________________
મુનિજીવનની બાળપેથી–૨
૧૧૩
છતાં જે તે રીતે જ અધ્યયન કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય તે તેના અંગે વિશેષ કાળજી રાખી લેવી. યુવાન સાધ્વીજીને અધ્યયન કરવાનું હોય તે તે બીજા પણ કેટલાક સાધ્વીજીની સાથે બેસે અને પંડિત પાસે ભણે. અથવા તે પોતાના ગુના પીઢ સાધ્વીજીને સાથે લઈ જાય, જેથી તેમની સુંદર રીતે રક્ષા થઈ જાય.
આવી વ્યવસ્થા કરીને જેમને અધ્યયન કરાવાય તેમને ખૂબ જ ઠેસ અધ્યયન કરાવી દેવું. તેમના વડીલેએ તે સાધવીજીઓને દબાણપૂર્વક કહેવું કે, “એવી રીતે ભણું લો, જેથી ભવિષ્યમાં તમે જ બીજા સાધ્વીજીઓને ભણાવી શકે.” આવા સાધ્વીજીઓ તૈયાર થવા જ જોઈએ તે આગ્રહ વડીલ સાધ્વીજીઓ રાખશે તે તેવા સાધ્વીજીએ જરૂર તૈયાર થઈ જશે.
સવાલ (૨૬) : કેટલાક વિભિન્ન ગ્રુપના મુનિએ [ કે સાદવીજીઓ ] પરસ્પર ભેગા થાય છે ત્યારે કેટલાક વડીલ વગેરેની નિંદા થાય તેવી વાતો કરે છે કે ચર્ચા ઉપાડે છે. તેમને જડબાતોડ જવાબ દે કે મૌન જ રહેવું?
જવાબ : આપણા વડીલ વગેરેની નિંદા થાય તેવી વાત ઉપાડવી જ ન જોઈએ. છતાં કોઈ સગમાં તેવી કઈ વાત નીકળી ગઈ હોય તો જે સામી વ્યક્તિ સરળ હાય અને સમજવાની બુદ્ધિ ધરાવતી હોય તે શાન્તચિ જરાય મિજાજ ગુમાવ્યા વિના તેને સઘળી વાત કરી શકાય. પણ જે વ્યક્તિ કદાગ્રહી હોય કે અમુક પ્રકારને મુ. ૮