________________
૧૦૮
મુનિજીવનની બાળપેથી–૨
કે
આટલું ધ્યાનમાં લેવા જેવું
મહાભાઈને પત્ર
(૨૮) ઉપકરણને કસ કાઢવે ?
જરૂર પૂરતાં જ વસ્ત્રો વગેરે ઉપકરણે – શાસ્ત્રોમાં બતાવેલી સંખ્યામાં રાખવા જોઈએ. આ વસ્ત્રાદિને પણ પૂરેપૂરો કસ કાઢવું જોઈએ. જરાક ફાટે કે તેને વિદાય આપી દેવાની નીતિ ઈચ્છનીય ન ગણાય. એવા અનેક મહાત્માઓ છે, જેઓ એક જ સંથારે ૨૦ – ૨૫ વર્ષથી થીગડાં દઈ દઈને પણ વાપરે છે.
ઝટ ઝટ નવાં કપડાં વાપરવાનો મેહ આપણું અહિત કરનાર છે. આપણે આપણું મુનિજીવનની મર્યાદાઓ અને નીતિઓને ચુસ્તપણે વળગી રહીએ એ જ આપણું સૌન્દર્ય છે. એને જ આપણે ખીલવવું રહ્યું.
કપડું એકદમ જીર્ણ થાય ત્યાં સુધી વાપરી શકાય. પછી તેનાં જ લૂણાં થઈ જાય.
કામળી જીર્ણ થાય તે તેના જ ધારી કે ખેરી થઈ શકે.
પાતરુ તૂટી જાય તે છેવટે તેના નીચેના ભાગમાંથી દાબડીઆનું ઢાંકણું બનાવી લેવાય. બાકીના ભાગમાંથી સાયણ બનાવી શકાય.
સંથારે ફાટે તો તેમાંથી પાતરા નીચે મૂકવાનું આસનિયું બનાવી લેવાય.
આમ બુદ્ધિથી તે તે વસ્તુની ઉપયોગિતા શોધીને
આસનિયા ફ