________________
મુનિજીવનની ખાળપેાથી-૨
બત્રીસમા મજલેથી એક યુવાને પડતુ' મૂક્યું છે. બિચારા ઇલેકિટ્રકના તારનાં ગૂંચળાંએમાં ફસાઇ ગયા. નીચે સે કડા લેાકેા જોવા માટે એકઠા થઈ ગયા. અમાવાળાઓ પેાતાની કામગીરીમાં લાગી પડ્યા.
૧૪૩
તે વખતે કોઈ સમાચારના ફોટોગ્રાફર ત્યાં આવી ચડયો. તેણે જોરજોરથી બૂમા પાડતાં કહ્યું, “આ યુવાન ! પડે તે પેલી બાજુ ન પડતા; આ મારી બાજુ પડજે; જેથી સરસ રીતે ફોટો સ્ક્રેપ' થઈ જાય !”
હાય ! કેવા હૈયાફૂટયા બુદ્ધિજીવી માણસેાથી આ દેશનાં નગર ઊભરવા લાગ્યાં છે ! આવા જ માણસા દેશના વહીવટનાં ચાવીરૂપ સ્થાને બેઠા છે.
ધરતીકપમાં કે વાવાઝોડામાં થયેલી લાખાની જાનહાનિ ઉપર એમને લગીરે શેક નથી; એમને તે આનંદ છે; ગરમાગરમ સમાચાર મળ્યાના, કે આગાહી સાચી પડયાના !
પેલાને તે સરસ ફોટો જોઇએ છે....તે મરે કે જીવે તેની તેને જરા ય પરવા નથી.
દારૂ ઉપર પ્રતિબંધ મૂક્તા રાજ્યને કેટલા રૂપિયાની ખાટ જશે તે જ આ હૈયાહીણાએ વિચારતા હોય છે ! “પણુ દારૂના દૈત્યે ઘરઘરમાં સળગાવેલી અશાન્તિની આગ, મારપીટ, ભૂખમરો, ગરીબી વગેરે સવાલે તે તેમને ચારે ય સ્પર્શતા જ નથી.
એ પરમેશ્વર ! આવેા હૈયાના હીણા અને બુદ્ધિને તગડા મને કદી ન બનાવીશ. ના....આધ્યાત્મિક જગતમાં