________________
મુનિજીવનની પાયાની આચાર–સંહિતા ૧૧. નવકારશીમાં મિષ્ટ અને ફ્રેટ ન લાવે. ૨. બે ય ટંક ઊભા પ્રતિક્રમણ કરે. ૩. સાંજનું પ્રતિક્રમણ માંડલીમાં કરે. ૪. જનાદિની માંડલીમાં યથાસ્થાને બેસે. ૫. પ્યાલા બરાબર લૂછીને મૂકે. ૬. વાડામાં પહેલાં અને પછી રાખ નાખે. ૭. કાપની દોરી સાંજે છેડી લે. ૮. શેષકાળમાં સૂર્યાસ્ત થતાં પહેલાં જ પાણીમાં ચૂને નાખે. ૯. પૂછ્યા વિના ગોચરી–પાણી લાવે નહિ; કે વાપરે નહિ. ૧૦ પૂછડ્યા વિના નાનામાં નાની પણ વસ્તુ મંગાવે નહિ. ૧૧. પૂછળ્યા વિના કેઈ પણ આધાકમી વસ્તુની સૂચના
કરે નહિ. ૧૨. પૈસાની વાત કોઈની કરે નહિ. ૧૩. માંડલીનું કામ વ્યવસ્થિતપણે કરો. ૧૪. છ આવશ્યકમાં કે પ્રતિલેખનની ક્રિયામાં બોલે નહિ. ૧૫. એંઠા મેંએ બોલે નહિ. ૧૬. સાંજે ચકાર લાવે નહિ. ૧૭. રાત્રે પ્રતિક્રમણ બાદ એક કલાક સ્વાધ્યાય કરે. ૧૮. વડીલની રજા વિના વાસક્ષેપ નાખે નહિ. ૧૯. વડીલની રજા વિના બહેને સાથે વાત ન કરે. ૨૦. બે વખત અચૂક ઓઘ બાંધે ૨૧. રાત્રે દંડાસન વિના ફરે નહિ. ૨૨. ઉઝમાં કામળી વિના ફરે નહિ તથા વાંચે નહિ. ૨૩. રજા વિના ઘડિયાળ રાખે નહિ. ર૪. પુસ્તકનું પાકીટ તથા ચમાની ફ્રેમ વગેરે સાદાં રાખે.