________________
૧૩૦
મુનિજીવનની બાળપોથી–૨
હવે જ તારી કસોટી છે. જે અમારું ઝેર તું ઉતારી દે તો કમાલ થઈ ગઈ કહેવાય !
એ ઝેર છે, અમારી પ્રકૃતિમાં પડેલા કક્ષાનું ! છતા, અહંકારતા, ક્ષુદ્રતા, હલકાઈ, સ્વાર્થ શૂરતા, પરતિરસ્કાર, સ્વસન્માન, નિષ્ફરતા, કૃતનિતા, કઠોરતા... વગેરે વગેરે...
એ મા ! જે અમારા સ્વભાવમાં વ્યાપીને સ્વભાવ જેવા બની ગયેલા ઝેરને તું ઉતારી નાંખે તે હું તને આ જગતને બેજોડ ગાડિક કહું.
જે મારી પ્રકૃતિમાં પડેલી વિકૃતિઓને તું નિર્મૂળ કરી દે તે તારે અનંત અનંત વાર ઉપકાર માનું.
બસ, ત્યારે એ મહાન ગાડિક ! તારી માયા શરૂ કર ! મારા ઝેર ઉતારીને મને અમૃતત્વનું પ્રદાન કર !
હા.... મને તારામાં પૂર્ણ વિશ્વાસ છે. એ જ વખતે અન્તરિક્ષામાંથી શબ્દ સંભળાયા :
“જેને આ ગાડિકમાં પૂર્ણ વિશ્વાસ હોય તે એના નામને પિતાનો શ્વાસ બનાવે.... જે કાંઈ ઝેર હશે તે ઊતરીને જ રહેશે.”
બાકી પડકારની વાત કરવાનો કઈ અર્થ નથી. લગાવે ધૂન. અરિહંતના નામની ! પછી જુઓ શું થાય છે !