Book Title: Muni Jivanni Balpothi Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 140
________________ મુનિજીવનની બાળપેથી-૨ १२७ હવે તે ડેલીવાળાનાં ય દુઃખ કાંઈ ઓછાં રહ્યાં નથી. તેમને ત્રાસ ક્યારેક સ્થિરવાસ કરવાની પ્રેરણા આપે તે અસહ્ય બની જતા હોય છે. સવાલ (૨૯) : મુનિજીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા હોવી જોઈએ કે તપની ? જવાબ : મુનિજીવન એટલે જ તપમય જીવન. મહોપાધ્યાયજીએ બત્રીસીમાં કહ્યું છે કે જેમ જેમ સંયમજીવનની આંતરપરિણતિ વિકાસ પામતી જાય તેમ તેમ સહજ રીતે તે આત્મા તેના શરીર સાથે જ વધુ ને વધુ જોરદાર યુદ્ધ કરવા લાગી પડે. દેહ સાથેના ખૂનખાર જંગનું સફળતમ શસ્ત્ર છે : બાહ્ય તપ, ખાઈ-પીને ખૂબ સ્વાધ્યાય કરે બહુ સહેલ છે. પરંતુ ભણ્યા-ગણ્યા વિના ય ઉગ્ર તપ કરે બહુ મુશ્કેલ છે. દેહાધ્યાસ ઉપર તપ જ સીધે પ્રહાર કરી શકે છે. પણ છતાં. કારણવશાત્ જે આત્મા વિશિષ્ટ તપ ન જ કરી શકે તેણે તેના ભારોભાર દુઃખ સાથે સંયમના બીજા યે -સ્વાધ્યાય-માં બરોબર લાગી પડવું જોઈએ. કેમ કે તપની પેઢી ન ચાલી; ફડચામાં ગઈ તે તેની નુકસાની સરભર કરવા માટે બીજી કોઈ–સ્વાધ્યાયાદિની પેઢીધીંગી કમાણ કરતી–ચલાવવી તે જોઈએ જ; નહિ તે બે ય બાજુથી એવી બરબાદી થાય, જે ભરપાઈ થઈ શકે નહિ. બધી વાતે શૂરા તે બહુ થોડા જ ત્યાગીઓ મળી શકશે.

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174