________________
મુનિજીવનની બાળપોથી–૨
આ રમત ન હોય ! પ્રભુ-વીરને સેવક વાસનાઓને ગુલામ કદી ન હોય ! વીરનું નામ લે, તારામાં તક્ષણ વીરતા ઉત્પન્ન થઈ જશે, કાયરતા અને કાયરતતા હિમની જેમ ઓગળી જશે.
ચાલ.... ઊઠ... જીવન ઘણું તે પસાર થઈ ચૂક્યું છે. હવે તે જે મળી જીવનની મહામૂલી પળે !
પૂજન કરજે રાત દી, પ્રભુ-વીરનું !
એની આજ્ઞાઓનું યથાશક્તિ પાલન કરજે, અને શેષ આજ્ઞાઓને કદ્દર પક્ષપાત કરજે. તારે ઉદ્ધાર, મારે ઉદ્ધાર, આપણું સૌને ઉદ્ધાર એ પૂજન, પાલન અને પક્ષપાતના ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને જ સંભવિત છે.