________________
૧૫૦
મુનિજીવનની બાળથી–૨
નવાં પાતરાંની ગંધ દૂર કરવા માટે તેને ૧૦–૧૫ દિવસ સુધી ધૂળ ખાવા દેવી જોઈએ. અથવા તેમાં રાખ, નાખીને રાખવાં જોઈએ, અથવા વારંવાર છાશથી કે ચણાના લેટથી છેવાં જોઈએ. ત્યાર પછી જ તેને ઉપગ શરૂ કર જોઈએ. નવાં તરણું વગેરેમાં ઉકળતી – ગરમ -- વસ્તુ લાવવાથી તેને રંગ ફૂલી જાય છે એ ધ્યાનમાં રાખવું. (૪૪) બારેબર કશું ન પતાવવું
વડીલ કે ગુરુદેવની આજ્ઞા મેળવ્યા વિના કશું કરવું નહિ. નાની પેન્સિલ પણ મંગાવવી નહિ કે દેરાસરે કે માત્રુ કરવા પણ – કીધા વિના – જવું નહિ, નાની છતાં બહુ મહત્ત્વની આ વાત છે. જે એનું યથાર્થ રીતે પાલન નહિ કરીએ તે બહુવેલ સંદિસાહુ...વગેરે આદેશ (જેમાં માત્ર આંખ મટમટાવવી. લેહીનું પરિભ્રમણ વગેરે – અશક્ય પરિહાર – ની રજા માગી લેવામાં આવે છે તે)ને અર્થ જ શું રહેશે ?
ભક્તોને કે પુણ્યને ગેરલાભ કદી ઉઠાવે નહિ. (૪૫) વંદનવિધિ સાચઃ
સામાન્યતઃ મુખ્ય વડીલ અને ગુરુદેવને સવાર-સાંજ બે વાર વંદન કરવું જોઈએ અને બાકીના રત્નાધિક (આપણુથી મોટા)ને એક વાર વંદન કરવું જોઈએ. આ. બાબતમાં કદી ઉપેક્ષા સેવવી ન જોઈએ. ચાહે તેટલી વિદ્વત્તા કે તપશક્તિ આવી હોય તે પણ આ ઉપેક્ષા કરવી ન જોઈએ.