય ફસાઈ જઈએ તે અત્યન્ત સંભવિત છે. મુ. ૭
Page #111
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
આ વિષયમાં જે અતિ વધુ મક્કમ રહે છે તેમને પ્રાયઃ કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. અને ખીજી બાજુ, ફ્રૂટછાટ લેનારાનું અહિત થયા વિના રહેતું નથી.
ટ્ર
સવાલા અને જવામા
સવાલ (૨૧) : સૌથી સુંદર તપ કર્યા : જવાબ : મારી દૃષ્ટિએ આંખિલ.
કેમકે તેનાથી દ્વેષ ટકી રહે છે. એટલે દીર્ઘ કાળ સુધી તે થઈ શકે છે. વિગઇએની તેમાં હકાલપટ્ટી છે એ ખૂબ સુંદર વાત છે. શરીરનાં પેાષક તત્ત્વા જે કઠોળમાં વધુમાં વધુ જણાવાયાં તે કઠોળ જ આંખિલના મુખ્ય ખારાક છે.
વમાનકાળમાં ઘી, તેલ ગાયાં છે, અને ખીજી માજુએ પેટ પણ બગડડ્યાં છે ત્યારે ઘી, તેલ અને મરચાં, તળેલાંના ત્યાગ કરવાની સહજ રીતે જ્યારે જરૂર ઊભી થઈ છે ત્યારે તેવી સુંદર વસ્તુ શેાધવાની કે ઊભી કરવાની જરૂર નથી, એ તૈયાર પ્રક્રિયા છે, આંબિલની. અનત કાળથી ચાલી આવતી જૈનશાસનની આ પ્રક્રિયા પ્રદૂષણાથી બગડેલાં ફળ, ફૂલ સુદ્ધાંના કાળમાં કેટલી બધી યથાર્થ અને અત્યન્ત આવશ્યક છે? તે વિચારીએ ત્યારે આંબિલના તપ ઉપર આફ્રીન પેાકારી જવાય તેવું છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
દરેકે વર્ધમાન-તપની પદ્ધતિથી અવારનવાર એળીઓ કરતા જ રહેવી જોઈએ, જેથી શરીર અને આત્મા બેયનું આરોગ્ય સચવાઈ રહે.
સવાલ (૨૨)ઃ સંયમધર્મની સૌથી મોટી વિરાધના કયી કહી શકાય ?
જવાબ : સંયમ ધર્મની સૌથી મોટી વિરાધના વિરાધેવા અંગનું અ–પ્રાયશ્ચિત્તીકરણ છે.
દેષ નાનું હોય છે માટે તેનું જે યથાર્થ રીતે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે દૂર થઈ જાય છે, અન્યથા નહિ. ગાંઠ કેન્સરની; અને કાંટો પગને...
આ બેમાં વધુ જોખમી તે જ છે; જેનું ઉન્મેલન કરવામાં આવતું નથી.
દઢ પ્રહારીએ કેન્સરની ગાંઠ જેવું પાપ કર્યું પણ તેણે ઉમૂલન કર્યું. જ્યારે રૂકિમએ માત્ર વિકારી નજરે પરપુરુષનું દર્શન કર્યું પણ તેનું ઉન્મેલન ન કર્યું તેથી દઢપ્રહારી તે જ ભવે મોક્ષમાં ગયા અને રૂકિમ મહાન સાધ્વી થવા છતાં દીર્ઘ સંસારી થયા ! | મુનિજીવનમાં સ્વાધ્યાય, તપ, સેવા ભલે કરાય પણ પ્રાયશ્ચિત્ત તો કરવું જ જોઈએ. મનના પણ તમામ આવેગોની રજૂઆત કરીને શુદ્ધિ અચૂક કરવી જોઈએ.
પ્રાયશ્ચિત્તવિહેણું ઉત્કૃષ્ટ પણ મુનિજીવન બે બદામ જેટલું પણ મૂલ્ય ધરાવતું નથી એની સહુ નેંધ લે. - સવાલ (૨૩) : ક્યારેક પવન પડી જાય છે તેવી પરિણામ-ભગ્નતા ચિત્તામાં આવી જાય છે ! બધુ બેકાર જેવું લાગી જાય છે. એ વખતે શું કરવું ?
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦
મુનિજીવનની બાળપોથી–૨
જવાબ : ચિત્તમાં આવું જ્યારે પણ બનતું હોય ત્યારે તે કયા નિમિત્તથી બન્યું તે શોધી કાઢવું અને નિમિત્તથી દૂર રહેવા પ્રયત્ન કરે; જેથી ફરી તેવું ન થાય.
ક્યારેક કોઈ પણ નિમિત્ત વિના પણ આવું બને છે. તે વખતે સહજ રીતે ઉદયમાં આવતાં કેટલાંક અશુભ કર્મો કારણ બને છે, આવા સમયે પરમેષ્ઠિ નમસ્કાર અને પંચસૂત્ર (પહેલું)ને વારંવાર પાઠ કરે. પરમેષ્ઠિ ભગવંતને વંદના એવાં અશુભ કર્મોનું નિવારણ કરી નાખે છે.
બાકી મુનિજીવનમાં તેજી-મંદી જેવું ચાલ્યા કરે; તડકા-છાંયડા આવ્યા કરે તે ય તેથી નિરાશ ન થઈ જવું. ઘણું મુસીબતે આપણને આ સંયમ-રત્ન પ્રાપ્ત થયું છે. તેને માત્ર માનસિક હતાશાઓ, ખેદ કે નિરસાહિતાથી અથવા નાનાં નાનાં બાહ્ય છમકલાંથી એળે જવા દઈશું તે આપણું જેવા બેવકૂફ બીજા કઈ નહિ ગણાય.
અને પરિણામ સ્થિરતાના બધા પ્રયત્નો કરવા છતાં પણ કર્મવશાત પતન થઈ જાય તે ય તે ભવિતવ્યતાને આધીન બાબત છે. એવું કાંઈ પણ થતા પૂર્વે જે કાંઈ ધર્મ–કમાણી કરી લીધી તે તે મિથ્યા થઈ શકનાર નથી. મોહકતાન ચિત્તથી જે ધર્મારાધના કરી તે તૂટી, પડી તે ય સેનાને ઘડો તૂટી પડ્યા બરોબર છે, તેનું મૂલ્ય પૂરેપૂરું જ આવવાનું છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી–૨
કાલની કોને ખબર છે ? શુ તુ... શું ન થઈ જાય ? માટે જ ‘આજ’ આપણી.... ‘આજ’ માં... ‘અત્યારમાં’ જ....જે આરાધનાએ કરી લેવાય તેટલી કરી લઈ એ.... પછી કાલનું આરેાગ્ય; કાલને અધ્યવસાય, કાલનુ જીવન....કાને ખખર કેવાં હુંશે ?
૧૦૧
કદી નિરાશ થો મા.... પરિણામથી પડેા તે ય ઉત્સાહી બનીને ઊભા થઇ જજો....તરત આગળ ચાલવાની ગતિ વેગ પકડી લેશે.
સવેદન
ખીલા ટાકાણા; વીરના કાનમાં
ગુસ્સાના આવેશમાં આવીને ભાન ભૂલેલા આ ભરવાડ ! તેં વિશ્વતારક વીર-પ્રભુના કાનમાં ખીલાં ઠોકયા ! આ, પાપી ! તેં આ શું કર્યુ ?
..
ધન્ય છે; તે ખરક વૈદ્યને અને તે વિષ્ણુપુત્રને
તમે વીર-પ્રભુના કાનમાં ઠોકાયેલા ખીલા મહાર ખે'ચી કાઢળ્યા ! પ્રભુએ તીવ્ર વેઢનાથી જોરદાર ચીસ પાડી ! સંગમકના કાળચક્ર પણ જેમણે ઉંહકારા નથી કર્યાં તે વીર-પ્રભુને ખીલા ખેંચાતી વખતે કેટલી ભયાનક વેદના થઇ હશે ? જે થયું તે...
ધન્ય છે; વણિપુત્ર તને; તેં કમાલ કરી છે ! પણ એ, વણિપુત્ર ! તને ધન્યવાદ દેતાં મને મારી જાત ઉપર
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨
મુનિજીવનની બાળપોથી-૨
-
--
-
--
-
ધિક્કાર વરસાવવાનું દિલ થઈ જાય છે. મારી જાત મને અત્યારે યાદ આવે છે, હાય! કેવાં એણે કામ કર્યા છે !
વીર અને વીરનું શાસન ! બે વચ્ચે કેઈ ફરક નથી. વીરે સ્થાપેલું વીરશાસન એ વીરનું જ અવિભાજ્ય અંગ છે, આજે એ વીર નથી પણ વીરશાસન તે જીવંત છે !
હાય! વીરશાસનને કેવા કેવા ખીલા ઠક્યા છે.
મારી સ્વછંદ મનવૃત્તિ, મારી ઉછુખલતા, મારી તુચ્છતા, મારી વાસના; માયા, કપટ અને માનપાનની તીવ્ર સંજ્ઞાને કારણે મેં એવાં એવાં કુકર્મ કર્યા છે જે ખીલા બનીને વીરશાસનના અંગમાં સીધા ભેંકાયા છે.
મેં મારા સુખ અને સ્વાર્થને તાત્કાલિક પોષવાની વૃત્તિમાં કદી એ જોયું નથી કે આથી વીરશાસનને મેં કેટલે મેટ ફટકે માથે છે!
એક નાનકડું દષ્ટાન્ત આપું. મને તિથિના દિવસે પણ કેરી ખાવાની ઈચ્છા થઈ. મેં જાહેર કર્યું કે “પાક ફળે તિથિના દિવસે બેશક વાપરી શકાય. એમાં કોઈ દોષ નથી.” બસ..મારા અને મારા આશ્રિતેના જીવનમાં આ પાપ પ્રવેશીને પ્રસરી ગયું. વીરશાસનના પર્વતિથિના પરમ કલ્યાણકર નિયમને ખીલે મારી દીધે !
ન જાણે, આવા તે કેટલા ખીલા મેં અને મારી અંગત દુવૃત્તિઓએ માર્યા હશે!
શાસન સેવા કરવાની તે દૂર રહી પણ ખીલા મારવાની પ્રવૃત્તિ સદા બની રહી.
પિલી અજજા સાથ્વી મને યાદ આવે છે કે પિતાના
Page #116
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૦૩
તીવ્ર પાપોદયથી પ્રેરાઈને “અચિત્ત પાણી પીવાનો ત્યાગ કરવાનો વિચાર કરી દીધે. કે ભયાનક ખીલે !
મને પેલા કમલપ્રભાચાર્ય યાદ આવે છે, જેમણે પિતાના અપમાનના ભયથી બ્રહ્મચર્યને પણ સાપવાદ જાહેર કરવાની અતિ ભયાનક ભૂલ કરી નાખી. એક ખીલો પ્રભુશાસનને મારી દીધો !
વર્તમાનયુગના એ ચતુર્વિધ સંઘના સભ્ય ! આજે આપણે સહુ એક સંકલ્પ કરીએ કે આપણું અહિક સ્વાર્થોના પિષણ માટે આપણે કદી પ્રભુશાસનને ખીલો ઠોકવાની ભૂલ ન કરી બેસીએ.
ક્યાં આપણું લઘુતમ અસ્તિત્વ અને વ્યક્તિત્વ! અને ક્યાં ૨૧-૨૧ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે પ્રકાશિત રહેનારા વીરશાસનનું ગૌરવવંતુ વ્યક્તિત્વ અને પ્રભુત્વ !
જો ખીલો ઠોકવાનો જ પ્રસંગ આવી પડે તે આપણું સ્વાર્થોને જ ખીલો મારીએ! આપણા સુખને જ પૂળે ચાંપીએ ! આપણી વાસનાને ગળે જ ટૂંપો દઈએ !
પણ તેની સુરક્ષા રાખીને વીરશાસનના કેઈ પણ અંગને – સંઘને, આજ્ઞાને, મોક્ષના ઉદ્દેશને, ક્રિયામાર્ગના નિયમને બાંધછોડ વગેરેના ખીલા કદી ન મારીએ. ત્યાં ખીલો નહિ, ખીલી પણ નહિ રે ! તેનું સ્વપ્ન પણ નહિ. યાદ રાખીએ; ખીલા ખેંચી કાઢનાર પિલા વણિગના આપણે વંશજો છીએ; પેલા ભરવાડના નહિ...
Page #117
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૯
અતિ મહત્વના
દનાચારના ચાર આચારે
પંચાચારમાં ખીજો આચાર દશનાચાર છે. એના આઠ આચાર છે. એમાંના ઇંલ્લા ચાર
ઉપર આપણે
નજર કરીએ.
(૧) ઉપમૃ’હણા, (૨) સ્થિરીકરણ, (૩) વાત્સલ્ય અને (૪) શાસનપ્રભાવના,
જૈનસઘના ચારે ય વિભાગે ઉપર નજર કરતાં એમ લાગે છે કે મેાટા ભાગે આ ચાર આચાર। તરફનુ લક્ષ ગૌણ થઈ ગયુ છે. હકીકતમાં આ ચાર આચારાથી જ જૈનસંઘ પેાતાના ગૌરવાન્વિત શ્વાસપ્રાણાને ધમકાવી શકે છે. જગતમાં માથું ઊંચું રાખીને ઊભેા રહેવાને અધિકારી અને છે. આ ચાર આચારે! સ્વલક્ષી હેવા કરતાં વિશેષતઃ સંઘલક્ષી યાવત્સલક્ષી ગણી શકાય. સંઘની લોખંડી મજબૂતાઈ આ ચાર આચારેને આભારી છે. જ્યારે જ્યારે આ આચાર ગૌણુ અન્યા છે ત્યારે ત્યારે સંઘ, પક્ષ, ગચ્છ, સમુદાય, ગ્રુપ કે પ્રત્યેક વ્યક્તિ
Page #118
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૦૫
નબળા પડ્યા છે. કદાચ વર્તમાનકાળ એવી નબળાઈનો ભોગ બનેલા ઘણું ઘટકોને કાળ હોઈ શકે.
ટૂંકમાં આપણે ચારે ય આચારનું સ્વરૂપ અને મહત્ત્વ જોઈ લઈએ. (૧) ઉપબુહણા :
બીજાના ગુણની હાર્દિક અનુમોદના અથવા પ્રશસ્ય ગુણની ખુલ્લી પ્રશંસા. જે સાધુ કે સાધ્વીજીએ સુંદર કેઈ આરાધના, પ્રભાવના કરી હોય તેની આપણે ઉચિત રીતે અનુમોદના (કે પ્રશંસા ) કરવી જ જોઈએ. આવી ઉપવૃંહણ એ વ્યક્તિનું બળ ખૂબ વધારી મૂકે છે એને આરાધનામાં પુષ્કળ વેગ મળી જાય છે. ઊલટ પશે, જે ગુર્નાદિ તરફથી ચગ્ય રીતે ઉપખંહણ ન થાય તે તે વ્યક્તિ હતાશ થાય છે. કદાચ તે આરાધનાને વેગ છોડી પણ દેવા સુધી પહોંચી જાય છે. શાસ્ત્રમાં એવા આચાચંનું દષ્ટાન્ત આવે છે, જેણે જમ્બર શાસનપ્રભાવના કરીને આવેલા પિતાના ચાર શિષ્યોની ઉપવૃંહણ ન કરતાં હતાશ થઈ ગયેલા શિષ્યએ શાસનપ્રભાવનાની પ્રવૃત્તિઓ પડતી મૂકી. ફલતઃ પાંચે ય દુર્ગતિમાં ગયા.
જે કાળમાં બહુ થેડા-છેડામાં ય અતિ થોડા સાચા આરાધકો રહ્યા છે તે કાળમાં તેમને ટકાવીને આગળ વધારવાની ખૂબ જરૂર છે. ઉપબૃહણાથી જ એ બની શકે તેમ છે. સબૂર ! અહંકારને આઘે મૂક્યા વિના ઉપવૃંહણે આપણે કદાપિ કરી શકનાર નથી એની નોંધ લેવી રહી.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬
મુનિજીવનની બાળપોથી-૨
(ર) સ્થિરીકરણ
દુષ્કર્મના ઉદયે કે અવળા પુરુષાર્થ સંયમાદિ યોગોમાં ક્યારેક કોઈ અસ્થિરતા આવી જાય છે. આવા સમયે તેનું સ્થિરીકરણ કરવું એ ખૂબ જરૂરી છે. અસ્થિરને તિરસ્કારવાથી શું લાભ? એનું શું હિત? એથી તે કદાચ એ સંસારભેગે થઈ જાય.
એમ ન કરતાં એ આત્માને સ્થિર કર જોઈએ. દશવૈકાલિક સૂત્રની બે ચૂલિકા આવા સ્થિરીકરણ માટે ભરપૂર બેધ આપે છે. એક પણ આત્માને આપણે બચાવી લઈશું તે એનો કેટલો મોટો લાભ આપણને થઈ જશે ? કેઈ પણ સમુદાય હાય – તે જોયા વિના – તે તે અસ્થિર થતા આત્માને આપણે બધા જ પ્રયત્ન કરીને સંયમમાં સ્થિર કરી દેવા જોઈએ. હા....તે માટે આપણે હૈયે ભરપૂર વાત્સલ્યભાવ હોવો જોઈએ. સ્વાથી સાધુ કે સાવી આ લાભ કદાપિ પામી શકતા નથી.
અપેક્ષાએ જિનાલયના જીર્ણોદ્ધાર કરતાં ય વધુ લાભ અસ્થિર આત્માના જીર્ણોદ્ધારમાં પડે છે. એની ઉપેક્ષા કેમ જ થઈ શકે? (૩) વાત્સલ્ય :
આશ્રિતાદિના દેના ઝેરને એમને નસનસમાંથી નવી કાઢવાની નકલ જે કઈ ગુણમાં હોય તે તે વાત્સલ્યમાં છે. ધિક્કાર કે તિરસ્કાર–માત્રથી કદી કઈ
Page #120
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી-૨
સુધર્યાં નથી. સુધરવાની શકચતા માત્ર વાત્સલ્યભાવમાં છે. કદાચ તેથી પણ ન સુધરે તે ય જાતને તે દનાચારના આ આચાર-પાલનનેા સેા ટકા લાભ છે.
૧૦૭
વિશ્વવાસલ્યની વાતા કરનારા આપણને સઘ વાત્સલ્ય સ્પશ્યુ હશે ખરું ? શિષ્યવાત્સલ્યને અનુભવ્યું હશે ખરૂ ? સઘવાત્સલ્યના અભાવે જ સંઘની સ્થિતિ
વિષમ નહિ મની હાય આશ્રિતા ઉપરના વાત્સલ્યના અભાવે જ એમનાં. જીવન આંચકાએ ખાઈ ખાઈને ખતમ થતાં નડુ હાય ! (૪) શાસનપ્રભાવના :
માત્ર આઠ જ પ્રકારના વાદી, કવિ, વ્યાખ્યાનકાર: વગેરે પ્રભાવના કરી શકે તેવું રખે માની લેતા ! જિનાજ્ઞાના સાચા પાલક કાઈ પણ હાય સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા પ્રત્યેક શાસનનેા પ્રભાવક છે.
1
તેમાં ય ગૃહસ્થે મુખ્યત્વે દાનાદિ ચાર ધર્માંનુ સુંદર આરાધના કરવા દ્વારા અને સંસારત્યાગીએ શાસ્ત્રાજ્ઞા મુજબના જ જીવનના કટ્ટર પક્ષ અને પાલન. દ્વારા પ્રભાવના કરી શકે છે. શાસનપ્રભાવના જેવા કેાઈ પરા કારી ધર્મ નથી માટે જ શાસનહીલના કરવા જેવા કાઇ મીત્તે અધમ નથી. માટે જ પૂજ્યપાદ હરિભદ્રસૂરીજી મહારાજાએ અજાણતાં ય · શાસનમાલિન્ય નહિ કરવાની સહુને પ્રેરણા કરી છે.
"
..
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મુનિજીવનની બાળપેથી–૨
કે
આટલું ધ્યાનમાં લેવા જેવું
મહાભાઈને પત્ર
(૨૮) ઉપકરણને કસ કાઢવે ?
જરૂર પૂરતાં જ વસ્ત્રો વગેરે ઉપકરણે – શાસ્ત્રોમાં બતાવેલી સંખ્યામાં રાખવા જોઈએ. આ વસ્ત્રાદિને પણ પૂરેપૂરો કસ કાઢવું જોઈએ. જરાક ફાટે કે તેને વિદાય આપી દેવાની નીતિ ઈચ્છનીય ન ગણાય. એવા અનેક મહાત્માઓ છે, જેઓ એક જ સંથારે ૨૦ – ૨૫ વર્ષથી થીગડાં દઈ દઈને પણ વાપરે છે.
ઝટ ઝટ નવાં કપડાં વાપરવાનો મેહ આપણું અહિત કરનાર છે. આપણે આપણું મુનિજીવનની મર્યાદાઓ અને નીતિઓને ચુસ્તપણે વળગી રહીએ એ જ આપણું સૌન્દર્ય છે. એને જ આપણે ખીલવવું રહ્યું.
કપડું એકદમ જીર્ણ થાય ત્યાં સુધી વાપરી શકાય. પછી તેનાં જ લૂણાં થઈ જાય.
કામળી જીર્ણ થાય તે તેના જ ધારી કે ખેરી થઈ શકે.
પાતરુ તૂટી જાય તે છેવટે તેના નીચેના ભાગમાંથી દાબડીઆનું ઢાંકણું બનાવી લેવાય. બાકીના ભાગમાંથી સાયણ બનાવી શકાય.
સંથારે ફાટે તો તેમાંથી પાતરા નીચે મૂકવાનું આસનિયું બનાવી લેવાય.
આમ બુદ્ધિથી તે તે વસ્તુની ઉપયોગિતા શોધીને
આસનિયા ફ
Page #122
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૦૮
ઉપકરણને શક્ય તેટલે વધુ કસ કાઢવાનું લક્ષ રાખવું જોઈએ. આજે તે આપણાં અનેક ઉપકરણે આધાકર્માદિ દેષવાળાં હોય છે. કેટલાંક વિલક્ષણ બનાવટવાળાં તે કેટલાંક ખૂબ મોંઘાં પડતાં હોય છે. જે જરાતરામાં તેને વિદાય આપવાની કુટેવને ભેગ બનાય તે તે વ્યક્તિને વારંવાર કેટલા બધા દોષ વગેરેને ભોગ બનવું પડે ?
શું આ આપણને પરવડે તેવી બાબત છે ? (૨૯) ઘડિયાળ વાપરવા અંગે :
ખરેખર તે ઘડિયાળ વપરાય જ નહિ. તેમાં ચોવીસે ય કલાક જે મશીન ચાલે છે, તેની અંદર વાયુ. કાયાદિની ઘણું વિરાધના થતી હોય છે.
આપણા પૂર્વજે તે શાસ્ત્રોક્ત નીતિ મુજબ દિવસે. દેહના પડછાયા ઉપરથી અને રાતે સપ્તર્ષિના તારાના ગણિતથી સમય જાણું લેતા. સ્વાધ્યાયના વેગ ઉપરથી. પણ સમય નક્કી કરાતો.
આજે તે આપણે એવી ભાવના જ લગભગ નષ્ટ થઈ ગઈ છે. નહિ તે આજે પણ ઉક્ત ગણિતની જાણ-- કારીવાળા મહાત્માઓ વિદ્યમાન છે.
ખેર....જે આ શાસ્ત્રવિધિનું પાલન કરવાનું સામર્થ્ય ન લાગતું હોય તે છેવટે પિતાની આરાધના માટે ગૃહસ્થાએ વસતિમાં (ઉપાશ્રયમાં) મૂકેલા ઘડિયાળથી સમયનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. પણ પિતાની માલિકી જેવું ઘડિયાળ,
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦
મુનિજીવનની બાળથી–૨
સદાય પિતાની પાસે રાખવું તે ઉચિત ન ગણાય. તેમાં ય વળી તેને ચાવી જાતે આપવી તે પણ ઉચિત ન ગણાય.
ખરેખર, ઘડિયાળનું આ પાપ ખૂબ વ્યવસ્થિત રીતે આપણા જીવનમાં પેધી ગયું હોય તેમ લાગે છે. આપણુ માટે આ ભારે ખેદને વિષય બની રહે ઘટે. (૩૦) રાતે લાઈટ અંગે :
રાતના સમયે ઉપાશ્રયમાં લાઈટ, ફાનસ વગેરેના પ્રકાશની અપેક્ષા ન રાખવી જોઈએ. આખી રાત ચાલતી તેઉકાયની વિરાધનાને આ ભયંકર દોષ છે.
છતાં જે કોઈ દાદર જ એ હેય કે જેને ચડવાઊતરવામાં વૃદ્ધ સાધુ કે સાધવજીને પડી જવાને પૂરે ભય રહેતે હેય; એ સ્થળ જ એવું હોય, જ્યાં જીવજતુને કે આસપાસની વિચિત્ર અજૈન વસતિના રંજાડને ભય રહેતું હોય અથવા તે મુનિઓની જીવન-રક્ષાને પ્રશ્ન હોય તે તેવાં આગાઢ કારણોસર આ દેષ ન છૂટકે સેવી શકાય; પણ એમાં ગીતાર્થ-વડીલ જ પ્રમાણભૂત સમજવા. બીજા કોઈએ પરિસ્થિતિ અંગે નિર્ણય કરવાની સત્તા પોતાના હાથમાં લેવી નહિ. કેમકે તેમ કરનારથી જો અગ્ય નિર્ણય લેવાઈ જશે [જરૂરિયાતને વખતે બિનજરૂરિયાતને, બિનજરૂરી વખતે જરૂરિયાતને] તે તેના આત્માનું ઘણું મોટું અહિત થશે.
આથી જ કલ્પસૂત્ર ગ્રન્થના સામાચારી વ્યાખ્યાનમાં વારંવાર, “આયરિયા પચ્ચવાય જાતિ’ કહ્યું છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૧૧
સવાલો અને જવાબો
સવાલ (૨૮) : જેના સંયમપરિણુમ ભગ્ન થઈ ગયા છે તેનું શું કરવું જોઈએ ?
જવાબ : શક્ય હોય ત્યાં સુધી તેનું સ્થિરીકરણ કરવું જોઈએ. પરિણામભગ્ન થવામાં કેણ નિમિત્ત અળ્યું છે ? તે શેધી કાઢીને તેની ઉપર વિચાર કરે જોઈએ. જે કષાયાદિનું નિમિત્ત બન્યું હોય તે ક્ષમાપનાદિથી નિવારણ કરવું. જે બ્રહ્મચર્યની બાબત હોય તે સંસારની વિચિત્રતાઓ, અશરણુતા, અસારતા, વિપાકકટુતા વગેરે સારી રીતે સમજાવવા જોઈએ અને વિગઈઓને ઉપગ એકદમ ઘટાડી નાખવું જોઈએ. તેવા પ્રકારના સંગને અને વાંચનને ત્યાગ કરાવવું જોઈએ. આમ ખાસ કાળજી લઈને તે આત્માને સ્થિર કરાય તો તે આત્મા ઊગરી જાય; સ્થિરીકરણ વ્યક્તિને ખૂબ મેટો લાભ મળે અને શાસનહીલનાનું નિવારણ થાય.
પણ જે એમ જ લાગતું હોય કે ઘણી બધી છૂટછાટ આપવાથી જ એ આત્મા માત્ર થોડોક વધુ સમય ખેંચી શકે તેમ છે, અને એ છૂટછાટોને ચેપ અન્યને લાગતાં બીજાઓને પણ ઉછૂખલ થવાનું કે અશિસ્ત આચરવાનું શીખવા મળે તેમ છે, તે ઘણાનાં હિતની રક્ષા માટે એ આત્માને વિદાય લેતે અટકાવવું ન જોઈએ.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨
મુનિજીવનની બાળપથી–૨
વળી જે આત્માનું સ્થિરીકરણ કરવામાં આવે તેને તેની ક્ષતિઓનું પૂરેપૂરું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. છેદ વગેરે આપવાની જરૂર પડે તે તેમાં લેશ પણ મેહજનિત કઈ લાગણી આડી આવવી ન જોઈએ. એવા સમયે જે વડીલ બેટી રીતે બચાવ કે લાગણીના પક્ષમાં ઊભા રહી જાય તે તેમને જ ભયંકર સંસાર વધી જાય.
વળી પ્રાયશ્ચિત્ત લેવાની જે ભગ્ન-પરિણામી વ્યક્તિની સહર્ષ તૈયારી ન હોય તે તેની પાત્રતા શું? દોષસેવન કરવાને ખરેખરે પશ્ચાત્તાપ તે તે જ છે કે તે સામે ચડીને કડકમાં કડક પ્રાયશ્ચિત્ત માગે. પછી તેમાં ચાહે તેટલું દેહશેષણ થતું હોય કે સ્વમાનભંગ થતું જણાતો હોય.
સવાલ (૨૫) : સાદવીજી મહારાજ પુરુષ-પંડિતે. પાસે અધ્યયન કરી શકે ખરા?
જવાબ : જે સાધ્વીજી મહારાજે જ અધ્યયન અને અધ્યાપનની કળામાં સુકુશળ બની જાય તે તેમની શિષ્યાઓને પુરુષ-પંડિત પાસે ભણવાની જરૂર જ ન રહે. એકબીજા ભણતા – ભણાવતા હોય; આ જ ઉત્તમ વ્યવસ્થા છે.
પડિતે પાસેના અધ્યયનમાં વિજાતીય પરિચયનું નુકસાન સંભવિત છે; ભલે પછી તેની સંભાવનાના ટકા ખૂબ ઓછો પણ મુકાય. પરંતુ આ સ્થિતિ ઈચ્છનીય છે. નહિ જ.
Page #126
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી–૨
૧૧૩
છતાં જે તે રીતે જ અધ્યયન કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય તે તેના અંગે વિશેષ કાળજી રાખી લેવી. યુવાન સાધ્વીજીને અધ્યયન કરવાનું હોય તે તે બીજા પણ કેટલાક સાધ્વીજીની સાથે બેસે અને પંડિત પાસે ભણે. અથવા તે પોતાના ગુના પીઢ સાધ્વીજીને સાથે લઈ જાય, જેથી તેમની સુંદર રીતે રક્ષા થઈ જાય.
આવી વ્યવસ્થા કરીને જેમને અધ્યયન કરાવાય તેમને ખૂબ જ ઠેસ અધ્યયન કરાવી દેવું. તેમના વડીલેએ તે સાધવીજીઓને દબાણપૂર્વક કહેવું કે, “એવી રીતે ભણું લો, જેથી ભવિષ્યમાં તમે જ બીજા સાધ્વીજીઓને ભણાવી શકે.” આવા સાધ્વીજીઓ તૈયાર થવા જ જોઈએ તે આગ્રહ વડીલ સાધ્વીજીઓ રાખશે તે તેવા સાધ્વીજીએ જરૂર તૈયાર થઈ જશે.
સવાલ (૨૬) : કેટલાક વિભિન્ન ગ્રુપના મુનિએ [ કે સાદવીજીઓ ] પરસ્પર ભેગા થાય છે ત્યારે કેટલાક વડીલ વગેરેની નિંદા થાય તેવી વાતો કરે છે કે ચર્ચા ઉપાડે છે. તેમને જડબાતોડ જવાબ દે કે મૌન જ રહેવું?
