________________
મુનિજીવનની બાળપેથી
૧૨૫
સવાલ અને જવાબો
સવાલ (૨૭) વિહારના નિર્જન અથવા વિચિત્ર વસતિવાળા રસ્તાઓમાં સાવજને રક્ષા ખાતર પણ માણસ લેવો જ પડે છે. તો તેમ કહી શકાય ખરું કે માણસ ન જ લેવું જોઈએ?
જવાબ : જે રક્ષાને સવાલ હોય તે જરૂર માણસ લે પડે; પણ તે પૂર્વે કહ્યા મુજબ બાઈ હોય તે. સારું. કદાચ પુરુષને જ લેવું પડે તો તે અંગેની તમામ મર્યાદાઓનું પૂરું પાલન કરવું. બીજું, તે માણસ પાસે પિતાની તણખલા જેટલી પણ ચીજ ઉપડાવવી નહિ. પાણીને ઘડે વગેરે તમામ વસ્તુઓ જાતે જ લેવાની હોય છે. કેઈ ગ્લાનાદિ હોય તો તેમને લાભ અન્ય ત્યાગીઓ, લઈ શકે છે. માણસને પોતાનું પોટલું વગેરે લેવડાવવામાં તેના દ્વારા જે કાંઈ ખાવા-પીવાદિની વિરાધનાઓ થાય તે બધામાં નિમિત્તભૂત બનવાને દેશ આપણને લાગી જાય.
આથી જ રસ્તે ચાલતાં તે માણસ કે (કે સાથે વળાવવા આવેલા જેને વગેરે) ઘાસ વગેરે ઉપર ન ચાલે તેની સમજણ પણ આપણે તેમને આપી દેવી જોઈએ. જે તેઓ ઘાસ વગેરે ઉપર ચાલે તે તેને નિમિત્તભૂત દેષ આપણને લાગી જાય.
સવાલ (૨૮): ગ્લાન કે વૃદ્ધ સાધુ અથવા સાધ્વીજીએ