________________
મુનિજીવનની બાળપોથી-૨
૧૦૮
ઉપકરણને શક્ય તેટલે વધુ કસ કાઢવાનું લક્ષ રાખવું જોઈએ. આજે તે આપણાં અનેક ઉપકરણે આધાકર્માદિ દેષવાળાં હોય છે. કેટલાંક વિલક્ષણ બનાવટવાળાં તે કેટલાંક ખૂબ મોંઘાં પડતાં હોય છે. જે જરાતરામાં તેને વિદાય આપવાની કુટેવને ભેગ બનાય તે તે વ્યક્તિને વારંવાર કેટલા બધા દોષ વગેરેને ભોગ બનવું પડે ?
શું આ આપણને પરવડે તેવી બાબત છે ? (૨૯) ઘડિયાળ વાપરવા અંગે :
ખરેખર તે ઘડિયાળ વપરાય જ નહિ. તેમાં ચોવીસે ય કલાક જે મશીન ચાલે છે, તેની અંદર વાયુ. કાયાદિની ઘણું વિરાધના થતી હોય છે.
આપણા પૂર્વજે તે શાસ્ત્રોક્ત નીતિ મુજબ દિવસે. દેહના પડછાયા ઉપરથી અને રાતે સપ્તર્ષિના તારાના ગણિતથી સમય જાણું લેતા. સ્વાધ્યાયના વેગ ઉપરથી. પણ સમય નક્કી કરાતો.
આજે તે આપણે એવી ભાવના જ લગભગ નષ્ટ થઈ ગઈ છે. નહિ તે આજે પણ ઉક્ત ગણિતની જાણ-- કારીવાળા મહાત્માઓ વિદ્યમાન છે.
ખેર....જે આ શાસ્ત્રવિધિનું પાલન કરવાનું સામર્થ્ય ન લાગતું હોય તે છેવટે પિતાની આરાધના માટે ગૃહસ્થાએ વસતિમાં (ઉપાશ્રયમાં) મૂકેલા ઘડિયાળથી સમયનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. પણ પિતાની માલિકી જેવું ઘડિયાળ,