________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૪૯
ઈરિયા પડિકમ્યા વિનાને સ્વાધ્યાય કે જપ આલોચના પેટે આવેલા પ્રાયશ્ચિત્તમાં વાળી શકાતું નથી.
પ્રતિલેખનાદિ ક્રિયા શરૂ કર્યા બાદ તે જ્યાં સુધી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી વચમાં બીજી કઈ પણ – સ્વાધ્યાપ, જપાદિ કિયા થઈ શકે નહિ. કદાચ ભૂલથી પ્રતિલેખન કરતાં પચ્ચક્ખાણ કે આદેશ અપાઈ ગયા હોય તો તરત ફરી ઈરિયા પડિક્કમવી જોઈએ.
જે ભૂમિ ઉપર સ્વાધ્યાય, જપ, ગોચરી કરવાની હોય ત્યાં ઈરિયાવ ડિક્કમીને કાજે લેવું જોઈએ.
ગોચરી કર્યા પછી તે જગા ઉપર જે કાજે લેવાને છે કાજે લેતાં પહેલાં ઈરિયાપડિક્કમવાની નથી, પરંતુ કાજે વિધિવત્ પરઠવ્યા બાદ ઈરિયા પડિક્રમવાની છે.
ચોમાસામાં દિવસે કાળ વેળાએ જે કાજે બધે લેવાને છે તેની પૂર્વમાં અને પછી – બે ય વાર – ઈરિયા પડિક્ટમવાની છે. (૪૩) પાતરાં વગેરે વારંવાર ન રંગવાં :
પૂર્વે તે પાતરાં વગેરેને ગાડાની મળીને રંગ થતું. એ મળી અને તેનું તેલ આરોગ્યપ્રદ હતું. હવે જે રંગે નીકળ્યા છે અને જે રગાન વપરાય છે તે આરોગ્યને પુષ્કળ નુકસાન કરનારાં છે. આથી પાતરાં વગેરે જેમ બને તેમ જૂના વપરાતા રહે, વારંવાર રંગાય નહિ કે નવા નવા બદલાતા રહીને વપરાય નહિ તે ખૂબ ઉચિત છે.