________________
મુનિજીવનની બાળપોથી–૨
૧૩૭
ગમે ત્યાં પરઠ, કે બાજુવાળાઓને જુગુપ્સા થાય તેવું કરે છે તેમ કરી થઈ શકે નહિ. આ રીતે પરોપકાર કરવાનું શાસ્ત્રમાં ક્યાંય જણાવ્યું નથી. (૩૯) શુદ્ધ વિહાર કરવો ?
સૂર્યાસ્તની બે ઘડી પૂવૅ ચેવિહાર કરી લેવો તે શુદ્ધ ચોવિહાર ગણાય છે. એકાશન કરનાર ત્યાગીઓને તે આ ખૂબ જ સરળ છે. પણ બીજાએ પણ આટલું કરે તે ઈચ્છનીય તે ખરું જ. એકાશન ન કરી શકે તેણે બેસણું કરવું જોઈએ. સાંજે બેસણું કરવાના લાભ કરતાં ગેરલાભ વધુ છે. રાત્રે રવાધ્યાય, જપ અને ધ્યાન માટે સાંજનું ભેજન અને તેની ઉપર એકદમ પાણી વાપરવું તે બે ય પ્રતિકૂળ છે. આરોગ્ય માટે પણ સારું નથી. હા... છતાં સાંજના બેસણાની જ અનુકૂળતા હોય તે સારી એવી ઉદરીપૂર્વક કરી શકાય ખરું. (૪૦) બહારની વસ્તુઓ ન વાપરે :
બહારની બનાવેલી-સેવ વગેરે પણ હવે વાપરવા જેવી નથી. કેમકે તે બધી ચીજો પશુની ચરબીરૂપ તેલમાં જ તળાતી હોય છે. એ સિવાય ડબ્બાઓમાં તૈયાર મળતી વસ્તુઓ પણ ત્યાગવી જરૂરી છે. બેર્નવિટા વગેરે પૌષ્ટિક ગણાતી કેટલીક વસ્તુઓ અભય હવાને નિર્ણય થઈ ગયે છે. આ રીતે બહારના ચ્યવનપ્રાશ, જીવન, અવલેહ, બિસ્કિટ વગેરે પણ ત્યાગીઓ ન વાપરે તે જ અત્યન્ત