જવાબ : આપણા વડીલ વગેરેની નિંદા થાય તેવી વાત ઉપાડવી જ ન જોઈએ. છતાં કોઈ સગમાં તેવી કઈ વાત નીકળી ગઈ હોય તો જે સામી વ્યક્તિ સરળ હાય અને સમજવાની બુદ્ધિ ધરાવતી હોય તે શાન્તચિ જરાય મિજાજ ગુમાવ્યા વિના તેને સઘળી વાત કરી શકાય. પણ જે વ્યક્તિ કદાગ્રહી હોય કે અમુક પ્રકારને મુ. ૮
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મુનિજીવનની બાળપોથી-૨
સહજ તિરસ્કારભાવ ધરાવતી હોય તે મૌન જ રહેવું સારું ને? અથવા ત્યાંથી ઊઠી જવું સારું ને?
કદાગ્રહી સાથે આવી વાત કરવાથી ક્યારેક તો વાતાવરણ વધુ દૂષિત થાય છે; વૈમનસ્યમાં વૃદ્ધિ થાય છે; અરે ક્યારેક સમષ્ટિગત રીતે પણ તેનાં નુકસાન ભેગવવાં પડે છે. આથી જ “સબસે બડી ચૂપ સિવાય છૂટકો નથી.
પરમાત્મા વિર–પ્રભુએ ચંડકૌશિકને બેધ આપે પણ સગમ પ્રત્યે સાવ મૌન રહ્યા; માત્ર આંખે કરુણાનાં અશ્રુ વહેવડાવ્યાં. આ દષ્ટાંતમાં આ જ વાત પડી છે ને ?
સંવેદન Xx
માગુ તારી માયા અનાદિકાળના એકધારા પરિભ્રમણમાં પડેલા અગણિત અશુભ સંસ્કારે ! વર્તમાનકાળમાં મળેલું પતનકારક દૂષિત નિમિત્તોથી ભરપૂર વાયુમંડળ! અને પાપાનુબંધી પુણ્યને જોરદાર ઉદય! અનુકૂળતા, આકર્ષકતા, અતિપરિચય, એકાન્ત અને અંધકારસ્વરૂપ કામ-રાજનાં આધુનિક પાંચ છૂટતાં બાણોને સતત મારો !
રે ! શે બચવું?
Page #128
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી–૨
૧૧૫
હે ત્રિશલાના જાયા ! આમાં વાસનાઓમાંથી અંશતઃ છુટકારો ય શે સંભવે ? ચારે બાજુથી પાપોના પડછાયાઓએ મને ઘેરી લીધું છે!
એ ત્રિશલાના જાયા ! લલાટે ચાંલે હોય, બગલમાં ચરવળે હોય કે દેહ ઉપર ત્યાગી-જીવનનાં, શ્વેત વસ્ત્રો હોય; આની ય એ પાપોને શરમ નડી નથી!
હું એક વામન જેવે ! અને મારામાંથી જ નીકળેિલા પાપના પડછાયાએ વિરાટ રાક્ષસ જેવા !
મને જ મારાઓએ ઘેરી લીધું છે! નથી કોઈ સાંભળી શકે તેમ મારી વાત....કહી શકાય તેમ નથી, અને હવે તે સહી શકાય તેમ પણ નથી.
બધું જ જોવાઈ ગયું છે, તન, મન અને જીવન કરમાઈ ગયું છે, યૌવન. હણાઈ ગયું છે; કૌવત. બરબાદ થઈ ગઈ છે; બુદ્ધિ. પાયમાલ થઈ છે; જીવનની મેંઘેરી પળે. કોને કહું? કેણ સાંભળે ?
એવો તે શુદ્ધ કર્યો રહી ગયે હશે આતમ ? મોટા ભાગમાં શંકા પડવા લાગી છે. ચેરને તો બધા ચોર જ લાગે ને ?
એમાં વળી શાસ્ત્રજ્ઞોએ વાવડ આપ્યા કે, આ કાળમાં, ભરતક્ષેત્રમાંથી સર્વથા વાસના-મોક્ષ કોઈને પણ સંભવિત નથી. ચાહે તેટલી તપ–જપની સાધના કરે, અનુષ્ઠાનની આરાધના કરે, જિનની ઉપાસના કરે.”
Page #129
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપાથી–૨
હાય ! હવે શું થાય ? વાસનામાંથી છૂટકારો સંભવિત જ નથી ત્યાં શું કરવું?
૧૧૬
પણ એક દી એકાએક કાને શબ્દો અથડાઈ ગયા અને હતાશ થઇ ગયેલા હૈયે ઉત્સાહ ભરાઈને ઊભરાઈ ગચે.. આનંદ આન ંદ થઈ ગયા; કેાઈ રાંકને લેટરીની એ લાખની ટિકિટનેા ડ્રો લાગી જાય અને તેને જેટલો આનંદ થાય તેનાથી અનંતગુણુ 'આનદ થઇ ગયા.
મન કૂદી કૂદીને ખેલવા લાગ્યુ.....ભલે આજ—અત્યારે વાસના-મેાક્ષ નથી, હવે કાંઇ વાંધા નહિ, કેમકે આજે પણ; અહીં પણ—આ જ ભરતક્ષેત્રમાં ત્રિશલાના જાયાની. માયા તા મળી જ શકે છે.
માયા ! કૃપા! આશિષ ! આ, ત્રિશલાના જાયા ! તારા
અનુગ્રહ ! પેાતાના !
જો તારી માયા મળી ગઈ તા મારે ખીજું શુ? મેાટાની કૃપા મળે પછી તેા
ખીજું
ન રહે.
અને તે ય
અરે ! અરે !
જોઇએ પણ
કશું ય બાકી
આ માયામાં તે સઘળી વાસનાઓના મેાક્ષ કરી દેવાની અપ્રતિહત શક્તિ પડી છે. આ ભવ જ મા આવતા ભવે કે વળતા ભવે તરત મેાક્ષ ! માત્ર નવ વર્ષની વયે કૈવલ્યની પ્રાપ્તિ કરી આપવાની છે ત્રિશલાના જાયાની માયામાં!
જ
ખાતરી પડી
બસ....બસ....ુવે હું કામે લાગી જાઉ છુ એ
•
ફેલાયેલા
રાક્ષસી પડછાયાએ-મારામાંથી જ નીકળીને હુવે મારામાં જ સમાવી દઉં છું.
Page #130
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનના બાળપેાથી–૨
ના....હું તે કામ નહિ કરું. એલા જાયાની માયા જ તે બધું કરી દેશે.
તા મારે શું કરવાનું ?
મારે માત્ર માયામાં વિશ્વાસ મૂકી દેવાને ! માયાને પામવા માટે મારી કાયા એ જાયાના પૂજનમાં અને એની આજ્ઞાઓના પાલનમાં જોડી દેવાની.
અસ....જે એને આજ્ઞાપાલક અને ચરણકમલપૂજક છે તેને તેની માયા મળીને જ રહે છે.
૧૧૭
અહા ! કેવું સુંદર સમાધાન જડી ગયું; આ ગીતમાંથી....હું ત્રિશલાના જાયા ! માગું તારી માયા. હવે કેવું સુંદર મની જશે આજીવન ! આ તન, યૌવન ! હવે માયા પામીને નિર્માયાવી થઈશ,
મન અને
ચાંલ્લા, ચરવાળા કે સાધુવેષને અકલંક માતીના દાણા જેવું નિમ ળ બનાવીશ.
ચાલો; વાતા બંધ કરું. કામે લાગી જાઉં.
દુષ્ટ
માંથી દેવ બની જાઉં,
જય હા; માયાના સાગર માયાતીતના !
X
Page #131
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧૦ નિગ્રન્થોથી જ જગત ડૂબશે કે તરશે
સમગ્ર વિશ્વના સુખ અને શાતિની કઈ ધરી હેય તે તે આર્યદેશનાં મેક્ષલક્ષી આર્યધર્મો છે. પણ તેને ય ગક્ષેત્રની કઈ ધરી હોય તે સાચે જૈનસંઘ છે. તેના પણ હિતની કઈ ધરી હોય તો તે સંસારત્યાગી શ્રમ અને શ્રમણીઓ છે. તેઓ શેષનાગ જેવા છે, જેના માથે આખી ધરતી છે. આખી ધરતીનાં સુખ અને શાતિ સંકળાયેલાં છે. જેટલું તેમનું જીવન ધર્મપ્રભાવક, તેટલું જૈનસંઘથી માંડીને આખા વિશ્વનું હિત આખા વિશ્વમાં સુખ અને શાતિ, મૈત્રી અને પ્રમદ,
ત્યારે ઋતુઓ પણ યથાસમય ફળે, ત્યારે સમંદરે પણ માઝા ન મૂકે, ત્યારે સૂરજ પણ મર્યાદા બહારની આગ ન કે. લૂંટફાટ, ધાડ, ચેરી, બળાત્કારાદિ પાપ ય પ્રમાણમાં અ૫ હેય.
જ્યારે આ શ્રમણ-શ્રમણીઓનું જીવન નબળું પડે ત્યારે બધી અવ્યવસ્થાઓ પેદા થાય.
ન તિર્થં વિણ નિયંઠેહિં વચન કહે છે કે,
Page #132
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-ર
૧૧૯
“શ્રમણ-શ્રમણીના શ્રમણ-શ્રમણ પણ વિના તીર્થંકરદેવ–સ્થાપિત તીર્થ ટકી શકતું નથી. આ હકીકત અત્યન્ત યથાર્થ છે. ભારત અને સમગ્ર વિશ્વમાં જે અઘેર ગરીબી, હિંસા અને નાસ્તિકતાનાં ઘોડાપૂર ધમસ્યાં છે તેને ખાળવાનું સામર્થ્ય મૂઠીભર શ્રમણ-શ્રમણીઓમાં છે. તેઓની શાસ્ત્રનીતિની આરાધનામાં છે. તેમના તપ, ત્યાગ, વ્રત અને પરમેષ્ઠિ જપમાં તથા નવપદધ્યાનમાં છે; તેમના શાસનરક્ષાના કાર્યોત્સર્ગો પુત્પાદની અતિ પ્રચંડ શક્તિ ધરાવે છે. એ પુત્પાદ વિશ્વમાત્રના સુખશાન્તિમાં પરિણમી શકે છે.
પ્રત્યેક સાચે શ્રમણ કે સાચી શ્રમણી “એકે હજારા બરોબર છે. એની આરાધનાની શુદ્ધિની તાકાતનું કોઈ પણ શબ્દોથી વર્ણન થઈ ન શકે. એ શુદ્ધિમાંથી પેદા થતાં પુણ્યના વિસ્ફોટ (ઉદય)માં “શું શું સારું બને ?” એમ કઈ પૂછજે જ મા ! ઊલટું “શું સારું ન બની શકે ?” એમ પૂછો.
જૈનસંઘને અને સમગ્ર વિશ્વને સાચા શ્રમણશ્રમણીઓની જરૂર છે. પરંતુ આ મુનિગણ જે વ્યાપક સ્તરે પેદા કરે હશે તે જે વડીલગયું છે તેણે પિતાનું ધ્યાન આ તરફ સવિશેષ કેન્દ્રિત કરવું પડશે. આવી ધન્ય સ્થિતિ પેદા કરવામાં આવતી આડશે અને આડાં આવતાં દબાણને દૂર ખસેડવાં જ પડશે. તે વખતે તેમણે જે તેવા અનિચ્છનીય મમત્વ કે મમત હોય તે બધાને સહર્ષ ત્યાગવા પડશે. ખાશ! મિષ્ટાન્નાદિના ત્યાગ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦
મુનિજીવનની બાળથી–૨
કરતાં પણ આ મમત્વ અને મમતને ત્યાગ વધુ તાકાત માગે છે !
આ સિવાય પણ બીજી કેટલીક વાતો વડીલ–વગે અને બીજા તમામ મુનિગણે વિચારવી પડશે.
તેમાં ખાસ કરીને શિષ્યમેહ, શરીરમેહ અને પદવી મેહને શક્ય તેટલે વધુ ઓગાળે જ છૂટકે છે. આ ત્રણે ય પ્રકારની મહદશાને લીધે સંઘમાં કેટલાંક સ્થળે શૈથિલ્ય અને સંઘર્ષ તથા અહંકાર અને ધિક્કારનાં વલણ વ્યાપક બન્યાં છે.
આવા દુષિત વાયુમંડળને લીધે સંઘરક્ષા કે શાસનસેવાનાં કાર્યો સૂઝતા નથી. એકલદોકલને સૂઝે અને તે તેવાં કાર્યો કરે તે તેને વેગ મળતો નથી, ઊલટું કામમાં ધક્કો મળે છે.
આપણી ઉપર પ્રભુત્વશાસનનું અને જનસંઘનું કેટલું મોટું કારણ છે એ ગંભીરપણે સમજવાની પળે એકદમ પાકી ગઈ છે. આ ત્રણ જે દી સમજાશે તે દિવસથી એ શાસન અને સંઘના અભ્યદય માટે બધું જ કરી છૂટવાની આગભરી ઝંખના પેદા થશે. તે દિવસે આડા આવતાં બધા સવાલે ગૌણ બની જશે. તે દિવસે પહેલ કરવા આપણે જ તૈયાર થશું, નાનાની સામે જવાની–ભેટવાની આપણે મોટા છતાં તૌયારી દાખવીશું.
તે વખતે આપણું જીવન શિથીલતાના સીમાડા ઓળગશે; નકામી વાતની તળેટીએ છેડશે; નાની નાની આરાધનાનું ચડાણ પણ અંતે પૂરું કરીને વિશિષ્ટ કોટિની
બાજરી સંખના પાક માટે બહુ
Page #134
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૨૧
શાસ્ત્રારાધનાઓને શિખરે જઈને જ જંપશે. બસ...ત્યારે જ આપણે “એકે હજારા” બનીશું. ત્યારે જ ડૂબતી સઘળી નૈયાઓ આપણું સૂફમના બળે તરવા લાગી જશે. તે દિવસે બધા જોખમમુક્ત બની જશે.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૩૧) વિભૂષાને અજગર :
તદ્દન નવાં કપડાં પહેરવાની ઈચ્છા રહેવી, અથવા વારંવાર કાપ કાઢીને ચોખાં કપડાં પહેરવાની વૃત્તિ રહેવી; ટિનોપલ વાપરે, ખૂબ ચેખે કાપ કાઢ, ગડી બનાવીને કપડાં સાચવવાં, કામળીને ખૂબ કાળજીથી વાપરવી, મુહપત્તિના દોરા કાતરથી દૂર કરતા રહેવા, આસનેને મેહપૂર્વક સાચવવાં, પોતાનું આસન એકદમ વ્યવસ્થિત પાથરવાની ચીવટવાળા રહેવું વગેરે..... વિભૂષાના પ્રકારે છે. જેની પાછળ મહરાજ પોતાની મલાઈ મારી જાતે હિય તેવી ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ વિભૂષાના ઘરની છે.
આ સ્થિતિ બ્રહ્મચર્ય ઉપર સીધે હમલે કરનારી બને છે. એથી વિભૂષા એ આત્મગુણેને ભરડો લેનાર અજગર છે. દશવૈકાલિક સૂત્રમાં વિભૂસાવત્તિયં ભિકબૂ , કમ્મ બંધઈ ચિકાણું... કથી વિભૂષાને ચીકણું કર્મ
Page #135
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી–૨
આંધનારી, ધાર સ’સારમાં જીવને પટકનારી કહી છે. ચરીરની તે સંસારી'નું જીવન છે. આપણે તે
ટાપટીપા એ
સસારત્યાગી છીએ.
૧૨૨.
(૩૨) ગ્લાનાદિ સેવા :
વડીલ એવા ગુર્વાદિની સેવા તે। નિત્ય હોય જ. પરન્તુ માળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વીની સેવા તે કયારેક જ મળી જાય. આવા સમયે પેાતાના સ્વાધ્યાયાદિ ચેગને ગૌણ કરી દેવા જોઇએ. સ્વાધ્યાયથી મુખ્યત્વે જ્ઞાનાવરણીય કમ ના ક્ષયેાપશમ થાય; જ્યારે વૈયાવચ્ચથી જ્ઞાનાવરણીય ઉપરાન્ત માહનીય ક`ના પણ ભુક્કા ખેલાઇ જાય.
