SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨ શાસ્ત્રમાં આંબિલ અથવા ઉપવાસ આદિને જ તપ કહેલ છે તે ખ્યાલમાં રાખવું. છતાં આ વિષયમાં વ્યક્તિગત ખુલાસો તે ગીતાર્થ ગુરુ ભગવંત જ આપી શકે. સવાલ (૧૦) ઃ ક્યારેક સાવ નવરા પડી જવાય છે; એવા શૂન્યાવકાશ વખતે શું કરવું ? જવાબ : મુનિજીવનમાં નવરાશ ? શી રીતે ? કેટલી બધી આરાધનાઓ છે? રે ! ફુરસદ મળે જ ક્યાંથી? જે સાધુ બે સમયનું પ્રતિક્રમણ બરોબર કરતા હોય; બલ બેલીને જ બે ય સમય તમામ પ્રતિલેખન કરતા હોય; દૂર દૂર સુધી ગોચરી વહેરવા જતા હોય, બહાર સ્થન્ડિલ જતા હય, જોરદાર સ્વાધ્યાય કરતા હોય, ગુર્નાદિની સેવાને સારામાં સારો લાભ લેતા હોય–તેમને નવરાશ મળે જ કયાંથી ? છતાં ય જે નવરાશ મળતી હોય તે પરમેષ્ઠિ-૫ કરે; તદુપરાંત સ્તવન, સઝા વગેરે ગોખવા; તદુપરાંત કઈ શાસ્ત્રગ્રન્થનું પ્રતના પાનામાં થોડું થોડું હસ્તલેખન કરવું. આ હસ્તલેખનનું કાર્ય કેટલું જરૂરી છે, તે મુનિજીવનની બાળપોથીના પહેલા ભાગમાં એક ઠેકાણે મેં સમજાવ્યું છે. આ રીતે પણ નવરાશ તે ટાળવી જ. જેઓ પાસે આવું કોઈ કાર્ય હેતું નથી; તેઓ ગપ્પાં મારીને, વિકથાઓ કરીને જે સમય પૂરે કરે તે બહુ મોટા દેશના ભાગીદાર બની જાય.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy