SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨, જીવોની હિંસાનું કારણ બની જતાં ઉપકરણ મટીને અધિકરણ બને છે. ડોલમાં જે ફીણ પડ્યું હોય તો તેમાં માખી પડતાંની સાથે જ ચૂંટી જાય છે. (૨૫) સુંઠી પાતરીમાં પાણ; પરાત પાસે કાપ ? ઘડાથી એંઠી પાતરીમાં કદી પાણી ન લેવું. ઘડાનું પાણી જરાક પણ જોરથી તે પાતરીમાં પડે કે તરત તે પણ એંઠું થઈને તેને છાંટે પાછે તે જ ઘડામાં પડી જાય. પૂરી સાવધાની રાખવાથી વધે ન આવે, પણ પાપભીરુ આત્માએ આવું સાહસ કરવાની જરૂર નથી. એક નિયમ જ બનાવી દે કે પતરી વગેરે પૂરેપૂરા લુછયા પછી જ તેમાં ઘડા વગેરેનું પાણી લેવું. આ જ રીતે જ્યાં પાણી ઠારેલું હોય તેની નજીકમાં કાપ ન કાઢવે કે લૂણાં પણ ન કાઢવાં. જરાક બેદરકાર રહી જવાશે તે તરત તે પરાતના પાણીમાં છાંટા ઉડી જશે. (૨૬) સાંજે દેરાસર) જે વસતીથી સે ડગલાની અંદર જ જિનાલય હોય તે સાંજે પણ દર્શન કરવા જવું જોઈએ. અન્યથા આ નિયમ નહિ. પણ સાંજે જિનાલયમાં દર્શન કરવા જનારે દિવા–લાઈટ થતાં પહેલાં જ દર્શન કરી આવવાને નિયમ રાખવું જોઈએ. ક્યારેક સમયસર જવાનું ચૂકી જવાય તે દીવા-લાઈટમાં તે ન જ જવું. “ન ગયાને” અમુક દંડ રાખી દે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy