SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ ૧૨૯ કોટિને ગારુડિક છે ! દેવના અને પશુઓના ય, મિત્રના અને શત્રુના ય ઝેર ઉતારી નાંખવાની તારી કોઈ અજબ અલોકિક કમાલ છે, ત્યારે મને મારે સ્વાર્થ યાદ આવ્યું છે. કદાચ એ વાત હું કરું તે ખોટે નહિ પડું કે જગતમાત્રનાં ઝેર ઉતારી નાખનાર તું મારી રગરગમાં વ્યાપેલું ઝેર નહિ નીચવી શકે. ના... નહિ જ. કદાચ પડકારભરી ભાષામાં કહું તે ય તે ખોટું નથી કે મારી નસનસમાં વ્યાપેલું ઝેર તું નહિ ઉતારી શકે. એ જગદંબા ! શું એ ઝેર મિથ્યાત્વનું છે? ના. ના... મારી મા ! હું તો પાકે સમક્તિ છું. સુદેવાદિ સિવાય કદી કોઈને માનતા નથી કે નમતું નથી. શું એ ઝેર અવિરતિનું છે ? ના રે ના... તેમ પણ નથી. મેં સર્વવિરતિને સ્વીકાર કરી લીધું છે. ભારે ઉમંગથી વરઘડે કાઢીને નાણ માંડીને મારી પ્રતિજ્ઞાઓ કરી લીધી છે. પેલા દે અને પશુઓ; મિત્ર અને શત્રુઓનાં જે ઝેર હતાં તે મિથ્યાત્વ કે અવિરતિનાં જ હશે. અને મારી મા તેને તે દૂર પણ કરી દીધા છે. પણ મારું ઝેર તે તે સિવાયનું છે. સમ્યકવી અને સર્વવિરતિધરની પણ રગરગમાં એ વ્યાપે તેવા પ્રકારનું કાતિલ ઝેર છે. આ ઝેર બરોબર પ્રસરે છે, તે મિથ્યાત્વ અને અવિરતિનાં ઝેર પણ આવી પડે છે. મુ. ૯
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy