________________
મુનિજીવનની બાળપોથી-ર
૧૧૯
“શ્રમણ-શ્રમણીના શ્રમણ-શ્રમણ પણ વિના તીર્થંકરદેવ–સ્થાપિત તીર્થ ટકી શકતું નથી. આ હકીકત અત્યન્ત યથાર્થ છે. ભારત અને સમગ્ર વિશ્વમાં જે અઘેર ગરીબી, હિંસા અને નાસ્તિકતાનાં ઘોડાપૂર ધમસ્યાં છે તેને ખાળવાનું સામર્થ્ય મૂઠીભર શ્રમણ-શ્રમણીઓમાં છે. તેઓની શાસ્ત્રનીતિની આરાધનામાં છે. તેમના તપ, ત્યાગ, વ્રત અને પરમેષ્ઠિ જપમાં તથા નવપદધ્યાનમાં છે; તેમના શાસનરક્ષાના કાર્યોત્સર્ગો પુત્પાદની અતિ પ્રચંડ શક્તિ ધરાવે છે. એ પુત્પાદ વિશ્વમાત્રના સુખશાન્તિમાં પરિણમી શકે છે.
પ્રત્યેક સાચે શ્રમણ કે સાચી શ્રમણી “એકે હજારા બરોબર છે. એની આરાધનાની શુદ્ધિની તાકાતનું કોઈ પણ શબ્દોથી વર્ણન થઈ ન શકે. એ શુદ્ધિમાંથી પેદા થતાં પુણ્યના વિસ્ફોટ (ઉદય)માં “શું શું સારું બને ?” એમ કઈ પૂછજે જ મા ! ઊલટું “શું સારું ન બની શકે ?” એમ પૂછો.
જૈનસંઘને અને સમગ્ર વિશ્વને સાચા શ્રમણશ્રમણીઓની જરૂર છે. પરંતુ આ મુનિગણ જે વ્યાપક સ્તરે પેદા કરે હશે તે જે વડીલગયું છે તેણે પિતાનું ધ્યાન આ તરફ સવિશેષ કેન્દ્રિત કરવું પડશે. આવી ધન્ય સ્થિતિ પેદા કરવામાં આવતી આડશે અને આડાં આવતાં દબાણને દૂર ખસેડવાં જ પડશે. તે વખતે તેમણે જે તેવા અનિચ્છનીય મમત્વ કે મમત હોય તે બધાને સહર્ષ ત્યાગવા પડશે. ખાશ! મિષ્ટાન્નાદિના ત્યાગ