________________
૧૪૪
મુનિજીવનની બાળપોથી-૨
તે આંસુનું જ મૂલ્ય છે, સણસણતા તર્કનું કે સચોટ તર્કનું જરા ય નહિ.
મારે તારી પ્રતિમાને આરસ વિકમની સાલના આંકડાથી મૂલવ નથી, મારે તે તેમાં તને – ભગવાનને જે છે.
ગરીબને, ભૂખ્યાઓને, પતિથી માર ખાતી સ્ત્રીને, ચીસે પાડતાં ડુક્કરોને અને પાપીઓને જોઈને મારે તે રડવું છે? તેના આંકડા માંડીને મારે શું કામ?
સાહિત્યની ભાષામાં મારે એ વીર ! તારા ઉપસર્ગોનું વર્ણન નથી કરવું, મારે તે મૌન રહીને રડી લેવું છે; ધરાઈ ધરાઈને. મારે “મા” શબ્દ ઉપર પીએચ. ડી. નથી થવું; મારે તે બે વર્ષના બાળકના હૈયામાંથી સહજ રીતે નીકળતે “મા” શબ્દ બેલી જાણવે છે.
પ્રભુ! અમે વધુ ને વધુ સંખ્યામાં મોટા માથાવાળાઓ પેદા થઈ રહ્યા છીએ, જેમની પાસે હૈયું અત્યંત સાંકડું છે.
ભાવી માટે આ પલટાતી પરિસ્થિતિ ખૂબ જ ચિતાજનક છે તેમ લાગે છે,
જે હોય તે દુનિયાની શી વાત કરું. મારી જ વાત કરું કે મારું માથું મોટું હોય તે તે તું લઈ લે અને બદલામાં મને વિશાળ હૈયું દે!
મારે બુદ્ધિ ન ખપે...મને લાગણી જોઈએ. જે મારા દિલના તારેતારને ઝણઝણાવે...સંવેદને રેલાવે...કમેને. કચ્ચરઘાણ બોલાવે.