________________
મુનિજીવનની બાળપેથી–૨
૧૧૫
હે ત્રિશલાના જાયા ! આમાં વાસનાઓમાંથી અંશતઃ છુટકારો ય શે સંભવે ? ચારે બાજુથી પાપોના પડછાયાઓએ મને ઘેરી લીધું છે!
એ ત્રિશલાના જાયા ! લલાટે ચાંલે હોય, બગલમાં ચરવળે હોય કે દેહ ઉપર ત્યાગી-જીવનનાં, શ્વેત વસ્ત્રો હોય; આની ય એ પાપોને શરમ નડી નથી!
હું એક વામન જેવે ! અને મારામાંથી જ નીકળેિલા પાપના પડછાયાએ વિરાટ રાક્ષસ જેવા !
મને જ મારાઓએ ઘેરી લીધું છે! નથી કોઈ સાંભળી શકે તેમ મારી વાત....કહી શકાય તેમ નથી, અને હવે તે સહી શકાય તેમ પણ નથી.
બધું જ જોવાઈ ગયું છે, તન, મન અને જીવન કરમાઈ ગયું છે, યૌવન. હણાઈ ગયું છે; કૌવત. બરબાદ થઈ ગઈ છે; બુદ્ધિ. પાયમાલ થઈ છે; જીવનની મેંઘેરી પળે. કોને કહું? કેણ સાંભળે ?
એવો તે શુદ્ધ કર્યો રહી ગયે હશે આતમ ? મોટા ભાગમાં શંકા પડવા લાગી છે. ચેરને તો બધા ચોર જ લાગે ને ?
એમાં વળી શાસ્ત્રજ્ઞોએ વાવડ આપ્યા કે, આ કાળમાં, ભરતક્ષેત્રમાંથી સર્વથા વાસના-મોક્ષ કોઈને પણ સંભવિત નથી. ચાહે તેટલી તપ–જપની સાધના કરે, અનુષ્ઠાનની આરાધના કરે, જિનની ઉપાસના કરે.”