________________
મુનિજીવનની બાળપોથી-૨
ભરાય છે. હવે તેમાં પાણીનું એકેકું ટીપું નાખવું શરૂ કર્યું. એક હજાર ટીપાં નાખ્યાં પણ હજી ઘડો ન ભરાય એટલે “ઘડે કયારે ભરાશે ? કેમ ભરાયે નથી? શું તે ભરાશે જ નહિ?” આવી અધીરાઈ થઈ જાય તે ટીપાં નાખવાની ક્રિયાના ફળ પ્રત્યે અશ્રદ્ધામાંથી નિરુત્સાહિતા, વેઠ, કંટાળે વગેરે જરૂર પેદા થાય.
પણ “ઘડે ભરાઈ છે રહ્યો છે. મારી ટીપાં નાખવાની કિયા ઘડે પૂરે ભરાવા તરફ આગળ વધી જ રહી છે!”
એ સત્યને જે ઉત્સાહપૂર્વક સ્વીકારવામાં આવે તે ક્રિયામાં ઉલાસ, આનંદ વગેરે પેદા થાય અને તેનું ફળ આનંદ અને છેલ્લે ફળપ્રાપ્તિ, બે ય મળી જાય.
અનાદિકાળના રોગોની ઉગ્રતા એકાદ ભવમાં કદાચ એકદમ મળી ન પણ પડે છે તેથી નિરાશ ન થવું. આ તે જિનેક્ત અને ગુણધર–ગુમ્ફિત ક્રિયાઓ અને તેનાં મન્નમય સૂત્ર છે. તેના ફળમાં અશ્રદ્ધા કે અધીરાઈ આવવી ન જોઈએ.
બસ ઉક્ત લક્ષ સભાવ અને બળાપા સાથે કરતા જ રહે...જરૂર ફળ પામશો.
સેવાલ (૨) : રોજ નવકારમંત્રની બાંધી પાંચ માળા ગણીએ કે તેવા જ ઋષિમંડલ, નમણિ આદિ કઈ જ૫, કે કેઈ તેત્રોને પાઠ વગેરે કરીને તેમાં ભાવની અલ્પતા કે ક્યારેક શૂન્યતા આવી જાય તે ય તે જપાદિમાં તાકાત હોય ખરી ?