SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨ માલિશની તૈલાદિ વસ્તુ – ઔષધિ સુદ્ધાં – આપણી પાસે ન હોવાં જોઈએ. જ્યારે, જે વસ્તુને જેટલી માત્રામાં ખપ પડ્યો ત્યારે, તે વસ્તુ, તેટલી જ માત્રામાં લાવીને તેને તે જ દિવસમાં ઉપગ કરી દેવે જોઈએ. જેવું ગોચરી અંગે તેવું જ આરોગ્યના ઔષધિ, તેલ વગેરે અંગે. પરન્તુ હાલ આ વિષયમાં યથાયથ પાલન થતું જોવા મળતું નથી. તે છેવટે એટલું કરવું એગ્ય છે કે દિવસે લાવેલી ઔષધિઓ કે તેની પિટલી સૂર્યાસ્ત થતાં પહેલાં ગૃહસ્થને સેંપી દેવી; પિતાની પાસે રાખવી નહિ. બીજે દિવસે જ્યારે જરૂર પડે ત્યારે તે વસ્તુઓ પાછી લાવવી અને વળી સાંજ પહેલાં ભળાવી દેવી. જે આમ કરવામાં ન આવે અને રાત્રિ દરમ્યાન પણ પિતાની પાસે રાખી મૂકવામાં આવે તે તે વ્યક્તિને રાત્રિભેજનનો દોષ લાગે છે. જે શાસ્ત્રીય નિયમ પ્રમાણે ચાલીશું તે પ્રાયઃ આરોગ્ય જ બગડશે નહિ; તેમ થતાં ઉપર્યુક્ત વ્યવસ્થાને કે દેષને સવાલ જ ઊભે થશે નહિ. (૧૨) અતિ વહેલો કે મેડ વિહાર ન કરો : શાસ્ત્રવિધિ પ્રમાણે તે દિવસના ત્રીજા પ્રહરમાં જ વિહાર કરવાને છે. છતાં કારણવશાત્ પ્રથમ પ્રહરમાં અને વિશેષ કારણે તે સૂર્યોદય પૂર્વે પણ – પ્રકાશ થઈ ગયા આદ – વિહાર થઈ શકે છે. પરન્તુ આથી પણ વહેલો – સાવ અંધારામાં વિહાર કરે તે ઉચિત નથી. તેમાં ય વળી નિષ્કારણ સાવ અંધા
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy