________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૪૧
રહે છે? તે શેાધી કાઢવું જોઈએ. તે જરૂર પૂરતી સાચવણી સાથે ધર્મમાં જેટલી પ્રગતિ થઈ શકે તેટલી તેણે કરવી જોઈએ. એથી મેટો કૂદકે મારવાની તીવ્ર ઉત્કંઠાને તેણે કાબૂમાં રાખવી પડે.
આરોગ્ય બગડ્યા પછી જે “એકસ-રેથી માંડીને આધાકમી સુધીના અનેક દેનું સેવન કરવું જ પડે તેવી સ્થિતિ વારંવાર પેદા થતી હોય તે આપણી સેજ આપણે માપી જ લેવી રહી અને તે પ્રમાણે જ સાડ તાણવી રહી.
ટૂંકમાં, આવી આરાધક–વ્યક્તિઓએ દુઃખતા દિલે પણ મધ્યમમાર્ગને સ્વીકાર કરી લેવું પડે. જે તે તેમ નહિ કરશે તે એક દી સદા માટે મધ્યમમાર્ગમાંથી પણ નીચે ઊતરી જવાનું મેંડું કમનસીબ પેદા થઈને રહેશે.
આરોગ્ય બગડ્યા પછી માત્ર દોષના સેવનનું જ દુઃખ નથી પરંતુ જે અનુકૂળ સહાયક મુનિ ન મળે તે આધ્યાનને કોઈ સુમાર ન રહે. આવી સ્થિતિમાં આયુષ્યને બંધ પડે તે બધું ય હારી જવાય.
આવા કારણે પણ પહેલેથી આપણી ચાલ એવી નક્કી કરી લેવું જોઈએ કે કદાચ જીવનના છેલ્લા દિવસ પણ એ ચાલે આપણે ચાલતા હોઈએ.
કાળધર્મના દિવસે પણ આપણે આપણું નાનું ય કામ કેઈને કરાવવું ન પડે એવી આરોગ્યની સ્થિતિ જળવાઈ હે તે કેવું સુંદર?