________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૫૫
અચ્છા જાણકાર ગુરુદેવરૂપી દ્વાની મહતી કૃપા પ્રાપ્ત થઈ છે.”
શિષ્યના જીવનનું સર્વેકૃષ્ટ કઈ મંગલ હોય તે તે “મંગલ ભગવાન વીરે” કે “ધમે મંગલ મુકિકટુઠ” નથી પણ ગુરુકૃપા-માત્ર ગુરુકૃપા છે એ વાત સર્વસંગત્યાગને પામેલા ભગવાન જિનેશ્વરદેવના ચીધ્યા મેક્ષમાર્ગે ચાલેલા કેઈ પણ સાધુ-ભગવંત કે સાધવજી મહારાજ ઊંઘની પણ પળમાં ન વિસરે.
જે ગુર્વાદિ વડીલજને કે નાના પણ ગ્લાનાદિ સાધુઓની સેવાની ઉપેક્ષા કરવા સાથે “નમો લેએ સવસાહેણું” પદને જપ કરશે તે તે જ નિશ્ચયનયથી “મા સાહસ” પક્ષીને જેવો મૂર્ખામીભર્યો ગણાશે.
ચાલો, આપણે સૌ લાગી પડીએ, આપણા જીવનના ધાસપ્રાણસમી ગુરુકૃપાને પામવાના કાર્યમાં
સંવેદન વ્યક્તિત્વનિર્માણના જંગમાં
અસ્તિત્વની હારાકીરી !. આ વાતનું તે ઘણાં વર્ષે – આજે – મુનિજીવનમાં ભાન થયું કે વ્યક્તિત્વનું નિર્માણ કરવા નીકળેલા અમે કેટલાકે વાસનાઓ ઉપર પ્રભુત્વ તે સ્પર્યું પણ નથી. એ