________________
મુનિજીવનની ખાળપેાથી—ર
છે કે, તમે તમારી આરાધનાને પચાવી શકયા નથી.
આથી તમને તેના અજીણુ ઉપર અહંકાર પેદા થયે છે અને જેએ તમારી જેમ તપ, જપાદિ કરી શકતા નથી કે કરતા નથી તેમના પ્રત્યે તેમને તિરસ્કારના ભાવ પેદા થયા છે.
૭
જેઓ પાસે એવી આરાધના નથી તેમને જે અહંકાર કે તિરસ્કાર પ્રાપ્ત થતા નથી તે અહુકાર અને તિરસ્કાર ઉપર્યુક્ત આરાધકના વને પ્રાપ્ત થતા હાય છે. કચારેક એમ પણ મને કે અનારાધકા કરતાં ય આ આરાધકે વધુ ભવ–ભ્રમણનું દુર્ભાગ્ય પામી જાય.
જો આરાધના આરાધન-ભાવપૂર્વકની હશે તે તેમાંથી કદી આવા અહંકાર અને તિરસ્કાર પેઢા થઈ શકશે નહિ. અન્યથા નમસ્કાર ગણનારા પણ તેના ગણવાના અહુકાર પામીને; નહિ ગણનારા ઉપર તિરસ્કાર યાવત્ ધિક્કાર પેદા કરશે.
ખરેખરા નમસ્કારભાવ તે છે; ખરેખરે। નમસ્કાર ગણનારા તે છે જેને તે નહિ ગણનારા પ્રત્યે; રે ! તે નમસ્કારને તિરસ્કારનારા પ્રત્યે પણ તિરસ્કાર કદાપિ જાગતા નથી ખલકે ઉત્તરાત્તર વધુ ને વધુ કરુણાભાવ પેદા થાય છે.
સ્વાધ્યાયશૂરાને અભણુ ઉપર; તપસ્વીને નિત્ય નવકારશી કરનાર ઉપર; ત્યાગીને અત્યાગી ઉપર જો તિરસ્કાર પેદા થશે તે તે પેાતાનું સમગ્ર આરાધનાનું જીવન ધેાઈને સાફ કરી નાખશે.