________________
૧૩૬
મુનિજીવનની બાળપોથી-૨
(૨) રાખને ડબ્બો મુકાવ.
(૩) ટબ ચેખું કરનાર વ્યક્તિને સૂચના અપાવવું કે ચેખું કર્યા બાદ ટબમાં પણ રહી ન જાય માટે ભીંત સાથે નીતરતું મૂકે. - હવે આ સુકાયેલું ટબ લઈને તેને ઉપયોગ કરનારે તેમાં પાતળા પડ જેટલી જ રાખ નાંખવી. ઊઠતી વખતે મળ ઉપર ફરી પાતળી રાખ નાખી દેવી. આમ કરવાથી મળ ઉપર ઝીણી જીવાતે નહિ બેસે. ટબ સાફ કરનારને પાણી વગેરેની વિરાધના ઓછી કરવી પડશે.
પણ યાદ રાખજો કે આમ કરીને ય ઉગારી શકાય તેમ નથી. કેમકે વાડાનો ઉપયોગ એ જ મહા-મોટું પાપ છે. (૩૮) રોડ ઉપર માત્રુ ન પરવવું :
નગરમાં ક્યારેક રાજમાર્ગો ઉપર માત્રુ પરઠવવું – તે ઝટ સૂકાઈ જતું હોય તે પણ – વાજબી નથી. જો આથી અર્જનને (હવે તે જેનોને ય) ૯ગ છા થાય તે આપણને ભારે દોષ લાગે. બહેતર છે કે તેવા સ્થળે રહેવું જ નહિ.
વસ્તુતઃ નવાં ઉપાશ્રયે ઊભાં કરનાર આ વિષયમાં વિશેષ ધ્યાન દેવું જોઈએ. ઉપાશ્રય થોડોક નાન કરીને પણ રેતીવાળું કપાઉન્ડ વાળવું જોઈએ, અથવા અગાસી કરીને પણ ત્યાં રેતી પાથરી શકાય.
કેટલાક મુનિઓ મોટાં શહેરની સેસાયટીના ખાલી પડેલા ફલેટમાં રહી જાય છે, જ્યાં સ્થહિંડલ, માત્રાની કઈ ખાસ અનુકૂળતા હોતી નથી. ત્યાં તેઓ ગમે ત્યાં બેસે,