વૈયાવચ્ચ, સ્વાધ્યાય અને તપ એ ત્રણ ચેાગેા એવી રીતે આરાધવા જોઇએ કે જેથી તેની પૂના ચાગને જરા પણ ધક્કો ન લાગે.
‘જો ગિલાણ' પડિસેવઇ સે મ* ડિસેવઇ' એ પરમાત્મા વીર–પ્રભુનુ' વચન આપણે કદી ન ભૂલીએ.
બધાં જ કાર્યાં પડતાં મૂકીને પણ ગ્લાનાદિની સેવા કરવી જોઈ એ. નહિ તે કચારેક કોઈક ગ્લાનાદિને તીવ્ર આત્તધ્યાન થશે તે તેના દેષતા ભાગીદ્વાર આપણે મની જઇશુ.
(૩૩) ઉદ્ગાર બનવું :
પેાતાની પાસે ગમે તેવી સારી વસ્તુ હાય પણ સુર્યેાગ્ય પાત્રને દઇ દેતાં કદી ખચકાવું નહિ. પાત્રને દાનના લાભ મળે જ કયાંથી ? આવી તક તેા કી જવા ન દેવી.
Page #136
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૨૩
હા... તેવા લાભ લેવા માટે સારી વસ્તુઓને પરિગ્રહ કદાપિ કરે નહિ; પણ સહજ રીતે પ્રાપ્ત વસ્તુને લાભ લીધા વિના કદી રહેવું નહિ.
પછી તેવી બીજી વસ્તુ મળશે કે નહિ મળે? તેની કદી ચિન્તા કરવી નહિ. “ત્યાગે ઉસકે આગે. ”
આવી રીતે એકબીજા વચેનું સાધર્મિક – પ્રેમનું સંભારણું સંપન્ન થતાં ક્યારેક મોટા લાભે થઈ જશે. (૩૪) અભિગ્રહ કરવા ? | મુનિજીવનની રક્ષા અભિગ્રહની નાકાબંધી કરવાથી. છે. સામર્થ્ય કેળવીને – બાધાઓ તેડવાની નિર્માલ્યવૃત્તિપૂર્વક નહિ જ – જેમ બને તેમ વધુ દ્રવ્ય, ક્ષેત્રાદિના અભિગ્રહ કરવા. આથી વર્માન્તરાય આદિ કર્મનો જમ્બર ક્ષપશમ થાય છે. શાસ્ત્રમાં વિચિત્ર અભિગ્રહ [ નદી. વચ્ચે ઊભે રહેલે હાથી સૂંઢથી લાડુ વહેરાવે ત્યારે જ પારણું કરવું વગેરે ] ખેમષિ વગેરેએ કર્યાના પ્રસંગે આવે છે. આપણે પણ છરીથી કઈ શાક વહેરાવે; બાજુમાં બિલી ઊભી હોય અને કોઈ ભાત વહેરાવે ત્યારે જ તે. શાક કે ભાત ખુદલા કરવા....વગેરે ટચૂકડા અભિગ્રહે તે. જરૂરી કરી શકીએ. (૩૫ રેચક દ્રવ્ય વધુ ન લેવાં?
પેટની વારંવાર ગરબડ, કબજિયાત થતાં ઉણાદરી, લાંબા ઉપવાસ આદિ કરવાને બદલે રોજ દિવેલ વગેરે.
Page #137
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી—૨
લેવાય તે આંતરડા ખૂબ નબળા પડી જાય. કાઈ રેચક, પાચક દ્રવ્ય લેવું જ પડે તે સૂંઠ સાથે હરડેના પાઉડર કે ગરમાવા જ લેવા જેવા ગણાય. ખીજા ઇસમગુલ, દિવેલ વગેરે ચેાગ્ય ન ગણાય. હરડે – (૧૦ આની + ૬ આની) રેચક નથી; પાચક છે; પ્રાયઃ તે નિર્દોષ છે; ગુણકારી છે. રૈચ માટે લેાજન પહેલાં અને પાચન માટે ભાજન માદ તે લઈ શકાય. આંમિલમાં ત્રિફળાને પાઉડર તે જ રીતે લઈ શકાય. પણ અને ત્યાં સુધી તેના વિનાનું આરેગ્ય બનાવી દેવાય તે સારું.
૧૨૪
(૩૬) પ્યાલા લૂછવા :
-
માત્રુ વગેરે માદને ભીના પ્યાલા ધાર સાથે ખરેખર લૂછ્યા વિના કદી ન મૂકેા. ઇંટ ઉપર મૂકી દેવા માત્રથી ખાસ કરીને ચામાસા, શિયાળામાં – તે બે ઘડીની અંદર સૂકાઇ જતા નથી. ઉપાશ્રયમાં એ સ્થળે એવા એ માટા કટકાં ખાંધવા જોઇએ; જેનાથી ખાલે લૂછી શકાય. આ કટકા પણુ એ ઘડીમાં સૂકાઇ જવા જોઈએ. તે માટે તેના એ છેડાને દોઢ હાથના અંતરે ખાંધવા; કટકા મોટા રાખવા. (એકથી દોઢ હાથ પહેાળા; ત્રણ હાથ લાંબા. ) એ કટકા પવનથી ઊડયા કરે તેમ ન બાંધવા; નદ્ધિ તેા વાયુકાયની વિરાધના થાય.
Page #138
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી
૧૨૫
સવાલ અને જવાબો
સવાલ (૨૭) વિહારના નિર્જન અથવા વિચિત્ર વસતિવાળા રસ્તાઓમાં સાવજને રક્ષા ખાતર પણ માણસ લેવો જ પડે છે. તો તેમ કહી શકાય ખરું કે માણસ ન જ લેવું જોઈએ?
જવાબ : જે રક્ષાને સવાલ હોય તે જરૂર માણસ લે પડે; પણ તે પૂર્વે કહ્યા મુજબ બાઈ હોય તે. સારું. કદાચ પુરુષને જ લેવું પડે તો તે અંગેની તમામ મર્યાદાઓનું પૂરું પાલન કરવું. બીજું, તે માણસ પાસે પિતાની તણખલા જેટલી પણ ચીજ ઉપડાવવી નહિ. પાણીને ઘડે વગેરે તમામ વસ્તુઓ જાતે જ લેવાની હોય છે. કેઈ ગ્લાનાદિ હોય તો તેમને લાભ અન્ય ત્યાગીઓ, લઈ શકે છે. માણસને પોતાનું પોટલું વગેરે લેવડાવવામાં તેના દ્વારા જે કાંઈ ખાવા-પીવાદિની વિરાધનાઓ થાય તે બધામાં નિમિત્તભૂત બનવાને દેશ આપણને લાગી જાય.
આથી જ રસ્તે ચાલતાં તે માણસ કે (કે સાથે વળાવવા આવેલા જેને વગેરે) ઘાસ વગેરે ઉપર ન ચાલે તેની સમજણ પણ આપણે તેમને આપી દેવી જોઈએ. જે તેઓ ઘાસ વગેરે ઉપર ચાલે તે તેને નિમિત્તભૂત દેષ આપણને લાગી જાય.
સવાલ (૨૮): ગ્લાન કે વૃદ્ધ સાધુ અથવા સાધ્વીજીએ
Page #139
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેાથી–ર
તેમના વડીલાની સાથે ડાળીમાં વિહાર કરતા રહેવા જોઈએ કે એકાદ જગાએ સ્થિર થવું જોઈ એ !
જવાબ : વિશિષ્ટ કેટિના શાસનપ્રભાવકાની વાતને અપવાદરૂપે વિચારીને બાજુ ઉપર મૂકીએ. બાકી હાથે કરીને ડાળીમાં વિહાર કરવા તે ઉચિત નથી જણાતું. વડીલેાએ તેવી ગ્લાન કે વૃદ્ધ વ્યક્તિના સ્થિરવાસ અંગેની તમામ સગવડ કરી આપવી જોઈ એ. તેવું ગામ વગેરે તેમણે શેાધી આપવાં જોઈ એ, જ્યાં સ્થિરવાસ કરવામાં તે અતિ ગ્લાન કે વૃદ્ધને કદી અસમાધિ ન થવા પામે, તેની સાથે વૈયાવચ્ચના વિશિષ્ટ ગુણવાળા મુનિ પણ રાખી આપત્રા જોઈ એ.
૧૨૬
કચારેક આવી વ્યવસ્થા નહિ થઇ શકવાથી અથવા વિહારમાં સાથે જ રાખવાથી વિશિષ્ટ સમાધિ સચવાશે તેવી કલ્પનાથી પણ ગ્લાનાદિને ડાળીમાં સાથે રાખવા પડે છે. કદાચ કોઈ પ્રસંગમાં આ વિચારણા પણ ચેાગ્ય હાઈ શકે, પણ એ ગીતાના વિષય છે.
જે પ્રદેશમાં નજીક-નજીકમાં ગામા મળી જતાં હાય તેવા પ્રદેશમાં ગ્લાન કે વૃદ્ધને (એક વાર ડોળીમાં ય ત્યાં પહેાંચાડી દઈ ને) જો રાખવામાં આવે તે તેઓ શૈડુક ઘેાડુ'ક ચાલીને નજીક-નજીકનાં અનુકૂળ ગામામાં ચાતુર્માંસ કરતા રહે. આમ તેમને સ્થિરવાસને ય દ્વેષ સેવવા ન પડે. જો તેટલું ય ચાલવાની શક્તિ ન હેાય તે સ્થિરવાસ પણ કરી શકે. એક જ વસતિમાં ખૂણા બદલતા રહીને વિહાર–ચર્યાની સાપેક્ષતાને જાળવી રાખે.
પણ ડાળીમાં જ સદા વડીલેા સાથે કે સ્વયં નિષ્કારણુ ફરવું તે ઉચિત લાગતુ નથી.
Page #140
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
१२७
હવે તે ડેલીવાળાનાં ય દુઃખ કાંઈ ઓછાં રહ્યાં નથી. તેમને ત્રાસ ક્યારેક સ્થિરવાસ કરવાની પ્રેરણા આપે તે અસહ્ય બની જતા હોય છે.
સવાલ (૨૯) : મુનિજીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા હોવી જોઈએ કે તપની ?
જવાબ : મુનિજીવન એટલે જ તપમય જીવન.
મહોપાધ્યાયજીએ બત્રીસીમાં કહ્યું છે કે જેમ જેમ સંયમજીવનની આંતરપરિણતિ વિકાસ પામતી જાય તેમ તેમ સહજ રીતે તે આત્મા તેના શરીર સાથે જ વધુ ને વધુ જોરદાર યુદ્ધ કરવા લાગી પડે. દેહ સાથેના ખૂનખાર જંગનું સફળતમ શસ્ત્ર છે : બાહ્ય તપ,
ખાઈ-પીને ખૂબ સ્વાધ્યાય કરે બહુ સહેલ છે. પરંતુ ભણ્યા-ગણ્યા વિના ય ઉગ્ર તપ કરે બહુ મુશ્કેલ છે. દેહાધ્યાસ ઉપર તપ જ સીધે પ્રહાર કરી શકે છે.
પણ છતાં.
કારણવશાત્ જે આત્મા વિશિષ્ટ તપ ન જ કરી શકે તેણે તેના ભારોભાર દુઃખ સાથે સંયમના બીજા યે -સ્વાધ્યાય-માં બરોબર લાગી પડવું જોઈએ. કેમ કે તપની પેઢી ન ચાલી; ફડચામાં ગઈ તે તેની નુકસાની સરભર કરવા માટે બીજી કોઈ–સ્વાધ્યાયાદિની પેઢીધીંગી કમાણ કરતી–ચલાવવી તે જોઈએ જ; નહિ તે બે ય બાજુથી એવી બરબાદી થાય, જે ભરપાઈ થઈ શકે નહિ.
બધી વાતે શૂરા તે બહુ થોડા જ ત્યાગીઓ મળી શકશે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮
nn
આ, ત્રિàાકગુરુ શાસનપતિ વિશ્વની મા ! જગઢ મા !
મુનિજીવનની બાળપોથી-૨
સવેદન
ઝેર અમારાં ઉતારા
પરમાત્મા ! સચરાચર
તારા અસીમ વાત્સલ્યની વાત સાંભળું છું ત્યારે આશ્ચય વિભાર બની જાઉં છુ. તેં મા મનીને કેવા કેવાનાં જીવન સુધાર્યાં! કેવા કેવાનાં પાપાનાં ઝેર નિમૂ ળ કર્યાં !
શૂલપાણિ વગેરે દેવેનાં ઝેર નીચેાવ્યાં ! ગેાશાલક જેવા અધમાધમ આત્માના ય મિથ્યાત્વનું ઝેર ખતમ કર્યું. શત્રુને ય તે ચાહ્યો !
ખરેખર તુ અજબગજબની મા છે. જેણે તને સર્વાંષ્ટ ઉપસ
છતાં ઉપસર્ગ બની ગયા. ] તે બની ગયા.
કર્યાં [ આશય ન હતા ય દેવલાકના દેવાત્મા
દેવા અને માનવેાનાં ઝેર ઉતારવાં તે હજી સહેલ હશે; પરન્તુ તે* તા ચડકૌશિક જેવા કાળેત્તા ષ્ટિવિષ સાપનાં ય ઝેર નીચેાવી નાખ્યાં!
મારવા જ આવેલાને તે જીવાડવો!
ડૂબવા નીકળેલાને તેં તા[!
કાળાતરાની એ કથા અમારા હૈયે ભારે આશ્ચય અને અપૂર્વ આનદ પેદા કરી જાય છે. એ દેવ ! પણ જ્યારે આ બધી વાતને મને ખબર પડી કે તું અલૌકિક
Page #142
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૨૯
કોટિને ગારુડિક છે ! દેવના અને પશુઓના ય, મિત્રના અને શત્રુના ય ઝેર ઉતારી નાંખવાની તારી કોઈ અજબ અલોકિક કમાલ છે, ત્યારે મને મારે સ્વાર્થ યાદ આવ્યું છે. કદાચ એ વાત હું કરું તે ખોટે નહિ પડું કે જગતમાત્રનાં ઝેર ઉતારી નાખનાર તું મારી રગરગમાં વ્યાપેલું ઝેર નહિ નીચવી શકે.
ના... નહિ જ. કદાચ પડકારભરી ભાષામાં કહું તે ય તે ખોટું નથી કે મારી નસનસમાં વ્યાપેલું ઝેર તું નહિ ઉતારી શકે.
એ જગદંબા ! શું એ ઝેર મિથ્યાત્વનું છે? ના. ના... મારી મા ! હું તો પાકે સમક્તિ છું. સુદેવાદિ સિવાય કદી કોઈને માનતા નથી કે નમતું નથી.
શું એ ઝેર અવિરતિનું છે ? ના રે ના... તેમ પણ નથી. મેં સર્વવિરતિને સ્વીકાર કરી લીધું છે. ભારે ઉમંગથી વરઘડે કાઢીને નાણ માંડીને મારી પ્રતિજ્ઞાઓ કરી લીધી છે.
પેલા દે અને પશુઓ; મિત્ર અને શત્રુઓનાં જે ઝેર હતાં તે મિથ્યાત્વ કે અવિરતિનાં જ હશે. અને મારી મા તેને તે દૂર પણ કરી દીધા છે.
પણ મારું ઝેર તે તે સિવાયનું છે. સમ્યકવી અને સર્વવિરતિધરની પણ રગરગમાં એ વ્યાપે તેવા પ્રકારનું કાતિલ ઝેર છે. આ ઝેર બરોબર પ્રસરે છે, તે મિથ્યાત્વ અને અવિરતિનાં ઝેર પણ આવી પડે છે. મુ. ૯
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦
મુનિજીવનની બાળપોથી–૨
હવે જ તારી કસોટી છે. જે અમારું ઝેર તું ઉતારી દે તો કમાલ થઈ ગઈ કહેવાય !
એ ઝેર છે, અમારી પ્રકૃતિમાં પડેલા કક્ષાનું ! છતા, અહંકારતા, ક્ષુદ્રતા, હલકાઈ, સ્વાર્થ શૂરતા, પરતિરસ્કાર, સ્વસન્માન, નિષ્ફરતા, કૃતનિતા, કઠોરતા... વગેરે વગેરે...
એ મા ! જે અમારા સ્વભાવમાં વ્યાપીને સ્વભાવ જેવા બની ગયેલા ઝેરને તું ઉતારી નાંખે તે હું તને આ જગતને બેજોડ ગાડિક કહું.
જે મારી પ્રકૃતિમાં પડેલી વિકૃતિઓને તું નિર્મૂળ કરી દે તે તારે અનંત અનંત વાર ઉપકાર માનું.
બસ, ત્યારે એ મહાન ગાડિક ! તારી માયા શરૂ કર ! મારા ઝેર ઉતારીને મને અમૃતત્વનું પ્રદાન કર !
હા.... મને તારામાં પૂર્ણ વિશ્વાસ છે. એ જ વખતે અન્તરિક્ષામાંથી શબ્દ સંભળાયા :
“જેને આ ગાડિકમાં પૂર્ણ વિશ્વાસ હોય તે એના નામને પિતાનો શ્વાસ બનાવે.... જે કાંઈ ઝેર હશે તે ઊતરીને જ રહેશે.”
બાકી પડકારની વાત કરવાનો કઈ અર્થ નથી. લગાવે ધૂન. અરિહંતના નામની ! પછી જુઓ શું થાય છે !
Page #144
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧૧
સમજી લઈએ; શાસનાદિ પાંચને
૧. શાસન. ૨. સંઘ ૩. શાસ્ત્ર. ૪. સંપત્તિ. ૫. ધ. જિનશાસન: સંઘસત્તા : શાસ્ત્રમતિઃ ધાર્મિ ક સ પત્તિએ માક્ષલક્ષી ધ વાદ. આ પાંચની સામે ગેાઠવાયેલી પાંચ તપ—
લેાકસાશન. ૨. રાજસત્તા. ૩. બહુમતી. ૪. કાયદાએ. ૫. જમાનાવાદ અને લેાગવાદ.
જ્યાં સુધી વિશ્વમાત્રના એકાન્તે કલ્યાણકર પાંચ પદાર્થાને આપણે નહિ સમજીએ ત્યાં સુધી આરાધનાનાં અંગામાં વેગ નહિ આવે. વળી જ્યાં સુધી એ કલ્યાણકારી પદ્યાર્થીને ખતમ કરતાં પાંચ પ્રતિપક્ષી તત્ત્વાને નહિ સમજીએ તા કદાચ ધર્મના નામે જ આપણા હાથે અધમ સેવાઈ જવાની ડગલે ને પગલે પૂરી શકયતા ઊભી થયા ચરશે. તે ચાલેા તે પાંચેય પદાર્થોને તેના પ્રતિપક્ષી સહિત સમજીએ.
૬. જિનશાસન અને લેાકશાસન :
વિશ્વના સવેને સાચા અને સ’પૂર્ણ સુખ અને
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨
મુનિજીવનની બાળપેથી–૨
શાતિ પ્રાપ્ત થાય તે માટે ત્રિલેકગુરુ તીર્થંકરદેવેએ પ્રકાશેલી એક સંસ્થા : જેનું નામ છે જિનશાસન. અહીં પરમગુરુએ ફરમાવેલા આચારે અને જ્ઞાન ગણધર સ્વીકારે; તેમની પાસેથી નીચે નીચેના યાવત સહુ સ્વીકારે. પરમગુરુને સુવિશુદ્ધ જ્ઞાન આખું જગત સ્વીકારે તે આખા જગતનું કલ્યાણ જ થાય ને?
પણ આ જિનશાસન સામે લોકશાસન ગેઠવાયું છે. મહાગુરુઓનું જે સંતશાસન ચાલ્યું આવતું હતું, એ સંતોના પ્રતિનિધિરૂપે રાજાએ જે સુંદર રાજશાસન કરતા. હતા તે બેયને ખતમ કરવા માટે લેકશાસન સ્થપાયું. ઘણુ બધા લેકે જે કહે તે સત્ય.. તે જ ભગવાન .. લેકમાં મોટી સંખ્યા તે ગરીબ, અભણ, પછાત, લુચ્ચાઓ, સ્વાર્થીઓ અને અપરિપકે જ હોય ને ? આવા લોકો રાજલક્ષ્મીને શા માટે લૂંટી ન લે ? શ્રીમંતને ય કેમ લુંટી ન લે? એ માટે જ એમણે ભેગા થઈને લેકશાસન સ્થાપી દીધું. આ શાસનપદ્ધતિ એવી છે કે નીચે નીચેના અપરિપકવ લેકના વિચારો ઉપર ઉપરના સ્તરના વિશિષ્ટ લેકેએ સ્વીકારવા જ પડે; નહિ તે તે ઊંચા લેકોએ સત્તા ઉપરથી ખસી જ જવું પડે. ૨, સંઘસત્તા અને રાજસત્તા :
પૂર્વે સંઘ અને તેની સાથે સમાજ, જ્ઞાતિ વગેરેની સત્તા હતી. તેઓ ધર્મમર્યાદાઓ અને આર્યમર્યાદાઓનું બરોબર પાલન કરાવતા; તે મર્યાદાની બહાર જનારને દંડ
Page #146
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી
૧૩ ૩
દેતા. આથી સમગ્ર જૈનસંઘ અને સમાજો, કેમ, જ્ઞાતિઓમાં કેઈ ઉછુંબલ બનીને સત્તા કે સંપત્તિના જોરે બીજાઓને દુઃખદાયક પ્રવૃત્તિ કરી શકતું નહિ. હવે રાજસત્તા આવી. તેણે સંઘાદિની તમામ સત્તાઓ કાપી નાખી. આથી બધે ઉછુંખલતા, સ્વાર્થીન્ધતા વ્યાપી. “બળિયાના બે ભાગને અન્યાય વ્યાપક થયે. બધા ય રાજસત્તાને પરાધીન થયા. તેમાં રહેલા બસે, પાંચસે માણસની ટેળી ફાવે તે રીતે કોડે લેકેને કાયદા, કાનૂનાદિ વડે ત્રાસ આપી શકવાને સમર્થ બની ગયા. ૩. શામતિ અને બહુમતી
જેની પાસે સંપૂર્ણ જ્ઞાન નથી એવા આપણુ જેવા જીવાત્માએ અધૂરા જ્ઞાને ગમે તેવા નિર્ણયે લઈ લે ત્યારે સ્વ–પર સહુનું અહિત થાય. આમ ન થાય તે માટે જ આપણે સહુ સર્વજ્ઞ એવા પરમાત્માની શાસ્ત્રમતિ પ્રમાણે જ ચાલવાનું રાખતા. એથી એક અક્ષર પણ વિરુદ્ધ જતા નહિ. આ શાસ્ત્રમતિ હંમેશાં પરલોક અને પરમપદના આપણા ભાવી જીવનના હિતને વિચારતી, એટલે સહજ રીતે આ લેકનાં ભેગસુખ તરફ તે અરુચિ બતાડતી.
આથી જ ભેગરરિક જીવેએ તેને ઊખેડી નાખવા માટે તેની સામે “બહુમતી’ મૂકી, બહુમતી તે હંમેશાં ભેગરસિક જીની જ હોય. આ બહુમતીના જોરે તેમણે એવા નિર્ણય લીધા, જેથી છાનાં આ લેકનાં સુખ, શાન્તિ પણ હોમાવા લાગ્યાં..પરલેક અને પરમલેકની તે વાત -જ ક્યાં રહી !
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪
મુનિજીવનની બાળપેથી–૨
૪. ધાર્મિક સંપત્તિ અને કાયદાઓ
પૂજણ, મુહપત્તિ કે દેરાસરની દીવાથી માંડીને સિદ્ધાચલાદિ તીર્થો એ બધી આપણું ધાર્મિક સંપત્તિ છે. કઈ પણ સંસ્થા [જૈનશાસન] માત્ર તેના કાર્યવાહક ગણ [ચતુર્વિધ સંઘ અને બંધારણ શાસ્ત્રોથી ન ચાલે, તેની સાથે તેની પાસે સંપત્તિનું ભંડોળ હેવું જોઈએ. આવી આપણું ઉપર્યુક્ત સંપત્તિ છે. એટલે તેને મેક્ષલક્ષિતા સાથે વધુ ઉપયોગ તેટલું આપણા શાસનનું બાહ્ય માળખું પોલાદી. આથી જ આપણે વ્યવહાર–માર્ગને નિશ્ચયમાર્ગને. પૂરક ગણીએ છીએ. - આ આખું પિલાદી માળખું તેડવા માટે ચેરિટી કમિશનર અને કાયદાઓ; ધર્મસ્થાનોમાં તેમના ઢાંચાનો બંધારણો વગેરે વિરાટ રીન્ય ગઠવાયું છે. આપણે કદી ચેરિટી કમિશનરાદિને આપણી અંદરના સવાલે ઉકેલવા માટે ન નીમવા જોઈએ. આપણે ત્યાં તે માટે સુયોગ્ય આચાર્યાદિ મુનિવરે ક્યાં નથી ? ૫. ધર્મવાદ અને જમાનાવાદ :
કેઈ પણ સંસ્થાને પિતાને ઉદ્દેશ ધિર્મ હોય છે. આ જિનશાસન નામની સંસ્થાને ઉદ્દેશ – તેમાં જોડાનારાને માત્ર મોક્ષપ્રાપ્તિને છે. અહીં અર્થ કે કામના કેઈ પણ ઉદ્દેશથી જોડાવાય નહિ.
આપણે મેક્ષલક્ષી આ ધર્મવાદ ખતમ કરતા આપણી સામે જમાનાવાદ [દેશ; કાળનું બૂમરાણ અને ભગવાદ
Page #148
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૩૫
[આ લેકનાં ભૌતિક સુખની કારમી લાલસા] ગોઠવાયાં છે. આપણે તેમાં કદી ફસાવું ન જોઈએ.
જય હે, વિશ્વકલ્યાણકારી જિનશાસનનો.
જય હે, તેના કાર્યકારી ત્રણ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને.
જય હે, તેના સંચાલન માટેના બંધારણસ્વરૂપ દ્વાદશાંગી રૂપ શાસ્ત્રોને !
જય હે, તેની તીર્થાદિ સંપત્તિને. જય હે, તેના મેક્ષલક્ષી ધર્મવાદને.
11
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૩૭) વાડે સાફ રાખવો :
જે કઈ સંગમાં નિર્દોષ સ્કિલ-ભૂમિ એક, દેઢ માઈલ દૂર જઈને પણ ન જ મળતી હોય તે પ્યાલાને ઉપગ કરીને નિર્જન જગામાં પરઠવી દેવાનું પણ થઈ શકે.
તે ય અસંભવિત હોય અને વાડામાં જ જવું પડે તે વાડા અંગે આટલાં સૂચને કાર્યકરને આપવાં :
(૧) વાડામાં રેતી બિલકુલ ન પાથરવી. (રેતીમાં ભીનાશથી કીડા વગેરે ઉત્પન્ન થાય છે.)
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મુનિજીવનની બાળપોથી-૨
(૨) રાખને ડબ્બો મુકાવ.
(૩) ટબ ચેખું કરનાર વ્યક્તિને સૂચના અપાવવું કે ચેખું કર્યા બાદ ટબમાં પણ રહી ન જાય માટે ભીંત સાથે નીતરતું મૂકે. - હવે આ સુકાયેલું ટબ લઈને તેને ઉપયોગ કરનારે તેમાં પાતળા પડ જેટલી જ રાખ નાંખવી. ઊઠતી વખતે મળ ઉપર ફરી પાતળી રાખ નાખી દેવી. આમ કરવાથી મળ ઉપર ઝીણી જીવાતે નહિ બેસે. ટબ સાફ કરનારને પાણી વગેરેની વિરાધના ઓછી કરવી પડશે.
પણ યાદ રાખજો કે આમ કરીને ય ઉગારી શકાય તેમ નથી. કેમકે વાડાનો ઉપયોગ એ જ મહા-મોટું પાપ છે. (૩૮) રોડ ઉપર માત્રુ ન પરવવું :
નગરમાં ક્યારેક રાજમાર્ગો ઉપર માત્રુ પરઠવવું – તે ઝટ સૂકાઈ જતું હોય તે પણ – વાજબી નથી. જો આથી અર્જનને (હવે તે જેનોને ય) ૯ગ છા થાય તે આપણને ભારે દોષ લાગે. બહેતર છે કે તેવા સ્થળે રહેવું જ નહિ.
વસ્તુતઃ નવાં ઉપાશ્રયે ઊભાં કરનાર આ વિષયમાં વિશેષ ધ્યાન દેવું જોઈએ. ઉપાશ્રય થોડોક નાન કરીને પણ રેતીવાળું કપાઉન્ડ વાળવું જોઈએ, અથવા અગાસી કરીને પણ ત્યાં રેતી પાથરી શકાય.
કેટલાક મુનિઓ મોટાં શહેરની સેસાયટીના ખાલી પડેલા ફલેટમાં રહી જાય છે, જ્યાં સ્થહિંડલ, માત્રાની કઈ ખાસ અનુકૂળતા હોતી નથી. ત્યાં તેઓ ગમે ત્યાં બેસે,
Page #150
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૩૭
ગમે ત્યાં પરઠ, કે બાજુવાળાઓને જુગુપ્સા થાય તેવું કરે છે તેમ કરી થઈ શકે નહિ. આ રીતે પરોપકાર કરવાનું શાસ્ત્રમાં ક્યાંય જણાવ્યું નથી. (૩૯) શુદ્ધ વિહાર કરવો ?
સૂર્યાસ્તની બે ઘડી પૂવૅ ચેવિહાર કરી લેવો તે શુદ્ધ ચોવિહાર ગણાય છે. એકાશન કરનાર ત્યાગીઓને તે આ ખૂબ જ સરળ છે. પણ બીજાએ પણ આટલું કરે તે ઈચ્છનીય તે ખરું જ. એકાશન ન કરી શકે તેણે બેસણું કરવું જોઈએ. સાંજે બેસણું કરવાના લાભ કરતાં ગેરલાભ વધુ છે. રાત્રે રવાધ્યાય, જપ અને ધ્યાન માટે સાંજનું ભેજન અને તેની ઉપર એકદમ પાણી વાપરવું તે બે ય પ્રતિકૂળ છે. આરોગ્ય માટે પણ સારું નથી. હા... છતાં સાંજના બેસણાની જ અનુકૂળતા હોય તે સારી એવી ઉદરીપૂર્વક કરી શકાય ખરું. (૪૦) બહારની વસ્તુઓ ન વાપરે :
બહારની બનાવેલી-સેવ વગેરે પણ હવે વાપરવા જેવી નથી. કેમકે તે બધી ચીજો પશુની ચરબીરૂપ તેલમાં જ તળાતી હોય છે. એ સિવાય ડબ્બાઓમાં તૈયાર મળતી વસ્તુઓ પણ ત્યાગવી જરૂરી છે. બેર્નવિટા વગેરે પૌષ્ટિક ગણાતી કેટલીક વસ્તુઓ અભય હવાને નિર્ણય થઈ ગયે છે. આ રીતે બહારના ચ્યવનપ્રાશ, જીવન, અવલેહ, બિસ્કિટ વગેરે પણ ત્યાગીઓ ન વાપરે તે જ અત્યન્ત
Page #151
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપેથી-૨
ઉચિત લાગે છે. ચાસણી વિનાની – પાણીમાં જ નેલી પ્રવાહી દવાએ પણ વાપરી ન શકાય.
