________________
૧૦
એ શ્રમણ્ય કેવું હોય? એની વિચારણા “મુનિજીવનની બાળપોથી'ના બે ભાગમાં વિભાગીકરણ કરીને સરળ ભાષામાં કરવાની કેશિષ મેં કરી છે. જગતના અને ખાસ કરીને જૈનસંઘ અને આર્યસંસ્કૃતિનું સાચું રખેવું હવે તે શ્રમણે અને શ્રમણએ જ કરી શકશે તેવી અતિ દઢ બનેલી શ્રદ્ધાથી જ મેં આ બે ભાગો લખ્યા છે.
બીજા હજારે રોપાં જે કામ કરી શકે તે માત્ર એક જ સાચા શ્રમણ કે શ્રમણી કરી શકે તે વાતમાં લેશ પણ શંકાને સ્થાન નથી.
હવે જ્યારે આ શ્રમણ-શ્રમણીસંઘમાં સંખ્યાબાળ વધતું જાય છે ત્યારે તેની ગુણવત્તાનું ધોરણ પણ જે વધતું જાય તે જમ્બર કામ થઈ જાય. સંખ્યાને વિલક્ષણ -વધારે ક્યારેક ગુણવત્તાને ઘટાડનારો બનતે હોય છે. આ ભયસ્થાન પ્રત્યે વડીલેએ બેરરકાર રહેવા જેવું નથી.
જે કે અતિ ભયાનક ભેગરસના ચકચૂર વાયુમંડળમાં પણ જૈન શ્રમણ-શ્રમણ સંસ્થા ખૂબ જ ઉન્નત કક્ષાનું જીવન ઘણું મોટા પ્રમાણમાં જીવીને સ્વ–પર–હિત કરી રહેલ છે. પણ હવે ક્યાંક ક્યાંક – ભલે ૧૦ ટકા-પણુ મનને ખેદ થઈ જાય તેવી અનિચ્છનીયતા પ્રવેશ કરવા લાગી છે. આ વાત આગળ વધે તે નુકસાન પણ પારાવાર થાય તેમ સ્પષ્ટ લાગે છે.
એવા અનેક ભદ્ર પરિણમી છે આ શ્રમણ-શ્રમણી સંઘમાં છે, જેમને સ્પષ્ટ માર્ગદર્શન નહિ મળવાથી જ અશાસ્ત્રીય પદ્ધતિના જીવનને ભોગ બન્યા છે.