________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૧૧
સવાલો અને જવાબો
સવાલ (૨૮) : જેના સંયમપરિણુમ ભગ્ન થઈ ગયા છે તેનું શું કરવું જોઈએ ?
જવાબ : શક્ય હોય ત્યાં સુધી તેનું સ્થિરીકરણ કરવું જોઈએ. પરિણામભગ્ન થવામાં કેણ નિમિત્ત અળ્યું છે ? તે શેધી કાઢીને તેની ઉપર વિચાર કરે જોઈએ. જે કષાયાદિનું નિમિત્ત બન્યું હોય તે ક્ષમાપનાદિથી નિવારણ કરવું. જે બ્રહ્મચર્યની બાબત હોય તે સંસારની વિચિત્રતાઓ, અશરણુતા, અસારતા, વિપાકકટુતા વગેરે સારી રીતે સમજાવવા જોઈએ અને વિગઈઓને ઉપગ એકદમ ઘટાડી નાખવું જોઈએ. તેવા પ્રકારના સંગને અને વાંચનને ત્યાગ કરાવવું જોઈએ. આમ ખાસ કાળજી લઈને તે આત્માને સ્થિર કરાય તો તે આત્મા ઊગરી જાય; સ્થિરીકરણ વ્યક્તિને ખૂબ મેટો લાભ મળે અને શાસનહીલનાનું નિવારણ થાય.
પણ જે એમ જ લાગતું હોય કે ઘણી બધી છૂટછાટ આપવાથી જ એ આત્મા માત્ર થોડોક વધુ સમય ખેંચી શકે તેમ છે, અને એ છૂટછાટોને ચેપ અન્યને લાગતાં બીજાઓને પણ ઉછૂખલ થવાનું કે અશિસ્ત આચરવાનું શીખવા મળે તેમ છે, તે ઘણાનાં હિતની રક્ષા માટે એ આત્માને વિદાય લેતે અટકાવવું ન જોઈએ.