________________
૧૦૦
મુનિજીવનની બાળપોથી–૨
જવાબ : ચિત્તમાં આવું જ્યારે પણ બનતું હોય ત્યારે તે કયા નિમિત્તથી બન્યું તે શોધી કાઢવું અને નિમિત્તથી દૂર રહેવા પ્રયત્ન કરે; જેથી ફરી તેવું ન થાય.
ક્યારેક કોઈ પણ નિમિત્ત વિના પણ આવું બને છે. તે વખતે સહજ રીતે ઉદયમાં આવતાં કેટલાંક અશુભ કર્મો કારણ બને છે, આવા સમયે પરમેષ્ઠિ નમસ્કાર અને પંચસૂત્ર (પહેલું)ને વારંવાર પાઠ કરે. પરમેષ્ઠિ ભગવંતને વંદના એવાં અશુભ કર્મોનું નિવારણ કરી નાખે છે.
બાકી મુનિજીવનમાં તેજી-મંદી જેવું ચાલ્યા કરે; તડકા-છાંયડા આવ્યા કરે તે ય તેથી નિરાશ ન થઈ જવું. ઘણું મુસીબતે આપણને આ સંયમ-રત્ન પ્રાપ્ત થયું છે. તેને માત્ર માનસિક હતાશાઓ, ખેદ કે નિરસાહિતાથી અથવા નાનાં નાનાં બાહ્ય છમકલાંથી એળે જવા દઈશું તે આપણું જેવા બેવકૂફ બીજા કઈ નહિ ગણાય.
અને પરિણામ સ્થિરતાના બધા પ્રયત્નો કરવા છતાં પણ કર્મવશાત પતન થઈ જાય તે ય તે ભવિતવ્યતાને આધીન બાબત છે. એવું કાંઈ પણ થતા પૂર્વે જે કાંઈ ધર્મ–કમાણી કરી લીધી તે તે મિથ્યા થઈ શકનાર નથી. મોહકતાન ચિત્તથી જે ધર્મારાધના કરી તે તૂટી, પડી તે ય સેનાને ઘડો તૂટી પડ્યા બરોબર છે, તેનું મૂલ્ય પૂરેપૂરું જ આવવાનું છે.