SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મુનિજીવનની બાળથી–૨ સદાય પિતાની પાસે રાખવું તે ઉચિત ન ગણાય. તેમાં ય વળી તેને ચાવી જાતે આપવી તે પણ ઉચિત ન ગણાય. ખરેખર, ઘડિયાળનું આ પાપ ખૂબ વ્યવસ્થિત રીતે આપણા જીવનમાં પેધી ગયું હોય તેમ લાગે છે. આપણુ માટે આ ભારે ખેદને વિષય બની રહે ઘટે. (૩૦) રાતે લાઈટ અંગે : રાતના સમયે ઉપાશ્રયમાં લાઈટ, ફાનસ વગેરેના પ્રકાશની અપેક્ષા ન રાખવી જોઈએ. આખી રાત ચાલતી તેઉકાયની વિરાધનાને આ ભયંકર દોષ છે. છતાં જે કોઈ દાદર જ એ હેય કે જેને ચડવાઊતરવામાં વૃદ્ધ સાધુ કે સાધવજીને પડી જવાને પૂરે ભય રહેતે હેય; એ સ્થળ જ એવું હોય, જ્યાં જીવજતુને કે આસપાસની વિચિત્ર અજૈન વસતિના રંજાડને ભય રહેતું હોય અથવા તે મુનિઓની જીવન-રક્ષાને પ્રશ્ન હોય તે તેવાં આગાઢ કારણોસર આ દેષ ન છૂટકે સેવી શકાય; પણ એમાં ગીતાર્થ-વડીલ જ પ્રમાણભૂત સમજવા. બીજા કોઈએ પરિસ્થિતિ અંગે નિર્ણય કરવાની સત્તા પોતાના હાથમાં લેવી નહિ. કેમકે તેમ કરનારથી જો અગ્ય નિર્ણય લેવાઈ જશે [જરૂરિયાતને વખતે બિનજરૂરિયાતને, બિનજરૂરી વખતે જરૂરિયાતને] તે તેના આત્માનું ઘણું મોટું અહિત થશે. આથી જ કલ્પસૂત્ર ગ્રન્થના સામાચારી વ્યાખ્યાનમાં વારંવાર, “આયરિયા પચ્ચવાય જાતિ’ કહ્યું છે.
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy