________________
મુનિજીવનની બાળપોથી
૧૩ ૩
દેતા. આથી સમગ્ર જૈનસંઘ અને સમાજો, કેમ, જ્ઞાતિઓમાં કેઈ ઉછુંબલ બનીને સત્તા કે સંપત્તિના જોરે બીજાઓને દુઃખદાયક પ્રવૃત્તિ કરી શકતું નહિ. હવે રાજસત્તા આવી. તેણે સંઘાદિની તમામ સત્તાઓ કાપી નાખી. આથી બધે ઉછુંખલતા, સ્વાર્થીન્ધતા વ્યાપી. “બળિયાના બે ભાગને અન્યાય વ્યાપક થયે. બધા ય રાજસત્તાને પરાધીન થયા. તેમાં રહેલા બસે, પાંચસે માણસની ટેળી ફાવે તે રીતે કોડે લેકેને કાયદા, કાનૂનાદિ વડે ત્રાસ આપી શકવાને સમર્થ બની ગયા. ૩. શામતિ અને બહુમતી
જેની પાસે સંપૂર્ણ જ્ઞાન નથી એવા આપણુ જેવા જીવાત્માએ અધૂરા જ્ઞાને ગમે તેવા નિર્ણયે લઈ લે ત્યારે સ્વ–પર સહુનું અહિત થાય. આમ ન થાય તે માટે જ આપણે સહુ સર્વજ્ઞ એવા પરમાત્માની શાસ્ત્રમતિ પ્રમાણે જ ચાલવાનું રાખતા. એથી એક અક્ષર પણ વિરુદ્ધ જતા નહિ. આ શાસ્ત્રમતિ હંમેશાં પરલોક અને પરમપદના આપણા ભાવી જીવનના હિતને વિચારતી, એટલે સહજ રીતે આ લેકનાં ભેગસુખ તરફ તે અરુચિ બતાડતી.
આથી જ ભેગરરિક જીવેએ તેને ઊખેડી નાખવા માટે તેની સામે “બહુમતી’ મૂકી, બહુમતી તે હંમેશાં ભેગરસિક જીની જ હોય. આ બહુમતીના જોરે તેમણે એવા નિર્ણય લીધા, જેથી છાનાં આ લેકનાં સુખ, શાન્તિ પણ હોમાવા લાગ્યાં..પરલેક અને પરમલેકની તે વાત -જ ક્યાં રહી !