________________
મુનિજીવનની બાળપોથી-૨
દરેકે વર્ધમાન-તપની પદ્ધતિથી અવારનવાર એળીઓ કરતા જ રહેવી જોઈએ, જેથી શરીર અને આત્મા બેયનું આરોગ્ય સચવાઈ રહે.
સવાલ (૨૨)ઃ સંયમધર્મની સૌથી મોટી વિરાધના કયી કહી શકાય ?
જવાબ : સંયમ ધર્મની સૌથી મોટી વિરાધના વિરાધેવા અંગનું અ–પ્રાયશ્ચિત્તીકરણ છે.
દેષ નાનું હોય છે માટે તેનું જે યથાર્થ રીતે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે દૂર થઈ જાય છે, અન્યથા નહિ. ગાંઠ કેન્સરની; અને કાંટો પગને...
આ બેમાં વધુ જોખમી તે જ છે; જેનું ઉન્મેલન કરવામાં આવતું નથી.
દઢ પ્રહારીએ કેન્સરની ગાંઠ જેવું પાપ કર્યું પણ તેણે ઉમૂલન કર્યું. જ્યારે રૂકિમએ માત્ર વિકારી નજરે પરપુરુષનું દર્શન કર્યું પણ તેનું ઉન્મેલન ન કર્યું તેથી દઢપ્રહારી તે જ ભવે મોક્ષમાં ગયા અને રૂકિમ મહાન સાધ્વી થવા છતાં દીર્ઘ સંસારી થયા ! | મુનિજીવનમાં સ્વાધ્યાય, તપ, સેવા ભલે કરાય પણ પ્રાયશ્ચિત્ત તો કરવું જ જોઈએ. મનના પણ તમામ આવેગોની રજૂઆત કરીને શુદ્ધિ અચૂક કરવી જોઈએ.
પ્રાયશ્ચિત્તવિહેણું ઉત્કૃષ્ટ પણ મુનિજીવન બે બદામ જેટલું પણ મૂલ્ય ધરાવતું નથી એની સહુ નેંધ લે. - સવાલ (૨૩) : ક્યારેક પવન પડી જાય છે તેવી પરિણામ-ભગ્નતા ચિત્તામાં આવી જાય છે ! બધુ બેકાર જેવું લાગી જાય છે. એ વખતે શું કરવું ?