________________
પાઠ : ૬
ક્યાં જોવા મળશે, આવું ગ્રુપ?
ભારતભરમાં જનસંઘના માત્ર તપાગચ્છના લગભગ ૧૫૦૦ સાધુ ભગવંતે અને ૪૫૦૦ સાધ્વીજી મહારાજ = કુલ ૬૦૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ કરી રહ્યાં છે. અનુમાનથી લાગે છે કે તેઓ બધા મળીને લગભગ એક હજાર ગ્રુપમાં વહેંચાયેલા હશે. પિતાપિતાની શક્તિ મુજબની આરાધના દરેક ગ્રુપમાં થતી હશે; પરન્તુ..
એવું કોઈ ગ્રુપ હશે ખરું ? જેમાં સહુ વિવિધ જિનાજ્ઞાઓનું સ્વરૂપ જાણીને આવું ધન્યતમ શાસન પામ્યાથી રૂંવે રૂંવે આનંદવિભેર બનતા હશે ? ક્યારેક આંખેથી હર્ષનાં એધાર અશ્રુ વહી જતાં હશે ?
જેમાં સહુ અરિહંત ભક્તિમાં ઓતપ્રેત રહેતા હશે ? જિનાલયે ચિત્યવદન કરતાં પ્રભુભક્તિમાં રસતરબળ બની જતા હશે ? જેમાં સાચા અર્થમાં સંવિગ્ન અને ગીતાર્થ હશે; આશ્રિતે પ્રત્યે નિષ્પક્ષભાવનું ભરપૂર વાત્સલ્ય વહાવતા હશે ? જેઓ બ્રહ્મચર્યના કટ્ટર પાલક હશે ? જેઓ વાચનામુ. ૫