________________
૧૧૨
મુનિજીવનની બાળપથી–૨
વળી જે આત્માનું સ્થિરીકરણ કરવામાં આવે તેને તેની ક્ષતિઓનું પૂરેપૂરું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. છેદ વગેરે આપવાની જરૂર પડે તે તેમાં લેશ પણ મેહજનિત કઈ લાગણી આડી આવવી ન જોઈએ. એવા સમયે જે વડીલ બેટી રીતે બચાવ કે લાગણીના પક્ષમાં ઊભા રહી જાય તે તેમને જ ભયંકર સંસાર વધી જાય.
વળી પ્રાયશ્ચિત્ત લેવાની જે ભગ્ન-પરિણામી વ્યક્તિની સહર્ષ તૈયારી ન હોય તે તેની પાત્રતા શું? દોષસેવન કરવાને ખરેખરે પશ્ચાત્તાપ તે તે જ છે કે તે સામે ચડીને કડકમાં કડક પ્રાયશ્ચિત્ત માગે. પછી તેમાં ચાહે તેટલું દેહશેષણ થતું હોય કે સ્વમાનભંગ થતું જણાતો હોય.
સવાલ (૨૫) : સાદવીજી મહારાજ પુરુષ-પંડિતે. પાસે અધ્યયન કરી શકે ખરા?
જવાબ : જે સાધ્વીજી મહારાજે જ અધ્યયન અને અધ્યાપનની કળામાં સુકુશળ બની જાય તે તેમની શિષ્યાઓને પુરુષ-પંડિત પાસે ભણવાની જરૂર જ ન રહે. એકબીજા ભણતા – ભણાવતા હોય; આ જ ઉત્તમ વ્યવસ્થા છે.
પડિતે પાસેના અધ્યયનમાં વિજાતીય પરિચયનું નુકસાન સંભવિત છે; ભલે પછી તેની સંભાવનાના ટકા ખૂબ ઓછો પણ મુકાય. પરંતુ આ સ્થિતિ ઈચ્છનીય છે. નહિ જ.