________________
૧૪૦
મુનિજીવનની બાળપોથી-૨
જવાય છે. પણ પછી આરોગ્ય એટલું વિષમ બને છે કે તેને ઠેકાણે લાવવામાં અનેક દોષ સેવવાની ફરજ પડી જાય છે. તે શું કરવું?
જવાબ : આવા વખતે જ તે ગીતાર્થની અથવા ગીતાર્થતાની જરૂર પડે છે. “જેટલા ઉત્સર્ગો છે તેટલા જ અપવાદ છે” (બ્રહ્મચર્યને છોડીને) તે શાસ્ત્રવાક્યને અર્થ આ જ છે હે અમુક સંગમાં અપવાદમાગને આશ્રય લે પડે તેવા પ્રત્યેક આજ્ઞા-સ્થળો છે.
આપણે ગીતાર્થને જ આપણું જીવન સોંપી દઈએ તે આ સવાલ ઉપસ્થિત ન થાય. તેમને જ્યારે જે કહેવું કે કરાવવું આપણા માટે ઉચિત લાગે ત્યારે તેઓ તેમ સૂચન કરે અને આપણે તે રીતે જ ચાલીએ.
પણ જ્યારે ગીતાર્થને અભાવ હોય અને ગીતાર્થ : -તાની પરિકમિંત મતિને ય અભાવ હોય ત્યારે આવા સવાલ પેદા થાય છે.
વર્તમાનકાળનું સંઘયણ આજના રાકની અતિ ઓછી ગુણવત્તા અને વાયુમંડળમાં વ્યાપેલાં પ્રદૂષણે દ્વારા બળને લાગતા ધક્કાઓ વગેરે અનેક દેખીતા કારણોને ક્યારેક ધ્યાનમાં લેવાં પડે છે. જો કે ત્યાગી મહાત્માનું આરોગ્ય જરાતરામાં કથળતું હોય અથવા લાંબા ગાળે પણ પછડાટ ખાધા કરતું હોય તે પિતાની જાતના પિતે જ ડોકટર બની જઈને પિતાનું આરોગ્ય શી રીતે સચવાઈ