________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૦૫
નબળા પડ્યા છે. કદાચ વર્તમાનકાળ એવી નબળાઈનો ભોગ બનેલા ઘણું ઘટકોને કાળ હોઈ શકે.
ટૂંકમાં આપણે ચારે ય આચારનું સ્વરૂપ અને મહત્ત્વ જોઈ લઈએ. (૧) ઉપબુહણા :
બીજાના ગુણની હાર્દિક અનુમોદના અથવા પ્રશસ્ય ગુણની ખુલ્લી પ્રશંસા. જે સાધુ કે સાધ્વીજીએ સુંદર કેઈ આરાધના, પ્રભાવના કરી હોય તેની આપણે ઉચિત રીતે અનુમોદના (કે પ્રશંસા ) કરવી જ જોઈએ. આવી ઉપવૃંહણ એ વ્યક્તિનું બળ ખૂબ વધારી મૂકે છે એને આરાધનામાં પુષ્કળ વેગ મળી જાય છે. ઊલટ પશે, જે ગુર્નાદિ તરફથી ચગ્ય રીતે ઉપખંહણ ન થાય તે તે વ્યક્તિ હતાશ થાય છે. કદાચ તે આરાધનાને વેગ છોડી પણ દેવા સુધી પહોંચી જાય છે. શાસ્ત્રમાં એવા આચાચંનું દષ્ટાન્ત આવે છે, જેણે જમ્બર શાસનપ્રભાવના કરીને આવેલા પિતાના ચાર શિષ્યોની ઉપવૃંહણ ન કરતાં હતાશ થઈ ગયેલા શિષ્યએ શાસનપ્રભાવનાની પ્રવૃત્તિઓ પડતી મૂકી. ફલતઃ પાંચે ય દુર્ગતિમાં ગયા.
જે કાળમાં બહુ થેડા-છેડામાં ય અતિ થોડા સાચા આરાધકો રહ્યા છે તે કાળમાં તેમને ટકાવીને આગળ વધારવાની ખૂબ જરૂર છે. ઉપબૃહણાથી જ એ બની શકે તેમ છે. સબૂર ! અહંકારને આઘે મૂક્યા વિના ઉપવૃંહણે આપણે કદાપિ કરી શકનાર નથી એની નોંધ લેવી રહી.