(૪૧) ગાખતાં-ભણતાં ‘ઉપયાગ’ રાખવા :
મુહપત્તિના ઉપયોગ વિનાની સાધુની કાઇ પણ શાસ્ત્રીય-વાણી પણ સાવદ્ય ગણવામાં આવી છે. સ્થાનકવાસી સાધુએ વારવાર ઉપયાગ રાખવાની વિધિમાંથી મુક્તિ લેવા માટે મુહપત્તિ સાવ માંધી દીધી અને ઉપયોગ’રૂપ અપ્રમત્તભાવના ધની આરાધના ગુમાવી ત્યારે મંદિર-માગી સાધુ-સાધ્વીજીએ મુહપત્તિના ઉપયેગ જ છેડી દીધેા. એ છેડા ઉપર બે ગેાઠવાયા. ના....‘ઉપયેગ’ ખરાખર રાખવા જોઇએ. પાડયા પછી કશું મુશ્કેલ નથી. વડીલે ખરેખર પાલન કરે તે શિષ્યે પણ સહેલાઇથી પાલન કરી શકેજ્યારે લાંબા સમય સુધી ગેાખવાનુ હાય તે તે વખતે મુહપત્તિ માં આગળ પકડી રાખવી ન જ ફાવે તે છેવટે વસ્ત્રના છેડા પણ માં ફરતા વીટાળી દેવાય. પરન્તુ તે વખતે પણ છે થૂંકથી ભીના ને ભીને જ ન રહે તેના ઉપયાગ રાખવેા જોઈશે.
અભ્યાસ
૧૩૮
શાસ્ત્રવિધિને જીવનમાં ઉતારી તે। જુએ, પછી મુનિપણાના આનંદની કેવી મજા આવે છે ?
ઘરઆંગણે આંખા ઊગ્યા છે, છતાં જો કેરી વિનાના રહીશું; અને બહાર ભાગતા ફરીશુ તે જ્ઞાનીએની નજરે ખૂબ યાપાત્ર ગણાશ
·
Page #152
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૩૯
સવાલો અને જવાબો
સવાલ (૩૦) : સાધવીજી ગૃહસ્થ પુરુષને પચ્ચકખાણું આપી શકે? તેનું અભુએિ...પૂર્વકનું વંદન લઈ શકે ? વાસક્ષેપ નાખી શકે ?
જવાબ: ત્રણે ય બાબતને ઉત્તર નકારમાં છે. કેમકે ધર્મ પુરુષપ્રધાન છે. જેના દ્વારા “શાસન” ચાલે; રક્ષાય; પુષ્ટ કરાય તેની પ્રધાનતા....
એથી જ નવકારના પ્રથમ પદે અને નવપદમાં મધ્યવતી સ્થાને અરિહંત ભાગવંત બિરાજ્યા છે; સર્વકર્મ મુક્ત સિદ્ધ-- ભગવંત નહિ. એથી જ કેવળજ્ઞાનીઓ નહિ, પણ ગણુધરે. સમવસરણમાં તીર્થંકરદેવનાં પાદપીઠ ઉપર બેસીને દેશના આપે છે.
એથી જ નૂતન આચાર્યને તેના ગુરુ–આચાર્ય પદપ્રદાન વખતે વંદન કરે છે.
આ નિયમ છે. એમાં સ્ત્રી જાતિને હલકી પાડવાને કઈ સવાલ જ નથી. આજના બુદ્ધિજીવી લેકે આ વાતને અવળી રીતે ચકરાવે ભલે ચડાવતા રહે, પણ સાધ્વીસંઘે તેમના ચકરાવામાં ફસાઈ જતાં શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જ જીવન જીવવા માટે સદૈવ તત્પર રહેવું ઉચિત છે.
સવાલ (૩૧) : આરાધનાની તીવ્ર વૃત્તિ અને જિનાજ્ઞા. પ્રત્યેને જોરદાર આદર હોવાના કારણે ક્યારેક આરોગ્યને સખત ધક્કો લાગી જાય તેટલી કડકાઈ પાળવા સુધી પહોંચી
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦
મુનિજીવનની બાળપોથી-૨
જવાય છે. પણ પછી આરોગ્ય એટલું વિષમ બને છે કે તેને ઠેકાણે લાવવામાં અનેક દોષ સેવવાની ફરજ પડી જાય છે. તે શું કરવું?
જવાબ : આવા વખતે જ તે ગીતાર્થની અથવા ગીતાર્થતાની જરૂર પડે છે. “જેટલા ઉત્સર્ગો છે તેટલા જ અપવાદ છે” (બ્રહ્મચર્યને છોડીને) તે શાસ્ત્રવાક્યને અર્થ આ જ છે હે અમુક સંગમાં અપવાદમાગને આશ્રય લે પડે તેવા પ્રત્યેક આજ્ઞા-સ્થળો છે.
આપણે ગીતાર્થને જ આપણું જીવન સોંપી દઈએ તે આ સવાલ ઉપસ્થિત ન થાય. તેમને જ્યારે જે કહેવું કે કરાવવું આપણા માટે ઉચિત લાગે ત્યારે તેઓ તેમ સૂચન કરે અને આપણે તે રીતે જ ચાલીએ.
પણ જ્યારે ગીતાર્થને અભાવ હોય અને ગીતાર્થ : -તાની પરિકમિંત મતિને ય અભાવ હોય ત્યારે આવા સવાલ પેદા થાય છે.
વર્તમાનકાળનું સંઘયણ આજના રાકની અતિ ઓછી ગુણવત્તા અને વાયુમંડળમાં વ્યાપેલાં પ્રદૂષણે દ્વારા બળને લાગતા ધક્કાઓ વગેરે અનેક દેખીતા કારણોને ક્યારેક ધ્યાનમાં લેવાં પડે છે. જો કે ત્યાગી મહાત્માનું આરોગ્ય જરાતરામાં કથળતું હોય અથવા લાંબા ગાળે પણ પછડાટ ખાધા કરતું હોય તે પિતાની જાતના પિતે જ ડોકટર બની જઈને પિતાનું આરોગ્ય શી રીતે સચવાઈ
Page #154
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૪૧
રહે છે? તે શેાધી કાઢવું જોઈએ. તે જરૂર પૂરતી સાચવણી સાથે ધર્મમાં જેટલી પ્રગતિ થઈ શકે તેટલી તેણે કરવી જોઈએ. એથી મેટો કૂદકે મારવાની તીવ્ર ઉત્કંઠાને તેણે કાબૂમાં રાખવી પડે.
આરોગ્ય બગડ્યા પછી જે “એકસ-રેથી માંડીને આધાકમી સુધીના અનેક દેનું સેવન કરવું જ પડે તેવી સ્થિતિ વારંવાર પેદા થતી હોય તે આપણી સેજ આપણે માપી જ લેવી રહી અને તે પ્રમાણે જ સાડ તાણવી રહી.
ટૂંકમાં, આવી આરાધક–વ્યક્તિઓએ દુઃખતા દિલે પણ મધ્યમમાર્ગને સ્વીકાર કરી લેવું પડે. જે તે તેમ નહિ કરશે તે એક દી સદા માટે મધ્યમમાર્ગમાંથી પણ નીચે ઊતરી જવાનું મેંડું કમનસીબ પેદા થઈને રહેશે.
આરોગ્ય બગડ્યા પછી માત્ર દોષના સેવનનું જ દુઃખ નથી પરંતુ જે અનુકૂળ સહાયક મુનિ ન મળે તે આધ્યાનને કોઈ સુમાર ન રહે. આવી સ્થિતિમાં આયુષ્યને બંધ પડે તે બધું ય હારી જવાય.
આવા કારણે પણ પહેલેથી આપણી ચાલ એવી નક્કી કરી લેવું જોઈએ કે કદાચ જીવનના છેલ્લા દિવસ પણ એ ચાલે આપણે ચાલતા હોઈએ.
કાળધર્મના દિવસે પણ આપણે આપણું નાનું ય કામ કેઈને કરાવવું ન પડે એવી આરોગ્યની સ્થિતિ જળવાઈ હે તે કેવું સુંદર?
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨
મુનિજીવનની બાળપોથી–૨
| સંવેદન સાંકડા હૈયે : મેટું દૈત માથું ! પેલે પ્રેસ-રિપોર્ટ૨! સૌ પ્રથમ એના જ પેપરમાં હેડ-લાઈનમાં સમાચાર તે છપાવી શક્યો કે, આશ્વમાં રાતે એક ને ચાલીસ મિનિટે થયેલે ધરતીકંપ ! લાખે માણસો બેઘર ! હજારનાં મરણ! કેડીબંધ ગામડાંઓનું નામનિશાન સાફ !
કઈ પણ અખબારમાં મધરાતના આ સમાચાર સવારે પ્રગટ ન થયા. માત્ર આ પ્રેસ-રિપોર્ટ૨ મહાશયે પિતાના અખબારમાં પ્રગટ કર્યા!
ચારે બાજુથી આ પ્રેસ-રિપિટરને ધન્યવાદ મળવા લાગ્યા !
આટલા સરસ, ગરમાગરમ, બીજે કયાંય ન પહોંચી શકેલા સમાચાર તે લઈ આ માટે સ્તો !
પેલો તિષી! એણે છ માસ પૂર્વે ચીનમાં ફેંકનારા અતિ ભયંકર વાવાઝોડાની આગાહી કરી હતી ! લાખની - જાનહાનિ જણાવી હતી. તેણે આપેલી તારીખ સુદ્ધાં સાચી પડી. ચીનના એક મહાનગર ઉપર સમંદરનાં પાછું ફરી વળ્યાં. દસ લાખ માનવે ધરતી ઉપરથી ભૂંસાઈ ગયા !
બીજે દિવસે ભારતના એ જતિષીએ પિતાની આગાહી સાચી પડયાના સમાચાર મોટા ક ટાઈપમાં પ્રગટ કર્યા ! પ્રશંસકેના પુષ્કળ ધન્યવાદ ચારે બાજુથી ઊમટયા !
Page #156
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી-૨
બત્રીસમા મજલેથી એક યુવાને પડતુ' મૂક્યું છે. બિચારા ઇલેકિટ્રકના તારનાં ગૂંચળાંએમાં ફસાઇ ગયા. નીચે સે કડા લેાકેા જોવા માટે એકઠા થઈ ગયા. અમાવાળાઓ પેાતાની કામગીરીમાં લાગી પડ્યા.
૧૪૩
તે વખતે કોઈ સમાચારના ફોટોગ્રાફર ત્યાં આવી ચડયો. તેણે જોરજોરથી બૂમા પાડતાં કહ્યું, “આ યુવાન ! પડે તે પેલી બાજુ ન પડતા; આ મારી બાજુ પડજે; જેથી સરસ રીતે ફોટો સ્ક્રેપ' થઈ જાય !”
હાય ! કેવા હૈયાફૂટયા બુદ્ધિજીવી માણસેાથી આ દેશનાં નગર ઊભરવા લાગ્યાં છે ! આવા જ માણસા દેશના વહીવટનાં ચાવીરૂપ સ્થાને બેઠા છે.
ધરતીકપમાં કે વાવાઝોડામાં થયેલી લાખાની જાનહાનિ ઉપર એમને લગીરે શેક નથી; એમને તે આનંદ છે; ગરમાગરમ સમાચાર મળ્યાના, કે આગાહી સાચી પડયાના !
પેલાને તે સરસ ફોટો જોઇએ છે....તે મરે કે જીવે તેની તેને જરા ય પરવા નથી.
દારૂ ઉપર પ્રતિબંધ મૂક્તા રાજ્યને કેટલા રૂપિયાની ખાટ જશે તે જ આ હૈયાહીણાએ વિચારતા હોય છે ! “પણુ દારૂના દૈત્યે ઘરઘરમાં સળગાવેલી અશાન્તિની આગ, મારપીટ, ભૂખમરો, ગરીબી વગેરે સવાલે તે તેમને ચારે ય સ્પર્શતા જ નથી.
એ પરમેશ્વર ! આવેા હૈયાના હીણા અને બુદ્ધિને તગડા મને કદી ન બનાવીશ. ના....આધ્યાત્મિક જગતમાં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪
મુનિજીવનની બાળપોથી-૨
તે આંસુનું જ મૂલ્ય છે, સણસણતા તર્કનું કે સચોટ તર્કનું જરા ય નહિ.
મારે તારી પ્રતિમાને આરસ વિકમની સાલના આંકડાથી મૂલવ નથી, મારે તે તેમાં તને – ભગવાનને જે છે.
ગરીબને, ભૂખ્યાઓને, પતિથી માર ખાતી સ્ત્રીને, ચીસે પાડતાં ડુક્કરોને અને પાપીઓને જોઈને મારે તે રડવું છે? તેના આંકડા માંડીને મારે શું કામ?
સાહિત્યની ભાષામાં મારે એ વીર ! તારા ઉપસર્ગોનું વર્ણન નથી કરવું, મારે તે મૌન રહીને રડી લેવું છે; ધરાઈ ધરાઈને. મારે “મા” શબ્દ ઉપર પીએચ. ડી. નથી થવું; મારે તે બે વર્ષના બાળકના હૈયામાંથી સહજ રીતે નીકળતે “મા” શબ્દ બેલી જાણવે છે.
પ્રભુ! અમે વધુ ને વધુ સંખ્યામાં મોટા માથાવાળાઓ પેદા થઈ રહ્યા છીએ, જેમની પાસે હૈયું અત્યંત સાંકડું છે.
ભાવી માટે આ પલટાતી પરિસ્થિતિ ખૂબ જ ચિતાજનક છે તેમ લાગે છે,
જે હોય તે દુનિયાની શી વાત કરું. મારી જ વાત કરું કે મારું માથું મોટું હોય તે તે તું લઈ લે અને બદલામાં મને વિશાળ હૈયું દે!
મારે બુદ્ધિ ન ખપે...મને લાગણી જોઈએ. જે મારા દિલના તારેતારને ઝણઝણાવે...સંવેદને રેલાવે...કમેને. કચ્ચરઘાણ બોલાવે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧૨
સંઘરક્ષા
સુવિહીત મુનિભગવંતે અને ગીતાર્થ આચાર્યભગવંતેને માથાના શૂળની વેદના ઊભી કરતે જે કઈ સવાલ હોય તે તે ત્રિલોકગુરુ તારક તીર્થંકરદેવ સ્થાપિત શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની રક્ષાને સવાલ છે.
એ આપણી જ એવી આંગળી છે જે પથ્થર નીચે દબાઈ છે. જેસથી, આવેશમાં આવીને તેને ખેંચી લેવાનું સાહસ કરીએ તે આપણી જ આંગળી આપણાથી જ તૂટી જાય તેમ છે.
તેને ખૂબ શાન્તિથી, સ્વાસ્થચિ, મૂહરચના સાથે, બીજાને સહકાર લઈને જ કાઢવી રહી. પછી ભલે કદાચ વાર લાગે, મહેનત પડે, વેદના વધુ સમય સુધી અનુભવવી પડે.
- ચૂકી નથી જકીય માળખાએ ગૃહસ્થોની અથ અને કામની વ્યથધું ને અને મર્યાદાઓને એવી હતપ્રહત્ કરી નાખી છે કે તેઓ તેમાંથી સર્જાયેલા કેયડાઓને ઉકેલવામુ. ૧૦
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મુનિજીવનની બાળપોથી-૨
- -
-
-
માંથી ઊંચા આવતા નથી અને તેથી ધર્મપુરુષાર્થને યથાવિધિ આચરી શકતા નથી.
આવાં આડકતાં રાજકીય આક્રમણની સાથે ટ્રસ્ટ, કાયદાઓ, બંધારણે વગેરે દ્વારા સીધા પણ રાજકીય હુમલાઓ થઈ રહ્યા છે.
આની સાથે સાથે આપણું ઘર પણ શ્રદ્ધાહીનતા અને શિથિલતાથી કયાંક ક્યાંક ગંધાવા લાગ્યું છે. ગૃહસ્થ વધુ ને વધુ શ્રદ્ધાહીન બનતા હશે તે ત્યાગીઓ થોડીક પણ સંખ્યામાં આચારહીન બનતા હશે. આ બે સ્થિતિ રાજકીય હુમલાએથી પણ વધુ ગંભીર જણાય છે. તેમાં ય ત્યાગીઓનું અલ્પ પણ શૈથિલ્ય મેરુ જેટલી વિકરાળ આપત્તિઓને સજનારું બનતું હોય છે.
આ સિવાય, બીજા પણ અનેક પ્રશ્નો શ્રીસંઘમાં ઊભા થયા છે. જેમાં દેવદ્રવ્ય, મુનિચર્યા, આરાધના–નિર્ણય વગેરે સંબંધિત બાબતે ગણી શકાય, પરંતુ આ પ્રશ્નો – પ્રશ્ન હોવા છતાં ઉપર્યુક્ત પ્રશ્નો જેટલા અતિશય વધુ ગંભીર નથી એમ લાગે છે. બીજી રીતે એમ કહી શકાય કે શ્રદ્ધાહીનતા, શૈથિલ્ય અને રાજકીય સીધા, આડકતરા હમલાઓ જે હળાહળ ઝેર જેવા છે; તે બાકીના પ્રશ્નો ગરોળીના ગર જેવા છે. જે હળાહળ છે તેનું તાકીદે બિરણ કરવું જોઈએ. ગરને પ્રશ્ન પછી પ
એક વાઘ શિયાળ જે આ થઈએ જેત જ ને, તેની સામે સિંહ આવીને ત્રાડ નાખે છે શિયાળને પડતે મૂકીને વાઘ, સિંહની સામે જ આવી જાયને?
જ
ન
Page #160
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૪૭
ખૂબ વિચાર કરતાં લાગે છે કે બીજા સર્વનાશી હુમલાને આપણે લક્ષમાં લઈને તેની સામે સંગઠિત થઈને બધી જ શક્તિ તે તરફ કેન્દ્રિત કરીએ. પેલા યુધિષ્ઠિરના શબ્દો, “ તમારી સામે તો અમે પાંચ નથી; એકસો પાંચ છીએ.” એ ખૂબ વિચારણીય લાગે છે.
ઓસીઆ અને કેરટામાં એકીસાથે (ઉત્તર વૈક્રિય શરીરની સહાયથી) પૂજ્યપાદ રત્નપ્રભસૂરિજી મહારાજાએ જિનબિંબેની પ્રતિષ્ઠા કરી હતી, પણ તેમાં પોતાના મૂળ શરીરથી કેરટામાં તેમણે પ્રતિષ્ઠા ન કરી તેથી તેના સંઘને એટલું બધું માઠું લાગી ગયું કે એના આવેશમાં ત્યાં જ ચાતુર્માસ બિરાજમાન કનકપ્રભમુનિને સૂરિપદે આરૂઢ કરી દઈને સંઘની એકતાને ધકકો માર્યો.
પૂજ્યપાદ રત્નપ્રભસૂરિજી મહારાજા દૂરંદેશિતા વાપરીને ચેમાસુ પૂરુ થતાં જ કેરટા પધાર્યા. અને પ્રથમ પ્રવેશપ્રવચનમાં જ કેરટા સંઘે પિતાને બેજ અડધે કર્યાની અનુમોદના કરી. અને બાજુમાં બેઠેલા સ્વશિષ્યને પોતે જ વાસક્ષેપ કરીને સૂરિપદ ઉપર સત્તાવાર રીતે આરૂઢ કરી દીધો. આમ સંઘ-ઐક્ય આબાદ જળવાઈ ગયું.
આથી પણ અત્યંત વધુ છિન્નભિન્નતા શ્રીસંઘમાં થઈ ચૂકી નથી ? શાસ્ત્રનીતિના આધારે જે કાંઈ થઈ શકતું હોય તે બધું જ કરવું રહ્યું; તે માટે બધી જ બુદ્ધિ લડાવવી રહી; તે માટે જેટલું જેનાથી નમતું જોખી શકાય તેટલું નમતું જોખી દેવું રહ્યું.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મુનિજીવનની બાળપોથી–૨
જે આપણે સંઘર્ષ્યા કરીને સંઘરક્ષા કરી શકીશું તે આજે પણ જૈનસંઘ કાંઈ તપ, ત્યાગ, દાન, શીલ, સંયમાદિ
ગામાં જરા ય કાચું નથી, કમ નથી, પાછો નથી. પણ બત્રીસ પકવાનના થાળમાં નિમક જ ખૂટે છે! જે નિમક નાંખશે, તે જ શું યુગપ્રધાન સૂરિભગવંત હશે? અવતરો સૂરિદેવ! જલદી અવતરે. હવે સહન થતું નથી.
આટલું ધ્યાનમાં લેવા જેવું
(૪૨) ઇરિયાવહી પડિઝમવા અંગે :
સે ડગલા ઉપર ગયા બાદ ઈરિયાવ પડિક્કમીને જ સ્વાધ્યાયાદિ કરવો જોઈએ.
વિહારના રસ્તામાં ડિલ કે માત્રુ જવું પડે તે. તરત – ત્યાં જ ઈરિયાવ પડિક્કમી લેવી જોઈએ.
દેરાસરજીમાં યવન્દનાદિ કરતાં પહેલાં કે ઉપાશ્રયમાં સ્વાધ્યાયાદિ કરતાં પહેલાં ઈરિયાપડિકમવી જોઈએ.
જે ઈરિયાથી સ્વાધ્યાય ચાલુ કર્યો તે જ ઈરિયાથી પાત્રાનું પ્રતિલેખન વગેરે બીજી ક્રિયા કરવી ઉચિત નથી. કેથકે ક્રિયાન્તર થાય ફરી ઈરિયાપડિક્કમવી
Page #162
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૪૯
ઈરિયા પડિકમ્યા વિનાને સ્વાધ્યાય કે જપ આલોચના પેટે આવેલા પ્રાયશ્ચિત્તમાં વાળી શકાતું નથી.
પ્રતિલેખનાદિ ક્રિયા શરૂ કર્યા બાદ તે જ્યાં સુધી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી વચમાં બીજી કઈ પણ – સ્વાધ્યાપ, જપાદિ કિયા થઈ શકે નહિ. કદાચ ભૂલથી પ્રતિલેખન કરતાં પચ્ચક્ખાણ કે આદેશ અપાઈ ગયા હોય તો તરત ફરી ઈરિયા પડિક્કમવી જોઈએ.
જે ભૂમિ ઉપર સ્વાધ્યાય, જપ, ગોચરી કરવાની હોય ત્યાં ઈરિયાવ ડિક્કમીને કાજે લેવું જોઈએ.
ગોચરી કર્યા પછી તે જગા ઉપર જે કાજે લેવાને છે કાજે લેતાં પહેલાં ઈરિયાપડિક્કમવાની નથી, પરંતુ કાજે વિધિવત્ પરઠવ્યા બાદ ઈરિયા પડિક્રમવાની છે.
ચોમાસામાં દિવસે કાળ વેળાએ જે કાજે બધે લેવાને છે તેની પૂર્વમાં અને પછી – બે ય વાર – ઈરિયા પડિક્ટમવાની છે. (૪૩) પાતરાં વગેરે વારંવાર ન રંગવાં :
પૂર્વે તે પાતરાં વગેરેને ગાડાની મળીને રંગ થતું. એ મળી અને તેનું તેલ આરોગ્યપ્રદ હતું. હવે જે રંગે નીકળ્યા છે અને જે રગાન વપરાય છે તે આરોગ્યને પુષ્કળ નુકસાન કરનારાં છે. આથી પાતરાં વગેરે જેમ બને તેમ જૂના વપરાતા રહે, વારંવાર રંગાય નહિ કે નવા નવા બદલાતા રહીને વપરાય નહિ તે ખૂબ ઉચિત છે.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મુનિજીવનની બાળથી–૨
નવાં પાતરાંની ગંધ દૂર કરવા માટે તેને ૧૦–૧૫ દિવસ સુધી ધૂળ ખાવા દેવી જોઈએ. અથવા તેમાં રાખ, નાખીને રાખવાં જોઈએ, અથવા વારંવાર છાશથી કે ચણાના લેટથી છેવાં જોઈએ. ત્યાર પછી જ તેને ઉપગ શરૂ કર જોઈએ. નવાં તરણું વગેરેમાં ઉકળતી – ગરમ -- વસ્તુ લાવવાથી તેને રંગ ફૂલી જાય છે એ ધ્યાનમાં રાખવું. (૪૪) બારેબર કશું ન પતાવવું
વડીલ કે ગુરુદેવની આજ્ઞા મેળવ્યા વિના કશું કરવું નહિ. નાની પેન્સિલ પણ મંગાવવી નહિ કે દેરાસરે કે માત્રુ કરવા પણ – કીધા વિના – જવું નહિ, નાની છતાં બહુ મહત્ત્વની આ વાત છે. જે એનું યથાર્થ રીતે પાલન નહિ કરીએ તે બહુવેલ સંદિસાહુ...વગેરે આદેશ (જેમાં માત્ર આંખ મટમટાવવી. લેહીનું પરિભ્રમણ વગેરે – અશક્ય પરિહાર – ની રજા માગી લેવામાં આવે છે તે)ને અર્થ જ શું રહેશે ?
ભક્તોને કે પુણ્યને ગેરલાભ કદી ઉઠાવે નહિ. (૪૫) વંદનવિધિ સાચઃ
સામાન્યતઃ મુખ્ય વડીલ અને ગુરુદેવને સવાર-સાંજ બે વાર વંદન કરવું જોઈએ અને બાકીના રત્નાધિક (આપણુથી મોટા)ને એક વાર વંદન કરવું જોઈએ. આ. બાબતમાં કદી ઉપેક્ષા સેવવી ન જોઈએ. ચાહે તેટલી વિદ્વત્તા કે તપશક્તિ આવી હોય તે પણ આ ઉપેક્ષા કરવી ન જોઈએ.
Page #164
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૫૧
(૪૬) પાર્ક, કેમલ વગેરે શાહી અંગે :
જેમાં ચૌદ આનાથી વધુ ભાગ પાણીને છે અને માંડ બે આની ભાગ સ્પિરિટ વગેરે જલદ તેજાબી દ્રવ્યને છે તે પાર્કર વગેરે શાહી અચિત્ત છે કે કેમ ! સ્પિરિટ વગેરે જલદ દ્રવ્યે તેમાં સદા રહેતાં હોવાથી તેનું પાણી અચિત્ત હશે એમ અનુમાન કરીને આ શાહી વાપરવામાં આવે છે ખરી. છતાં તેમાં મનને ડંખ રહે છે કે કદાચ અચિત્ત નહિ હોય તો ?
એટલે સારુ તે એ જ છે કે તેવી શાહી ન વાપરતાં આજે વહેરી લાવેલા પાણીમાં ચૂનો અને શાહીની ભૂકી નાંખીને શાહી બનાવવી અને તેર કલાક પૂરા થતાં પહેલાં તે કાઢી નાખવી. લાંબે લીરે પેનમાં નાખીને તેને, સ્ટીલને તથા તેની જીભને ખૂણેખૂણેની લૂછીને સૂકવી દેવી.
આ કડાકૂટ લાગશે, પણ બીજે નિર્ભય ઉપાય કોઈ જણાતો નથી.
હા તેલની જ બનેલી બેલપેન કદાચ તેના વિકલ્પ તરીકે ચાલી શકે ખરી.
(૪૭) પાણીમાં ચૂને નાંખવા અંગે
જ્યારે પણ પાણીમાં ચૂને નાખવાનો હોય ત્યારે પાણીમાં હાથ નાંખે નહિ પરંતુ પહેલાં ચૂને નાંખીને લાકડી જેવા સાધનથી બધું પાણી હલાવી નાખવું. જે હાથ પાણીમાં નંખાય તે નખમાં રહેલે મેલ તે પાણીમાં ઊતરી જતાં બે જ ઘડીમાં સંમૂર્ણિમ જી ઉત્પન્ન થઈ જાય.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫ર
મુનિજીવનની બાળપોથી-૨
T1
સવાલો અને જવાબ
સવાલ (૩૨) : ગુરુકૃપા વિના ઉદ્ધાર નથી અને તે ઝટ મળતી નથી. માટે શું કરવું?
જવાબ : એ વાત એકદમ સાચી છે કે દેવ-ગુરુકૃપા વિના ઉદ્ધાર નથી. દેવની ભક્તિ અને ગુરુકૃપામાં જ મેહનીય કર્મના ભુક્કા બોલાવી દેવાની સૌથી વધુ શક્તિ પડેલી છે. મોહનીય કર્મના વિશિષ્ટ પશમ વિના સાચું મુનિ જીવન શી રીતે સંભવે? હા...તે પશમ વિના પ્રચારક બની શકાય; પરન્તુ પ્રભાવક તો કદાપિ નહિ. તેના વિના સસ્તી પ્રસિદ્ધિ જરૂર મળી શકે પણ (આંતર) સિદ્ધિઓ કદાપિ ન મળે.
એટલે જ દેવભક્ત અને ગુરુકૃપા અત્યંત આવશ્યક છે. પણ આ માટે એવું તે કદી ન બોલાય કે “ગુરુ કૃપા વરસાવતા નથી.” અમારે શું કરવું ? જે ગીતાર્થ ગુરુકૃપા વરસાવતા નથી તે તેમાં આપણી પાત્રતાની ખામી જ મુખ્ય કારણ હોય છે. આ સિવાય ગુરુ પિતાની કૃપા વરસાવી ન દે એ સંભવિત જ નથી.
આપણી કેટલીક વિચિત્રતાઓ, પ્રકૃતિની વિષમતાઓ અનાદિની સહચરી – કુટેવ વગેરેને કારણે જ કૃપા વરસતી હેતી નથી.
આ સ્થિતિમાં ગુરુથી વિરક્ત થવાનું છે ત્યાગીએ પસંદ કરે છે તે ખરેખર અત્યન્ત દયાપાત્ર છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૫૩
વસ્તુતઃ તેમણે ગુરુની વધુ સન્મુખ થવું જોઈએ. એકાદ દિવસ એકાન્તમાં બેસીને શિષ્યભાવને એકદમ જીવંત બનાવીને તેમનાં ચરણોમાં માથું મૂકીને; આંસુથી તેને પખાળીને ગદ્ગદ્ સ્વરે પિતાની ત્રુટિઓ પૂછવી જોઈએ. પછી એ જે કાંઈ જણાવે તે બધું હૈયે લખી ઠંવું જોઈએ. બીજી જ પળથી એ ત્રુટિઓ દૂર કરવાના કામમાં યુદ્ધના ધરણે લાગી પડવું છે. જેમ જેમ તમારામાં પાત્રતા વિકસતી દેખાશે તેમ તેમ સદ્ગુરુની કૃપા મન મૂકીને વરસવા લાગશે.
ભગવાન વીતરાગ છે, પણ ગુરુ તે રાગી છે. એ રાગી છે એ વાત શિષ્ય માટે ખૂબ સારી છે. રાગી જ રીઝે, અને રીઝે તે વરસી જ જાય. - હવે શિષ્ય ગુરુને રીઝવવાના જ બાકી રહે છે.
યાદ રાખજો કે શિષ્યની ગોચરી–પાણી આદિ ભક્તિથી સાચા ગુરુ કદી રીઝતા નથી. સાચા ગુરુ તે શિષ્યના આત્મવિકાસથી જ રીઝતા હોય છે.
શિષ્ય કરે પ્રયત્ન પાત્રતા વિકસાવવાને...અને પછી કૃપા મળે છે કે નહિ તે જુઓ.
બાકી ખીસામાં પૈસા જ ન હોય અને પછી કહેવું કે, “ દુકાનમાં માલ જ નથી”. તે તે જરા ય ઉચિત ન કહેવાય.
આજે તે એવા ય કેટલાક આત્મવિકાસ () પામેલા શિષ્ય જોવા મળે છે, જેમને અરિહંતાદિની જપ વગેરે
Page #167
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની ખાળપેાથી૨
પ્રકારની ભક્તિનુ (!) એવું ઘેલુ. લાગ્યું છે કે તેમાં તેમણે જગતને તે વીસર્યુ છે પણ ગુરુને, વડીલેાને અને ગ્લાનાદિને ય તેએ વીસરી ગયા છે ! આવા શિષ્યે પેાતાને પ્રાપ્ત થયેલા જપ, ધ્યાનની સિદ્ધિએવુ જયારે વર્ણન કરવા લાગે છે ત્યારે તેના પ્રત્યે અસીમ દયાભાવ પેદા થાય છે !
૧૫૪
સવાલ (૩૩) : વધુ લાભ ોમાં ? ગુરુ, વડીલો અને શ્લાનાદિ ચારના પ્રતિલેખન વગેરે સેવાના પ્રકારોમાં કે સ્વાધ્યાય, જિનભક્તિ અને તપશ્ચર્યામાં? આ બેમાંથી કયી પેનલમાં વિશેષ લાભ છે ?
જવાબ : બેશક, પહેલી પેનલમાં.
જેની પાસે ‘ સેવા ' નથી તેની પાસે તે તેના વિકાસના પ્રત્યેક પગથિયે પતનની ભયાનક જીવત શકયતાઓ સતત આંટા મારતી જોવા મળે છે..
વિદ્વત્તા, તપ અને માહ્ય શાસનપ્રભાવક શક્તિએથી લાભની સાથે નુકસાનની પણ એટલી જ જોરદાર શકયતાએ રહેલી છે. વિદ્વાના, તપસ્વીએ અને પ્રભાવકે એ તે ગુર્વાદ્વિની સેવામાં અત્યન્ત તત્પર રહેવુ જોઇએ. એનાથી પ્રાપ્ત થતુ રક્ષા–કવચ જ એમના વિકાસને વિનાશનાં ઘેાડાપૂરમાં ડૂબી જવા દેતું નથી.
અધ્યાત્મસારમાં મહેાપાધ્યાયજીએ ખૂમ જ સાચુ' કહ્યું છે કે “ કામ તે ચંડાલ છે. એ ખૂબ જ ઘાતકી અને નિય છે; એને શાસ્ત્રકારી પડિતાની પણ શરમ નડતી નથી....એ બધાયને ખતમ કરી નાંખે છે. હા....એ તેને જ જાણકાર ગીતા શકતા નથી, જેને અધ્યાત્મશાસ્ત્રના
Page #168
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૫૫
અચ્છા જાણકાર ગુરુદેવરૂપી દ્વાની મહતી કૃપા પ્રાપ્ત થઈ છે.”
શિષ્યના જીવનનું સર્વેકૃષ્ટ કઈ મંગલ હોય તે તે “મંગલ ભગવાન વીરે” કે “ધમે મંગલ મુકિકટુઠ” નથી પણ ગુરુકૃપા-માત્ર ગુરુકૃપા છે એ વાત સર્વસંગત્યાગને પામેલા ભગવાન જિનેશ્વરદેવના ચીધ્યા મેક્ષમાર્ગે ચાલેલા કેઈ પણ સાધુ-ભગવંત કે સાધવજી મહારાજ ઊંઘની પણ પળમાં ન વિસરે.
જે ગુર્વાદિ વડીલજને કે નાના પણ ગ્લાનાદિ સાધુઓની સેવાની ઉપેક્ષા કરવા સાથે “નમો લેએ સવસાહેણું” પદને જપ કરશે તે તે જ નિશ્ચયનયથી “મા સાહસ” પક્ષીને જેવો મૂર્ખામીભર્યો ગણાશે.
ચાલો, આપણે સૌ લાગી પડીએ, આપણા જીવનના ધાસપ્રાણસમી ગુરુકૃપાને પામવાના કાર્યમાં
સંવેદન વ્યક્તિત્વનિર્માણના જંગમાં
અસ્તિત્વની હારાકીરી !. આ વાતનું તે ઘણાં વર્ષે – આજે – મુનિજીવનમાં ભાન થયું કે વ્યક્તિત્વનું નિર્માણ કરવા નીકળેલા અમે કેટલાકે વાસનાઓ ઉપર પ્રભુત્વ તે સ્પર્યું પણ નથી. એ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬
મુનિજીવનની બાળપોથી
તે ઠીક પણ અમારા પગ તળેથી અસ્તિત્વની ધરતી જ સરકી જવા લાગી છે !
જે માનવજન્મ અને મુનિજીવન પામીને વાસનાઓ ઉપર વધુમાં વધુ પ્રભુત્વ મેળવી લઈને જ જંપવાનું છે, જે માટે તપ, ત્યાગ, વ્રત, જપ કે પ્રભાવક જીવનનું જાજરમાન વ્યક્તિત્વ તૈયાર કરવાનું છે તે માનવજન્મ અને મુનિજીવનમાં શું અસ્તિત્વની જ હારાકીરી થવા લાગે !
માનવજન્મનું હવે પછીના ભામાં અસ્તિત્વ જ નહિ હોય !
મુનિજીવનનું અસ્તિત્વ તે પછી હોય જ ક્યાંથી?
આ શું થઈ ગયું ? વાસનાઓ ઉપર વિશિષ્ટ પ્રભુત્વ ભલે નથી મળ્યું, પણ વ્યક્તિત્વનું નિર્માણ કરવા જતાં “અસ્તિત્વ જ કેમ રસાતાળ નવા બેઠું છે?
તપસ્વી તરીકેનું કે વ્યાખ્યાનકાર તરીકેનું પંડિત, કવિ કે સાહિત્યરત્ન તરીકેનું કેવું મહાન વ્યક્તિત્વ જીવનમાં નિર્માણ પામ્યું છે, જે એને જુએ તે તેનું અનુમોદન કરે છે.
આવું નિર્માણ પામતા વ્યક્તિત્વના પડદા પાછળ જ મુનિજીવનનું અસ્તિત્વ મટી જાય તેવું બને ખરું?
રે ! “બને ખરું ?” એ હવે સવાલ પૂછવાની શી જરૂર છે? જ્યારે જવાબ સ્પષ્ટ જડી ગયું છે, આંખેઆંખ જોઈ લીધું છે.
ત્યાગી, ખાખી, તપસ્વી વિદ્વાન, વ્યાખ્યાનકારમાંથી
Page #170
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની બળપોથી-૨
૧૫૭
ન જાણે કેટલીય ડિગ્રીઓ તે મેળવી પરન્તુ એ મેળવવાના સમયમાં મુનિજીવનની પાયાની ચર્ચાઓને અવગણી.
અષ્ટ પ્રવચન-માતા’ના પાલનને વિચાર સ્વને પણ કદી ન આવ્યું. વિધિવત્ પ્રતિક્રમણ કદી ન કર્યો, નિર્દોષ ડિલભૂમિએ દૂર દૂર જવાનું જીવન કદી ન જીવ્યે. બેલ બેલીને પ્રતિલેખન કરવાનું આખા જન્મારામાં ય સૂઝયું નહિ. સદાય ભક્તોના ટોળામાં રહેનારા મેં આદેશની ભાષામાં જ વાત કરી. એની સાવઘતાનો કદી ખ્યાલ ન આવે છે.
શાસ્ત્રોના પાઠ ભણે; પણ તે લેાકો સામે શાસ્ત્રજ્ઞ દેખાવા માટે.
ભગવતી સૂત્રના પ્રસંગે અવધાર્યા; પણ તેના દ્વારા લોકમાં જમ્બર પ્રતિભા ઊભી કરવા માટે. તપ કર્યા માનપાન માટે. નમ્રતા દાખવી; વધુ સન્માન મેળવવા માટે.
તપ, જપનો તેણે મહિમા ગાયે જેને તપ–જપ સાથે કદી લેવાદેવા ન હતા. વર્ધમાન–તપના આંબિલના પાયા તેણે નંખાવ્યા, જેને એક દી આંબિલ પણ કરવું ન હતું.
ઘણુ લેકોની ઉપસ્થિતિ હતી ત્યારે જિનાલયમાં સ્તવન લલકારીને ગાયું; પ્રતિક્રમણ – સૂત્રો યથાવિધિ છે; પણ જ્યારે કેઈ ન હતું ત્યારે વેઠ ઉતારીને નાઠે.
વ્યક્તિત્વનું નિર્માણ પામનારની આ કેવી કરમ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મુનિજીવનની બાળપોથી-૨
કથા છે કે તેથી જ તેના અસ્તિત્વે હારાકીરી (આપઘાત) કરી !
કોને કહું; કકળતા ઉરની આ વાત ! ઓ પ્રભુ ! તારા સિવાય !
પેલી ઉધઈ! બિચારી અસ્તિત્વને જ જંગ ખેલે છે.
પિલી ચેમાસાની ઋતુમાં જીવવા મથતી મધમાખી ! અસ્તિત્વ કાજે જ જીવે છે ને ? પિલી ગરોળી; એના અસ્તિત્વ કાજે જ ટાંપીને બેઠી છે ને?
અસ્તિત્વનું આત્મવિલેપન તે કઈ ન કરે ! આવાં શુદ્ર જતુઓ ય ન કરે ! અને એમના કરતાં ક્યાંય ચડિયાત ! ભારતના સમગ્ર માનવગણ કરતાં ય મૂઠીઊંચે ! હું ! સાધુ ! મારા અષ્ટ પ્રવચનમાતાના પાલનના અસ્તિત્વને પણ જાળવી શક્યો નહિ.
કલ્યાણમિત્ર ! મારા અસ્તિત્વને મેં નાશ (ખૂન) કર્યા છે ?
ના....એણે જ મારા ઉછુંખલ વ્યક્તિત્વનાં તોફાન જોઈને હારાકીરી (આપઘાત) કર્યો છે !
હાય ! મારું શું થશે ?
Page #172
--------------------------------------------------------------------------
________________
મુનિજીવનની પાયાની આચાર–સંહિતા ૧૧. નવકારશીમાં મિષ્ટ અને ફ્રેટ ન લાવે. ૨. બે ય ટંક ઊભા પ્રતિક્રમણ કરે. ૩. સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં કરે. ૪. જનાદિની માંડલીમાં યથાસ્થાને બેસે. ૫. પ્યાલા બરાબર લૂછીને મૂકે. ૬. વાડામાં પહેલાં અને પછી રાખ નાખે. ૭. કાપની દોરી સાંજે છેડી લે. ૮. શેષકાળમાં સૂર્યાસ્ત થતાં પહેલાં જ પાણીમાં ચૂને નાખે. ૯. પૂછ્યા વિના ગોચરી–પાણી લાવે નહિ; કે વાપરે નહિ. ૧૦ પૂછડ્યા વિના નાનામાં નાની પણ વસ્તુ મંગાવે નહિ. ૧૧. પૂછળ્યા વિના કેઈ પણ આધાકમી વસ્તુની સૂચના
કરે નહિ. ૧૨. પૈસાની વાત કોઈની કરે નહિ. ૧૩. માંડલીનું કામ વ્યવસ્થિતપણે કરો. ૧૪. છ આવશ્યકમાં કે પ્રતિલેખનની ક્રિયામાં બોલે નહિ. ૧૫. એંઠા મેંએ બોલે નહિ. ૧૬. સાંજે ચકાર લાવે નહિ. ૧૭. રાત્રે પ્રતિક્રમણ બાદ એક કલાક સ્વાધ્યાય કરે. ૧૮. વડીલની રજા વિના વાસક્ષેપ નાખે નહિ. ૧૯. વડીલની રજા વિના બહેને સાથે વાત ન કરે. ૨૦. બે વખત અચૂક ઓઘ બાંધે ૨૧. રાત્રે દંડાસન વિના ફરે નહિ. ૨૨. ઉઝમાં કામળી વિના ફરે નહિ તથા વાંચે નહિ. ૨૩. રજા વિના ઘડિયાળ રાખે નહિ. ર૪. પુસ્તકનું પાકીટ તથા ચમાની ફ્રેમ વગેરે સાદાં રાખે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦
૨૫. ગ્લૅકેટને પાથરવા માટે ઉપયોગ ન કરે. ૨૨. ગ્લાન તથા વડીલના પ્રતિલેખનમાં એક વાર પણ
હાજરી આપે. ૨૭. આઠે ય પ્રવચન-માતાને બરોબર ઉપગ કરે. ૨૮. પાંચ તિથિ એકાસણું કરે, તથા કાપ ન કાઢે. ૨૮ નિષ્કારણું બપિરિયું ન લે. ૩૦. પારિઠાવણી લેવામાં આનાકાની ન કરે. ૩૧. પાંગરણી ઓઢીને બેસો. ૩૨. રેશમી જેવી દેખાતી કામળી વગેરે ન વાપરે. ૩૩. વસ્ત્ર-પ્રતિલેખન ઊભા રહીને કે પલાઠી મારીને બેઠા
ન કરે. ૩૪. ફોટા પડાવે નહિ. ૩૫. ઓછાદિ માટે ભારે આગ્રહ રાખે નહિ. ૩૬. મેં ધુઓ નહિ. ૩૭. દૈનિક વગેરે (રજા વિના) વાંચે નહિ. ૩૮. વડીલના વિનયાદિ સાચવે. ૩૯. વડીલેને હંમેશા વંદન કરે. ૪૦. સાંજે વાડાની કે માત્રુ પરઠવવાની વસ્તી જોઈ લે. ૪૧. વડીલના વાપર્યા વિના વાપરવા બેસે નહિ ૪૨. બધી ઉપાધિ ભેગી કરીને જ બેય ટાઈમનું પડિલેહણ કરે. ૪૩. એઠાં ભાજન વડે ઘડામાંથી પાણી ન લે. ૪૪. પાણી ગાળતી વખતે ત્યાં બેલે નહિ, ૪૫. પાણી ગાળતા પહેલાં હાથ ચેખા કરે.
Page #174
--------------------------------------------------------------------------
________________ கைைைகைனை સર કરી શ કો છો કે તરત જ પૂજનીય સાધુ-સાધ્વીઓના જીવનઘડતર માટે અત્યન્ત ઉપયોગી પ્રકાશનો. લેખક : મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી પ્રાપ્ત સ્થાન : કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, 2777, નિશા પાળ, ઝવેરીવાડ, રીલીફ રાડ, અમદાવાદ, ફોન : 38 5727, 380143 * * * * / 1 સાધનાની પગદંડીએ % 16 અપૂવ સ્વાધ્યાય 2 શરણાગતિ * 17 અગમવાણી 3 અધ્યાત્મસાર 18 ભવબાલચના 4 ગુરુમાતા 19 જિનશાસન રક્ષા * 5 વિરાટ જાગે છે ત્યારે 20 જૈનધર્મના મર્મો * 6 મહાપંથનાં અજવાળાં 21 વિરામ વેલડી * 7 વંદના 22 પ્રતિક્રમણ સૂત્ર વિવેચના 8 આત્મા ભાગ-૧ 9 જૈનદર્શનમાં કર્મવાદ 23 પ્રતિક્રમણ સૂત્ર વિવેચના * 10 મહામાર ભાગ-૨ 11 અષ્ટાહિના પ્રવચનો 24 મુનિજીવનની બાળપોથી 12 ૯પસૂત્ર પ્રવચન 13 સ્વરક્ષાથી સાવરક્ષા 25 મુનિ જીવનની બાળપોથી 14 આતમ જાગે ભાગ-૨ * 15 વીર ! મધુરી વાણી તારી 26 મુનિજીવનની ખોળપાથી ભાગ-૩ * આ નિશાનીવાળા પુસ્તક હાલ અપ્રાપ્ય છે. வலது ભાગ-૧