SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર મુનિજીવનની બાળપોથી-૨ T1 સવાલો અને જવાબ સવાલ (૩૨) : ગુરુકૃપા વિના ઉદ્ધાર નથી અને તે ઝટ મળતી નથી. માટે શું કરવું? જવાબ : એ વાત એકદમ સાચી છે કે દેવ-ગુરુકૃપા વિના ઉદ્ધાર નથી. દેવની ભક્તિ અને ગુરુકૃપામાં જ મેહનીય કર્મના ભુક્કા બોલાવી દેવાની સૌથી વધુ શક્તિ પડેલી છે. મોહનીય કર્મના વિશિષ્ટ પશમ વિના સાચું મુનિ જીવન શી રીતે સંભવે? હા...તે પશમ વિના પ્રચારક બની શકાય; પરન્તુ પ્રભાવક તો કદાપિ નહિ. તેના વિના સસ્તી પ્રસિદ્ધિ જરૂર મળી શકે પણ (આંતર) સિદ્ધિઓ કદાપિ ન મળે. એટલે જ દેવભક્ત અને ગુરુકૃપા અત્યંત આવશ્યક છે. પણ આ માટે એવું તે કદી ન બોલાય કે “ગુરુ કૃપા વરસાવતા નથી.” અમારે શું કરવું ? જે ગીતાર્થ ગુરુકૃપા વરસાવતા નથી તે તેમાં આપણી પાત્રતાની ખામી જ મુખ્ય કારણ હોય છે. આ સિવાય ગુરુ પિતાની કૃપા વરસાવી ન દે એ સંભવિત જ નથી. આપણી કેટલીક વિચિત્રતાઓ, પ્રકૃતિની વિષમતાઓ અનાદિની સહચરી – કુટેવ વગેરેને કારણે જ કૃપા વરસતી હેતી નથી. આ સ્થિતિમાં ગુરુથી વિરક્ત થવાનું છે ત્યાગીએ પસંદ કરે છે તે ખરેખર અત્યન્ત દયાપાત્ર છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy