________________
૧૦૨
મુનિજીવનની બાળપોથી-૨
-
--
-
--
-
ધિક્કાર વરસાવવાનું દિલ થઈ જાય છે. મારી જાત મને અત્યારે યાદ આવે છે, હાય! કેવાં એણે કામ કર્યા છે !
વીર અને વીરનું શાસન ! બે વચ્ચે કેઈ ફરક નથી. વીરે સ્થાપેલું વીરશાસન એ વીરનું જ અવિભાજ્ય અંગ છે, આજે એ વીર નથી પણ વીરશાસન તે જીવંત છે !
હાય! વીરશાસનને કેવા કેવા ખીલા ઠક્યા છે.
મારી સ્વછંદ મનવૃત્તિ, મારી ઉછુખલતા, મારી તુચ્છતા, મારી વાસના; માયા, કપટ અને માનપાનની તીવ્ર સંજ્ઞાને કારણે મેં એવાં એવાં કુકર્મ કર્યા છે જે ખીલા બનીને વીરશાસનના અંગમાં સીધા ભેંકાયા છે.
મેં મારા સુખ અને સ્વાર્થને તાત્કાલિક પોષવાની વૃત્તિમાં કદી એ જોયું નથી કે આથી વીરશાસનને મેં કેટલે મેટ ફટકે માથે છે!
એક નાનકડું દષ્ટાન્ત આપું. મને તિથિના દિવસે પણ કેરી ખાવાની ઈચ્છા થઈ. મેં જાહેર કર્યું કે “પાક ફળે તિથિના દિવસે બેશક વાપરી શકાય. એમાં કોઈ દોષ નથી.” બસ..મારા અને મારા આશ્રિતેના જીવનમાં આ પાપ પ્રવેશીને પ્રસરી ગયું. વીરશાસનના પર્વતિથિના પરમ કલ્યાણકર નિયમને ખીલે મારી દીધે !
ન જાણે, આવા તે કેટલા ખીલા મેં અને મારી અંગત દુવૃત્તિઓએ માર્યા હશે!
શાસન સેવા કરવાની તે દૂર રહી પણ ખીલા મારવાની પ્રવૃત્તિ સદા બની રહી.
પિલી અજજા સાથ્વી મને યાદ આવે છે કે પિતાના