SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૧૦૩ તીવ્ર પાપોદયથી પ્રેરાઈને “અચિત્ત પાણી પીવાનો ત્યાગ કરવાનો વિચાર કરી દીધે. કે ભયાનક ખીલે ! મને પેલા કમલપ્રભાચાર્ય યાદ આવે છે, જેમણે પિતાના અપમાનના ભયથી બ્રહ્મચર્યને પણ સાપવાદ જાહેર કરવાની અતિ ભયાનક ભૂલ કરી નાખી. એક ખીલો પ્રભુશાસનને મારી દીધો ! વર્તમાનયુગના એ ચતુર્વિધ સંઘના સભ્ય ! આજે આપણે સહુ એક સંકલ્પ કરીએ કે આપણું અહિક સ્વાર્થોના પિષણ માટે આપણે કદી પ્રભુશાસનને ખીલો ઠોકવાની ભૂલ ન કરી બેસીએ. ક્યાં આપણું લઘુતમ અસ્તિત્વ અને વ્યક્તિત્વ! અને ક્યાં ૨૧-૨૧ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે પ્રકાશિત રહેનારા વીરશાસનનું ગૌરવવંતુ વ્યક્તિત્વ અને પ્રભુત્વ ! જો ખીલો ઠોકવાનો જ પ્રસંગ આવી પડે તે આપણું સ્વાર્થોને જ ખીલો મારીએ! આપણા સુખને જ પૂળે ચાંપીએ ! આપણી વાસનાને ગળે જ ટૂંપો દઈએ ! પણ તેની સુરક્ષા રાખીને વીરશાસનના કેઈ પણ અંગને – સંઘને, આજ્ઞાને, મોક્ષના ઉદ્દેશને, ક્રિયામાર્ગના નિયમને બાંધછોડ વગેરેના ખીલા કદી ન મારીએ. ત્યાં ખીલો નહિ, ખીલી પણ નહિ રે ! તેનું સ્વપ્ન પણ નહિ. યાદ રાખીએ; ખીલા ખેંચી કાઢનાર પિલા વણિગના આપણે વંશજો છીએ; પેલા ભરવાડના નહિ...
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy