SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ મુનિજીવનની બાળપોથી-૨ એની તોલે એ ન આવી શકે. મૂળભાષામાં જે શાસ્ત્રપદાર્થો જોવા મળે એની મજા જ કોઈ જુદી છે. ગુજરાતીનું તે ન છૂટકે શરણ લેવું જોઈએ. જે આપણે જીવનનું સારામાં સારું ઊવીકરણ કરવું હેય તે સંસ્કૃત વગેરે ભાષાઓ; ખૂબ સારી મહેનત કરીને તૈયાર કરવી જોઈએ. કદાચ તેના વ્યાકરણ ગ્રન્થ ન ભણી શકાય તે પણ હિંમ-પ્રવેશિકા'ના બધા ભાગે ખૂબ સારી રીતે તૈયાર કરવા જોઈએ. તે રીતે પ્રાકૃત – માર્ગોપદેશિકા પણ તૈયાર કરવી જોઈએ. આ પછી ન્યાયગ્રન્થમાં તર્કસંગ્રહ, મુક્તાવલિ અને દિનકરી જેટલું પણ, કેમ સે કમ કરી લેવું જોઈએ. જે આટલું ઠેસ અધ્યયન થશે તે જ લોકપ્રકાશ, વિશેષાવશ્યક વગેરે ગ્રન્થોને તથા મહોપાધ્યાયજીના અનેક ગ્રન્થોને અને હરિભદ્રી ગ્રન્થને એના મૂળ સ્વરૂપમાં ભણ. શકાશે. અને ત્યારે જ તેના પદાર્થોની વાસ્તવિક ઊંડાણવાળી સમજ આવશે અને ત્યારે જ તે પદાર્થો જીવનમાં પ્રવેશ કરીને જીવંત બનશે. જ્યાં સો રૂપિયા કમાવાના છે ત્યાં દસ જ રૂ. કમાવવા હેય તે તેટલું ગુજરાતી કામ નભી જાય ખરું. સવાલ (૧૨) : મુનિજીવનમાં ખૂબ જરૂરી બે જ બાબતે જણાવો કે જેને મુનિજીવનના શ્વાસ અને ઉચ્છુવાસની ઉપમા આપી શકાય ? જવાબ : એ બે બાબતે છેઃ સંયમની યાત્રા અને આહારની માત્રા.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy